સ્કેમ....24 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

સ્કેમ....24

સ્કેમ....24

(ડૉકટર પોતાના પર સાગર વિશ્વાસ કરે એ માટે આ આંતકીના ચુંગાલમાં કેવી રીતે ફસાયા તે કહી રહ્યા છે. મન્વીના મમ્મી પપ્પા તેને ભણવાની જગ્યાએ લગ્ન કરી લેવાનું કહે છે. હવે આગળ...)

"પપ્પાના મિત્રે મારા લગ્નની વાત તેમના મનમાં નાખી અને તેઓ મને લગ્ન કરી લેવા માટે કહેવા લાગ્યા. મેં એ વાતનો વિરોધ કર્યો તો એમને પોતાની વાત પકડી રાખી અને પરાણે છોકરો જોવાનું કહેવા લાગ્યા. મેં ના પાડી તો મને ખૂબ મારવામાં આવી અને મારું ભણવાનું, ખાવા પીવાનું અને સ્કુલે જવાનું બંધ કરી દીધું. ધીમે ધીમે મને એક રૂમમાં પૂરી દેવામાં આવી.

એવામાં એક દિવસે મને જોવા છોકરાવાળા આવ્યા. મારી લાખ ના હોવા છતાં મને મમ્મી પપ્પાએ તેમને દેખાડવાની વિધિ કરી અને મને ગમે છે કે નહીં પૂછયા વગર જ મારા તરફથી હા પાડી દેવામાં આવી.

એ છોકરો મારાથી પંદર વર્ષ મોટો અને વિધુર હતો. તેને તેની પહેલી પત્નીથી એક પાંચ વર્ષની દિકરી હતી. થોડા જ દિવસોમાં મારી લાખ વિનંતીઓ અવગણીને પણ મારી સગાઈ કરી દીધી અને બે મહિનામાં જ લગ્નનું મૂહુર્ત કાઢી દેવામાં આવ્યું. પછી બોલો હું શું કરું? ભાગી ના જઉં તો આત્મહત્યા કરવી પડે એમ હતી. હું તો આત્મહત્યા જ કરવા તૈયાર હતી. પણ મારી એક ફ્રેન્ડ ખુશી હતી. એને મને કહ્યું કે,

"ભાગી જા અહીંથી અને અનાથ બની અનાથાશ્રમમાં જતી રહે. પછી ત્યાં તને ભણવા મળશે પણ ખરું અને આ અણગમતા લગ્ન અને વર બંનેમાં થી છૂટી જઈશ."

મેં બે વાર ભાગવાનો પ્રયત્ન કર્યો પણ અસફળ રહી. એટલે ના છૂટકે મારે ગાંડપણ અને કાંડાની નસ કાપવાનું નાટક કરવું પડયું. જેથી મને તે લોકો મેન્ટલ એસ્લાઈમેન્ટ માં મૂકી દે અને હું ત્યાંથી ભાગી શકું અને આ લગ્નમાં થી છૂટકારો મળી જાય.'

હું તો સાવ શોક જ થઈ ગયો અને પૂછી બેઠો કે,

"એક માતા પિતા પોતાના જ બાળક સાથે આવું કેવી રીતે કરી શકે?"

"તમે જ એમને પૂછશો તો તે તમને કહેશે?"

"સારું, બસ હવે તું પૂરેપૂરી જાગી રહી છે. હવે તું આળસ મરડીશ."

મન્વીએ ઊભી થઈને આળસ મરડી એટલે મેં,

"મન્વી બેટા, તું થોડી વાર બહાર બેસ..."

કહીને મેં તેને બહાર મોકલી. અને અમિત પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો છતાં,

"મન્વી કહે છે તે સાચું છે?"

"હા, સાહેબ..."

અમિતે જયારે મને કહ્યું તો મને ખૂબ ગુસ્સો આવ્યો હતો તે ફૂટી નીકળ્યો,

"કેવા પિતા છો, તમે? આ તમારી દીકરી છે, ગાય કે જાનવર નથી. ભલે કહેવતમાં એમ કહેવાતું હોય કે 'દિકરી ને ગાય દોરે ત્યાં જાય.' પણ એવું શકય નથી."

"પણ ડૉકટર સાહેબ અમે ભણેલા પાંચ ચોપડી અને કમાવવાની એવી કોઈ આવડત નહીં કે આ છોડીને ડૉકટર કે એન્જીનીયર બનાવી શકું."

"તો એને એન્જીનીયર કે ડૉકટર ના બનાવો. પણ એ માટે ભણાવવાનું છોડીને કસાઈ જોડે બાંધી દેવાની. એના કરતાં તમે એને કસાઈવાડે મોકલી દો. એક દિકરીનો બાપ અને પંદર વર્ષ મોટો એવો વર અને એવી નરક જેવી દોજખમાં નાખ્યા કરતાં કૂવામાં નાખી દો. એકવારની શાંતિ."

"સાહેબ તમને આમાં ખબર ન પડે, આ તો અમારા ઘરનો મામલો છે."

"ભલે તમારા ઘરનો મામલો હોય તો પછી આટલે બધે વાત કેમ પહોંચી. છોકરી કેમ ભાગી જાય છે, ઘરમાં થી નીકળવા માટે ગાંડપણ કેમ કરે છે?"

અમિતનો ચહેરો ઝંખવાઈ ગયો એ જોઈને મારો ગુસ્સો થોડો શાંત થયો.

"છોકરી જો આટલી બધી તમારાથી ડરતી હોય તો વિચારવા જેવી વાત જરૂર છે. કયાં ભૂલ થાય છે અને થઈ રહી છે? છોકરીની ઉંમર લગ્નને લાયક નથી. આટલી કાચી ઉંમરે કોઈ પણ સાથે લગ્ન કરવા યોગ્ય છે? એ લગ્ન. રોકવા માટે તે મેન્ટલ એસ્લાઈમેન્ટ કે અનાથાશ્રમ પણ જવા તૈયાર છે, એ યોગ્ય લાગે છે તમને? વિચારી જોજો."

"સાહેબ સમજી ગયો... પણ તેની ભણવાની ઈચ્છાનું શું? એને લઈને તે ફરીથી આવું કંઈ કરશે તો?'

"એવું તે કંઈ નહીં કરે, હું તેને સમજાવીશ. બસ તમે લગ્ન રોકી દો."

"પણ સાહેબ સમાજ અમને ફોલી ખાશે જો લગ્ન નહીં કરીએ તો?"

"તમને હજી પણ છોકરી કરતાં સમાજની પડી છે. છોકરીના લગ્ન કરી દેશો તો લોકો કસાઈ કહેશે, નહીં કરો તો દગાખોર કહેશે. પણ દીકરી ગુમાવી દેશો તો કશું હાથમાં નહીં આવે. અને સમાજ આમ પણ ખાશે અને પછી એ જ થાળીમાં થૂંકશે એવો જ છે. એવા સમાજની પરવા પણ ન કરાય. કદાચ એવું પણ બને કે દિકરી ભણીગણીને, કમાઈને તમારા ઘરને આગળ લાવી દે. તમે નથી સાંભળ્યું કે 'દિકરી તો બે ઘરને અજવાળે."

"સાહેબ તમે કહેશો તેમ કરીશું, પણ મન્વીને તમે સમજાવો..."

મેં મન્વીને બોલાવીને સમજાવતાં કહ્યું કે,

"બેટા, તને ભણવું ગમે છે એ વાત બરાબર, પણ તેનાથી જો તારા પપ્પાને તકલીફ પડતી હોય તો એ તારી જીદ પણ બરાબર નથી. ઘણીવાર આપણા મનને ગમે એના કરતાં ઘલ અને માતાપિતાની આર્થિક સ્થિતિ વિશે પણ વિચારવું જોઈએ. તું જો એન્જીનીયર ભલે ના થઈ શકે, પણ કંઈક એવું હુન્નરનું કે નર્સ કે એવો કોઈ કોર્સ કર જેનાથી તારા પિતા પર ભાર પણ ના વધે અને ખુશી ખુશી તને ભણાવી શકે."

"હું સમજી ગઈ, હું ઘરનો વિચાર કરીને ભણીશ અને કંઈ એવું કામ નહીં કરું. જેનાથી કોઈને પણ તકલીફ પડે."

"સરસ બેટા, મને તારા પાસેથી આવી જ અપેક્ષા હતી. કોર્સ કયો કરવો અને. તેનાથી તને ફાયદાકારક છે કે નહીં તે જાણવા માટે મારો કોન્ટેક કરજે. પહેલાં આરામથી આ સ્ટાન્ડર્ડ પાસ કરી લે."

"ઓકે, ડૉ.અંકલ."

અમારી વાત પત્યા પછી અમિતે મને પૂછ્યું કે,

"ડૉકટર સાહેબ જયારે આ છોડી બોલી નહોતી રહી ત્યારે તમે તેને સૂવાડી, જગાડી અને પછી તેના મનની બધી વાત જાણી લીધી, એ પણ જે મેં તેને કહેવાની ના કહી હતી. તો આ શું કર્યું હતું? એને શું કહેવાય?"

(અમિતે પૂછેલા પ્રશ્નનો જવાબ ડૉકટર શું આપશે? અમિતે આવું કેમ પૂછ્યું?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....25)