મારાથી જાણતા અજાણતા તમે "હર્ટ" થયા હોય તો બે હાથ જોડી આજના સંવત્સરી ના દિવસે હું દીલ થી તમારી માફી માંગુ છું
જો બોલાય ગયા હોય મારા થી એવા "વેણ" કે થઈ જાય "વેર", તો બે હાથ જોડી આજના સંવત્સરી ના દિવસે હું દીલ થી તમારી માફી માંગુ છું
જો કરી હોય તમારી ભૂલ થી "નિંદા" તો બે હાથ જોડી આજના સંવત્સરી દિવસે હું દીલ થી તમારી માફી માંગુ છું
જો મનના વિચારો થી તમારી ઈર્ષા દ્વેષ કર્યા તો બે હાથ જોડી આજના સંવત્સરી દિવસે હું દીલ થી તમારી માફી માંગુ છું
નાની અમસ્તી વાત મા જો સંબંધોને "કટ" કર્યા હોય તો સંબધોને "રી-જોઈન્ટ" કરવા બે હાથ જોડી આજના સંવત્સરી દિવસે હું દીલ થી તમારી માફી માંગુ છું
મારાં ઉગ્ર સ્વભાવ થી તમારી સાથે "ખટપટ" થઈ હોય તો બે હાથ જોડી આજના સંવત્સરી દિવસે હું દીલ થી તમારી માફી માંગુ છું
"મિચ્છામિદુક્કડં"...
તા. 22/08/2020
મોબાઈલ... પુરાણ
મોબાઈલ આવ્યા પહેલાં માણસ ચાલતો બેસતો બોલતો રોફ થી મોઢું ઊંચું રાખી...
સગા સંબંધી મિત્ર વૃંદ માં લોકો વાતો કરતા આંખ માં આંખ મિલાવી....પૂરતો સમય એકબીજા ને આપી...
સ્માર્ટ મોબાઈલ આવતા માણસ ભૂલી ગ્યો ઊંચુ મોઢુ રાખી વાત કરતા કે જમતા ... થઈ ગ્યો વગર મફત નો વધારે પડતો બીઝી... બીઝી.. મોબાઈલ માં..
અંગત લોકો ને પડતાં મૂકી ખબર અંતર પૂછે મોબાઈલ માં દૂર અજાણ્યા ની હાઈ હેલો કરે.. સ્માઈલી ઓ મોકલી.. મોકલી.. 😆😆
વાત કરવા વાટ જોતા રહે બાળકો ને માબાપ
જો મુકાઈ મોબાઈલ હાથ માંથી...👨👨👦👩👩👧👧
આવતા સ્માર્ટ મોબાઈલ જાણે દુનિયા હાથ માં આવી ગઈ,.... પોતાની અંગત દુનિયા ને ગુમાવી ..
હવે તો ચાર રસ્તે સિગ્નલ આવતા ડોકિયાં કરાય મોબાઈલ મા બે બે મિનિટે.. જાણે લાગવા ની હોય લોટરી લાખો ની.. 😎
છે લાખો ફાયદા સ્માર્ટ મોબાઈલ ના એમાં ના નહીં, થઈ દુનિયા ટૂંકી ને આખી દુનિયા હાથવગી..મળે બધી જાણકારી આંખ ના પલકારામાં...
થયો ભેટો સ્કૂલ થી છૂટા પડેલા મિત્રો નો સ્માર્ટ ફોન દ્વારા એકબીજા ના એકાઉન્ટ માંથી ગોતી ગોતી...
તો કર્યા દૂર નજીક રહેતા સગાઓ ને ..સમય નથી ના સાચા ખોટા બહાના આગળ ધરી ધરી...
સ્માર્ટ મોબાઈલ આવવાથી માણસ કરે છે લાગણીઓનું પણ સર્ચ ગૂગલ માં મોઢું નાખી નાખી ...એકલો અટુલો પડી પડી ..🙃🙃
મોબાઇલ આવવાથી ગુમાવ્યા પામ્યા નો જો
કરીએ હિસાબ... તો ગુમાવ્યાનું પલડુ હશે ભારી..
મોબાઇલ આવવાથી થયો છે માણસ મોબાઈલ નો ગુલામ...... પોતાની સ્વતંત્રતા ગુમાવી ...
હિરેન વોરા
તા. 15/08/2020
કાવ્ય નં :05
મોસમ છે મસ્ત મજા ની..
આવ ને સખી મારી સંગાથે ફરાર થઈએ
દુનિયાથી દૂર, મોસમ છે મસ્ત મજાની..
વાદળો હશે માથે ઝરમર વરસતા
પ્રેમ માં આપણે તરબતર કરવા,
વાદળો નો થશે ગડગડાટ ને વીજળી
ના ચમકારે થસે આપણી આંખો ચાર,
કરીશું થોડી પ્રેમભરી ગોષ્ઠી હોંશ થી
મોસમ છે થોડી આજે નખરાંળી,
સૂર્ય ના કિરણો થી આકાશમાં ખીલી ઉઠશે
સપ્તરંગી મેઘધનુષ ઓજસ પાથરતું ,
થઈ તાજા માજા લીલા મસ્ત મજા ના,
હરખાતા હશે ઝાડવા વરસાદમાં ભીંજાઈને,
બેસીસુ આપણે ઝાડ નીચે નદી કિનારે
દેડકા ઓ ના ડ્રાંઉ ડ્રાંઉ માદક અવાજે..
ટહુકા કરતી હશે કોયલ ત્યાં ને નાચતા
જોવા મળશે મયુર મજાની કળા કરતા ,
આખું વાતાવરણ હશે મન બહેકાવે એવું
આવ ને સખી મારી સંગાથે મોસમ છે
આજે થોડી નખરાળી...
હિરેન વોરા
તા. 13/08/2020