સ્કેમ....25 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેમ....25

સ્કેમ....25

(ડૉકટર મન્વી પિતાની આર્થિક સ્થિતિ જોઈને આગળ વધવાની અને તેના પિતાને  લગ્ન રોકી દેવા માટે સમજાવે છે. અમિત હિપ્નોટાઈઝ વિશે પૂછે રહ્યો છે. હવે આગળ...)

"ડૉકટર સાહેબ જયારે આ છોડી બોલી નહોતી રહી ત્યારે તમે તેને સૂવાડી, જગાડી અને પછી તેના મનની બધી વાત જાણી લીધી, એ પણ જે મેં તેને કહેવાની ના કહી હતી. તો આ શું કર્યું હતું? એને શું કહેવાય?"

અમિતે પૂછેલા પ્રશ્નનો જવાબ આપતાં પહેલાં તો હું હસી પડ્યો છતાં મેં તેને કહ્યું,

"આ તો હિપ્નોટીઝમ મેથડ કહેવાય."

"એટલે સાહેબ..."

"એટલે... એક રીતે કહો તો માણસને પહેલા સૂવાડીને પછી તેને અડધો જગાડીને તેના મનની વાત જાણી લેવાની. પેલી વાર્તા હતીને જેમાં બીરબલ પંડિતની માતૃભાષા જાણવા જે ઉપાય કર્યો હતો, તેના જેવું જ."

"બરાબર... હવે સમજ પડી, આ તો જબરું છે, સાહેબ."

મને તેના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કે એક માણસ જીજ્ઞાસાપૂર્વક પૂછી રહ્યો છે.

"હે સાહેબ, આમાં કોઈપણ માણસના મનની વાત જાણી શકાય."

"હા..."

"ગમે તેવી હોય તો પણ, કોઈ પણ સિક્રેટ હોય તો પણ..."

"હા ભાઈ હા, બધું જ જાણી શકાય."

"સારું સાહેબ, હું આ છોકરીના લગ્નતો રોકી દઈશ. અને તમે કયો અભ્યાસ ઓછા ખર્ચે થાય અને તે ભણી પણ શકે, એવો જણાવજો."

"સારું... બાય મન્વી, આ એકઝામ પત્યા પછી મને મળજે."

તેઓ જતા રહ્યા, મને અમિત યાદ આવતો તો તેની જીજ્ઞાસા યાદ આવતી અને તેના પર હસવું આવતું. થોડા દિવસ સુધી તો મને કોઈ જ આઈડિયા નહોતો.

અચાનક એક દિવસ મારો દીકરો યશ ખોવાઈ ગયો કહો કે કિડનેપ થઈ ગયો. અમે ખૂબ શોધખોળ કરી પણ તે મળી નહોતો રહ્યો.

પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવવા જતો હતો, ત્યાં જ મને એક ફોન આવ્યો અને કહ્યું કે,

"હાલને હાલ અમારા મેસેજમાં મોકલેલા એડ્રેસ પર આવી જા. કોઈને પણ કહેતો નહીં, એમાં પોલીસને ખાસ."

હું તાબડતોબ ત્યાં પહોંચ્યો તો યશ ત્યાં રમકડાં સાથે રમી રહ્યો હતો. હું તેને લેવા જઉં ત્યાં જ અમિત બનીને આવેલો માણસ એકદમ જ મારી સામે આવી ગયો અને કહેવા લાગ્યો કે,

"આ બજારમાં રડી રહ્યો હતો એટલે અહીં લઈ આવ્યો."

"થેન્ક યુ, ભાઈ..."

અને હું યશની નજીક જાવ તે પહેલાં જ મને મારીને એક ખુરશી પર બેસાડી દીધો,

"પેશનસ ડૉ.રામ બેસ્ટ સાયક્રાટીસ ઓફ ધ ઈન્ડિયા એન્ડ નોટ ઓન્લી ઈન્ડિયા બટ ઓલ વર્લ્ડ, રાઈટ ડૉકટર?"

હું તો આભો જ બની ગયો અને કંઈ કહું તે પહેલાં જ અમિત બનીને આવેલો માણસ મારી સામેની ખુરશી પર બેસી ગયો અને મને પૂછ્યું કે,

"મારું નામ નહીં પૂછો, ડૉકટર? નઝીર... નઝીર આઝમી. સલીમ... સલીમ..."

"જી ભાઈજાન..."

"ઈસકી ખાતરદારી કરો અચ્છે સે, ચાય ઔર શરબત યા કુછ ઠંડા બંડા પીલાઓ."

"જી ભાઈજાન..."

કહીને નઝીરે બોલાવેલો માણસ જતો રહ્યો.

હું આશ્ચર્ય અનુભવી રહ્યો હતો,

"તમે?..."

"ડૉકટર, હા હું નઝીર આઝમી, એક જેહાદી સમજયો."

મારા આઘાતને વધારતાં. તેને મને તમને હિપ્નોટાઈઝ કરીને તમારા સોફટવેર નો પાસવર્ડ જાણી લેવા કહ્યું. મેં તેની વાત ના માની અને વિરોધ કરવા લાગ્યો તો તેને મને ધમકી આપતાં કહ્યું કે,

"ડૉકટર યાદ રાખ કે આજે તારો દીકરો અચાનક જ મારા હાથે લાગી ગયો. પણ બીજી વાર તો હું તેને કિડનેપ કરીને મારી નાખીશ, જો તું મારી વાત નહીં માને તો?"

મારો અવાજ નીકળતો જ બંધ થઈ ગયો પરાણે બોલી શકયો કે,

"હું દેશ સાથે દ્રોહ કરી ના... શકું."

"એ ડૉકટર, આ દેશદ્રોહ કરતાં વિચાર કે પરિવાર નહીં હોય તો તું શું કરીશ. દેશ કંઈ તારો સંભાળ નહીં રાખે, પણ પરિવાર રાખશે. માટે મારી વાત માન, આ સિક્રેટ જાણી લાવ અને હું તને લાખોમાં તારી ફી આપીશ. ચાલ જવા દે, કરોડ આપીશ બસને હવે ના કરવાનું કંઈ કારણ નથી."

"પણ મારે નથી કરવું?"

"એ ડૉકટર તારી પાસે ચોઈસ નથી. એક જ ચોઈસ છે, કાં તો પરિવાર ખો અને દેશ માટે પ્રેમ છે, એવા નાટક કર. કાં તો દેશદ્રોહ કર અને એ પૈસા લઈ પરિવારને બચાવીને, તેમના મોજશોખ પૂરાં કર."

હું કંઈ જ ન બોલી શકયો. કદાચ એમ કહો કે પરિવાર પ્રેમ આગળ દેશપ્રેમ ફીકો પડી ગયો.

"પણ હું તારા પર વિશ્વાસ કેમ કરીને કરું?"

સાગરે મારા પર શક કરી રહ્યો હતો અને હું તેમને વિશ્વાસ આપવા મથી રહ્યો હતો.

"હું માનું છું કે તમે મારા પર વિશ્વાસ નહીં કરી શકો. પણ એટલું તો તમે જાણો છો ને કે આંતક કોઈનો સગો નથી હોતો. ભલે તેને કોઈ પસંદ પણ નથી કરતું, પણ તે તો દરેક દેશવાસીઓ ની કમર પર નાના છોકરાની જેમ વળગી જ પડયો છે. એમાંથી તો હું કે તમે પણ બાકાત નથી."

"ડૉકટર તમારી એ વાત તો સાચી...પણ તમારા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે."

ડૉકટર કંઈ ના બોલ્યા તો સાગરે,

"ડૉકટર સાહેબ એક વાત પૂછું. હું તમારી વાત સાચી માની લઉં તો પછી આટલી હિંમત કેવી રીતે થઈ કે મારી સાથે આ વાત કરી રહ્યા છો. અને તમારી બધી જ વાત કહી રહ્યા છો."

"હમમમ... એ માટે ખૂબ મહેનત કરવી પડી છે, કશ્મકશ પણ વધારે કરવી પડી છે. એ માટે મારા મન સાથેનો જ સંઘર્ષ કરવો પડયો છે. મને એક ડુપ્લેક્સ બીહેવીયરની તકલીફ પણ થઈ એ વિશે તો શું કહું, પણ આખરે મારી મહેનત કહો કે મારી પત્નીની મહેનત રંગ લાવી અને મેં મારા જ ડર સાથે લડીને તેને જીત્યો. અને આજે તારી સામે છું."

"વાહ ક્રોન્ગ્રેચ્યુલેશન ડૉકટર, પણ આ શકય કેવી રીતે બન્યું? કોઈ ડૉકટરની મદદ લીધી કે પછી? મને પણ તમારી વાતમાં રસ પડયો છે."

"ચોક્કસ જણાવીશ, આમ પણ મને તમારી સાથે જ બંદી બનાવી દીધો છે. અને વાત કરીને સમય તો પાસ કરવો જ પડશે. મારા આ ડર સાથે લડવા માટે ત્રણ જણાનો અને જોડે મેં સોલ્વ કરેલા ત્રણ કેસને આભારી છે."

(કેવી રીતે ડૉ.રામે પોતાનો ડર હરાવ્યો અને અહીં સુધી પહોંચ્યા?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....26)