સ્કેમ....23 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેમ....23

સ્કેમ....23

(નઝીર ડૉકટર રામને સાગરની જેમ બંધી બનાવી દે છે. સીમા ડૉ.શર્માને વાત કરી સીઆઈડીને જણાવે છે. હવે આગળ...)

"ઓકે... પણ સર તે તો કહો કે રામ વિશે ખબર કેવી રીતે પડશે?"

સીમાએ આતુરતાપૂર્વક પૂછ્યું તો ડૉ.શર્મા હસી પડ્યા અને કહ્યું કે,

સીમા હું તારી તાલાવેલી સમજી શકું છું. પણ એક વાત સમજ કે મિશન રિલેટડ વાત કોઈને કહેવાની મનાઈ હોય છે. અને બીજી વાત તું ભલે અધીરી થાય પણ પ્રોપર પ્લાનિંગ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ છે. નાનામાં નાની ચૂક પણ આપણને ભારી પડી શકે છે. એ માટે મૌન જરૂરીછે, જે તું કરવાની નથી અને તને મિશન વિશે સમજાવી પણ અઘરી છે. માટે આગ્રહ ના કર કે હું તને કંઈ કહું."

સીમાનો થોડો ચહેરો ઝંખવાઈ ગયો, પણ તે આગ્રહ કર્યા વગર ઘરે જવા નીકળી ગઈ.

ડૉ.રામ સાગર સાથે શું વાત કરવી, કેવી રીતે કરવી જેથી તેને એમના પર વિશ્વાસ બેસે. ત્યાં જ સાગર ભાનમાં આવ્યો હોય તેમ તેનો ધીમોધીમો કણસવાનો અવાજ તેમના કાને પડયો તો ડૉ.રામે સાગરને માટે પાણીનો ગ્લાસ ભર્યો અને તેના બે ખભાથી પકડીને તેને બેસાડયો. સાગરને પાણીનો ગ્લાસ પીવા આપ્યો તો સાગરે તે ગ્લાસ લેવાની જગ્યાએ તેની સામે પ્રશ્નો થી ભરેલી નજરે જોઈ રહ્યા.

તો ડૉકટરે,

"મને ખબર છે કે તમારા મનમાં પ્રશ્નો છે. પણ પહેલાં પાણી પી લો, પછી આપણે.વાત કરીએ."

સાગરે આ સાંભળીને પાણી પીધું પછી પૂછ્યું કે,

"ડૉકટર તમે અહીંયા? કયાંક મને હિપ્નોટાઈઝ કરવા આવ્યા કે પછી હિપ્નોટાઈઝ કરી લીધો છે?"

"ના તો હું તમને હિપ્નોટાઈઝ કરવા આવ્યો છું

કે ના તો કરવાનો છું."

"તો પછી...."

"સાચું કહું તો માનશો કે આ લોકોએ મને બંદી બનાવી લીધો છે."

"તમને કેમ પણ?"

"તમારી પાસેથી વાત જાણવા માટે..."

"મારી પાસેથી... તો તમને લાગે છે કે હું તમને જણાવીશ?"

સાગરે ધારદાર નજરે ડૉકટર સામે જોતાં પૂછ્યું.

"મને ખબર નથી."

સાગર કંઈ ના બોલ્યો તો ડૉકટરે પોતાની વાત કરતાં કહ્યું,

"હું ભલે દેશપ્રેમી નથી તો કંઈ દેશદ્રોહી પણ નથી. અને સાચું કહું તો આ બધામાં મારે પડવાની જરૂર પણ નથી."

"તો પછી... આમ તો પૈસા કમાવવાનું સાધન તો છે જ. આમ પણ ડૉકટર લોભી હોય છે. તેમના માટે તો પૈસો જ પરમેશ્વર હોય છે. અને એ માટે તે કંઈ પણ કરી શકે છે. તો પછી દેશદ્રોહ એ તમારા માટે કંઈ નવું નથી. આમ પણ તમને કંઈ દેશ પ્રત્યે લાગણી જેવું હોતું પણ નથી."

"એ તો તમને અને દુનિયાને ભલે એવું લાગે, પણ સાચું કહું તો હું કોઈ દેશપ્રેમી નથી તો દેશદ્રોહી પણ નથી. હા, મારા માટે પરિવાર પહેલાં નંબર પર આવે પણ દેશ માટે દ્રેષ નથી. બાકી જેમ તમે સમજો તેમ."

"તમારી વાત સાચી માની લઉં તો પછી ડૉકટર, તમે અહીં કયાંથી અને કેવી રીતે?"

સાગરે થોડોક મનમાં સંદેહ હતો એટલે શકી અવાજે પૂછ્યું તો,

"મને ખબર નથી કે તમે મારી વાત સાચી માનશો કે ખોટી, પણ એકવાર જરૂર તમને જણાવીશ. ત્રણ ચાર મહિના પહેલાંની વાત છે. મન્વી નામની એક છોકરી તેના પપ્પા અમિત સાથે આવી. તેના પપ્પા અમિતના કહ્યા મુજબ,

'મન્વી એક બારમા ધોરણમાં ભણી રહી છે. અને ખબર નહીં પણ કેમ, તે બે વાર ઘરેથી ભાગી ગઈ.'

મેં તેમને પૂછ્યું કે,

"કદાચ..."

"ના, એવું નથી કે અમે તેને સારા ગુણ લાવવા બળજબરી કરીએ છીએ. પણ..."

"એક કામ કરો, હું તમારી સાથે નહીં પણ મન્વી સાથે વાત કરીશ. પ્લીઝ તમે ત્યાં જઈને ચૂપચાપ બેસી શકશો."

સોફા તરફ મેં ઈશારો કરતાં કહ્યું અને અમિત ત્યાં જઈને બેસી ગયો. મેં મન્વી સાથે વાત કરવા પ્રયત્ન કર્યો કે,

"બેટા શું વાત છે? મને કહીશ જરા."

મન્વી કંઈ જ ના બોલી ખૂબ મહેનત કરી પણ તે ના બોલી તે ના જ બોલી અને આખરે મારે તેને હિપ્નોટાઈઝ કરવી પડી.

"સૂઈ જા... મન્વી સૂઈ જા... વન... ટુ... થ્રી... મન્વી.' તમને તો પ્રોસેસ ખબર છે તેમ મેં એને પાછી જગાડી,

"મન્વી તું હવે ઊઠી રહી છે. તારી ઊંઘ અડધી પૂરી થઈ ગઈ છે."

મન્વી જેવી અર્ધજાગ્રત અવસ્થામાં આવી મેં પૂછવા લાગ્યો,

"શું નામ તારું?"

"મન્વી.."

"મન્વી તું કયાં સ્ટાન્ડર્ડ માં ભણે છે?"

"ટેવલ્થ સાયન્સ..."

"તો પછી લાઈન કઈ લીધી છે, એ સ્ટ્રીમ કે બી સ્ટ્રીમ..."

"એ સ્ટ્રીમ..."

"નાઈસ... તો પછી કેમ ઘરેથી ભાગી જાય છે. સિલેબસ ટફ પડે છે, તને?"

"મને તો લાઈન કરતાં કે સિલેબષ કરતાં મારા ઘરના લોકોથી પ્રોબ્લેમ છે. તેઓ મને ભણવા કરતાં પણ લગ્ન કરી લેવા માટે પ્રેસરાઈઝ કરી રહ્યા છે. તેમની એવી ઈચ્છા છે કે હું બને એટલી જલ્દી લગ્ન કરીને આ ઘરમાં થી કાઢી મૂકે અને મારાથી પીછો છૂટે."

"એવું કેમ બેટા?"

"હું હોશિયાર જરૂર છું, મારું સપનું પણ એન્જીનીયર બનવાનું છે. પણ પપ્પાની કેપીસીટી નથી કે મને મારું સપનું પુરું કરાવી શકે, એટલે."

"તો એ માટે તારા પપ્પાની કેમ સમજાવતી નથી?"

"ઘણું સમજાવું છું મારા પપ્પાને કે તે ચિંતા ના કરે. મને સ્કોલરશીપ મળી જશે. અને જો સ્કોલરશીપ નહીં મળે તો હું એન્જીનીયર બનવાનું સપનું છોડી દઈશ. પણ તે કે મારી મમ્મી માનવા તૈયાર નથી. તેઓ મને ભણવાનું મૂકી દેવાનો જ ફોર્સ કર્યા કરે છે. મારી લાખ વિનંતીઓ પછી પણ તે તેમની જ વાત ને પકડી રહ્યા છે."

આટલું બોલતાં જ તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. થોડીવારે શાંત થઈને પાછી બોલી કે,

"અત્યાર સુધી તો એ લોકો મારા સપનાની વિરુદ્ધ જ હતા. એવામાં ખબર નહીં પપ્પાના એક મિત્રે મને દેખીને એવી તો શું વાત કરી કે મારા જ મમ્મી પપ્પા મને છોકરો જોઈને લગ્ન કરી દે, એવું કહેવા લાગ્યા."

 

(શું ડૉકટર રામ સાગરને વિશ્વાસ અપાવી શકશે? શું મન્વીની વાત જાણી તેના મમ્મી પપ્પાને સમજાવી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....24)