Featured Books
  • ભીતરમન - 41

    મેં ખૂબ જ હરખાતા મારા રૂમમાંથી સીધી બહારના ગેટ તરફ દોટ મૂકી...

  • મારા જીવનના અનુભવો - 2

    જય માતાજી હું કંઈક જાણી ગયો છું હું કંઈક જ્ઞાની પુરુષ છું બધ...

  • ખુશી

    “વિહાભાઈ ખુશીની ઉંમર તો નાની કહેવાય. તેની આગળ તો હજુ આખી જિં...

  • હમસફર - (અંતિમ ભાગ)

    બીજી તરફરુચી : ના.... બેસ્ટ ફ્રેન્ડ ક્યારેય ન લડે બંને ની ડ્...

  • ખજાનો - 43

    આપણે જોયું કે ચારેય મિત્રો રાજા સાથે કોટડીમાંથી બહાર નીકળવાન...

શ્રેણી
શેયર કરો

પ્રેમ ક્ષિતિજ - ભાગ -૪૩

શ્યામા અને શ્રેણિક ફરી એકબીજાના પ્રેમમાં ભીંજાઈ ગયા, તેઓની સાત વર્ષની સફળતાનો સફરનો અહી પૂરો થયો અને એમનાં જીવનનો સાંસારિક ભાગ શરૂ થયો, ઘડિયા લગ્ન કરીને જતાં રહેલા બન્નેએ એમનાં સબંધને નામ તો આપી દીધું હતું પરંતુ વાસ્તવમાં એ સબંધ જીવવાની શરુઆત હવે થઈ. તેઓ લગ્નજીવનની ઘડીઓ હવે માણવા તૈયાર થયા હતા, ન્યુઝીલેન્ડની ભાગદોડ અને કરિયરની શરૂઆતમાં તેઓએ રાત દિવસ એક કરી નાખ્યાં હતા અને એના ચક્કરમાં તેઓએ માત્રને માત્ર એકબીજાના સારા મિત્રો બનીને રહ્યા હતા, તેઓએ કોઈ દિવસ એક દંપતિ બનીને જીવવાની ઘેલછા નહોતી રાખી, પરંતુ અહી આવ્યા બાદ તેઓને એમનાં મિલનનો અહેસાસ થયો
શ્યામા માટે શ્રેણિકે એના પ્રેમનો જે ભોગ આપ્યો હતો એને પામવા માટે એ આતુર હતો, શ્યામા પણ હવે સમજદાર થઈ ગઈ હતી, શ્રેણિકે એના દિલમાં એક એવી જગ્યા બનાવી લીધી હતી કે સપનામાંય દૂર જઈ શકે એમ નહોતી, શ્યામા પણ શ્રેણિકને પ્રેમની સામે પ્રેમ આપીને એનું વળતર આપવા તૈયાર હતી, અરસ્પર તેઓ એકબજાને પહેલેથી ચાહતા હતા પરંતુ કરિયરની આડમાં તેઓએ એકબીજાને દૂર કેમ રાખ્યા હતા એ એમને આજે જણાયું હતું, જીવનમાં સાથે હોવા છતાંય એકબીજાથી દૂર રહ્યા એ માટે તેઓ અફસોસ કરી રહ્યા હતા.
આજે શ્યામા પ્રતિષ્ઠિત કંપનીની ચેરપર્સન બની ગઈ હતી અને શ્રેણિક પણ પોતાનું નામ વિશ્વ વિખ્યાત કરી ચૂક્યો હતો, તેઓ પોતાના જીવનમાં સફળતાની સીડી ચડી ગયા હતા હવે સમય હતો તેઓ પોતાનું જીવન એકબીજાને સમર્પિત કરી દે, હજીય કરિયર માટે મહેનત કરવાની હતી પરંતુ પ્રેમ પામવા માટેની મહેનત એમને માટે હવે વધારે મહત્વની હતી.
"વીલ યુ મેરી મી અગેઇન?"- શ્રેણીકે શ્યામાનો હાથ પકડતા કહ્યું, ભીંજાયેલા એના હાથ વધારે કોમળ લાગી રહ્યા હતા.
"શું કહો છે શ્રેણિક?"- એ જરા અચંબિત થઈને બોલી.
"રિયલી....હું તારી જોડે ફરી લગ્ન કરવા માંગુ છું અને ફરી એ શ્યામા જોડે જીવવા માંગુ છું જે મે પહેલાં જોઈ હતી!"- શ્રેણિક મંદ હાસ્ય સાથે બોલ્યો.
"અરે પણ હું એ જ શ્યામા છું! તમને એવું ક્યાંથી સૂઝે છે?"- શ્યામા એનો હાથ છોડાવતા બોલી, પરંતુ શ્રેણિકે એનો હાથ કસીને પકડી લીધો, પકડ મજબૂત બની ગઈ.
"ના... એ શ્યામા તો અહી ઇન્ડિયામાં જ છે..."- શ્રેણિક જરા નટખટ અંદાજમાં બોલ્યો.
"અરે હા ...પણ મારો હાથ છોડો! મને દુખે છે!"- શ્યામા દર્દનું નાટક કરતાં બોલી.
"હા તો કહી દો મેડમ...કે મારી જોડે ફરી લગ્ન કરશો!"
"કોઈ શું સમજશે? આવું તો થોડી થાય?"
"લે...મારે તો તારી જોડે જ ફરી લગ્ન કરવા છે...અને મને કોઈ શું કહેશે એની નથી પરવાહ! તારો જવાબ જોઈએ મને!"
"પણ ઘરે બધા પૂછશે તો?"
"મારે ક્યાં તારી જોડે ભાગીને લગ્ન કરવાના છે?"
"તો?"- શ્યામા એ એના ભવા ઊંચા કર્યાં.
"મારે તો વાજતે ગાજતે જાન લઈને આવીને તારી જોડે ફરી લગ્ન કરવા છે!"- શ્રેણિક હસ્યો.
"અને દાદા? મમ્મી પપ્પા એ બધાને કોણ સમજાવશે? આ ઇન્ડિયા છે મિસ્ટર....અહી મનમરજી ના ચાલે!"
"એમને મારે સમજાવવા છે ને મિસિસ, મને માત્ર તું કહે....તારા જવાબની જ મારે જરૂર છે! બીજું બધું મારા પર મૂકી દે!"- શ્રેણિક મક્કમ થઈ ગયો.
"હા...બાબા....હું કરીશ લગ્ન!"- શ્યામાએ એની આંખ જુકાવીને જવાબ આપ્યો અને એના ગાલ પર શરમના શેરડા ફૂટી નીકળ્યા અને એ લાલ થઈ ગઈ, શ્રેણિકે શ્યામાને એની તરફ ખેંચી અને એને એની બાહુપાશમાં જકડી લીધી, શ્યામાને પણ એનો ગરમાવો ગમ્યો અને એના દિલની ધડકનનો અહેસાસ કરવા માંડી અને સ્મિત સાથે આંખ મીચીને એના અહેસાસની માણી રહી, શ્રેણિક પણ જાણે બહુ સમય બાદ શ્યામા એને પાછી મળી હોય એમ એને જકડીને સ્પર્શી રહ્યો, વરસતો વરસાદ જાણે એ બન્નેની સાક્ષી પૂરી રહ્યો હોય એમ ભીંજવી રહ્યો.