મારો કાવ્ય ઝરૂખો ભાગ :08 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ :08

મને અને મારાં પરિવાર ના બીજા ત્રણ સભ્યો ને દિવાલી ઉપર કોરોના  થયેલ..... ત્યારે કાગળ અને કલમ મારાં સાથી હતા... હું મારો સમય કવિતા ઓ લખી પસાર કરતો 
 
અમે ચારેય સભ્યો ભગવાન ની અસીમ કૃપા થી હેમખેમ આ મુશ્કેલી ના સમય માંથી બહાર આવી ગયા
 
મારાં કોરોનટાઇન સમય માં લખેલી કવિતા ઓ મારો કાવ્ય ઝરૂખો ભાગ : 09 તરીખે આપ સૌ સમક્ષ રજુ કરું છું આશા રાખું કે આપ સૌ ને ખુબ પસંદ આવશે 
🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹
 
 
કાવ્ય :  01
 
માઁ ભોમ ના સપૂત...
 
માઁ ભોમ ના સાચા સપૂત અમે
કોઇ ના આવે દેશ માં અમારી તોલે 
 
રગ રગ માં માઁ ભોમ ભારતી
લોહીના બુંદ બુંદમા માઁ ભોમ ભારતી
 
આંખ ફોડી નાંખેએ દુશ્મનની જો ધરતી માઁ
સામે ઊંચી આંખે જોવાની કરે કોઇ હિમ્મત 
 
શૂરવીરતા છલકે એવી મોઢા ઉપર
દુશ્મનો ભાગે સૈનિક ની ખુમારી જોઈ 
 
ચારે દિશાએ સૈનિક માઁ ની રક્ષા કાજે 
દશ દશ દુશ્મન ઉપર એક ભારતીય સૈનિક ભારે 
 
સાવજ અને વાઘ જેવા શૂરવીર સૈનિક 
સૈનિક ની એક હુંકાર થી દુશ્મન થર થર કાપે
 
માઁ ભારતી ના દૂઘ માં તાકાત એવી 
મસ્તક પડે તો પણ ધડ લડે થાક્યા વગર 
 
સૈનિક ના લોહી મા ગરમી એવી હિમાલય ને
અક્સાઈચીન મા ખડેપગે રહે ભર શિયાળે
 
શિયાળો ઉનાળો,ચોમાસુ કે હોઈ વાર
તહેવાર બધું સૈનિક ને મન એકસમાન 
 
ભારતમાતા ના લાલ અમે
દુશ્મન ના દાંત ખાટા કરી નાખીએ
રમત રમત માં અમે...
 
 કાવ્ય : 02
 
કોરોના ષડયંત્ર 
 
આજુ માં આવ્યો બાજુ માં આવ્યો
ઉપર આવ્યો નીચે આવ્યો 
 
અહીં આવ્યો ત્યાં આવ્યો
એને આવ્યો પેલા  ને આવ્યો
 
સાત ફેણ વાળા સાપ ની જેમ
ફૂંફાડા મારે કોરોના કાતિલ બની
 
ડંખી જાય છૅ ઍતો વેરી બની બધા ને 
કોઈ ને નહી છોડવા ની જાણે કસમ લીધી
 
લાકડી આપો બંદૂક આપો
આપો હથિયાર ને દારૂગોળો
 
ઠાર કરવો છે કોરોના ને
કોઈ ને સાથ આપવો
હોય તો કેજો....
 
કાવ્ય : 03
 
ચારેકોર ઝેરીલી કાતિલ હવા
આવે સમાચાર બધી બાજુ થી માંદગી ના
 
દેખાય કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા
પ્રકાશ ની આશા ક્યાય દેખાય નહી
 
રામજાને ક્યારે વીખરાશે વાદળો
લાવશે કોણ આશા નો ઉજાસ
 
મીટ માંડી ને બેઠા છે બાળ, જવાન વૃદ્ધ
થશે કાંઈક ઉપર વાળા નો ચમત્કાર
 
તકલીફ માંથી ઉગારશે ભગવાન
નામશેષ કરી નાખશે આવેલ વિપદા ને
 
એક આશા નું કિરણ દેખાય  પૂર્વ માં
સાત ઘોડા ઉપર સવાર થઈ આવી રહ્યો
પ્રકાશકુંજ....
 
લાગે વિખરાઈ જશે દુખ ના વાદળો
આવવા નો પ્રકાશ નો સંચાર ઉગમણે થી...
 
કાવ્ય : 04
 
વાહ  મિત્ર વાહ વાહ મજા આવી ગઈ
જિંદગીનું બીજું નામ જ જિંદાદિલી
 
છૅ અમુક માણસો ઔરંગઝેબ જેવા 
કાઠતાં રહેવા ના પાણી માંથી પોરા
 
દિલ ની વાત ને શબ્દ સ્વરૂપ આપવું
નથી બાળકો ના ખેલ એના માટે જોઈ
સરસ્વતી માઁ  ની દેણ 
 
જિંદગી ની મુશ્કેલ ઘડી જે હસી ને  
જીવી જાણે તે છૅ સાચો ભડવીર...
 
જીંદગી છૅ  તકલીફ તો આવવા ની
અને  તકલીફ જવા ની 
 
આપણી જુગલબંધી રાખજો મિત્રો એવી
 મજબૂત કે તકલીફ નો ભાંગી ને ભૂકો થઈ જાય
 
કાવ્ય : 05
 
ક્વારન્ટીન ની મજા 
 
કોઈ પ્રેમ થી બોલી ઘાયલ કરી જાય 
કોઈ આંખો થી બાણ ચલાવી વીંધી જાય 
 
કોઇ હોઠો થી ઘાયલ કરે 
કોઇ મૌન રહી ઘાયલ કરી જાય
 
ચાલ વોરા બંધુ થઈ જા તૈયાર
આપણે કલમ થી પ્રેમ નો વાર કરી જઈએ
 
હૂં આકાશ માંથી શબ્દો રૂપી તારા તોડી લાવું
તૂ દરિયા માં ઊંડી ડૂબકી મારી મોતિરૂપી
શબ્દો ગોતી લાઉ
 
ચાલ આપણે કવિતા થકી બાળપણ
ફરી જીવી જાય એ 
 
કરીશું કોલેજ ની એવી એવી વાતો ઉજાગર
 કે ઈર્ષા આવી જશે આપણા સફેદ વાળ ને પણ
 
કરીમભાઇ ની સેન્ડવિચ, ગ્રીન ની ચા
ગાંડુભાઇ ની કચોરી યાદ કરીએ 
 
જૈન ના ખમણ તો મનોજ ના ગાંઠિયા
દિલખુશ ની પાવભાજી તો જશું ના ગોળા
 
જયહિન્દ નો આઈસક્રીમ ગુરુ ના ઠોંસા
ઠાકર ની ગુજરાતી થાળી તો
પ્રિયા ની પંજાબી થાળી.. વાહ.. વાહ 
 
લોકો ની નજર થી  બચી હવેલી એ બેસવા જવાની માનસિક મજા માણી લઇ એ 
 
કોલેજ માં થોડી જીવવા ની રહી ગયેલી ક્ષણ નો સાક્ષાત્કાર કરી લઈએ
 
ચૌદ દિવસ નું આપણું ક્વોરન્ટઆઇનં 
 હસતાં રમતાં પૂરું કરી જઈએ....
 
કાવ્ય : 06
 
ફરતા આવીએ.....
 
ચાલ થોડું બહાર ફરી આવીએ
લોકો માં  આનંદ જોતા આવીએ
 
ચારેકોર પંખી નો કલરવ સાંભળતા આવીએ 
મોર ની નૃત્યુ કલા માણતા આવીએ
 
પાણી ઉપર પડતા સૂર્ય ના સોનેરી કિરણો જોતા આવીએ,
ખીલેલા કમલ નો નઝારો જોતા આવીએ 
 
ખુલ્લી હવા માં શ્વાસ ભરતા આવીએ
ચાલ ગમતા લોકો ને મળતા આવીએ 
 
લોકો માં ઉત્સાહનો માહોલ જોતા આવીએ
બાળકોમાં  નિર્દોષ હાસ્ય જોતા આવીએ
 
નાની બાબતમાં લોકોને ખુશ થતા જોતા આવીએ
જે ખુશ નથી એમને આપણે ખુશ કરતા આવીએ
 
ઘણા સમય થી ચાર દીવાલ ના પીંજારા માં
બંધ છીએ, ચાલ થોડું ફરતા આવીએ
 
 
કાવ્ય : 07
 
એક મનોરથ..
 
આવો ભેગા મળી મનોરથ કરીએ
કોરોના ને આપણે સૌ હરાવીએ
 
નાના, મોટા, ભાઈ, બહેન દાદા ને દાદી 
સૌ ભેગા મળી ને એક મનોરથ કરીએ 
 
નથી કોઇ એકલાનું કામ કોરોનાને હરાવવાનું
તોડવી પડશે કોરોના ના સંક્રમણ ની ચેન
 
કયાંથી? કઈ રીતે?  અટકશે કોરોના
કોણ હરાવશે કોરોના ને? ના વિચારશો એવુ
 
પહેરી રાખો માસ્ક, સોશ્યિલ ડિસ્ટન્સ ને
આપો પ્રાધાન્ય, મેળાવડા થી રહો દૂર
 
ઈમ્યૂનિટી, કસરત અને યોગ કોરોનાના
દુશ્મન, નાની નાની વાતોનું ખુબ મહત્વ 
 
તાવ, શરદી - ઉધરસ ખાંસી થી રહો દૂર
ઉકાળા અને નાસ ને આપો પ્રાધાન્યતા
 
કરવાના છે બસ નાના નાના મનોરથ 
કોરોના દૂર રહેશે આપો આપ..
 
તૂટશે સંક્રમણ, હારશે કોરોના
એક અભિગમ થી થશે
આપણી સૌની કોરોના સામે જીત....
 
 
કાવ્ય : 08
 
સામાન્ય જીવન 
 
જીવવું છે વ્હાલા મારે જુવવું છે 
સામાન્ય જીવન જીવવું છે 
 
એક એક વર્ષ થી દુનિયા છે બાન માં
કોરોના એ કરી દીધા બધાને બાન માં 
 
મોઢા છુપાયા છે માસ્ક પાછળ
નથી સમજાતું શું કરવું શું નહી
 
લોકો ઝંખે હવૅ સામાન્ય જીવન
ગૂંગળામણ જાય છે વધતી
 
આઝાદી લાગે હવૅ સૌને વ્હાલી
નથી ફરાતું મન મૂકીને છૂટ થી
 
વિધાર્થી ને જવું સ્કૂલ ને કોલેજ
નથી હજુ ઠેકાણા પડતા કઈ 
 
લગ્ન સમારંભ, પાર્ટી ને મેળાવડા ગયા છે થંભી 
જનજીવન થયું છે અસ્તવ્યસ્ત
 
નથી રહ્યા કોઇ રીતિ રિવાજ
આકરું થઈ પડ્યું છે કોરોના સાથે નું જીવન
 
શોધી લાવો કોઇ એવી રસી
લોકો ના મોઢા ઉપર હાસ્ય આવે રમતાં રમતાં જલ્દી જલ્દી....
 
કાવ્ય : 09
 
દુઃસ્વપ્ન સમાન 2020
 
આવ્યું એક વર્ષ કેલેન્ડર માં  2020 નું એવુ કે 
લોકો ને યાદ રહી જાય જિંદગીભર
 
કર્યો ઘરે લોકો એ આરામ એપ્રિલ ને મેં મહિના માં
રજા ઓ મુકાઈ ગઈ બધી તડકાં માં
 
થંભી ગયા પૈડાં ટ્રેન, બસ અને વિમાન ના
એરપોર્ટ અને રેલવે સ્ટેશન થઈ ગયા સૂના સૂના 
 
ભુલાયા પિયર ને મામાં ના ઘર વેકેશન માં 
હજુ સુધી પુરા નથી થયાં વેકેશન સ્કૂલ ના
 
પીધા નકરા ગરમ ઉકાળા ઉનાળા માં
ભુલાયા ઠંડા પીણાં ને ગોળા ગરમી માં
 
સમય નીકાળી કરી લીધા ફોન બધા ને
યાદ કર્યા બધા જુના મિત્રો ને ગોતી ગોતી
 
વારો જેનો પડ્યો તેનો વાંક ગોતતા રહ્યા 
બીતા રહ્યા વારો આપનો ના પડે તો સારુ
 
ઘણા બેકસૂર લોકોએ ગુમાવ્યા જીવ ફોગ઼ટમાં 
વાંક નહોતો કશો છતાં તસ્વીર બની રહી ગયા
 
ઘણા સકારાત્મક પરિણામ આવ્યા વર્ષ 2020 માં 
પણ નકારાત્મકતા થઈ હાવી વર્ષ 2020 માં
 
લોકો ભૂલવા માંગશે જીંદગીમાં વર્ષ 2020 નું
હવૅ જલ્દી પૂરું થાય વર્ષ 2020 નું તો સારુ 
 
કાવ્ય : 10
 
વાત કહેવા ના પ્રકાર 
 
કોઇ મૌન રહી વાત કહી જાય 
કોઇ બોલી વાત કહી જાય 
 
કોઇ લડી સત્ય સાબિત કરે
કોઇ ચૂપ રહી સારા સાબિત થાય
 
કોઇ બટક બોલા બોલી વાત કહી જાય 
તો કોઇ શાંત રહી વાત કહી જાય
 
કોઇ આંખો ના પલકારે  વાત સમજાવી જાય
કોઇ હાથ ના ઈશારે વાત  સમજાવી જાય
 
કોઇ હાવભાવ થી વાત સમજાવી જાય
કોઇ હોઠ થી વાત સમજાવી જાય
 
વાત કહેવા ના પ્રકાર છૅ સૌના નોખા નોખા
કોઇ વ્હાલા થઈ જાય તો કોઇ અદેખા થાય
 
અનુભવ ના નિચોડ઼ે કહું
વાત રાખજો તમારી એવી રીતે કે 
વ્હાલા થઈ રહો સૌના કાયમ માટે....