સ્કેમ....4 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેમ....4

સ્કેમ….4

(ડૉ.રામ સાહિલના કેસ અને તેના ડર વિશે સમજે છે. પોતાની ભૂતકાળના વિચારોની સુખદ યાત્રામાં ખોવાઈ જાય છે. હવે આગળ....)

લીફટ મને મળી નહોતી રહી અને હું અટવાઈ ગયો હતો. મને એક છોકરીએ લીફટ ઓફર કરી. એ છોકરી બીજી કોઈ નહીં પણ મારી ડાર્લિંગ વાઈફ સીમા હતી. એ મારી અને સીમાની પહેલી મુલાકાત હતી. એ સુંદર દ્રશ્ય હજી પણ મારી આંખ આગળ દેખાયછે.

'હું તો જેવી ઓફર મળી એવો જ એની કારમાં બેસી ગયો અને ઝડપથી બોલી પડયો કે,

"પ્લીઝ... પ્લીઝ, આઈ મીસ ધ બસ ફોર બકિંગહામ. સો વેનવર મીટ બકિંગહામ બસ, ધેર યુ લીવ મી. પ્લીઝ..."

"ઓકે, ડોન્ટ વરી, આર યુ ઈન્ડિયન?"

સીમાએ મને શાંતિથી પૂછ્યું.

"યસ..."

"હું પણ, તો ગુજરાતી યા હિન્દીમાં વાત કરી શકીએ."

"હા, કેમ નહીં... મારું નામ રામ. અહીં સાયક્રાટીસનું સ્ટડી કરવા મહેસાણાથી આવેલો છું."

"ઓકે, પરિવારમાં કોણ કોણ છે?"

"મારા મમ્મી પપ્પા હાલ અમદાવાદ રહે છે. મારે એક નાની બહેન મેઘા છે. તે કોલેજના પહેલા વર્ષમાં છે. મારે પાંચમાં સેમેસ્ટર ની સ્ટડી ચાલી રહી છે, પછી ઈન્ટરશીપ. પણ વીઝા છે ત્યાં સુધી જોબ કરવાનો વિચાર છે."

"અરે રે... બહુ વિચારી લીધું છે ને કાંઈક."

રામ શરમાઈ ગયો.

"સોરી, હું તો જાણે કોઈ પોતાનું મળ્યું હોય તેમ બોલે જ જાઉં છું."

"ડોન્ટ વરી, જસ્ટ આઈ એમ કીડીંગ... અને આમાં સોરી ફીલ કરવા જેવું નથી. હું સમજું છું કે જયારે પણ કોઈ પોતાના દેશનું મળી જાય તો ઓળખતા હોય કે ના ઓળખતા હોઈએ, તો પણ તેને પોતાના હોય તેમ બધી વાત કહેવાનું મન થઈ જાય છે."

આવું સાંભળીને રામ ખિલખિલાટ હસી પડ્યો એટલે સીમા પાછી બોલી,

"નાઈસ... મારું નામ સીમા છે. મારો બોર્ન અહીંયાનો છે. હું સાઉથ બેન્કમાં રહું છું. તમને ત્યાં સુધી લીફટ આપું છું અને ત્યાંના પીકઅપ સ્ટેન્ડ પર ઉતારી દઈશ અને તમને બકિંગહામ જવાની બસ મળી જશે."

"થેન્ક યુ... તમારા પરિવારમાં કોણ કોણ છે?"

"મારા મમ્મી અને પપ્પાની જોડે રહું છું. અલોન ચાઈલ્ડ, સો નો બ્રધર એન્ડ નો સીસ્ટર. હું પણ આ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં હોસ્પિટલ મેનેજમેન્ટનું સ્ટડી કરી રહી છું. હાલ થર્ડ સેમમાં છું."

"ઓકે, તો પછી તમે ઈન્ડિયામાં કયાંના?"

"આમ બરોડાના, પણ પપ્પા અહીં આવેલા. અમારી સરનેમ ત્રિવેદી છે."

"તમે બ્રાહ્મણ છો?"

"હા..."

"અમે આચાર્ય છે."

"સરસ આ તો આપણે સ્ટેટના જ નહીં આપણા કુળ પણ એક જ છે."

"હા, એ પણ ખરું... મારો ફ્રેન્ડ જોલી પણ હોસ્પિટલ મેનેજમેન્ટનું સ્ટડી કરે છે. તે પાંચમા સેમમાં છે."

"ઓકે... તમારું સ્ટેન્ડ આવી ગયું છે."

"થેન્ક યુ વન્સ અગેઇન ફોર લીફટ..."

"વેલકમ, બીજીવાર મુલાકાત જરૂર થશે."

"ઓકે, બાય..."

આવી હતી મારી અને સીમાની પહેલી યાદગાર મુલાકાત. ધીમે ધીમે બંનેની મુલાકાતો વધવા લાગી. બંને કાફેમાં, કેન્ટીનમાં જતા, સ્ટ્રીટ વૉક પર જતા. ઘણીવાર જોલી અમને જોઈન્ટ કરતો અને ઘણીવાર નહીં. અમે બંને એટલા બધા એકબીજાના નજીક આવી ગયા હતા. જે અમે ન સમજી શકયા તે જોલી અમારા વર્તન પરથી ફ્રેન્ડ કરતાં પણ વધારે ફિલિંગ્સ છે' સમજી ગયો.

એકવાર સીમા બહાર જવાની હોવાથી અમે એકલા લાયબ્રેરીમાં થી બહાર નીકળ્યા. જોલીએ મને કહ્યું કે,

"રામ તારી જોડે પર્સનલ વાત કરવી છે, કરી શકું?"

"અલ્યા જો તું આવું કયારથી પૂછવા લાગ્યો?"

"પૂછવું પડે બ્રો... પર્સનલ વાત છે ને એટલે?"

"ઓકે... બાબા..."

"તું સીમાને પસંદ કરે છે?"

"હા, વળી તેનો નેચર બહુ જ સારો છે, કાઈન્ડલી ફ્રેન્ડ."

"ફ્રેન્ડ તરીકેનો નથી પૂછતો, એઝ અ લાઈફ પાર્ટનર?"

"આ શું બોલે છે?"

"હાસ્તો,તમે બંને એકબીજાના નજીક છો, ફ્રેન્ડ કરતાં વધારે છો? એવું આંખો પરથી લાગી રહ્યું છે."

"આ તારો ઈમેજીશેન છે."

"તારા અને સીમા સિવાય બીજા બધાને તમારા વર્તન અને આંખો પરથી જ તમારા વચ્ચે ફ્રેન્ડશીપ કરતાં પણ વધુ છે, એવું લાગી રહ્યું જ છે."

"એવું કંઈ નથી..."

"હજી પણ નહીં કહે, બોલ! તારી આંખો તો અલગ જ કહી રહી છે."

"હા યાર, મને સીમા માટે લાગણી છે. પણ હું મિડીયમ કલાસનો, માતા પિતાનો એકનો એક દીકરો. જયારે સીમા તો શ્રીમંત ઘરની, એમાં પણ વિદેશી અને આવી છોકરી મારી લાઈફ પાર્ટનર બની શકશે, ખરા?"

"પણ રામ આ બધું તું નક્કી ના કર. એકવાર વાત તો કરી જો, પછી જે થાય તે ખરું."

"ના જો હું એકવાર એને કાબીલ બની જઈશ પછી જ વાત કરીશ. સારી જોબ મળી જાય, એ માટે મારે વધારે મહેનત કરવી છે. હવે તો આ સપનું પુરું કરવા માટે બીજો પૉઈન્ટ મળી ગયો છે."

"પણ ત્યાં સુધી તે રાહ જોશે?"

"મને સમજ જો, હું મારા મનને પણ સમજાવી રહ્યો છું. કયાંક તે મારાથી દૂર જતી ના રહે, પણ હું જયાં સુધી હું એને કાબેલ ના બનું ત્યાં સુધી હું કંઈ ના કરી શકું. ભલે મને તેના માટે ગમે તેટલી લાગણી ના હોય અને જો એ મારા માટે બની હશે તો, મારી તકદીરમાં હશે તો ત્યાં સુધી તે જીવનમાં આગળ નહીં વધે. અને જો તે આગળ વધી જશે તો સમજીશ કે મારા તકદીરમાં તે નહીં હોય."

"પણ રામ...."

"નહીં જો, મારા મનને તું બદલી નહીં શકે."

"ઓકે, બાબા... ચાલ રૂમ પર જઈએ. પછી જઈને ડીનર પણ બનાવવાનું છે ને?"

"હા ચાલ, મારે પણ આજે એક કોર્સ કમ્પ્લીટ કરવાનો છે."

વાતો કરતાં કરતાં બંને રૂમ પર પહોંચ્યા. સ્ટડી પણ ફિનિશ થઈ ગઈ અને મારી સ્ટાઈપન્ડ પર ઈન્ટરશીપ પણ. સીમાના મનમાં મારા લાગણી હતી એટલે તે જોબ કરવા લાગી.

મારી પણ જોબ લાગી ગઈ હતી. લકીલી અમે બંને એક જ હોસ્પિટલમાં જોબ મળી હતી. એટલે હવે તો દરરોજ મળતા અને લંચ જોડે પણ કરતાં. તે ઘણીવાર મને ભાવતી પૂરણપોળી વગેરેથી ઘરેથી લાવતી.

જોને બીજી હોસ્પિટલમાં જોબ મળી ગઈ. તેની ફર્સ્ટ સેલેરીની ખુશીમાં પાર્ટી આપી. અમે બધા મજાક મસ્તી કરતાં ડીનર પતાવ્યું. છેલ્લે આઈસ્ક્રીમ ખાતાં ખાતાં જો બોલ્યો કે,

"હવે તમે બંને મને પાર્ટી કયારે આપશો?"

"તું કહે ત્યારે યાર, હાલ બીલ હું જ પે કરી દઉં."

બોલીને મેં પર્સ કાઢયું.

"એમ નહીં......

(જો શું કહેવા માંગતો હતો? રામ અને સીમા એકબીજાને પ્રપોઝ કરશે?

જાણવા માટે વાંચો આગળ ભાગ. સ્કેમ....૫)