મારો કાવ્ય ઝરૂખો ભાગ : 09 Hiren Manharlal Vora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારો કાવ્ય ઝરૂખો ભાગ : 09

હાલ ની પરિસ્થિતિ ને અનુકૂળ થોડી કવિતા અહીં આપ સૌ સમક્ષ રજુ કરું છું...🙏🙏

🌹કાવ્ય : 01🌹

જગ તાત ...

ખેડૂત છે જગ નો તાત
ના કરો એમને કોઇ ના મોહતાજ

કરો એમને જ્ઞાન થી સદ્ધર
આપો વાવણી નું માર્ગદર્શન

તમારા નકરા સ્વાર્થ માટે
ના કરો એમની ખોટી દોરવણી

તકલીફો નથી એમની ઓછી
છાશવારે કરે છે એ તો જીવ ટૂંકા એમના

વચેટિયા કરે મજા
જગતાત ની મહેનત ના

નસીબ માં આવવા દે નહી કાંઈ
લોટ ફાકવા ના આવે જગતાત ના વારા

ભારત બંધ થી નથી થવાનું એમનું ભલું
આવવા નું નથી કાંઈ હાથ માં જગતાત ના

કરો એવા પ્રયત્નો કે મળે જગતાત ને
એમની મહેનત ના ફળ મીઠાં

કરો કાર્ય એવા કે જીવી શકે જગતાત
જગત માં માથું અધ્ધર કરી સન્માન થી..

વિનંતિ છે મારી નેતાઓ ને કરો કાંઈક એવુ
કે ખેડૂત ને મળવું જોઈ વળતર વાવેતર નું


🌹કાવ્ય : 02🌹

ખુદ્દાર વેપારી...

નથી હું કોઈનો મોહતાજ
હું છુ વેપારી ખુદાર

ભરું ટેક્ષ દરેક પ્રકાર ના
છતાં નથી નારાજગી સરકાર થી

મુશ્કેલી, મંદી, ભાવ વધારો
ટેક્ષ વધારો કરું હસતાં મોઢે સહન

વાર તહેવારે નડે ભારત બંધ
હપ્તા ખાઈ બાબુ ઓ મોજ થી

કરે હેરાન વર્ષ માં ગલી ના ગુંડા એક બે વાર
નુક્કડ ના લોકો લઇ જાય ફાળો બે ત્રણ વાર

વર્ષ માં ત્રણ ચાર ગ્રાહક થાય ખોટા
બધા ખર્ચા કાઢતા વધે એ મારો નફો

નથી મળતા એક પણ પ્રકાર ના
સરકાર તરફ થી વળતર ટેક્સ ભરતા

છતાં નથી હું કોઈનો મોહતાજ
હું છુ વેપારી ખુદાર...



🌹કાવ્ય : 03🌹

અમે મસ્ત મોજીલા...

હું છુ ગૌરવશાળી ગુજરાતી મસ્ત મોજીલો
રહેવા માંગુ કાયમ મોજીલો મસ્ત મજા નો

કોને ગમે સોગીયા મીંઢા મોઢા જોવા
હસતા હસાવતા લોકો લાગે સૌને પ્યારા

બાળકો રહે કાયમ મસ્ત મજા ના મોજીલા
આપણે પણ રહેવું જોઈએ બાળકો જેવા

જીવન છે ચડતી પડતી રહેવાની
જીવન માં નથી કશું કાયમ ટકતું

તડકો અને છાંયડો આવે અને જાય
કરજો કામ છાંયડો આપનારા વૃક્ષ જેવા

નથી બંધાઈ ને રહેતું નદીઓ નું પાણી
તો શું કામ આપણે બંધાઈ ને જીવવું

મુકત પંખી, પ્રાણી, પાણી હવા લાગે મજાના
મન ના ગુલામ થઈ આપણે શું કામ જીવવું

છે જીવવાની મજા મસ્ત મોજીલા રહેવા માં
તમે પણ રહેજો મોજીલા મસ્ત મજા ના


🌹કાવ્ય : 04🌹

દેશહિત.....

વ્યથા છે દેશ માટે ઘણી લખવું છે ઘણું
અસમજસ માં છુ કયાંથી કરું શરુ ??

લોકશાહી ના નામે સ્વતંત્રતા મળી
સ્વતંત્રતા નો થાય દૂરઉપયોગ ખોટો
વાણી સ્વાતંત્રય ના નામે બોલે એલફેલ દેશ વિરૃદ્ધ

માં ભારત વિરૃદ્ધ બોલે એ ક્યાંની આઝાદી
ઍતો છે નરી નફ્ફટાઇ વાણી સતંત્રતાના નામની

સાંપ્રદાયિકતાના નામે દેશદ્રોહીઓ ચરી ખાઈ
દેશદ્રોહીઓ કરે દેશહિત વિરોધી કાર્યો બિન્દાસ

વંદેમાતરમ બોલવું માં ભોમ માટે લાગે આકરું
હિન્દુસ્તાન તેરે ટુકડે હોગે હઝાર બોલવા
વાળા ફરે વાણી હક્ક ના નામે આઝાદ

રહેવું ભારત માં ને શત્રુ જેવા કામ
લોકશાહી ના નામે લૂંટે બે હાથે દેશ ની સંપત્તિ

ભારત ના બંધારાણ આતે કેવી આપી આઝાદી,
ગુંડા, લફંગા નવરા ખોટા લોકો નીકળી પડે
તોફાન કરવા અલગ અલગ આંદોલનના નામે

સતાલાલચુ સતા માટે કરે ખોટા ધમપછાડા
રૂપિયા ખવડાવી કરાવે દેશભર માં તોફાન
મરો થાય સાવ નકામો સામાન્ય વર્ગ નો

હું છું હિટલર શાહી નો વિરોધી
છતાં આવો માહોલ દેશ નો જોતા લાગે
લોકશાહીની આઝાદી છે સાવ નકામી
દેશહિત માટે હિટલરશાહી સારી

હવૅ સમય પાકી ગયો છે દેશહિત માટે ઝડમૂળ માંથી બંધારણના જુના નિયમો બદલવાનો


🌹કાવ્ય : 05🌹

ઉંમર ના પડાવ..

ઘોડિયા માં હતી બેખબર
નાની બચ્ચા ની ઉંમર

પાપા ની આંગળી પકડી
ચાલતા શીખ્યો બેપરવા બની

સ્કૂલ જતા બન્યો
તોફાની છોકરો

હાઈસ્કૂલ માં આવતા
બન્યો નટખટ લબરમૂછીયો

કોલેજ મા આવતા
થયો મસ્તીખોર જવાન

ઓફિસ બેગ હાથમા આવતા
બન્યો કારકિર્દી લક્ષી યુવાન

લગ્ન થતા થયાં એક ના બે
વિચારતો થયો ભવિષ્ય માટે

થયાં બે માંથી ચાર
બાપ બન્યો મગજ થી ઠરેલ

દીકરા દિકરી કોલેજ મા આવતા થયો
બે પાંદડે સ્થિર કારકિર્દી સાથે પ્રોઢ બની

જવાબદારીઓ અને મસ્તી સાથે સાથે
આવી મજા જીવન જીવવા ની
જીંદગી ના દરેક ઉંમર ના પડાવે

🌹કાવ્ય : 06 🌹

ભાઈબંધ...

જેને મળવા ની તીવ્ર ઈચ્છા થાય
દિલ ની વાત બતાવવા ની તાલાવેલી થાય

જેને મળી ખુબ આનંદ થાય
મળ્યા પછી છુટા પડવા ની ઈચ્છા ના થાય

મૂડ ખરાબ હોય અને સુધારી જાય
ગાળો ખાય પણ અને ગાળો આપી પણ જાય

એવો મજબૂત ખંભો કે આંસુઓ છુપાવી જાય
મુસીબત સમય નો સંકટમોચન હનુમાન

કીધા વગર દિલ ની વાત સમજી જાય
જે સારા નરસા પ્રસંગે આમંત્રણ વગર પહોંચી જાય

લોહી ની સગાઇ થી પણ ઉપર
એવો સબંધ એટલે ભાઈબંધ...

🌹 કાવ્ય : 07 🌹

ત્યાગ

દુનિયા નું સૌથી અઘરું કામ
છે ત્યાગ એનું નામ

મોહ - માયા, માન - અપમાન
ત્યાગ કરવા નથી આસાન

ક્રોધ ને અભિમાન થી થાય અધોગતિ
જાણવા છતાં ત્યાગ લાગે કઠિન

યશ - કીર્તિ અને નામના લાગે સૌને વ્હાલા
ત્યાગ જે કરી જાય તે થઈ જાય અરિહંત

સંસારસુખ ત્યાગી નીકળે જે આત્માની શોધ મા
થઈ જાય તે સાધુ સંત ને પરમાત્મા

એક દિવસ દેહ નો ત્યાગ કરી
આત્મા પકડશે અનંત ની વાટ

તો સાને કરીએ આપણે
આટલુ બધું ગુમાન

ગમતા ના કરીએ ગુલાલ
એજ છે જીંદગી નું બીજું નામ

🌹 કાવ્ય : 08🌹


ગાંધીગીરી....

અહિંસા અને ઉપવાસ છે ગાંધીગીરી ના શસ્ત્રો
દુનિયાના બીજા શસ્ત્રો આવે નહિ ગાંધીગીરી ના તોલે

ગાંધીગીરી માં તાકાત છે એવી કે
તલવાર ની ધાર પણ લાગે બુઠ્ઠી

રાજનીતિ ઉપર ગાંધીગીરી પડે ભારી
માથાભારે તત્વો પણ ગાંધીગીરી આગળ ભરે પાણી

પથ્થર માં પણ કુપળ ફૂટે ગાંધીગીરીથી
નિર્દય માણસ પણ ઢીલો પડે ગાંધીગીરીથી

અસર થાય ગાંધીગીરી ની ધીમી ને મોડી
ગાંધીગીરી તો છે આયુરવૈદિક દવા જેવી

ગાંધીગીરી ના પરિણામની પાકી છે ખાત્રી
નથી શંકા ને સ્થાન એમાં કોઇ...


🌹 કાવ્ય : 09 🌹

કુદરત ના ખોળે..

શહેરી ઘોંઘાટ થી દૂર નીરવ શાંતિ
મળે કુદરત ના ખોળે

નૈસર્ગીક અલૌકિક વાતાવરણ
મળે માત્ર કુદરત ના ખોળે

અદભુત આનંદ ની અનુભૂતિ
આવે કુદરત ના ખોળે

ના થાક ના સમય ની પાબંદી
નિત્યાનંદ આવે કુદરત ના ખોળે

પંખીઓ નું મધુર સંગીત
પાણી નો ખળ ખળ અવાજ
મળે કુદરત ના ખોળે

મિત્રો સાથે ફરવા ની મજા આવે
માત્ર ને માત્ર કુદરત ના ખોળે

🌹કાવ્ય : 10 🌹

જીવન એક સંઘર્ષ

જીંદગી છે જન્મ અને મરણ વચ્ચે નો ખેલ
કરવો પડે સંઘર્ષ જીંદગી જીવવા ને જીતવા

કરવો પડે સંઘર્ષ દુનિયામાં જન્મ લેવા
આત્માને શરીર છોડવા પણ કરવો પડે સંઘર્ષ

માણસ માણસ ની પ્રકૃતિ અલગ
એકબીજાની સાથે તાલમેળ
કરવા જીંદગીભર કરવો પડે સંઘર્ષ

મન અને હૃદય ની વિચારધારા અલગ
બન્ને વચ્ચે સુમેળ કરવા થાય ઘણો સંઘર્ષ

કરીએ જો બરફીલા તોફાનો નો સામનો
તો માઉન્ટ એવરેસ્ટ સર કરી શકાય

જો સાગરના તળિયે લગાવીએ ઊંડી ડૂબકી
તો મળે સાગરના સાચા મોતી

મળે વારસો એતો છે ઈશ્વરીય વરદાન
સંઘર્ષ કરી મેળવીએ જીત તો
કામયાબીની મજા હોય કાંઈક અલગ

જીવન ના સંઘર્ષ ને સ્વીકારીએ સહર્ષ
મજા છે સંઘર્ષ કરી જીંદગી જીવવામાં
હારેલી બાજી ને જીતવા માં ...

🌹કાવ્ય : 11:🌹

મને ગમેલી એક હિન્દી કવિતા નો ગુજરાતી માં અનુવાદ...🙏

જાણે કૅમ હવૅ
શરમ થી લોકો ગુલાબી નથી થતા

જાણે કૅમ હવૅ
મસ્ત મિજાજી માણસ જોવા નથી મળતા

પહેલા લોકો બતાવી દેતા
દિલ ની વાત આસાની થી

જાણે કૅમ હવૅ ચહેરા
ખુલ્લી કિતાબ જેવા નથી હોતા

સાંભળ્યું છે કે કીધા વગર
દિલ ની વાત સમજી લેતા હતા લોકો

ગળે મળી ને જ કીધા વગર
હાલત સમજી લેતા હતા દોસ્તો

ત્યારે સ્માર્ટ ફોન નહોતા
ફેસબુક એકાઉન્ટ ન્હોતાં
કે ટવિટર એકાઉન્ટ પણ ન્હોતાં

એક માત્ર ચિઠ્ઠી થી
દિલ ની લાગણી સમજી લેતા હતા

વિચારું છુ હું
આપણે કયાંથી ક્યાં
જમાના માં આવી ગયા

દુનિયાદારી વધી અને
લાગણીઓ કાંઈક ખોવાઈ ગઈ

હવૅ ભાઈ ભાઈ એકબીજા ને
ક્યાં સમસ્યાઓ નું સમાધાન પૂછે છે

હવૅ દીકરા ઓ બાપ ને
તકલીફ નું નિવારણ ક્યાં પૂછે છે

દીકરીઓ નથી પૂછતી
માં ને સુખી ગૃહસથી જીવન ની ચાવી

હવૅ કોણ શિષ્ય ગુરુ ના
ચરણો માં બેસી ને
જ્ઞાન ની વાતો શીખે છે

પરિયો ની વાર્તા
હવૅ ક્યાં કોઇ ને ગમે છે

પોતાના લોકો ની યાદ માં
હવૅ ક્યાં લોકો રડે છે

હવૅ કોણ માલદાર
ગરીબ ને પોતાનો સખો બનાવે છે

હવૅ કયો ક્રિષ્ના
સુદામા ને પોતાના ગળે લગાવે છે

જીંદગી માં
આપણે મશીન જેવા થઈ ગયા છીએ
પ્રેકટીકલ વધારે ને લગણીવીહીન થયાં છીએ
માણસ જાણે ક્યાં ખોવાઈ ગયો છે

🙏🏻🙏🙏🙏