Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને કૃષ્ણ વાંસળી - 7 - કાન્હાને પ્રશ્ન

 

કાન્હાને પ્રશ્ન

ફરી કાહના ને એ જ પ્રશ્ન પુછાય જય છે

“એ નથી મળવાનો કે નથી એનો વિચાર છતાં એ સ્વપ્નમાં આવી ખુશી આપી
જાય છે. અને પછી હું વિચાર કરતી થઈ જાઉં છું કે, અમારી નિયતી શું છે?
એનાથી દૂર રહી એને ચાહવાની કે જે મળશે એની ખુશી ખાતર એના થઈ
જવાનું?”

અને કાહના જવાબ આપે છે

“નિયતી એની ઈચ્છા હોય શકે છે પ્રિયે. તમે વિચાર ભલે નથી કરતા, કદાચ એ
તમારા વિચારો કરતો હશે, ચાહતો હશે તમને. મારી જેમ જ, કદાચ એ પણ તમને
જોવા માટે મળવા માટે તરસતો હશે. અને આ એની દરેક ઈચ્છા તમને સપનામાં
આવીને  મળી જાય છે. બંધન શરીરને હોય શકે છે પ્રિયે આત્મા અને મન
બંધનોથી મુક્ત છે.

અને રહી વાત નિયતિના સ્વીકારની, તો એ દરેક વ્યક્તિએ
કરવાનો જ છે. ભલે તમે હસીને સ્વીકારો કે પછી ધિક્કારીને, પણ હા નિયતી
એનાથી અલગ રહેવું જ હોય શકે એમ તો નથી ને? તમે દિલથી માંગો અને હું
તથાસ્તુ કહુ એમ પણ હોય શકે. કદાચ એ તમને એની જિંદગીમાં રોજ માંગતો
હશે. કદાચ તમે એના પ્રેમથી અજાણ છો. પણ એ તમને એના મૌનમાં દરરોજ
વાગોળતો હશે. એનો દરેક વિચાર તમારાથી શરૂઆત થઈ ને ત્યાં જ પૂરો થતો
હશે”

કાહના એની વાત ચાલુ રાખે છે

“સમય આવે ત્યારે બધાએ જ બધુ સ્વીકારવું રહ્યું. અને આ બધા સવાલો ના
જવાબની સમજ પણ તમને સમયની સાથે જ થશે. તમે શું વિચારો છો? શું
ઈચ્છો છો? અને શું માંગો છો? એ બધું વિચારીને જ મે દરેક વસ્તુ અને દરેક
વ્યક્તિ નો સમય તમારા માટે નક્કી કર્યો છે. એટલે જ કહેવાય છે” “સમયથી
પહેલા અને નસીબ થી વધારે કોઇને કંઈ નથી મળતું”. 

એક ઊંડો શ્વાસ લીધા પછી ફરી કાહના બોલે છે


“અહીં સમય એટલે તમે એને પામવા માટે પૂરેપૂરા દિલથી સક્ષમ અને નસીબ
એટલે, અત્યારે તમારા વિચારો છતાં તમે લીધેલા નિર્ણયો. બસ આ બે જ તો છે
જેનું પરિણામ નિયતી છે. નિયતી તમારા આજે લીધેલા નિર્ણયો ની આવતી કાલ
છે. પણ હા મનુષ્ય માટે કોઈ પણ વસ્તુને ધારી લેવું સહેલું છે. પરંતુ એ જ્યારે
યથાર્થ સામે આવીને ઉભી રહે છે ત્યારે એનો સ્વીકાર કઠિન છે”

અને મારાથી પુછાય ગયું


“પણ શું એ સ્વીકાર અનિવાર્ય છે?”

અને કાહના કહે છે

“હા પ્રિયે, અનિવાર્ય છે. પોતાના જ વિચારો કે પછી નિર્ણયનું પરિણામ તો
આપણે ભોગવવું જ પડે છે, કોઇ પણ કાળે, કોઇ પણ ભોગે અને ભોગવવું જ
જોઈએ એ આપણી ફરજ છે. અને આમ જુઓ તો આપણી ઈચ્છા પણ હોવી જોઈએ.

એ કુદરત પ્રત્યે આપણી નિષ્ઠા છે. અને આપણે એના
પ્રત્યે નિષ્ઠા દાખવીશુ તો પછી એ આપણને એક પણ એવી વસ્તુ થી વંચિત નહીં
રાખે જે આપણા માટે અનિવાર્ય છે”

“તો શું કોઇ ના થય જવું એ મારો નિર્ણય છે?” 


“હા..હા..હા..હા.. હા પ્રિયે એ તો સદા થી તમારો જ નિર્ણય છે. અત્યારે...
પછી... ક્યાં...? કોનું અને કેટલું...? બધુ તમારે જાતે જ નક્કી કરવાનું છે. પણ તમારા નિર્ણય નું પરિણામ તમારા હાથમાં નથી એ જરૂર સમય અને કુદરત ના હાથમાં છે.

કાહના વાત ચાલુ રાખે છે

"અને આમ જુઓ તો કોઈ ક્યારેય પૂરેપૂરૂ ક્યાં કોઇ નું થય જ શક્યું છે. તો કોઇની થોડી
ખુશી માટે એના થય જવુ એ પણ તો અનિવાર્ય છે જ ને....” 

બસ એટલું બોલી કાહના ફરી થી વિલીન થઈ જાય છે