હું અને કૃષ્ણ વાંસળી - 1 ananta desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

હું અને કૃષ્ણ વાંસળી - 1

મીરા – રાધા – ક્રૃષ્ણ

ફરીથી આજે એક ઊંડો વિચાર ઘર કરી ગયો.


“મીરાં થઈને હું જીવી શકીશ? ફરીયાદ વગરની જીંદગી??”

“હા, જીવી તો શકાય
જ છે. પણ, શું રાધા થઈને જીવવું એ પણ મીરાંનો જ એક ભાગ નથી?”
“હા છે.”

“કેમ ના હોય શકે?”


“મીરાં પણ આખી દુનિયામાં કાન્હાના ભજન ગાતી, એના જ નામનું રટણ કરતી,
આખી દુનિયામાં ફરતી. જ્યારે રાધા...!! રાધા પણ નામ તો એનું જ જપતી. ભલે
સંસારના નિયમોમાં રહેતી પણ પ્રેમ તો એને જ કરતી. ભજન તો એના જ
ગાતી.”


રાધાની અંદર પણ એક મીરાં હતી અને આમ જુઓ તો મીરા પણ ક્યાં રાધાથી
આઝાદ હતી. એ પણ પ્રેમ તો કાન્હાને જ કરતી. ઘણી વખત ભજનો કરતી વખતે
રડી લેતી.


“ખરેખર તો રાધાના અસ્તિત્વ પર કોઈ આંગળી નહીં ઉપાડે એટલે મીરાં એ જન્મ
લીધો છે. અને રાધા-કૃષ્ણ નામે પૂજાય છે. લોકો કહે છે કે રાધા-ક્રૃષ્ણ ક્યારેય એક
ના થઇ શક્યા. એક-બીજાને પામી ન શક્યો. પરંતુ, એ બંને એકબીજાને જેટલુ
પામ્યા છે, જેટલા એકબીજાના થય ગયા છે શું કોઈ બીજું થઈ શક્યું છે?”


“ખરેખર જુઓ તો રાધા કોણ હતા? કઈ ગોપી હતી? એનું નામ શું હતુ? આજે
પણ કોઈ જાણે છે કૃષ્ણ સિવાય?”


“અને કૃષ્ણ આપણી સામે તો ભગવાન બનીને જ રહ્યા છે પરંતુ મનુષ્ય રૂપી
લાગણીઓ એણે જેની સામે સર ઝુકાવીને અપનાવી છે એનું એવું રૂપ તમે
ઓળખો છો? આનાથી મોટો સબૂત શું છે એ બંનેનો એકમેકમાં ભળી જવાનો?”


Faith is something beyond this world. Faith is What you
believe. If you do believe in something, it is there for you.
But, if you not believe in it then, it's not for you.

“પણ હા આજના યુગમાં આ બધું ખોટું લાગે છે. અહીંયા વ્યવહારિક જીવન
જીવવા વાળા લોકો છે.”


સવાલ એ છે કે “શું આમ જીવી શકાય છે? સમજી શકાય છે?”


“હા કદાચ અને કદાચ નહીં, પણ દુનિયામાં કંઈ પણ મોટું કાર્ય ત્યારે જ કરી શકાય
છે જ્યારે નિરંતર પ્રેરણા મળતી રહે.”


“હા, એટલે જ તો ક્રૃષ્ણને રાધાનું એના માટે રૂદન અને સમજોતો આ બધુ કરી
જવાની પ્રેરણા આપતું હતું. રાધા એને જ્યારે બોલાવે ત્યારે કાન્હાનું સામે આવીને
ઊભા રહી જવું એના પ્રેમની ગવાહી આપતું હતું”


અને મીરા….“એને તો કાન્હાને એક વખત જોવાની ઈચ્છા જ આ બધું કરાવતી
હતી” હા, એને કાન્હા ને જોયા તો હતા પણ સ્વપ્નમાં. પણ એની આ છબી
હકીકતમાં કેવી છે એ જોવાની ઈચ્છા એ આ બધું કરાવી ગઈ.”


Again, it is a faith. We often think “what was there between
the three of them?”


Whenever I think about them, I realize “It is faith, nothing
else.”

“Yes, Radha’s faith on her Kanha and Kanha’s faith
on his love and Meera’s faith on her divine romance...”

But, again its about belief.

રાધા અને કૃષ્ણ


“કેમ?” “કાન્હા એ કેમ એની રાધા ને છોડવાની પ્રથા ચાલુ કરી?”


“જ્યારથી એણે એ પ્રથા ચાલુ કરી છે. દરેક યુગમાં કોઈને કોઈ કાન્હો એની રાધા
નો ત્યાગ કરતો આવ્યો છે. કારણ ગમે તે હોય કોઈ પણ કારણ પોતાના પ્રિય
પાત્રને આમ દાવ પર મુકીને જવાની પરવાનગી નથી આપતું. કોઈ પણ કારણ
એના દર્દ કે તકલીફને ક્યારેય ઓછો નથી કરી શકતું. અને આ તો વળી કેવી માયા
હતી? જ્યારે કાન્હો વાંસળી વગાડે જ્યારે રાધાએ જવું પડતું. એની વાંસળીમાં
આટલો બધો અવાજ હતો, યાદ હતી, પ્રેમ હતો.”


“જ્યારે રાધા ગમે તેટલો યાદ કરે કાન્હો દુનિયાની ભીડ છોડીને ન હતો આવતો.”


આજ.. આજ ફરીયાદ હતી રાધાને. આજ પીડા હતી. બંધનમાં બંધાયેલી હતી…
પ્રેમના બંધનમાં. એના કાન્હાના આવવાની ફરિયાદ હતી.


“પોતે કેમ એને ભૂલી નથી શકતી? એને કેમ ફરિયાદ કરે છે? એને જવા કેમ નથી
દઈ શકતી? કેમ એની સાથે બંધાય રહી છે?” એ જ ફરિયાદ હતી.


પણ ખરું પૂછો તો કાન્હો પણ એને ભૂલી ન હતો શક્યો. એટલે જ મળવા
બોલાવતો. એ ઈચ્છતો હતો કે રાધા એને ચાહતી રહે. બધુ ભૂલીને બધું છોડીને કે
પછી બધાની સાથે જ રહી.


ખરું પૂછો તો જ્યારે કાન્હો ગોકુળ છોડીને ગયો ત્યારે એનો મનુષ્ય આત્મા રાધા
પાસે જ મૂકી ગયો હતો. બે આત્મા અલગ અલગ શરીરમાંથી નીકળી એક થઈ
ગઈ હતી. અને યમુના નદી એની સાક્ષી હતી. પ્રેમની એક એવી ધારા બનીને
વિલીન થઈ ગઈ હતી, મુક્ત થઈ ગઈ હતી. આ દુનિયાથી પર થય ગયા હતા.


“હા ચાહતો હતો, રાધા ને ખૂબ ચાહતો હતો પણ એનો ભગવાન રૂપી આત્મા
એને પામી શકે એમ ન હતો. એટલે એનો અડધો અંશ એણે એને આપી દીધો
હતો”

હા, રાધા ના પ્રેમમાં પાગલ એની સાથે જીવવાના સ્વપ્નની સાથે એને કહે છે “હે
રાધિકે... અહીંયા તો મિલન નથી થય શકે એમ પણ આ દુનિયાથી પર એક દુનિયા
છે. જ્યાં તું અને હું એક છે. આપણને કોઈ અલગ કરી શકે એમ નથી. ચાલ રાધા
ચાલ”


અને રાધા માંથી એક આત્મા નિકળે છે. બંને આ દુનિયાથી પર થય જાય છે. યમુના
નદીનો ગાંડોતૂર પ્રવાહ, ગાયોની ભંભાર, પંખીઓના સુર બધું જ એમના પ્રેમની
ગવાહી આપે છે. ખુશી મનાવે છે અને એ બંને એક-બીજામાં ભળીને ક્યાંક દૂર
નીકળી જાય છે.