Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને કૃષ્ણ વાંસળી - 12 - લગ્ન શું છે?

લગ્ન શું છે?

“લગ્ન શું છે, દેવ?”
“દેવી બે આત્માઓ કે મનનું એક તરંગમાં વહેવું એ લગ્ન છે. કયારેય પણ બે
આત્મા એક નથી થય શકતી”  “હા એક બીજા સાથે જોડાયને એ પોત પોતાનો
વિસ્તાર કરે છે”
“પણ શું એતો પ્રેમનું લક્ષણ નથી??”
“હા આ પ્રેમ જ છે. પણ પ્રેમ જ્યારે શરીર, સમજ અને પરિસ્થિતીમા સાથે
રહેવાનું વચન લે ત્યારે એ લગ્નમાં પરિણમે છે”
“પ્રેમ એ વિકાસ છે, અભિવ્યક્તિ છે, આપવાની ભાવના છે, ત્યાગ કરવાની ઈચ્છા
છે. યાદ રાખો પ્રિયે જે વ્યક્તિની સાથે રહીને કોઈ મુશ્કેલી નો અનુભવ ઓછો
થવા લાગે ત્યારે સમજવું કે એ વ્યક્તિ ખરેખર તમને ચાહે છે” “પ્રેમ હંમેશા વિકાસ
જ કરાવે છે. જે વ્યક્તિ કે સંબંધ આપણા વિચાર આચરણ, અભિવ્યક્તિનું સ્તર
નીચું કરે છે એ પ્રેમ નથી. કદાચ કોઇ ભૂલ છે. કે પછી કર્મોનું પરિણામ અથવા તો
આવનારા સારા સમય માટે અત્યારે થતી પ્રતીક્ષા. મોહ પ્રેમનો હોય છે. પણ ખરા
સમયે ત્યાગ પણ એ જ કરે છે. હા પ્રેમને નિયતીના બંધન નથી પણ પ્રેમના
બંધનમાં બંધાય રહેવુ નિયતી છે”
“જયારે લગ્ન, સદા સદાને માટે કોઈનો સ્વીકાર કરી લેવો. એની ઈચ્છાઓ, એના
સ્વપ્નો, એની આદતો અને એનું ભવિષ્ય સ્વીકારી લેવાની પ્રથા. સામેવાળા
વ્યક્તિ દરેક જવાબદારી, આફત અને વિચારોને અડધે હિસ્સે વહેચાની પ્રથા”
“પોતાના કુટુંબ, રિવાજો, શાસન, પ્રણાલીને આગળ વધારવાની પ્રથા. કુળને
ખીલાવાવની અને સાથે સાથે સમાજમાં પ્રસંશાની પ્રથા.” “પ્રેમએએ બંને
આત્માઓનો એકબીજાથી જોડે છે. અને જયારે એ જ પ્રેમ પરિવારો અને
સ્નેહીજનો ની મંજૂરીથી એકબીજા સાથે જોડાય તે લગ્ન. “
“પ્રેમના પરિણામ બે વ્યક્તિ ભોગવે છે, એ સારા હોય કે ખરાબ. અને લગ્નના
પરિણામ આખો પરિવાર ભોગવે છે”

 

પ્રાર્થના શું છે?

“પ્રાર્થના શું છે દેવ?” “ઈશ્વર પ્રાર્થનાની વચ્ચે વિઘ્ન આવે ત્યારે, નારાજ થાય
છે?” 
અને ક્રૃષ્ણ કહે છે,”ના પ્રિયે ના... ઈશ્વર તો ભોળા છે મારી જેમ જ. એને તો
માત્ર અને માત્ર ભાવથી જીતાય છે”
મેં પૂછી લીધું,”કેવો ભાવ દેવ...? મીરાં એ ક્રૃષ્ણને પ્રેમથી જીત્યા હતા અને
રાવણએ મહાદેવને તપથી... ભાવના તો બંનેની અલગ અલગ હતી અને લોકો
પણ...”
અને કાન્હા અધવચ્ચે બોલે છે, “હા પ્રિયે... ઈશ્વરને પ્રેમ અને તપ બંનેથી જીતી
શકાય છે. પણ હા બંને એક થય જાય છે ત્યારે પ્રણય સંબંધ બંધાય છે. એ આ
દુનિયાના કોઇ પણ વ્યક્તિ સાથે થય શકે છે. હા ઈશ્વર પ્રેમ માંગે છે અને મનુષ્ય
તપ, પણ ઈશ્વર પરીક્ષાઓ પણ લે છે”.
“કેવી પરિક્ષાઓ... અને કયા કારણથી?”
“તમારા ભાવ અને તપને ચકાસવાની પરિક્ષા. હા પ્રણય સંબંધ પણ સંજોગોની
સામે હારે છે. અને એ સમય અને સંજોગ જ ઈશ્વરની પરિક્ષા.”
“પણ તો પછી સમય અને સંજોગની સામે આપણને જીતાડવાની ઈશ્વરની ફરજ
નથી...?”
“પ્રિયે...પ્રિયે... હજી ઘણા ભોળા છો તમે. આ બંને એકબીજાના સાથીદાર છે.
ઈશ્વર અનાડી છે એટલે ખેલ રચે છે અને સંજોગો એના વિચાર. બંને ભેગા થયને
આપણને તપ કરાવે છે, પરિક્ષાઓ લે છે, તડપાવે છે, હરાવે છે, તોડે છે.”
“તો પછી ઈશ્વર ની સમીપ જવાનો કે તપ માંથી પસાર થવાનો કોઈ ઉપાય?”
“કેમ ના હોય પ્રિયે... છે ને વિશ્વાસ...!!” “ઈશ્વર પર વિશ્વાસ. કોઈ પણ
તકલીફમાં કોઈ પણ સંજોગમાં એ મને એકલી નહીં મુકે એ વિશ્વાસ. એ વિશ્વાસ

જ આપણને આપણા તપમાં સફળતા અપાવી શકે છે. ઈશ્વરને આપણા બનાવીને
સંજોગોને ઝુકાવી શકે છે.”
અને કાન્હાએ ઉમેર્યુ,”હા પ્રણય સંબંધમાં પ્રેમ કે તપ ઓછું વધતું હોય શકે છે.
કદાચ સામે વાળી વ્યક્તિ આપણી પાસે તપ કરાવે છે. સમય અને સંજોગ બનીને
તડપાવે છે, સતાવે છે પણ ઈશ્વરની જેમ જ એને પ્રેમ આપવામાં આવે અને
વિશ્વાસ કરવામાં આવે તો એને ઝુકવુ જ પડે છે. હારવુ જ પડે છે.”