તવસ્ય - 13 Saryu Bathia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તવસ્ય - 13

વેદ હીંમત કરીને ગાર્ગી પાસે જાય છે.
"I am really very sorry, ગાર્ગી.please મને માફ કરી દે.હું તને વચન આપું છું કે હું આપણી કિવા ને સહીસલામત લઇ આવીશ."વેદ ગાર્ગીનાં હાથ પોતાનાં હાથમાં લેતાં બોલ્યો.

ગાર્ગી પોતાનાં હાથ છોડાવી બીજા રૂમ માં જતી રહે છે.
_______________________________________

દરેક પોલિસ સ્ટેશન માં એક missing person desk હોય છે.અને એક અધિકારી તે સંભાળે છે. કાંદિવલી પોલીસ સ્ટેશન માં તે ઇન્સ્પેક્ટર શોર્ય સંભાળતા હતા. તેમણે રાત્રે જ કિવા ની માહિતી , સરકાર નાં વેબ પોર્ટલ' ખોયા- પાયા' માં નાખી દીધી.અને police control room(PCR) ને આપી દીધી. જેથી બધી PCR Van ને માહિતી મળી જાય.આ ઉપરાંત તેમણે બાકી બધી legal procedure પણ કરી લીધી. જેમાં બધાં પોલીસ સ્ટેશન ને missing person ની પૂરી માહિતી આપવાનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત કિવા ના ફોટો વાળા missing poster પણ તૈયાર થઈ ગયા હતા. જે કાંદિવલી BMC garden, પોલીસ સ્ટેશન, કાંદિવલી રેલ્વે સ્ટેશન ,બોરીવલી રેલ્વે સ્ટેશન વગેરે જગ્યાએ લગાડવાના હતા.
------------------------------------------------------
બધા check post પર ચેકીંગ થતું હતું.રેલવે સ્ટેશન પર પણ શંકાસ્પદ લોકો ઉપર નજર રખાઈ હતી. આટલું બધુ કરવા છતાં પણ કિવા તેમની પહોંચ થી ઘણી દૂર જતી રહી હતી. કારણકે વેદ અને અક્ષર પોલિસ સ્ટેશને પહોંચ્યા, તે પહેલાં જ કિવા ને લઈને black van મુંબઇ છોડી ચૂકી હતી!

આ બધું પૂરા planning થી થયું હતું. અને હજી ઇન્સ્પેકટર શોયૅ ને એ પણ ખબર ન હતી કે કિવા ગુમ થઇ તે અઠવાડિયામાં લગભગ બીજા ૫૦ બાળકો પણ આ ટુકડી દ્વારા એકલા મુંબઇ માંથી જ કીડનેપ થયા હતા.
___________________________________________
ઇન્સ્પેક્ટર શોર્ય આખા મહિનાના ગાર્ડનના સીસીટીવી ચેક કરે છે ,તેમાં દર વખતે રોકી ' કિવા 'ની આજુબાજુ જોવા મળે છે.
આ ' રોકી ' એ જ વ્યક્તિ હતો જેણે ગાર્ડનમાં કિવા ને fish aquarium બાજુ મોકલી હતી.

ઇન્સ્પેક્ટર શૌર્ય રોકીની ફાઈલ કઢાવી ને તેનાં વિશે જાણવા લાગે છે.
'રોકી ' પાકીટમાર હોય છે. તે પાકીટ ચોરવામાં અને ટપોરીઓ સાથે ઝઘડવામાં બે - ત્રણ મહિના પહેલાં પકડાયો હોય છે.
શોર્ય તેનાં SI (સબ ઇન્સ્પેક્ટર) ને રોકી પાછળ લગાડી દે છે.
SI ૧ કલાકમાં જ તપાસ કરી ને આવી જાય છે.

શોર્ય તેની ડેસ્ક પર ફાઈલ સ્ટડી કરતા હોય છે.
ઓફિસર:"સર."
શોર્ય: "રોકી ના શું સમાચાર છે?"
ઓફિસર:"રોકી શુક્રવારથી ગાયબ છે."
શોર્ય:" મારી શંકા સાચી પડતી લાગે છે. રોકી કિવા ગાયબ થઇ ત્યારથી ગાયબ છે, જરૂર રોકી આમાં ક્યાંક involved છે."
ઓફિસર:" સર, એના ઘરે જઈને તપાસ કરીએ. ત્યાંથી ખબર પડી જ જશે, રોકી ક્યાં છે? જ્યાં હશે ત્યાંથી એને પકડી લાવશું."

શોર્ય ટેબલ પર જોરથી મુઠઠી ખોલ - બંધ કરી રહ્યા હતા.
ઓફિસર એ ટેબલ પર નજર ફેરવી. પછી બહાર જઈ એક પાણીની બોટલ લાવી ને ટેબલ પર રાખી દીધી, અને ચૂપચાપ કેબિન માંથી નીકળી ગયા.
ઓફિસર:(બહાર આવી ને)" કોઈ પણ હમણાં સર ની કેબિનમાં ન જતાં. કોઈ urgent કામ હોય તો મારી પાસે આવજો."
બધાં એકસાથે:"જી સર."

ઓફિસર ઘણા વરસથી ઇન્સ્પેક્ટર શોર્ય સાથે કામ કરતાં હતાં.સરનું આવું વર્તન તેમણે ઘણી વખત જોયું હતું. જ્યારે તેમના મગજમાં એકસાથે હજારો વિચારો ચાલતા હોય ત્યારે તેમની સ્થિતિ આવી જ રહેતી. નાં તેમને સમયનું ઘ્યાન રહેતું કે નાં ખાવાનું. તેમને બસ જરૂર રહેતી તો એકાંત ની અને થોડા પાણી ની.

આખરે ઇન્સ્પેકટર શોર્ય તેની કેબિન માંથી બહાર આવે છે. ઓફિસર ચલો આપણે Mr. રોકી ના ઘરે જઈ આવીએ. તેમના ચહેરા પર થી જ ખબર પડતી હતી કે તેમણે રોકી ને પકડવા માટે કંઈક વિચારી લીધું છે.
ઓફિસર એ ધડિયાળ માં જોયું."સર, ચાર વાગી ગયા છે, તમે લંચ કરી લો પછી નીકળીએ."
"નહી ઓફિસર, પહેલાં રોકીના ઘરે જવું જરૂરી છે. ત્યાંથી આવીને લંચ કરી લઈશ. બાળકી નુ જલ્દી મળવું જરુરી છે.Missing પોસ્ટર, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર સઘન ચેકીંગ, આપણા આટલા પ્રયાસો કરવા છતાં પણ ૪૫ કલાક વીતી ગયા છે."
"ઓકે, સર. પણ તમે શું વિચાર્યું છે?"
"ઓફિસર,........."