તવસ્ય - 8 Saryu Bathia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તવસ્ય - 8

ગાર્ડનમાં ....

વેદ અને કિવા 'children play area ' માં પહોંચ્યા, જ્યાં પહેલેથી જ કિવા નાં બધા friends ને એના parents હાજર હતાં.

વિવાન અને હેમાંગ 'see-saw' માં મજા કરતા હતાં અને તાની, ધૈર્યા અને મિસ્ટી હીંચકા ખાતા હતાં.

કિવા દોડીને સીધી હીંચકા પાસે પહોંચી ગઈ.વેદ એ કિવા જે હિંચકા માં બેસવા જતી હતી તેની બંને સાંકળ ખેંચીને બરાબર તપાસી લીધી. અને પછી કિવા ને ધીમે ધીમે હીંચકા નાખવા લાગ્યો.થોડી વાર હિંચકા ખાધા બાદ બધા બાળકોએ marry -go-round માં મજા કરી.

ત્યાં મોટી લસરપટ્ટી હતી, ઉપરાંત એક જિરાફ નીચે ડોક રાખીને ઘાસ ખાતો હોય તેવી લસરપટ્ટી હતી. દોઢેક કલાક સુધી કિવા અને તેના ફ્રેંડ્સ એ આવી અલગ અલગ રાઈડમાં મજા લીધી.

પછી બધા 'family area' માં ગયા.બધા પેરેન્ટ્સ એક રાઉન્ડ સીટ માં બેસીને વાતો કરતા હતાં.સાત વાગ્યાં હતાં એટલે થોડું થોડું અંધારું થવા લાગ્યું હતું.બધા બાળકોને નજીકમાં જ રહેવાનું કીધેલું હતું.

બાળકોએ ત્યાં hide n seek રમવાનું ચાલુ કરી દીધુ. સૌથી પહેલો દાવ વિવાન ઉપર આવ્યો. એટલે વિવાન એક નાળિયેરીના ઝાડ ના થડ પર આંખ બંધ કરી ને 1 થી 20 ગણવા લાગ્યો. અને બીજા બધા આસપાસ સંતાવા લાગ્યા.
'તાની ', વેદ અને બધા જયાં બેઠેલા હતા, તેની પાછળ છુપાઈ ગઈ.'હેમાંગ ', વિવાન જે ઝાડ પાસે દાવ દેતો હતો, તેની બરાબર ડાબી બાજુ જે ગોળાકાર સીટ હતી તેની પાછળ છુપાઈ ગયો. જેથી વિવાન જેવો ત્યાંથી દૂર જાય, તેવો તે વિવાન નો થપ્પો કરી શકે. એવી જ રીતે મિસ્ટી વિવાનની બરાબર જમણી બાજુની ગોળાકાર સીટ પાછળ છૂપાઇ હતી. ધૈર્યા અને કિવા Family Area ની બહાર મોટા ઝાડ હતા તેની પાછળ છુપાઈ ગઈ.

વિવાન 20 સુધી ગણતરી કર્યા બાદ પાછળ ફરીને બધાને શોધવા લાગે છે. પહેલા આજુબાજુના ઝાડ ની ફરતે જોવે છે, પછી થોડી દુર જોવા જાય છે.ત્યાં હેમાંગ દોડીને નાળિયેરીના ઝાડ ના થડ પર થપ્પો કરી દે છે, અને ચિલ્લાઈ -ચિલ્લાઈને કોઈને બહાર નીકળવાની નાં કહે છે.

વિવાન ફરી દાવ દે છે. આ વખતે તે,હેમાંગ પહેલા છુપાયો હતો તે ગોળાકાર સીટ પાછળ સૌથી પહેલાં જોવા જાય છે. તે હજી તો આખી સીટ ફરતે જોઈ લે તે પહેલા મિસ્ટી આવીને વિવાનનો થપ્પો કરી દે છે.

વિવાન હવે થોડો ચિડાઈ જાય છે, ફરી તે દાવ દેવા જાય છે. ધૈર્યા અને કિવા ઝાડ પાછળ છુપાઈને આ બધું જોવે છે.
આ વખતે વિવાન બરાબર ધ્યાન રાખીને આજુ બાજુ જોવે છે અને મિસ્ટી અને હેમાંગનો થપ્પો કરી દે છે, પછી આજુબાજુના ઝાડની ફરતે જોઈ લે છે અને ધીરે-ધીરે 'તાની 'જ્યાં છુપાઈ હતી ત્યાં આગળ વધે છે.'ધૈર્યા' અને 'કિવા 'તે જોવે છે.
એટલે 'ધૈર્યા' કિવાને ત્યાં જ રહેવાનું કહીને, પોતે દોડીને થપ્પો કરવા જાય છે. પણ વિવાન તેને જોઈ જાય છે, એટલે ઝડપથી દોડીને તેનો થપ્પો કરી દે છે.
એક વ્યક્તિ ક્યારનો આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હોય છે. તેનું કદ મધ્યમ અને રંગ થોડો કાળો હતો. તેના દાઢી મુછ વધેલા હતા. જમણા ગાલ પર કશુંક વાગ્યાનું નિશાન હતું. આંખ નાની અને લાલ હતી. તેના ચહેરાના હાવભાવ પરથી તે શંકાસ્પદ લાગતો હતો. તે વ્યક્તિ 'વેદ' જ્યાં બેઠો હતો તેની પાછળ થોડી ડાબી બાજુની સીટ પર બેઠો હતો.

કિવા જ્યાં છુપાઈ હતી તે વેદ ને ખબર હતી. તેનું પૂરેપૂરું ધ્યાન બાળકોની રમત પર અને ખાસ તો કિવા પર હતું. વિવાન જ્યારે ધૈર્યા નો થપ્પો કરે છે, ત્યારે વેદને કોઈનો call આવે છે અને તે વાત કરવા લાગે છે. વાત કરતા કરતા વેદનું ધ્યાન થોડીવાર માટે કિવા તરફથી હટી જાય છે.

પાછળ બેઠેલ વ્યક્તિ આ જ મોકાની રાહ જોતો હોય છે. જેવો તેણે વેદને ફોનમાં વાત કરતો સાંભળ્યો, એવો તે ચુપકેથી ધીમે-ધીમે ચાલતો કિવા જ્યાં છુપાઈ હતી ત્યાં પહોંચી ગયો.

તેણે શક્ય તેટલો પોતાના ચહેરા પર smile લાવવા પ્રયત્ન કર્યો.

"Hi बच्चा, आपका फ्रेंड आपको पकड़ लेगा, अगर आप को जीतना है तो वहां चले जाओ." તેણે fish aquarium બાજુ આંગળી ચીંધી.

Fish aquarium અત્યારે બંધ થઈ ગયું હતું, અને ત્યાં પાછળની બાજુ ખાસ્સુ અંધારું હતું.

"नहीं अंकल, पापा ने यहां से दूल जाने को मना किया है।"

"अरे वह कहां दूर है! सामने ही तो है। और वैसे भी तुम 5 मिनट वहां पर छुपी रहना, बाद में तुम्हारा फ्रेंड जैसे ही दूसरी तरफ ढूंढने निकले तब बाहर आ जाना।"

કિવા વાત માની ગઈ, અને fish aquarium બાજુ જવા લાગી. તરત જ પેલો વ્યક્તિ પોતાની જગ્યાએ આવીને બેસી ગયો,અને એક નંબર પર '👧' નો મેસેજ કર્યો.

હવે ત્યાં, fish aqurium બાજુનો સીસીટીવી કેમેરો ખરાબ થઈ ગયો હતો. અને લાઈટ નું અજવાળું પાછળ બરાબર આવતું પણ ન હતું.

ત્યાં અંધારામાં પહેલેથી એક વ્યક્તિ હાજર હતો. કિવા જેવી ત્યાં પહોંચી, ત્યાં પેલા વ્યક્તિ એ તરત જ કિવાને Chloroform થી બેહોશ કરી દીધી, અને સાથે લાવેલી મોટી બેગમાં સુવડાવી દીધી. પછી દોડીને ગાર્ડન ની દીવાલ કૂદીને, બેગ લઈને બહાર નીકળી ગયો.

એક તો અંધારું હતું ,અને fish aquarium બંધ હતું એટલે ત્યાં માણસોની અવર-જવર નહિવત હતી.અને fish aquarium ની પાછળની બાજુથી Gardenની દીવાલ માંડ દસેક ડગલાં હતી ,એટલે આ બધું બની ગયું તે કોઈને ખબર ના પડી.