હું અને કૃષ્ણ વાંસળી - 3 ananta desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું અને કૃષ્ણ વાંસળી - 3

અર્જુન પાંચાલી અને કૃષ્ણ

ભરી સભામાં દ્રૌપદીના ચીર હરણ થાય છે અને પાંડવો નતમસ્તક છે, ત્યારે
પાંચાલી કૃષ્ણને યાદ કરે છે અને એ એના ચીર પૂરે છે. ત્યારે અર્જુન પાંચાલી ને
પૂછે છે તે “કાન્હાને જ કેમ યાદ કર્યા...? કારણ કે, એ ભગવાન છે!!”
અને પાંચાલી જવાબ આપે છે “ના એ મારા સખા છે, મિત્ર છે”
અને સાચી વાત હતી એની એ તો હજીયે ના હતી જાણતી એનું દેવ સ્વરૂપ... એ
તો એને સખા માનતી હતી મિત્ર માનતી હતી. જેને નિઃસ્વાર્થ ભાવે ગમે ત્યાં ગમે
ત્યારે કોઇ પણ તકલીફમાં બેધડક યાદ કરી શકાય.
એક દિવસ પ્રાંગણમાં બેઠા હતા ત્યારે અર્જુન કૃષ્ણ ને પૂછે છે. “એક સવાલ પૂછું
કાન્હા?”
અને કૃષ્ણ કહે છે “પૂછો પાર્થ, તમારો અધિકાર છે. હું તો સારથી છું.” અને અર્જુન
પૂછે છે... “દુનિયામાં આટલી બધી સ્ત્રીઓ હોવા છતા દ્રૌપદી તમારી ખાસ સખી
કેમ છે?”
અને કૃષ્ણ કહે છે “આમ તો મિત્રતાને કોઇ કારણ નથી હોતા પાર્થ. પણ, છતાં જે
મનુષ્યને જ્ઞાનની ભૂખ છે જે મારાથી ડરતો નથી તે દરેક મારો મિત્ર છે.”
“છતાં પણ દેવ, જે સ્ત્રીને પાંચ પતિઓ છે, દુનિયા જેના પર ઠૂકે છે એ સ્ત્રી
તમારી સખા કેવી રીતે?” કાન્હો મીઠું હશે અને જવાબ આપે છે “એના પાંચ
પતિઓ... એ પણ એના તર્કનું જ પરિણામ છે. ભરી સભામાં ડરયા વગર એ સ્ત્રી
એ પૂછી નાખ્યું હતું” કે…
“કેમ સ્ત્રીને જ પોતાના પતિને એક કરતા વધારે સાથે વહેંચવા પડે છે? કેમ સ્ત્રી
એ ના કરી શકે? કારણ કે, એ તલવાર ધારણ નથી કરતી, તીર નથી ચલાવતી
એટલે?...”

“બોલો પાર્થ, છે આવુ સાહસ કોઇ બીજી સ્ત્રીમાં?” “અને આમ પણ એ જ્યારે
પણ તમારી સાથે હોય છે એ તમારા વિચારો કરે છે પાર્થ. શું એને એક પણ વખત
તમારા શયનખંડમાં યુધિષ્ઠિરનું નામ સુધ્ધાં લીધું છે?”
“અને કોઇ પણ કામ બીજા વિચાર વગર, એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરીને
થાય એ દરેક વસ્તુ મનુષ્યને મારી નજીક લાવે છે. એ એની મર્યાદા જાણે છે. પણ
જ્યાં તોડવા જેવી લાગી છે ત્યા તોડે છે. એનો તર્ક એનું સાહસ... એની બુદ્ધિ
અને એના સવાલો બધુ મને એનો મિત્ર બનાવે છે. એ મારી સખી નથી બની
પાર્થ, હું એનો મિત્ર બની ગયો છું”
“પણ દેવ હું પણ તો તમને સવાલો કરું છુ!!!” ત્યારે કૃષ્ણ હસે છે અને કહે છે “તો
તમે પણ તો મારા મિત્ર છો પાર્થ...” “પણ હા, એ મને ક્યારેય દેવ કહીને નથી
બોલાવતી. સવાલો પૂછવા પહેલા પરવાનગી નથી માંગતી, નિઃસ્વાર્થ અને નિદર
સવાલ કરે છે અને એનો એ ભાવ દર્શાવે છે એના જ્ઞાનની ભૂખ અને સાહસ કે
જવાબ ગમે તે હશે એ સાંભળવા તૈયાર છે”
“અને આમ પણ પાર્થ આટલા મોટા કૌરવ કુળનો નાશ નું કારણ બનવા જઈ રહી
છે એ સ્ત્રી!!!” “આ દુનિયામાં કંઇ પણ કારણ વગર નથી થતું અને જે સ્ત્રી આટલા
બધા લોકોને મારી નજીક લાવવાનું કારણ બની હોય એ મારી પ્રિય કેમ ના હોય
શકે?”
“પણ શું ભગવાનને મિત્ર બનાવી શકાય છે?”
“હા પાર્થ, કેમ નહિ? મનુષ્ય જ્યારે મુસીબતમાં હોય એ ભગવાન ને પણ ભૂલી
જાય છે કોઇ વ્યક્તિ એને જે યાદ આવે છે, એ એનો મિત્ર...” “અને જે
મુસીબતમાં મદદ કરે એ આપણા માટે ભગવાન. તો પછી ભગવાનને જ મિત્ર કેમ
ના બનાવી લેવાય...!!!”