તમે વડોદરા ગયા હશો. વડોદરામાં કમાટીબાગ આવેલો છે. આ બાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે પ્રવેશતાં ડાબી તરફ બે પૂતળાં જોવા મળશે. આ પૂતળાં બે યુવાન છોકરાઓનાં પૂરી કદનાં પૂતળાં છે. તે જોઈ કદાચ તમને સવાલ થાય કે આ કોનાં પૂતળા હશે? એ છોકરાઓ કઈ રાજકુર જેવા લાગતા નથી. બંનેના માથે ફાળિયાં બાંધે છે. એકના હાથમાં નાનકડી છરી જેવું હથિયાર છે. બીજાના હાથમાં નાની લાકડી છે.
આ પૂતળાં હરિ અને અરજવ નામના બે યુવાન છોકરાનાં છે તે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના સુખપુર ગામના વતની હતા. જ્યાં વડોદરા ને ક્યાં અમરેલીનું સુખપુર. એમનાં પૂતળાં કમાટીબાગમાં કેમ? આની પાછળ એક બહાદુરીભરી કથા છે. આજથી લગભગ ઘણા સમય પહેલા ની આ વાત છે.
તે સમયે વડોદરામાં મહારાજા સયાજીરાવતા. તેઓ એક વાર કાંગસા ગામ પાસેના જંગલમાં સિંહ ના શિકાર માટે ગયા હતા. આજે તો પ્રાણીનો શિકાર કરવાની સખ્ત મનાઈ છે. દિવાળી પછીનો સમય હતો. નવેમ્બર મહિનો ચાલતાં હતાં. શિળાની શરૂઆત હતી. દિવસ જલદી આથમી જતાં હતાં.
કાંગસા ગામ નજીક એક વોકળો હતો, વોકળો એટલે નાનું નદી જેવું જ્યાં ઝરણું પણ હોય શકે. આ વહેળા પર સાંજના જંગલ માંથી પ્રાણીઓ પાણી પીવા આવતાં. કાંગસા ગામની પશ્ચિમે ગીરનું જંગલ આવેલું હતું. શિકારી લોકો કળા પાસે માંચડો બાંધી પ્રાણીઓ નો શિકાર કરતા. મારાજાએ માંચડો બંધાવ્યો. મહારાજા માંચડા પર તેમના મદદનીશો સાથે ગોઠવાયા. બાજુમાં અપુર નામનું એક ગામ હતું. હરિ અને અરજણ નામના બે જુવાનિયા શિકારના શોખીન હતા.
મહારાજા કેવી રીતે શિકાર કરે છે તે જોવા તેઓ આવ્યા હતા. બંને મિત્રો દૂર દૂર ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા. તેમની પાસે છરી જેવું નાનકડું હથિયાર હતું. સૂરજ આથમી ગયો. ધીરે ધીરે અંધારું થવા લાગ્યું. એટલામાં વોકળા પર એક સિંહ પાણી પીવા આવ્યો. મહારાજે નિશાન લઈ ગોળી છોડી. પરંતુ ગોળીએ ધાર્યું નિશાન ન પાડ્યું.
ગોળી ખાલી ગઈ. બંદૂકના અવાજથી સિંહ ગુસ્સે થઈ ગયો. તેની નજર માંચડા પર પડી. માંચડા પર શિકારીઓ ને જોતાં તે વીફર્યો. છલાંગ લગાવી માંચડા નજીક પહોંચી ગયો. માંચડાને ભોંયભેગો કરવા તે એને ઝંઝેડવા લાગ્યો. માંચડા પર રહેલા સૌના જીવ તાળવે ચોંટી ગયા.’ મહારાજામાં પણ ફરી ગોળી છોડવાની સૂધબૂધ ન રહી.
આ કટોકટીની પળે ઝાડ પાછળ સંતાયેલા હરિ અને અરજ નામના જુવાનિયાં વહારે આવ્યા. તેઓ જીવના જોખમે પણ બહાર ખુલ્લામાં નીકળ્યા. અવાજ કરી સિંહનું ધ્યાન એમના તરફ ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડે દૂર સાક્ષાત્ મોત જેવો સિંહ એમના તરફ ફર્યો તે ખિજાયેલો તો હતો જ.
માંચડી હાલતો બંધ થયો. મહારાજા હવે શાંત થયા. સિંહની નજર હવે પેલા બે જુવાનિયા તરફ હતી. સિંહ તે તરફ છલાંગ મારવાની તૈયારીમાં જ હતો ને ત્યાં મહારાજાએ ગોળી છોડી. આ વખતે ગોળી નિશાન ન ચૂકી. તે સિંહને વાગી, સિંહ મરાયો. આ બધું ખૂબ ઝડપથી બની ગયું. મહારાજા માંચડા પરથી નીચે ઊતર્યા. જો હરિ અને અરજણ હિંમત કરી મદદે ન આવ્યા હોત તો મહારાજા ન બચ્યા હોત.
મહારાજા તે બંને જુવાનિયા પર ખૂબ ખુશ થયા. તેમને હૃદયપૂર્વક ધન્યવાદ આપ્યા. મહારાજા તો ઊંચા ગજાના માણસ હતા. જાનના જોખમે મદદ કરનાર બંને મિત્રોની એમણે કદર કરી. તેમને વડોદરા બોલાવી બહુમાન આપ્યું. તેમની કાયમી યાદગીરી રહે તે માટે કમાટીબાગમાં એ બંનેમાં પૂતળાં ઊભાં કર્યા. તમે હવે વડોદરા જાઓ તો કમાટીબાગની અવશ્ય મુલાકાત લેજો. હરિ અને અરજણનાં પૂતળાં મન ભરીને નીરખજો. તેમના આ કાર્યની કદર કરજો.
બોધ : તમારા જીવનમાં તમને કેટલાય બહાદુર લોકો જોવા મળશે અને તમારે પણ બહાદુર બનવું જોઈએ અને લોકોની મદદ કરવી જોઈએ જેના લીધે તમે બહાદુર બની શકો.