વસુધા - વસુમાં - પ્રકરણ -42 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 54

    તેજાએ મારી વાત સાંભળી અને થોડો વિચાર કર્યો ત્યારબાદ એ જવાબ આ...

  • જીવન એ કોઈ પરીકથા નથી - 3

    "જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ -૩)સમીરને એની મમ્મી યાદ આવે છે....

  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ -42

વસુધા - વસુમાં

પ્રકરણ -42

 

વડોદરાથી આવેલાં ન્યુરોલોજીસ્ટની સારવાર પછી બરાબર ત્રણ કલાકે પીતાંબરને હોંશ આવ્યો એણે સૌપ્રથમવાર જાણે આંખો ખોલી હોય એમ આંખનાં પોપચાં ધીમે રહીને ખોલીને રૂમની સીલીંગ તરફ જોઈ રહેલો. એની સારવાર અને દેખરેખ રાખી રહેલી નર્સ તરતજ બહાર દોડી ગઈ અને ડોક્ટરને ખબર આપી કે પેશન્ટે આંખો ખોલી છે એ ભાનમાં આવી ગયો છે.

ડોક્ટર એમનાં આસીસ્ટન્ટ ડોક્ટર સાથે પીતાંબરનાં રૂમમાં આવ્યાં. પીતાંબરની આંખો ખુલ્લી હતી એ સીલીંગ તરફ એકીટશે જોઈ રહેલો એણે રૂમમાં પગરવ સાંભળ્યો એણે નજર એ તરફ કરી એણે ડોક્ટરને જોયાં અને કંઈક બોલવાનો પ્રયાસ કરી રહેલો પણ નિષ્ફળ ગયો. ડોકટરે એની પાસે આવીને કહ્યું મી. પીતાંબર રિલેક્ષ..... હવે તમને કોઈ ભય નથી જલ્દી સારું થઇ જશે... તમે શું કહેવા માંગો છો કહો.... તમને ક્યાંય હવે પેઈન છે ?

પીતાંબરે એમની સામે લાચાર નજરે જોતાં ફરીથી કંઈક કહેવા માટે પ્રયત્ન કર્યો પણ ફરીથી નિષ્ફ્ળ ગયો. ડોકટરે ગંભીરતાથી એની નોંધ લીધી એમણે નર્સને એમની બેગ લાવવા કહ્યું અને પીતાંબરની તપાસ કરવા લાગ્યા. નર્સનાં બોલાવવા સાથે બધાં અંદર આવી ગયેલાં ડોકટરે બધાંને બહાર જવા કહ્યું ... પુરુષોત્તમભાઈ ક્યારનાં પીતાંબરની હલચલ જોઈ રહેલાં એ નિરાશ થઈને પાછાં બહાર નીકળી ગયાં એમનો ચહેરો ઉદાસ થઇ ગયો. પીતાંબરની બોડી લેન્ગવેજ જોઈને એમને મનોમન ધ્રાસ્કો પડ્યો હતો. પણ કંઈ બોલ્યાં નહીં મનની વાત મનમાંજ દાટી દીધી અને મનોમન પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે મને જે વિચાર આવ્યાં એ કદી સાચા ના પડતાં પ્રભુ.... મારી દીકરી....

ડોકટરે મંગાવેલી બેગ નર્સ લઈને રૂમમાં આવી અને ડોકટરે સ્ટેથોસ્કોપ ગળામાં લટકાવેલું એ કાનમાં એનાં પ્લગ નાખ્યા અને બેગમાંથી કાઢેલું ડીવાઈસ પીતાંબરનાં કાન અને મોંઢાની વચ્ચે મૂક્યું તપાસ કરવા લાગ્યાં.

 

*******

પુરુસોત્તમભાઈ કરસન અને દુષ્યંત બહાર બેઠાં હતાં લગભગ કલાક પછી ડોકટરે પુરુષોત્તમભાઈને એમની ચેમ્બરમાં બોલાવ્યાં અને કહ્યું વડીલ જુઓ હું તમને જે કંઈ કહી રહ્યો છું એ ધ્યાનથી સાંભળો .....

પુરુસોત્તમભાઈ હ્ર્દયમાં ફડક સાથે ડોક્ટરની સામે બેઠેલાં મનોમન મહાદેવને યાદ કરી રહેલાં. ચેમ્બર એકદમ શાંત હતી ત્યાં ડોક્ટરનો અવાજ થોડો ધીરગંભીર નીકળ્યો એમણે કહ્યું વડીલ તમારો દીકરો બચી ગયો છે ઈશ્વરની મહેરબાની છે તાત્કાલીક સારવાર મળવાથી એને ઘણો ફાયદો થયો છે પણ .... પરંતુ.... પુરુષોત્તમભાઈએ કહ્યું ડોક્ટર સાહેબ પરંતુ એટલે ? ડોકટરે કહ્યું જીવ બચી ગયો છે પણ એની વાચા હણાઈ ગઈ છે એ બોલી નથી શકતો એને બોલવું છે પણ સ્વરપેટીને નુકશાન થયું છે એટલે હાલ એ બોલી નથી શકતો એ સંપૂર્ણ સાજો થાય પછી એનું સ્વરપેટીનું ઓપરેશન કરાવવું પડશે ત્યાં સુધી ધીરજ ધરવી પડશે. સાંભળવામાં તકલીફ નથી... આ એક પીડા થોડો વખત સહેવી પડશે આ ત્રુટિ ઘણી અઘરી છે.

પુરુષોત્તમભાઈ ત્યાંજ રડી પડ્યાં સાંભળીને.... એમણે કહ્યું ડોક્ટર અત્યારે કોઈજ ઈલાજ નથી ? આતો મોટી સજા છે યુવાની છે હજી એવી ઉંમર નથી મનમાં વિચારોમાં કેટલો ઉમંગ હોય કેટલું કહેવું હોય અને સમજાવવું હોય.... કોઈ ઈલાજ હોય તો એ કરી દો પૈસાની કોઈ તકલીફ નથી જરૂર પડે વળી ખેતર બધું વેચી લઈશું પણ એનો ઈલાજ કરો એમ કહેતાં કહેતાં રડી પડ્યાં.

ઈશ્વરનાં ફોટાં સામે જોઈ બોલ્યાં આવો તારો કેવો ન્યાય ? આ દવાખાનાની દિવાલો પીતાંબરની પીડાનાં બોજ નથી ઉઠાવી શકતી તો ઘરની દિવાલ તો શું સહેશે ? અરે દિવાલો ના સહી શકે તો એનાં પોતાનાં કુટુંબીઓ કેવી રીતે સહી શકશે ? હે ભગવાન કૃપા કર...

ડોકટરે આશ્વાસન આપતાં કહ્યું વડીલ ઈશ્વર પર શ્રદ્ધા રાખો થોડા વખતમાં ચોક્કસ સારું થઇ જશે એનાં બધાં ઘા માં રૂઝ આવી જશે થોડોકજ સમય કાઢવાનો છે પછી પહેલાની જેમ હરતો ફરતો કામ કરતો થઇ જશે.

પુરુષોત્તમભાઈએ કહ્યું શરીરનાં ઘા ને રૂઝ આવી જશે જાણું છું પણ આ જીવનભર ઘા થયાં છે મનમાં દીલનાં ઘા ક્યારેય રુઝાયા ખરા ? દીલ પર જીવનભર કોઈએ ઊંડા ઘા કર્યા છે જીવવું દુસ્કર કરી નાંખ્યું છે એમને કોણ માફ કરશે ?ઈશ્વર પણ માફ નહીં કરે .... ડોક્ટર દવાઓનું સમજાવી અને કહ્યું હવે તમે એમની પાસે બેસી શકો છો હું પછી ચેકીંગમાં ફરી આવીશ.

પુરુષોત્તમભાઈએ પીતાંબરનાં માથે હાથ ફેરવીને વાત્સલ્ય બતાવ્યું. પીતાંબર વિવશ નજરે એમની સામે જોઈ રહેલો એણે પોતાનું મોં ખોલી બોલવા પ્રયત્ન કર્યો પણ બોલી ના શક્યો એની વિવશતા એની આંખોમાં સ્પષ્ટ દેખાઈ રહી હતી એણે ઇશારાથી સમજાવવા પ્રયત્ન કર્યો એ વસુધા અંગે પૂછી રહેલો.

દુષ્યંત બાજુમાંજ હતો એ સમજી ગયો એણે કહ્યું જીજાજી દીદીને આ લોકોએ ઘરે મોકલી છે હવે તમે જાગો છો એટલે ફોન કરીને બોલાવી લઈશું. તમારાં ઉઠવાનીજ રાહ જોવાતી હતી. પુરુષોત્તમભાઈ દુષ્યંતનું બોલવું સમજી ગયાં એમની આંખો ભરાઈ આવી એમણે કહ્યું બેટા એલોકોને ફોન કરું છું થોડીવારમાં બધાં આવી જશે.

પુરુષોત્તમભાઈની બાજુમાં કરસન ઉભેલો.... એને હજી હમણાં પીતાંબર પાસે મોકળાશ મળી હતી એણે પીતાંબરની સામે જોયું અને એટલુંજ બોલ્યો.... પીતાંબર તું જલ્દી સારો થઇ જ પછી બધું જોઈ લઈશું તું ચિંતા ના કરીશ હું અને બીજા પણ તારાં સાથમાં છીએ. એમ કહી પીતાંબરનાં હાથ પર હાથ મુક્યો. પીતાંબરે જેટલું જોર હતું એ વાપરી કરસનનો હાથ દબાવ્યો એની આંખમાં અંગાર સળગ્યાં કંઈક યાદ કરી બોલવા ગયો પણ પછી શાંત થઇ ગયો.  એણે આંખો બંધ કરી દીધી. કરસને કહ્યું તું આરામ કર કોઈ વિચારો ના કરીશ. બસ હમણાં આરામ કર...

 

*****

 

સાંજના પાંચ વાગવા આવ્યાં હતાં અને સીટીહોસ્પિટલ કમ્પાઉન્ડમાં બે ત્રણ જીપ આવીને ઉભી રહી એક જીપમાંથી ગામનાં સરપંચ, દૂધ ડેરીનાં ચેરમેન, બીજી જીપમાંથી આણંદ ડેરીનાં પ્રમુખ, સેક્રેટરી અને ત્રીજી જીપમાંથી વસુધા, ભાનુબેન, પાર્વતીબેન, ગુણવંતભાઈ, સરલા વિગેરે બધાં ઉતર્યા.

વસુધા - ભાનુબેન,પાર્વતીબેન, ગુણવંતભાઈ અને સરલા બધાં કોઈની પણ નોંધ લીધા વિના પીતાંબરનાં રૂમ તરફ ગઈ. એને પીતાંબર હોંશમાં આવ્યાં પછી મળવાની તાલાવેલી હતી એ બધાંજ કરતાં પહેલા પીતાંબરનાં રૂમમાં પહોંચી ગઈ.

પીતાંબરની આંખો બંધ હતી પુરુષોત્તમભાઈ અને દુષ્યંત ત્યાંથી હટી ગયાં.... વસુધાએ એનાં પાપા તરફ નજર કરી અને પાપાએ હાથથી આશ્વાસનનો ઈશારો કર્યો ગુણવંતભાઈ અને ભાનુબહેન પીતાંબરની નજીક આવ્યાં. વસુધાએ પીતાંબરનાં હાથ પર હાથ મુક્યો.

પીતાંબરે તરત આંખો ખોલી અને વસુધા તરફ જોયું અને બંન્ને જણાંની આંખો મળી કેટલીયે વાત કરી અને પીતાંબર કંઈ બોલવા જતો હતો પણ અવાજ જ ના નીકળ્યો. વસુધાએ ભીની આંખે કહ્યું કંઈ બોલશો નહીં બધુંજ મને સમજાય છે બધું સારું થઇ જશે તમે કાયમ આમ વિવશ નહીં રહો. કંઈ બોલશો નહીં મને મનની ને તમારાં આંખોની ભાષા સમજાય છે.

ભાનુબહેનથી ના રહેવાયું એમણે પીતાંબરની સામે જોયું અને બોલ્યાં નખ્ખોદ જાય સાલા હુમલાખોરનું એનું સત્યાનાશ જશે. મારાં આ વેણ ખોટાં નહીં પડે મારાં રાજકુંવર જેવાં છોકરાની કેવી દશા કરી છે નરાધમે...

પાર્વતીબેન પોતાને રોકી ના શક્યા અને ડૂસકું નાંખી રોઈ પડ્યાં. સરલાએ રડતાં રડતાં ભાનુબહેનને કહ્યું બસ માં બસ હવે ભાઈ સામે આમ રડવાનું નથી એને હિંમત આપો બધું સારું થઇ જશે હજી આ બંન્ને ઘણાં નાનાં છે ઘરમાં આપણાં..... અને આગળ એ પણ ના બોલી શકી રડી પડી....

પીતાંબર વસુધાની સામે જોઈને આંસુ વહાવી રહેલો ત્યાં ડોકટરે આવીને કહ્યું બસ હવે બધાં બહાર નીકળો માત્ર એક જણનેજ અંદર રહેશે. પેશન્ટને આરામની સખ્ત જરૂર છે પ્લીઝ બધાં બહાર નીકળો. નર્સે પણ બધાને બહાર જઈને બેસવા સમજાવ્યાં.

વસુધાએ કહ્યું હું એમની પાસે બેઠી છું મને તમે બહાર ના બોલાવશો. કરસન બધાને સમજાવીને બહાર લઇ આવ્યો.

વસુધાએ પીતાંબરનાં બધાં જખ્મ ધ્યાનથી જોયાં એને  કંપારી આવી ગઈ એની આંખો ફરીથી ભીની થઇ ગઈ. એણે પીતાંબરની આંખમાં આંખ પરોવીને કહ્યું તમે કોઈ રીતે હિંમત ના હારતાં. કયાંય દુઃખ ના લગાડતાં ઓછું ના લાવતાં. હું તમારી સાથે છું. કાલે સારવારથી બોલતાં થવાશે.... હું છું ને હવે આપણાં સાથમાં આપણું સંતાન પણ હશે મને ખબર છે દાતા આપણી પરીક્ષા લઇ રહ્યો છે પણ આપણે હારીશું નહીં મને પણ તમારો સાથ જોઈશે તો હું બધે પહોંચી વળીશ ક્યાંય પછી નહીં પડું અને જેણે આ કારસો કર્યો છે એને કદી માફ નહીં કરું સજા અપાવીશ અને ત્યાં રૂમમાં સરપંચ- ડેરીનાં ચેરમેન ...બધાં ...

 

વધુ આવતાં અંકે પ્રકરણ -43