Tavasy - 10 books and stories free download online pdf in Gujarati

તવસ્ય - 10

આગળનાં ભાગમાં...
કિવા કિડનેપ થઈ જાય છે, વેદને તેની Red hair band મળે છે. અને વેદ અને અક્ષર પોલીસ સ્ટેશન જાય છે.

----------------------------------

ત્યારે કાંદિવલી પોલીસ સ્ટેશન પર ઇન્સ્પેક્ટર શોર્ય ફરજ પર હાજર હતા.

અક્ષર બધું વિગતવાર ઇન્સ્પેક્ટર શોર્ય ને સમજાવે છે.

" મિસ્ટર વેદ,તમને કોઈ પર શંકા છે? "

"નહીં સર!"વેદ હતાશ હતો.

" શાંતીથી વિચાર કરી જુવો, ક્યારેય તમારો કોઈ સાથે ઝઘડો થયો હોય, કે કોઈએ તમને ધમકી આપી હોય!"

"નાં સર, એવુ તો નથી થયું. પ્લીઝ સર, મારી કિવા ને જલ્દી શોધી આપો ને!"વેદની આંખમાં પાણી આવી ગયા હતાં.

"Don't worry. અમારી ટીમ જલ્દી જ તમારી daughter ને શોધી લેશે."એટલું કહી ઇન્સ્પેક્ટર શોર્ય એ એમની ટીમનાં 2 પોલીસ ને કાંદિવલી B. M. C. ગાર્ડન, CCTV FOOTAGE નું રેકોર્ડિંગ લાવવા મોકલી દીધા.

ત્યાં સુધીમાં બધી વિગત લખીને, legal formality complete થઇ ગઈ.

CCTV FOOTAGE આવ્યા બાદ , ઇન્સ્પેક્ટર શોર્ય ,વેદ અને અક્ષર તે ધ્યાનથી જુએ છે.

વેદ અને કિવા ગાર્ડનમાં આવ્યા, ત્યારથી લઈને કિવા family Area માંથી નીકળી ડાબી બાજુ જાય છે તે બધું સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયું હોય છે.પણ પછી કિવા ક્યાંય દેખાતી નથી. ઇન્સ્પેક્ટર શોર્ય ગાર્ડનના અન્ય એરિયા ના CCTV FOOTAGE CHECK કરે છે.પણ કિવા તેમાં ક્યાંય દેખાતી નથી.

ઇન્સ્પેક્ટર શોર્ય તેના હવાલદારને ફરીથી કિવા family Area માં પહોંચી ત્યારથી વિડિયો slow motion ચલાવવાનું કહે છે.

"Pause કરો."અચાનક ઇન્સ્પેક્ટર શોર્ય ચમકી જાય છે.

"આ માણસ કિવા જે ઝાડ પાછળ હતી તે બાજુ જાય છે તે પછી જ કિવા ડાબી બાજુ જવા લાગે છે!અને તે બાજુ Fish aquarium છે."

"હાં સર, અમને ત્યાં fish aquarium ની પાછળની બાજુ જ કિવાની hairband મળી! અક્ષર બોલ્યો.

"વેદ, તમે એને ઓળખો છો?"
"નહી સર!"
વિડિયોમાં આગળ જોતા..
તે માણસ કિવા જે ઝાડ પાછળ હતી ત્યાંથી આવી ,ફરીથી વેદ જ્યાં બેઠો હતો ત્યાં પાછળની સીટ પર બેસી જાય છે.
આ જોઈને ઇન્સ્પેક્ટર શોર્ય સમજી જાય છે કે, આ કીડનેપિંગ પ્લાનિંગ સાથે થયેલું છે. પણ હમણાં તે વેદ અને અક્ષરને કશું કહેવાનું ટાળે છે.

"વેદ, તમે હવે ઘરે જઈ શકો છો. અમને કંઈ પણ ખબર પડશે તો તમને જાણ કરી દેશું."

"સર,હું મારી કિવા ને લીધા વગર કેવી રીતે ઘરે જઈ શકું!હું કીવા ને લઈને જ ઘરે જઇશ."

"Mr. વેદ, સમજવાની કોશિશ કરો,અમે તમારી દીકરી ને શોધવાનું કામ ચાલુ કરી જ દીધું છે.તે જલ્દી જ મળી જશે."

"સર,તમે સમજવાની કોશિશ કરો.હું કિવા વગર કેવી રીતે ઘરે જતો રહું,તે ક્યાંક ગાર્ડનમાં કે આજુબાજુ જ હશે! તે પણ મને શોધતી હશે, જો મને નહી જોવે તો ડરી જશે. અને રાત પણ થઈ ગઈ છે,મારી કિવા હજી તો સાવ નાની છે."આ વખતે તો વેદના આંખમાંથી પાણી ગાલ સુધી આવી ગયા.

ઇન્સ્પેક્ટર શોર્ય એ અક્ષર સામુ જોયું. અક્ષર ઈશારા નો અર્થ સમજી ગયો.

"વેદ તારે હિંમત રાખવી પડશે. આપણી કિવા જરૂર મળી જશે,પણ...વેદ , એને શોધવાનું થોડું મુશ્કેલ બનવાનું છે. જો એ ગાર્ડનમાં જ ક્યાંક હોત તો આપણને જરૂર મળી ગઈ હોત, કે CCTV માં ક્યાંક દેખાઈ હોત! આપણે ઇન્સ્પેક્ટર શોર્ય ને સમય આપવો પડશે."આટલું બોલવામાં અક્ષરને પણ હિંમત ભેગી કરવી પડી હતી.તે એના દોસ્તને કેવી રીતે કહી શકે કે તેની દીકરી કિડનેપ થઈ ગઈ છે.

વેદ આ બધું ફાટી આંખે સાંભળી રહ્યો. આખરે એક ઊંડો શ્વાસ લઈ, હાથ જોડી બોલ્યો."સર, પ્લીઝ મારી કિવા ને જલ્દી ...". આટલું બોલી તે ચાલવા લાગ્યો.

અક્ષર પણ તેની પાછળ ગયો."વેદ આજે રાતે મારા ઘરે રોકાઈ જા."

"નાં અક્ષર,અને તું પણ ઘરે જતો રહે, વિવાન અને ભાભી તારી રાહ જોતા હશે."

"નહીં વેદ,you need to Rest, please."

"Ok"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED