ચોકલેટ નું જંગલ Nayana Viradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોકલેટ નું જંગલ




એક ખુબ જ મોટું,ઘટાદાર જંગલ હતુ જંગલમાં જાત- જાતના ઝાડ કોઈ નાના તો કોઈ મોટા,કોઈ ઉંચા તો કોઈ નીચા કોઈ ફુલ થી ભરેલા તો કોઈ ફળ થી લચેલા .
આ જંગલ ની બાજુમાં જ એક નાનકડું ગામ રતનપુર . તેમાં એક નાનકડો છોકરો રહે .
નામ એનું ટપુ .
એક દિવસ ટપુ તેની સાયકલ લઈને રમતો હતો. રમતા-રમતા એ જંગલમાં પહોંચી ગયો જંગલમાં ખુબ આગળ નીકળી ગયો,જંગલ તો પુરું જ નહોતું થતું તેણે થાકીને એક ઝાડ નીચે સાયકલ ઉભી રાખી .ઝાડ નીચે બેસી ગયો સાયકલ ફાસ્ટ ચલાવીને તે થાકી ગયો હતો એટલે તેને ઊંઘ આવી ગઈ. થોડીવારે તેની આંખ ખૂલી ને તેને ઉપર તરફ નજર કરી ત્યાતો તેની આંખ ખુલી ને ખુલી જ રહી ગઈ.
આહ! આ શું?!!!!
આટલી બધી ચોકલેટ!!!!!!! અને તે પણ ઝાડ ઉપર લટકતી આહ!!! તેના મોઢામાં પાણી આવી ગયું .
વાહ ,આતો ચોકલેટ નું ઝાડ તે ફટાક કરતો ઊભો થયો ને ચોકલેટ તોડવા કુદકો લગાવ્યો પણ તેનાથી પહોચાયું નહી. ઘણા કુદકા માયૉ પણ ચોકલેટ સુધી પહોચીં શકાતું ન હતું .
હવે શું કરવું????
એ સાવ થાકી ગયો .હવે તો તેનાથી કુદકો પણ લાગતો ન હતો .તેને એક વિચાર આવ્યો કે મારી આ સાયકલ શું કામની છે? તેને સાયકલ ઝાડ નીચે ઉભી રાખી તેના પર ચડીને ચોકલેટ તોડી ,ડાળી પકડીને હલાવી ત્યા ચોકલેટ નો ઢગલો થઈ ગયો. ટપુ ને તો મજા પડી ગઈ . તેણે તો ચોકલેટ ખાવા જ માંડી- ખાવા જ માંડી . પેટ ભરીને ચોકલેટ ખાધી .હવે તો તેનું પેટ પણ ના પાડી રહ્યું હતું. તેનાથી એક પણ ડગલું આગળ ચલાતું ન હતું

તે ઝાડ ને ટેકે બેઠો હતો ત્યાં થોડીવાર માં તેને ફરી ઊંઘ આવવા લાગી , એટલી બધી ચોકલેટ ખવાય ગઈ હતી કે તેની આંખ ઘેરાવા લાગી તે તો ઘસઘસાટ ઊંઘી ગયો. નસકોરા બોલાવવા લાગ્યો .જ્યારે તેની આંખ ખુલ્લી ત્યાં તો એકદમ ઠંડો પવન આવી રહ્યો તે આંખ ચોળતા- ચોળતા ઉભો થયો. ત્યાં તો એકદમ ચોંકી ગયો .ઝાડ કે જેની નીચે પોતે સુતો હતો તે ગાયબ હતું .જંગલ પણ નહોતું દેખાતું તેની આસપાસ રંગબેરંગી પહાડોની લાઈન હતી. વ

લાલ,પીળા ,ગુલાબી,લીલા,કેસરી,બ્લુ,સફેદ ,કોફી જેવા વિવિધ રંગ ના પહાડ ,ટપુ તો દોડીને પહાડ પાસે ગયો તેમાંથી એકદમ ઠંડો પવન આવતો હતો. વળી સુગંધ પણ સરસ આવતી હતી .ટપુ એ તો પહાડને આંગળી અડાડી ત્યા તો એ એકદમ પોચો- પોચો હતો. તેને આંગળી મોઢામાં મુકી ત્યાં તો મજા પડી ગઈ .આહહા....!!! આ તો આઇસ્ક્રીમ છે. આતો આઈસ્ક્રીમ નો પહાડ છે .

આહાહા!!! કેવો મીઠો છે, આઈસ્ક્રીમ!!

તેણે તો એક પછી એક બધા જ પહાડમાંથી આઈસ્ક્રીમ ખાધો.હવે છેલ્લા કેસરી પહાડમાંથી આંગળી બોળી જેવું મોઢા માં મુકવા જાય ત્યાં તો કોઈએ તેના ગાલ પર જોરદાર થપ્પડ મારી તેની આંખ ખુલી ગઈ .

આ શું???? બધું ક્યાં ગાયબ થઈ ગયું???

સામે મમ્મી ડોળા કાઢી ને ઊભી હતી. ટપુડા ઊભો થાને હવે સુરજ માથે પોગ્યો,કેટલા અવાજ કયૉ તને ,ટપુ ની તો બધી જ મજા ગાયબ.

, અરે! આ શું થયું આઈસ્ક્રીમ નો પહાડ ક્યાં?

મારું આ ચોકલેટ નું ઝાડ??? ,મારી ચોકલેટ?????મનોમન બબડતા આંખો ચોળતો ચારેકોર જોવા લાગ્યો .

અરે!!! શું ??? આ બધું સાચું નોતું ????? સપનું હતું ??? ........ ચોકલેટ ના જંગલનું .

ઓહ !!!!!નનોનોઓઓઓઓ...... પણ સાચે આવું હોય તો કેવી મજા પડે ને ???!!!!!.