તવસ્ય - નવલકથા
Saryu Bathia
દ્વારા
ગુજરાતી નવલકથા પ્રકરણ
આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે.
પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો.
સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ધીમે ...વધુ વાંચોસામે આવતા જશે, તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે.
(૧)
થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી.
અક્ષર એના હાવભાવ પરથી એની મનઃસ્થિતિ સારી રીતે જાણતો હતો,પણ અત્યારે તો એને આશ્વસ્ત કરવા શબ્દો ખૂટી પડ્યા હતા. તેણે બસ પોતાનો હાથ તેના ખભા પર મૂક્યો.આ સમયે તે આનાથી વધારે કંઈ કરી શકતો ન હતો.
આ વાર્તા અને તેના પાત્રો પૂર્ણ રીતે કાલ્પનીક છે. પ્રથમ વખત નવલકથા લખવાનો પ્રયત્ન કરી રહી છું. તમારા પ્રતિભાવ જરૂરથી આપશો.સામાન્ય રીતે, વાર્તા ની શરૂઆતમાં બધા પાત્રોનો પરિચય અપાય છે, પણ હુ અંહી એવું નહી કરું. બધા પાત્રો ધીમે ...વધુ વાંચોતમારી સામે આવતા જશે,તેમ તેમ તેમનો પરિચય પણ આપતી જઇશ, જેથી વાર્તા માં રસ જળવાઇ રહે. (૧) થાકીને અને લગભગ હારીને,વેદ ઝરણાની બાજુમાં પથ્થર પર બેસી જાય છે. બધી આશા- અપેક્ષા ધીરે ધીરે તૂટતી જતી હતી.કદાચ એ કિવાને ક્યારેય નહીં શોધી શકે એ વિચારે એ અડગ માનવીની આંખ આંસુથી ચમકી ઊઠી. અક્ષર એના હાવભાવ
ગાર્ગી, તું ? અહીં કેમ ? તું અહીં શું કરે છે ?ગાર્ગી એ પાછળ વળી જોયું તો વેદ અને અક્ષર ઊભા હતા. વેદનાં ચેહરા પર અકળામણ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતા હતા."વેદ,જે તું અહીં કરવા અહીં આવ્યો છે, એ જ ...વધુ વાંચોપણ અહીં કરવા આવી છું,કિવા ને શોધવાં." ગાર્ગીની આંખમાં ઝળઝળીયાં હતા."પણ, પણ ગાર્ગી તને અહીં કિવા છે તેની ખબર કેમ પડી?"વેદ આશ્ચર્યચકિત હતો."તું ફોન કટ કરતા ભૂલી ગયો ત્યારે મેં તારી અને અક્ષર ભાઇ વચ્ચેની વાતચીત સાંભળી લીધી હતી.""ભાભી,તમારે અહીં આવવાની જરૂર ન હતી, અહીં બહુ મોટું ષડયંત્ર ચાલે છે. કોઈ ભયાનક સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે."અક્ષર બોલ્યો. "હા, બની
"વેદ, હું ભાભીની સેફ્ટી માટે કહું છું.""અક્ષર તે કોઈ પ્લાન વિચાર્યો છે?"વેદની આંખમાં ઘણા પ્રશ્નો હતાં."ના વેદ, હજી તો કંઈ વિચાર્યુ નથી."અક્ષર એ વેદ તરફ નજર કરી.તેણે ત્યાં કંઈ જોઇ લીધું હતું,પણ અત્યારે તેણે વેદ અને ગાર્ગી ને કંઈ ...વધુ વાંચોકહેવાનું ટાળ્યું."તો હવે?"વેદ અત્યંત થાકેલા અવાજે બોલ્યો."વેદ, calm down,વધારે વિચાર નાં કર, આપણે મુંબઈથી કિવા ને શોધતા શોધતા અહીં હરિદ્વાર સુધી આવી ગયા છે,તો આગળનો રસ્તો પણ મળી જશે."અક્ષરે વેદની પીઠ થાબડતા કહ્યું.વેદની આવી હાલત ગાર્ગીથી જોવાતી ન હતી.તેને અત્યારે દોડીને વેદને ભેટી ને સાંત્વના આપવાનું મન થતું હતું.પણ તેના માં રહેલો ગુસ્સો તેને આવું કરતા રોકતો હતો. 'કાશ! ત્યારે વેદ
અક્ષરે જમતાં જમતાં જ પ્લાન વિચારી લીધો હતો,અને ગાર્ગી અને વેદને કોઈ ન સાંભળે તેમ સંક્ષેપમાં સમજાવી પણ દીધો હતો.તે મુજબ વેદ અને અક્ષર અત્યાર સુધી જેમ કિવાને શોધતાં હતાં તેમ શોધવાનું ચાલું રાખશે. જયારે ગાર્ગી તે બંનેથી અલગ ...વધુ વાંચોઅને અહીં ટ્રસ્ટનાં કામ માટે આવી હોય તેવો દેખાવ કરશે.તે મુજબ વેદ અને અક્ષરે ,ગાર્ગીની હોટેલની નજીકની હોટેલમાં રૂમ બુક કરાવી લીધો. જેથી ઇમરજન્સી આવે તો ગાર્ગીની મદદ થઇ શકે._________________________________ગાર્ગી જે ટ્રસ્ટમાં કામ કરતી હતી તે ટ્રસ્ટનું નામ હતું ' ઉત્કર્ષ '. તે ટ્રસ્ટ ગરીબ કે અનાથ બાળકોની આર્થિક સહાય કરવાનું, જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાનો લાભ અપાવવાનું, તેમનાં માટે શિક્ષણની
ગાર્ગી આખરે વેદ ને ફોન કરે છે."ગાર્ગી, શું થયું? તું ઠીક છે ને? કંઈ પ્રોબ્લેમ થયો છે? હું હમણાં જ આવું છું. Don't worry." વેદ અત્યંત ગભરાયેલો હતો." વેદ..., I am ok"" Ok, તો શું થયું? તે આટલી રાત્રે ...વધુ વાંચોફોન કર્યો? "વેદ હવે થોડો શાંત થયો હતો." વેદ..." ગાર્ગી આટલું બોલીને અટકી ગઈ." Please, ગાર્ગી, બોલ ને શું થયું?"" વેદ I am sorry." ગાર્ગી લગભગ રડવાની તૈયારી માં જ હતી." ઓહ, તે તો મને ગભરાવી જ દીધો હતો.તે અત્યારે ફોન કર્યો એટલે મને એમ કે શું થયું હશે."" Mr.V તે મને માફ કરી કે નહીં?"" હાં, Mrs.G . પણ
અત્યાર સુધીમાં....ત્રણ વર્ષની કિવા (વેદ અને ગાર્ગીની પુત્રી) મુંબઈ માંથી બે મહિના પહેલા ખોવાઇ જાય છે. જેને શોધવા વેદ, ગાર્ગી અને અક્ષર (વેદનો મિત્ર) હરિદ્વાર પહોંચે છે.વેદને મુંબઈ કાંદિવલી પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેકર શોર્ય નો ફોન આવે છે.હવે આગળ...________________________________" વેદ, ...વધુ વાંચોટીમ bmc ગાર્ડનની આજુબાજુ તપાસ કરતી હતી. ત્યાના એક ફોટોગ્રાફર પાસેથી કિવાના ફોટો મળ્યા છે.અમને તે શંકાસ્પદ લાગતા અમે તેને inquiry માટે પોલીસ સ્ટેશનમાં લાવ્યા છે. But I thought, પહેલા તારી સાથે વાત કરી લઉ. "સર એ બાજુમાં તો અમે કયારેય કિવાના ફોટો ક્લિક નથી કરાવ્યા. તો પણ સર એના સ્ટુડિયો નું નામ?"Mr. વેદ,એનો કોઈ સ્ટુડિયો નથી. તે ગાર્ડનમાં આવતા લોકોના
પાછળના ના પ્રકરણમાં...બે મહિના પહેલા જયારે કિવા ખોવાઈ ત્યારે શું થયું હતું, તે જોયું, આ પ્રકરણ માં પણ એ continue રહેશે._____________________________________લિફ્ટમાં..."કિવા, મમ્મા જલ્દી પાછી આવી જાશે, આજે ડેડા પાસે હોમવર્ક કરી લેજે, પછી સાંજે ડેડા પાર્કમાં હિંચા ખાવા લઇ ...વધુ વાંચોમમ્મા વિના રાતે સુઈ જઈશ ને?"ગાર્ગી એ કિવા ને તેડી લેતા કહ્યું."હાં મમ્મા, માલા માટે શું લાવીશ?""તારા માટે શું લાવું બચ્ચા? "ગાર્ગી એ કિવાને વ્હાલ કરતા પુછ્યું."માલા માટે તું કલલ લાવીશ મમાં?"કિવા હજી 'ર' સ્પષ્ટ બોલી નહોતી શકતી. એટલે કલરને કલલ કહેતી."બચ્ચા તારી પાસે તો ઘણા બધા કલર છે ને!""હાં મમ્મા,પણ માલી પાસે 'ઓઇલ કલલ' નથી.""ઓકે, તો મમ્મા તારા માટે
ગાર્ડનમાં ....વેદ અને કિવા 'children play area ' માં પહોંચ્યા, જ્યાં પહેલેથી જ કિવા નાં બધા friends ને એના parents હાજર હતાં.વિવાન અને હેમાંગ 'see-saw' માં મજા કરતા હતાં અને તાની, ધૈર્યા અને મિસ્ટી હીંચકા ખાતા હતાં.કિવા દોડીને સીધી ...વધુ વાંચોપાસે પહોંચી ગઈ.વેદ એ કિવા જે હિંચકા માં બેસવા જતી હતી તેની બંને સાંકળ ખેંચીને બરાબર તપાસી લીધી. અને પછી કિવા ને ધીમે ધીમે હીંચકા નાખવા લાગ્યો.થોડી વાર હિંચકા ખાધા બાદ બધા બાળકોએ marry -go-round માં મજા કરી. ત્યાં મોટી લસરપટ્ટી હતી, ઉપરાંત એક જિરાફ નીચે ડોક રાખીને ઘાસ ખાતો હોય તેવી લસરપટ્ટી હતી. દોઢેક કલાક સુધી કિવા અને તેના
આગળના ભાગમાં આપણે જોયું કે 'કિવા'કેવી રીતે ગાર્ડનમાંથી કિડનેપ થઈ જાય છે.હવે આગળ... ----------------------------------------------બેગ લઈને પહેલો વ્યક્તિ ગાર્ડનની દીવાલ કૂદીને, ત્યાં તૈયાર ઉભેલી ગાડીમાં બેસી ગયો. અને ડ્રાઈવર પુરપાટ ઝડપે ગાડી ચલાવવા લાગ્યો. બેગ વાળા વ્યક્તિ એ ગાડીમાં ...વધુ વાંચોગાર્ડનમાં બેઠેલા વ્યક્તિને 'Done'નો મેસેજ કર્યો.આ મેસેજ વાંચીને ગાર્ડનમાં બેસેલા વ્યક્તિના મુખ પર ખંધુ સ્મિત આવી ગયું. આ બધું ફક્ત 7 થી 8 મિનિટમાં બની ગયું.આ બાજુ વિવાને 'તાની'ને જોઈને તેનો થપ્પો કરી દીધો. વેદ એ ફોન પૂરો કરીને, કિવા જ્યાં છુપાઇ હતી ત્યાં જોયું તો કિવા નાં દેખાતા, તેને આશ્રય થયું. કદાચ કિવા આજુબાજુનાં ઝાડ પાછળ છુપાઇ ગઈ હશે, એવુ વિચારીને
આગળનાં ભાગમાં...કિવા કિડનેપ થઈ જાય છે, વેદને તેની Red hair band મળે છે. અને વેદ અને અક્ષર પોલીસ સ્ટેશન જાય છે.----------------------------------ત્યારે કાંદિવલી પોલીસ સ્ટેશન પર ઇન્સ્પેક્ટર શોર્ય ફરજ પર હાજર હતા.અક્ષર બધું વિગતવાર ઇન્સ્પેક્ટર શોર્ય ને સમજાવે છે." મિસ્ટર ...વધુ વાંચોકોઈ પર શંકા છે? ""નહીં સર!"વેદ હતાશ હતો." શાંતીથી વિચાર કરી જુવો, ક્યારેય તમારો કોઈ સાથે ઝઘડો થયો હોય, કે કોઈએ તમને ધમકી આપી હોય!""નાં સર, એવુ તો નથી થયું. પ્લીઝ સર, મારી કિવા ને જલ્દી શોધી આપો ને!"વેદની આંખમાં પાણી આવી ગયા હતાં."Don't worry. અમારી ટીમ જલ્દી જ તમારી daughter ને શોધી લેશે."એટલું કહી ઇન્સ્પેક્ટર શોર્ય એ એમની ટીમનાં
આગળનાં ભાગમાં ...કિવા મુંબઈ ના કાંદિવલી BMC ગાર્ડન માંથી ખોવાઇ જાય છે. આખરે વેદ અને અક્ષર કાંદિવલી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવે છે. ઇન્સ્પેક્ટર શોર્ય કિવા ને શોધવાના પ્રયત્નો ચાલુ કરી દે છે. અક્ષર વેદ ને પોતાના ઘરે લઈ ...વધુ વાંચોછે.હવે આગળ..._________________________"ઈશા,હું વેદ ને ઘરે લઈ આવું છું. આપણે ધ્યાન રાખવું પડશે કે વિવાન વેદને કિવા વિશે કંઈ ન પૂછે."અક્ષરે બાઇક પાર્કિંગ માંથી કાઢતી વખતે જ ઈશાને message કરી દીધો."Ok".ઘરે પહોંચીને અક્ષર, વેદ અને ઈશા એ જમી લીધું.આખરે વેદ હિંમત કરી ને સુમિત્રા બેન ને ફૉન કરે છે."વેદ નો ફૉન, અત્યારે!મુંબઈથી નીકળતી વખતે વેદ ગાર્ગી ને લઈને ચિંતામાં હતો એટલે
ગાર્ગી વહેલી સવારે જ પુના થી મુંબઈ જવા નીકળી જાય છે. અને વેદ તો સવાર પડવાની જ રાહ જોઈ રહ્યો હતો.BMC ગાર્ડન સવારે છ વાગે ખુલી જતું હતું. વેદ પોણા છ વાગ્યે જ ગાર્ડનના ગેટ પાસે પહોંચી ગયો હતો.'પોલીસ ...વધુ વાંચોમેળે તપાસ કરશે , પરંતુ હું પણ શાંતિથી નહીં બેસી રહું.'વેદ હજી એક વાર આખા ગાર્ડનમાં તપાસ કરવા માંગતો હતો.ત્યાં ગાર્ગી નો msg આવે છે."વેદ હું ડ્રાઇવર સાથે પુના થી નીકળી ગઇ છું. કિવા કેમ છે?"વેદ msg જોઈને ગાર્ગી ને ફોન કરે છે."વેદ નો ફૉન, અત્યારે! હેલો વેદ, તું જાગે છે? મને એમ કે તું સૂતો હશે એટલે તને msg