Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૮

શ્યામા અને શ્રેણિકને અમરાપર આવ્યે બે દિવસ થઈ ગયા,બધાની મુલાકાત ચાલુ ને ચાલુ જ હતી, ગામમાંથી સગાવહાલા દીકરી જમાઈને મળવા આવ્યા જ જતાં હતા, એવામાં શ્રેણિકે શ્યામા જોડે ફરી લગ્ન કરવાની ઈચ્છા ક્યાંક કચડાઈ જતી લાગતી હતી, એણે શ્યામા જોડે આડકતરી રીતે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જોડે કોઈને કોઈ આવી જ જતું હતું, આવવામાં એના દિલના અરમાનો અધૂરા રહી જતા હોય એમ લાગ્યું, પરંતુ શ્યામાએ એને વચન આપ્યું હતું માટે એને વિશ્વાસ હતો કે એ એની વાતને ટાળશે નહિ પણ શ્યામા પણ આ બધા જોડે એવી વ્યસ્ત થઈ ગઈ હતી કે શ્રેણિકને સમય આપવામાં નિષ્ફળ રહેતી હતી.

પરંતુ આજે તો ગમે તે રીતે શ્યામા જોડે વાતવાતમાં લગ્નની વાત કરી જ લેવી છે એ નિશ્ચય સાથે શ્રેણી ઉઠ્યો, એ પથારીમાંથી જાગ્યો ત્યારે શ્યામા એની જગ્યાએ નહોતી એ ઊઠીને નીચે જતી રહી હોય એમ લાગતી હતી, શ્રેણિકે સવાર સવારમાં નિશાસો નાખ્યો, સવારે ઉઠતાં વેત શ્યામા જોડે વાત કરવાની એની વાતમાં પાણી ફરી ગયું પરંતુ પ્રેમ ગમે તે રીતે એકબીજાને નજીક લઈ જ આવે છે, એને નજીકથી ક્યાંક ઓમ નાદ આવ્યો, એ નાદમાં જે સ્વર હતો એ પોતીકો લાગ્યો, એણે ધ્યાનથી સંભાળ્યો અને મહેસૂસ કર્યો કે એ અવાજ શ્યામાનો જ છે, એ ઓમકાર નાદની પાછળ ગયો, એ દાદર ચડીને અગાસી પર આવી ગયો, ત્રીજી મંઝિલની અગાસી અને એમાં શ્યામા સાવ એકલી, શ્રેણિકને મોકો મળી ગયો, એ ખુશ થઈ ગયો, સવારે સપનું પૂરું થયું હોય એમ એ શ્યામા તરફ ગયો, સામે પાથરણાં પર શાંત મુદ્રામાં શ્યામા એની સામે જ હતી.

શ્યામાનો ઓમનાદ શ્રેણિકના કાનમાં એવો ગુંજવા માંડ્યો હોય જેમ મંદિરમાં જાલર! એ પણ શ્યામાની સામે એના મોઢાની સામે જઈને બેસી ગયો અને શ્યામાને પ્રેમથી જોવા લાગ્યો, આમ તો રોજ શ્યામા યોગ કરતી પરંતુ આવી ફુરસદથી જોવા તો આજે જ મળી હોય એમ લાગ્યું, એના મોઢામાં ભાવો, એના વાળની લટો અને એનો મીઠો સ્વર શ્રેણિકને ઘાયલ કરી રહ્યા હતા, શ્યામા શ્યામ હતી પરંતુ એનો ઘાટ એટલો સરસ હતો કે જોતાની સાથે કોઈને પણ એ આંજી દે, શ્રેણિક પણ એમાં પહેલા અંજાઈ ગયો હતો, શ્યામા યોગ કરવામાં વ્યસ્ત હતી એને જરાય ખબર નહોતી કે સામે શ્રેણિક આવીને બેસી ગયો છે અને એને જુએ છે.

થોડી વારમાં એની આંખો ખુલી, સામે જોતાની સામે શ્રેણિક! એને પહેલા તો એમ લાગ્યું કે એ એનો માત્ર વિચાર છે અને એ મલકાઈ ગઈ અને શરમાઈ ગઈ, પરંતુ સામે બેસેલા શ્રેણીકે એને વળતું સ્મિત આપ્યું એટલે એ ઝબકી," શ્રેણિક તમે? ઉઠી ગયા?"

"હાસ્તો....તારા ઓમકારનું મધુરું એલાર્મ વાગ્યું તો ઉઠી જવાય ને!"- શ્રેણિકે રોમેન્ટિક અંદાજમાં કહ્યું.

"ઓહ...એવું છે? તો ઊઠીને સીધું નીચે જવાય અહી કેમ આવ્યા?"

"ઉઠતાની સાથે દેવીના દર્શન કરવા પડે ને!"

"અરે તમે પણ....સાવ નટખટ છો!'- શ્યામા શરમાઈ ગઈ

"ઓહ યાર..શું અદા છે? સવાર સવારમાં ઘાયલ કરી નાખે છે!"

"આમ હાલો....ઘાયલ....નીચે બધા વાટ જોશે..! કે કોઈ આવી જશે તો શું સમજશે?"- શ્યામાએ શ્રેણિકને ટપલી મારતાં કહ્યું.

"પણ હું તો કામથી આવ્યો છું અને જોશે તો શું વાંધો છે? હું તો મારી ધર્મપત્ની સાથે સમય વ્યતીત કરું છું, ચોરી ક્યાં કરું છું?"- શ્રેણીકે શ્યામાનો હાથ પકડતા કહ્યું.

શ્યામા ઉભી થવા ગઈ પરંતુ શ્રેણિકે પકડેલો હાથ છોડાવી ના શકી, શ્રેણિકે પકડ વધારે મજબૂત કરી અને પોતાનો સામે એને ખેંચી લીધી," અરે શ્રેણિક શું કરો છો? કોઈ જોઈ જશે!

"મને ક્યાં ડર લાગે છે? "- શ્રેણિકે લુચ્ચું સ્મિત આપ્યું.

"ભલે....મને જવા દ્યો...મને ડર લાગે છે ને!"

"પ્યાર કિયા તો ડરના ક્યા?"- કહીને શ્રેણિક એક ફિલ્મી ગીત ગણગણતા હસ્યો.

"પણ હજી આપણાં લગ્ન બાકી છે! યાદ છે?"- શ્યામાએ હાથ છોડાવતા કહ્યું.

ક્રમશ.....