મારો કાવ્ય ઝરૂખો ભાગ 58 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ 58

કાવ્ય 01

લેહ એક અદભુત નઝારો.......

બે હાથ જોડી પ્રભુ માનું તારો પાડ
બનાવ્યું તે અલૌકિક લેહ લદાખ
માટી મા પણ જોવા મળ્યા અદભુત રંગો

જાણે પહોંચ્યો હું ધરા ના સ્વર્ગે સીધો
ઉડે મારું મન વગર વિહંગે આકાશે
જાણે કરે હરીફાઈ વાદળાઓ જોડે

આંખલડી મારી થાકે નહિ
રંગબેરંગી પર્વતો, ખડકો, ગિરિરાજ
હિમઆચ્છદિત ડુંગરો ને ખાઈઓ
નો અવિસ્મરણીય નઝારો જોઈ

ખળખળ વહેતી સ્વચ્છ નદી ને ઝરણા
કર્ણ પ્રિય વ્હેતા પાણી નું સંગીત સુમધુર
અહા, મનમોહક આહલાદક પાણી ના રંગો

ખોબે ખોબે પીતો રહુ પર્વતો નું પાણી
તોય બુઝાય ના તરસ મારી
એવુ પર્વતો નું કડક મીઠુ મીઠુ પાણી

પેગોન્ગ તળાવ ના પાણી બદલે ચાર પાંચ રંગ
એ જોઈ સુરજ પણ કરે તળાવ ને નમન
આવે તારાઓ ફરવા તળાવ કિનારે રાત્રે મઘરાત્રે
જાણે તળાવે ઓઢી તારલાઓ તણી ચાદર

હાથ અધ્ધર કરતા આંબુ અંબર
હાથતાલી દેતા લાગે વાદળો હાથવગા
લાગે જાણે સફેદ રૂ ના પુણા
રાત્રે તારા ઓ જોડે રમતાં
ચાંદ થાળી સમો દેખાય

બરફીલા પહાડો વચ્ચે પણ જોવા મળે રણ
રેતી ના રંગો જોઈ રહી ગયો હું દંગ
રણ કિનારે પણ વહે નીલા પાણી ની નદી
ક્યાંય ના જોવા મળે આવો અદભુત નઝારો

ફરફર કરતી ઠંડી ઠંડી હવા ફરકે એકદમ પાતળી
સીટી તણા સુસવાટા બોલોવે એ તો ઘડી ઘડી
ઉનાળે પણ કરાવે બરફીલી ટાઢક નો અહેસાસ
લેહ થી પાછા ફરવા ની ઈચ્છા થાય નહિ..

કાવ્ય 02

World Blood Day.... 🙏

રક્તદાન... . મહાદાન...

રક્ત ના મુખ્ય પ્રકાર છે ચાર
A, B, AB & O - Positive &
Negative એમ કુલ થાય આઠ

AB positive છે સર્વગ્રાહી
તો O positive છે સર્વદાતા

રક્તદાન જીવનપાઠ શીખવે
બનો સર્વગ્રાહી અને સર્વદાતા

મનુષ્ય ના રક્ત નો રંગ છે લાલ
રક્તદાન ના જોવે કોઈ નાત કે જાત

રક્તદાન થી મળે મરતા ને જીવનદાન
રક્તદાન કરતા થાય આનંદ અપાર

શ્રેષ્ઠ છે દરેક પ્રકાર ના દાન
દાન માં સર્વોત્તમ છે રક્તદાન

છે મારી નાની અરજ
મરતા નો જીવ બચાવવા
કરીએ - કરાવતા રહીએ રક્તદાન...

કાવ્ય 03

વર્ષાપ્રેમ....

અરે ઓ મેહુલિયા..
કયા હકે તડપાવે છે તું મને
ત્વચા જવાલા જેવી લાગે છે હવૅ મને

તારા નવ મહિના ના વિરહ મા
હું સાવ સુકાઈ ને સૂકી રણ જેવી ભાસુ

સર્વ સત્વ ગુમાવ્યું મારું
દયા નથી આવતી જાલીમ
તને હવૅ મારા ઉપર

પાણી વગર શરીર લાગે જાણે અગનગોળો
હવૅ તો એક એક પાણી ના ના બુંદ માટે તડપું
તરફડુ મછલી જેમ તારો સ્પર્શ પામવા ને

દુનિયા ની શરમ લાજ છોડીને
અરે ઓ મેહુલિયા હું આહવાન આપું તને
હું બેબાકળી બની સ્વાગત કરવા તૈયાર છું
મારી ખુલ્લી બાહો મા કાયમ સમાવવા તને

તું વરસ, તું વરસ, બસ તું બસ વરસ્યા કર
નહિ બુઝાઇ તરસ મારી
તારા અનારાધર વરસ્યા વગર હવૅ

નવ નવ મહિના ના વિરહ નો
તારે કરવા નો છે ખાતમો મન મૂકીને

તારા આગમને મને તરબોળ કર
હું સજીશ ઘજીશ નવોઢા દુલ્હન જેમ
જવા નહિ દઉં આ વખતે તને

ઓ મેહુલિયા સાચવી ને રાખીશ
તને કાયમ જીંદગીભર આ વખતે....

કાવ્ય 04

અરે પગલી,
મારી કવિતાઓ લખવી તને ગમતી નથી
કેવું તુંને,

એમાં તું મારી જાની દુશ્મન થઇ
આવો ટાળો કરાય,

સીધે સીધું કેવાય નહિ લખવાં નુ બંધ કર
તારી કવિતા ઓ મને હવૅ
સૌતન જેવી લાગવા લાગી છે

જયારે જયારે લખવાં બેસું
તું રિસાઈ છે નવી દુલ્હન જેમ
પગલી એ તો મારો શોખ છે
કવિતાઓ કાંઈ થોડી સૌતન છે

મારો પહેલો એને છેલ્લો પ્રેમ તું છે
આ કવિતાઓ ભલે રહી હૃદય નજીક
પણ હૃદય સમ્રાટ તું જ છો
આવો ટાળો ના કર

તું તો મારો પ્રેરણા સ્ત્રોત છે
આવું ના રિસાવાઈ પગલી
જો તને મનાવવા
પણ તારી સૌતન જ કામ આવી... 😂