મારો કાવ્ય ઝરૂખો ભાગ 59 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ 59

કાવ્ય 01

એ જીંદગી ચાલ તું ધીરે ધીરે.....

પળભર મા વીત્યું બચપણ
આંખ ના પલકારા ્મા આવી જવાની
ખબર છે જવાની છે એક દિ જવા ની

છે મારી જીંદગી નથી આ કોઈ ફિલ્મ
કૅમ ભાગી રહી છે ઓ જીંદગી
તું ફટાફટ ફાસ્ટ ફોરવર્ડ

એ જીંદગી તારાથી છે થોડી ફરિયાદ
તું ભાગી રહી છે ઉતાવળી નદી ની જેમ
તારે શેની છે ઉતાવળ??

જવાની જીવવા ની છે હજુ બાકી
જવાબદારીઓ નિભાવવા ની છે ઘણી બાકી
ચાલ તું જીંદગી ધીમે ધીમે મંથર ગતી એ..

રમવા નું છે બાકી બાળકો જોડે
હજુ નિભાવવા ના છે આપેલા વચન
કમાવવા ની લાય મા જીવવા નું છે બાકી

નિરખવવા ની છે પ્રિયતમા બનેલી ભાર્યાં ને
પ્રેમ થી લડવા નું છે બાકી પત્ની જોડે
ઈચ્છા છે ફરવા ની દુનિયા આખી

અરે ઓ જીંદગી,
કર હવૅ તું થોડી મહેરબાની
માર તારી ગતી ને હવૅ થોડી બ્રેક
ચાલ તું ધીમે ધીમે મંથર ગતી એ

કાવ્ય 02

જોશ..

જોશ.....જોશ....લાવો......જોશ
જોશ.... જોશ... ટકાવજો.. જોશ

નિર્બળ મન છે સૌથી મોટો દુશ્મન
મન ના મજબૂત ઈરાદા થી આવે જોશ

જોશ થી પાણી નીકળે રણ મા
જોશ તારે મધદરિયે વહાણ ને તોફાન મા

જોશ થી શોભે માણસ શૂરવીર જેમ
જોશ મા તાકાત ખીલે બાહુબલી જેમ

જોશ થી બદલાઈ જાય દુનિયા
જો જો જોશ મા પણ રહેજો હોશ મા

જોશ...જોશ..જોશ
જીવવા માટે જરૂરી છે ....જોશ

જોશ.... જોશ... જોશ
ટકાવજો.. જીંદગીભર..જોશ...

કાવ્ય 03

Music Day 21/06/2022

સંગીત....A Poem for Music Lovers

સા..રે..ગ..મ..પ..ધ..ની..શા..
શા..ની..ધ..પ..મ..ગ..રે..સા..

સાત રંગ મળી બને સપતરંગી મેઘધનુષ
સાત સૂરો થી બને સુમધુર ગીત સંગીત

સંગીત સંભાળી નાચી ઊઠે મન અને તન
સંગીત સાંભળી ઉગે દિવસ ને પડે રાત

ઈશ્વર દેખાય સાંભળી સૂરીલા સુફી ગીત
વગાડી એ સંગીત જોરશોર થી પાર્ટી સજી જાય

પ્રેમભર્યા ગીત સાંભળી આવે યાદ પ્રિયતમા ની
મસ્તી ભર્યા ગીત સાંભળી આવે યાદ દોસ્તોની

આનંદ અને ગમગીની ની ભાષા સંગીત
જીવન નુ અભિન્ન અંગ છે સંગીત

દુઃખ દર્દ નો અકસીર ઈલાજ સંગીત
જીવનપથ નાં દરેક વળાંકે જરુરી છે સંગીત

શ્વાસોશ્વાસ છે સંગીત
એકલતા નો સાથી છે સંગીત

દરેક ખાટીમીઠી લાગણીની
અભિવ્યક્તિ અને પરિભાષા છે સંગીત..

ગીત સંગીત વગર
વેરાન રણ સમી છે જીંદગી...

🎵🎶 🎼🎻🪕🎸🎤🎤🎧❤️❤️

કાવ્ય 04

યોગ..ભગાડે રોગ..

સંસ્કૃત નાં યુજ શબ્દ ઉપર થી પડ્યું યોગ નામ
પાંચ હજાર વર્ષ જૂની વ્યાયામ શૈલી છે યોગ

યોગ નાં પ્રકાર છ: રાજ યોગ, જ્ઞાન યોગ,
કર્મ યોગ,ભક્તિ યોગ,હઠ યોગ, લય યોગ

રાજ યોગ તણાવ દૂર કરી મન ને આપે શાંતી,
જ્ઞાન યોગ કરે ચિંતા દૂર વધારે યાદશક્તિ

કર્મ યોગ મોહ માયા દૂર કરી પરમેશ્વરમાં કરે લીન
ભક્તિયોગથી મનુષ્ય વળે ઈશ્વરીય માર્ગ તરફ

હઠ યોગ રાખે શરીર ની નાડી ઓ ને બરાબર
લય યોગ થી મગજ ઉપર કાબૂ રહે સરસ

યોગ થી ઊર્જામય બની રહે શરીર,
યોગ માનસિક તનાવ દૂર કરી નિખારે ચહેરો

યોગ કરવા થી શરીર બને લચીલું
યોગ વધારે રોગ પ્રતિકારક શક્તિ

યોગ નાં ફાયદા છે ઘણા નથી કોઈ નુકશાન
યાદ રાખજો યોગ નથી કોઈ એક ધર્મ નો

રહેવુ હોઇ મસ્ત તો કરતાં રહેવા યોગ
નીરોગી,તંદુરસ્ત ને ચુસ્ત રહેવા જરૂરી છે યોગ
કરતા રહો યોગ.. યોગ ભગાડે રોગ

કાવ્ય 05

World Blood Day.... 🙏

રક્તદાન... . મહાદાન...

રક્ત ના મુખ્ય પ્રકાર છે ચાર
A, B, AB & O - Positive &
Negative એમ કુલ થાય આઠ

AB positive છે સર્વગ્રાહી
તો O positive છે સર્વદાતા

રક્તદાન જીવનપાઠ શીખવે
બનો સર્વગ્રાહી અને સર્વદાતા

મનુષ્ય ના રક્ત નો રંગ છે લાલ
રક્તદાન ના જોવે કોઈ નાત કે જાત

રક્તદાન થી મળે મરતા ને જીવનદાન
રક્તદાન કરતા થાય આનંદ અપાર

શ્રેષ્ઠ છે દરેક પ્રકાર ના દાન
દાન માં સર્વોત્તમ છે રક્તદાન

છે મારી નાની અરજ
મરતા નો જીવ બચાવવા
કરીએ - કરાવતા રહીએ રક્તદાન...

હિરેન વોરા