સ્કેમ....22 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્કેમ....22

સ્કેમ….22

(સાહિલને અને તેના મમ્મી પપ્પાને ડૉ.રામ સમજાવે છે. નઝીર સાગરને ખૂબ મારીને અકળાય છે પણ તે બોલતો નથી. હવે આગળ...)

"અચ્છા કિયા તુને યાદ દિલા દીયા વો ભી કરકે દેખ લેતે હૈ."

સલીમના સૂચન પર નઝીરે કહ્યું અને તેને ડૉકટરને ફોન લગાવ્યો.

ઓપીડી પતી ગયા પછી ડૉકટરે કૉફી મંગાવી અને કહ્યું કે,

"મને ડિસ્ટર્બ ના કરતી મીરાં, થાક લાગ્યો છે એટલે રિલેકસ થવા માંગું છું."

"ઓકે સર..."

કહીને મીરાં કેબિનમાં થી બહાર નીકળી. કૉફી

પીતાં પીતાં તેમને સાગર અને તેની સાથે નઝીર પણ યાદ આવ્યો,

"નઝીર સાથે વાત થઈ તે થઈ, પછી કોઈ જવાબ જ નથી. આમ પણ તે છે તો આંતકી જ ને, શકી અને જનૂની પણ ખરો. વળી પાછી લાંબી સમજ તો નહીં પડે એટલે મારી વાત માનવી શકય નથી તેના માટે. કદાચ તે મને હેરાન કરવાનું છોડી પણ દે...'

"પણ સાગરનું શું?... જો ફોન આવ્યો હોત અને તેની સાથે વાત કરવાનો મોકો મળ્યો હોત તો તેનો આવી બાબતો સાથે પનારો પડેલો છે એટલે કદાચ તેને કેવી રીતે છોડાવી શકાય અને આંતકીથી કેવી રીતે બચાય તેનો કોઈ ઉપાય કહી દેત. પણ..."

ડૉકટરના મનની વાત જાણે નઝીર ટેલોપથી થી જાણી લીધી હોય તેમ ફોનની રીંગ વાગી. નઝીરે પૂછ્યું કે,

"ડૉકટર કયાં કર રહે હો?"

"જી વો ઓપીડી ચલ રહી હૈ ના?"

"ખોટું બોલવાનું ડૉકટર થઈને એ પણ મારી સામે, બરાબર ના કહેવાય?"

ડૉકટરને યાદ આવ્યું કે તેનો ખબરી સલીમ તો હોસ્પિટલમાં જ છે ને એટલે,

"એમ નહીં હાલ તો ઓપીડી ફિનિશ થઈ. હવે બસ કૉફી પીને રિલેકસ થઈ રહ્યો છું."

"ઓકે તો એક કામ કરો, સલીમ સાથે ગોડાઉન આવી જાવ."

"મેં કહ્યું હતું એ વિશે શું વિચાર્યું?"

ડૉકટરે પૂછ્યું.

"એ બધું તને કહેવાની જરૂર નથી."

"પણ તમે..."

"પણને બણ છોડ અને ચૂપચાપ આવ અહીં."

ડૉકટરે આંખો બંધ કરીને પોતાનો ગુસ્સો શાંત કરતાં કહ્યું કે,

"હા..."

ડૉકટરે ઘરે ફોન કરીને કહ્યું કે,

"સીમા હું આજે બહાર જવાનો છું એટલે મને આવતાં મોડું થશે, તો ચિંતા ન કરતી."

"હમમમ... "

કહીને સીમાએ ફોન મૂકયો. સલીમ ડૉકટરને લઈ ગોડાઉન પહોંચ્યો. ડૉકટરને જોઈ નઝીરે કહ્યું કે,

"આવો ડૉકટર, શું હાલચાલ તમારા અને તમારા પરિવારના?"

"મારા અને પરિવારના હાલચાલ જાણવા મને બોલાવ્યો છે, તમે?"

"એ ડૉકટર વધારે અક્કડ અહીં નહીં. હું કંઈ તારો પેશન્ટ નથી, સમજ્યો. બસ તને યાદ અપાવી રહ્યો છું કે હું કંઈ પણ કરી શકું છું. જો તું મારું કામ નહીં કરે તો."

ડૉકટર ચૂપ થઈ ગયા તો,

"હમમમ... આ જ મૌન તમારા માટે સારું છું, મારી આગળ. હવે મારી વાત સાંભળ, તારે એની સાથે વાત કરવાની છે, એ પણ હિપ્નોટાઈઝ કર્યા વગર. અને તેને વિશ્વાસમાં લઈને મારી વાત કઢાવ, ભલે તેના માટે એક બે દિવસ થાય."

"પણ તે મારો વિશ્વાસ ના કરે... ના બોલે તો..."

"બોલશે ડૉકટર સાહેબ બોલશે, તે ડૉકટર સાથે નહીં, પણ પોતાના સાથીદારને તો જરૂર કહેશે."

"એટલે હું સમજ્યો નહીં..."

"તેની જેમ તમે પણ આજથી અમારા જ મહેમાન છો.'

"મહેમાનનું ધ્યાન બરાબર રાખજો, સલીમ મગન.."

સલીમની સામે જોઈને નઝીરે કહ્યું,

"અને ડૉકટર જલ્દી બોલાવજે... નહીં તો તને ખબર છે..."

ડૉકટર ના તો કોઈ દલીલ કરી શકયા કે ના તો ભાગી શકયા અને સલીમે તેમને સાગર સાથે રૂમમાં પૂરી દીધા. સાગર તો માર ખાઈને બેભાન થયેલો હતો. ડૉકટર પણ મૂંઝાઈ ગયા કે શું કરવું? તે સમજી નહોતી પડી રહી.

સીમા પણ રામનો આવો ફોન આવતાં ગભરાઈ તો ગઈ, પણ પોતાની જાતને સંયત કરીને તેને તેના સાસુ સસરાને કહ્યું કે,

"મમ્મી પપ્પા રામ કંઈક કામથી આઉટ ઓફ સ્ટેશન ગયા છે. તેમને કામ પુરું થશે પછી આવશે એવું કહ્યું છે. તો ચાલો તમે લોકો જમી લો. હું ડીનર તૈયાર કરું છું."

"ભલે બેટા, તો પછી તું પણ અમારી સાથે ડીનર કરવા બેસી જા. નહીં તો તને માથાનો દુખાવો ચાલુ થઈ જશે."

"હાસ્તો, હું તમારી સાથે જમીશ જ ને પપ્પા. અને પછી રામના કપડાં પેક કરીને તેમના માણસને આપી આવું."

"સારું, બેટા..."

વાતો કરતાં કરતાં બધાએ ડીનર પુરું કર્યું. સીમાએ પણ બેગ પેક કરીને ડૉ.શર્માના ઘરે ગઈ. ડૉ.શર્મા સીમાને બેગ સા જોઈને ગભરાઈ ગયા કે,

"સીમા આ બધું?..."

"કહું છું ડૉ શર્મા, પહેલાં અંદર આવી જઉં."

"હા, આવ... આવ"

"સર તમે તમારા સીઆઈડી ફ્રેન્ડને ફોન કરીને બોલાવી દો."

"કેમ?..."

"મારા ખ્યાલથી ડૉકટર કિડનેપ થઈ ગયા છે. બાકી તો તમને ખબર જ છે. હવે તો કંઈક વિચારવું જ પડશે?"

સીમાએ આટલું કહીને ડૉકટર સાથે થયેલી વાત અને તેને શક વિશે પણ જણાવ્યું.

ડૉ.શર્માએ કહ્યું કે,

"કંઈ નહીં, જયારથી આપણને રામે બધું કહ્યું અને જયારે એ સોલ્યુશન વિચાર્યું ત્યારનું આમ તો મનમાં હતું જ કે કંઈક આવું પણ બની શકે છે. પણ આટલી જલ્દી તે ખબર નહોતી. હું મારા મિત્રને ફોન કરું છું."

ડૉ.શર્માએ તેમના મિત્રને ફોન કરીને વાત કરી અને તેમને જે કહ્યું તે સાંભળીને તે ખુશ થઈ ગયા અને ખુશીથી બોલી પડયા કે,

"થેન્ક યુ, બેદી."

ડૉ.શર્માએ ફોન પર વાત કરી રહ્યા હતા ત્યાં સુધી સીમા ચિંતાતુર થઈને તેમની વાતો સાંભળવાની ફોગટનો પ્રયત્ન કરતી રહી. ડૉ.શર્માએ તે જોઈને કહ્યું કે,

"સીમા ચિંતા ના કર, રામ કયાં છે? તે જલ્દી ખબર પડી જશે અને સીઆઈડીવાળા પ્રોપર તૈયારી કરીને તેમને છોડાવી લેશે."

"રિ..અલી"

"તું ચિંતા ના કર, બધું બરાબર થઈ જશે. પણ હા, આ રિલેટડ ઘરમાં કોઈને ના કહેતી અને તું શાંતિથી ઘરે જા. જે અપડેટ મને ખબર પડશે તે તને આપીશ."

"ઓકે... પણ સર તે તો કહો કે રામ વિશે ખબર કેવી રીતે પડશે?"

(ડૉકટર રામ સાગરને પોતાની વાત સમજાવી શકશે? સીઆઈડી રામ અને સાગરને શોધી શકશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....23)