Tavasy - 5 books and stories free download online pdf in Gujarati

તવસ્ય - 5

ગાર્ગી આખરે વેદ ને ફોન કરે છે.

"ગાર્ગી, શું થયું? તું ઠીક છે ને? કંઈ પ્રોબ્લેમ થયો છે? હું હમણાં જ આવું છું. Don't worry." વેદ અત્યંત ગભરાયેલો હતો.

" વેદ..., I am ok"

" Ok, તો શું થયું? તે આટલી રાત્રે કેમ ફોન કર્યો? "
વેદ હવે થોડો શાંત થયો હતો.

" વેદ..." ગાર્ગી આટલું બોલીને અટકી ગઈ.

" Please, ગાર્ગી, બોલ ને શું થયું?"

" વેદ I am sorry." ગાર્ગી લગભગ રડવાની તૈયારી માં જ હતી.

" ઓહ, તે તો મને ગભરાવી જ દીધો હતો.તે અત્યારે ફોન કર્યો એટલે મને એમ કે શું થયું હશે."

" Mr.V તે મને માફ કરી કે નહીં?"

" હાં, Mrs.G . પણ સાચું કહું. ભૂલ તો મારી જ હતી.તારે બિલકુલ સોરી કહેવાની જરૂર નથી."

" નાં વેદ, કિવા ખોવાઇ ગઇ તેમાં તારો વાંક ન હતો. તો પણ તે મને અનેકવાર સોરી કીધું હતું. પણ મે હંમેશા તને દોષી જ માન્યો. "

" પરિસ્થિતિ જ એવી હતી ને ગાર્ગી ! ચાલ ને એ વાત જ છોડી દઈએ." વેદ એ પોતાની આંખ લૂછતાં કહ્યું.

" વેદ, હજારો વાર વિચાર કરી જોયું, તો પણ એક જ પ્રશ્ન આવે છે, કિવા ને કેમ શોધીશું?"ગાર્ગીનાં અવાજમાં નિરાશા હતી.

"ગાર્ગી, આપણે આજે જ પ્લાન બનાવ્યો ને!"

"હા વેદ, પણ એટલું સરળ નથી ને, આજે લગભગ બે મહિના થઇ ગયા, કિવા ને શોધતા, હજી સુધી કોઇ કિડનેપર નો ફોન પણ નથી આવ્યો."

"કોણે કિવા ને કીડનેપ કરી? કેમ કરી?જો પૈસા માટે કિડનેપ કરી હોત તો ફોન તો આવી જ ગયો હોત ને!"

"તારી વાત માં પોઇન્ટ છે.જો પૈસા માટે કીડનેપિંગ થયું હોય તો બે મહિના સુધી માં તો ફોન આવી જ ગયો હોત.હું કાલે જ અક્ષર ને આ વાત કરું છું.તારી સુમિત્રા મેડમ સાથે વાત થઈ?"

"હાં વેદ, ઋષિકેશમાં જ ' ઉત્કર્ષ ' ની એક બ્રાંચ છે, ત્યાં મારા માટે કોઇ કામ ની વ્યવસ્થા થઈ જશે."

"ઓકે ગાર્ગી, પણ તુ please તારું ઘ્યાન રાખજે. તને થોડું પણ unsafe feel થાય તો મને call કરજે. સાચું કહું,મને આવી પરિસ્થિતિમાં ને એ પણ અજાણ્યાં શહેરમાં તને એકલી રહેવા દેવામાં બિલકુલ મન નથી માનતું." વેદ થોડો અકળાયેલો હતો.

"વેદ, હું મારું પૂરેપૂરું ધ્યાન રાખીશ. I promise. "

"કિવા ખોવાઇ ગઇ છે અને મને પણ કંઈ થઇ ગયું તો! તારા માટે અમે બંને જ તારી દુનિયા છે. તું આવું જ વિચારીને દુઃખી થાય છે ને?"

"હાં તમે બંને જ છો મારી દુનિયા, અને મારી જવાબદારી પણ છે, તમારું ઘ્યાન રાખવાની."

વેદ નો અવાજ થોડો ઢીલો પડી ગયો હતો.તે ગાર્ગી ની સમજ માં આવી ગયું. તેણે વાત બદલવાના ઈરાદાથી કહ્યું."વેદ, તારી ઇન્સ્પેક્ટર શોર્ય સાથે વાત થઈ?"

વેદ એ કાંદિવલી પોલીસ સ્ટેશનમાં F.I.R. કરી હતી. ઇન્સ્પેકટર શોર્ય એ કેસ નાં ઇન્ચાર્જ હતા.

" હાં, બે દિવસ પહેલાં વાત તો થઇ હતી.મે તેમને અહીં કિવા હોવાનું clue આપણને મળ્યું અને અમે અહીં આવ્યાં છે તે બધી માહિતી આપી દીધી હતી.પણ તેમને હજી સુધી મુંબઈમાં કિવા વિશે કોઇ ખાસ માહિતી મળી ન હતી. હું કાલે સવારે જ ફરી તેમની સાથે વાત કરું છું."

"ઓકે, વેદ ગુડ નાઈટ, કાલે વાત કરીએ."

"ગુડ નાઈટ, ગાર્ગી."
__________________________________

બીજે દિવસે સવારે...

ઇન્સ્પેક્ટર શોર્યનો વેદને કોલ આવે છે.

" હેલ્લો વેદ".

" હેલ્લો ઇન્સ્પેકટર, હું તમને આજે કોલ કરવાનો જ હતો. તમને કિવા ની કોઈ માહિતી મળી?"

"એ બાબતમાં જ મારે વાત કરવી હતી"
"જી ઇન્સ્પેકટર".




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED