પરિતા - ભાગ - 20 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 20

પરિતા પોતાનાં કામનું, ઘરનાં કામનું, દીપની સંભાળ, સાસુ - સસરાનું ધ્યાન, સમર્થને સાચવવાનું, વગેરે જેવી પોતાની બધી જ જવાબદારીઓ વચ્ચેનું સંતુલન બરાબર રીતે જાળવી રહી હતી. પણ છતાં સમર્થનાં મમ્મી - પપ્પાને કોઈને કોઈ વાતની પરિતા સામે ફરિયાદ રહેતી હતી. સમર્થ પણ પરિતાની પરિસ્થિતિને સમજ્યા વગર માતા - પિતાની વાતને સાંભળી પરિતા માટે ઉખડો - ઉખડો રહેવા લાગ્યો હતો. એ લોકોનાં આ રીતનાં વ્યવહારને કારણે પરિતાને અંદરથી સતત એવું લાગ્યા કરતું કે પોતે જાણે એક વહુ, પત્ની તરીકે નિષ્ફળ છે. પરિતા સમર્થ અને સાસુ - સસરા સાથે પોતાનો સંબંધ મન મારીને જાણે નિભાવી રહી હોય એવી લાગણી એ અનુભવવા લાગી રહી હતી.

પરિતાએ ઘણી વખત પોતાનાં મનની વાત સમર્થ સમક્ષ કહેવાની કોશિશ કરી પણ સમર્થ એની અડધી જ વાત સાંભળતો ને પછી વાતની દિશા બદલી નાંખતો હતો. પરિતાની વાત સાંભળવાની એને દરકાર નહોતી ને એટલે એની વાતને સમજી શકવાની સમજ નહોતી. એટલે એક રાત્રે પરિતાએ એક મક્કમ નિર્ણય જાતે એકલીએ જ લઈ લીધો. એ નિર્ણય હતો સમર્થને, એનાં માતા - પિતા અને એનાં ઘરને છોડવાનો!

એક રાત્રે એણે સમર્થનાં નામે પત્ર લખ્યો અને દીપને પોતાની સાથે લઈ, ઘર છોડીને જતી રહી. એ મુંબઈ જવાની ટ્રેનમાં બેસી ગઈ. બીજાં દિવસે સવારે સમર્થ ઉઠ્યો ત્યારે પરિતા ઘરમાં નહોતી ને દીપ પણ નહોતો. સમર્થે એ લોકોને બહુ શોધ્યા, ઘણાંને ફોન કરીને પૂછ્યું પણ પરિતા અને દીપ ક્યાંય નહોતાં! સમર્થે સૌથી પહેલાં તો પરિતાની મમ્મીને જ ફોન કર્યો હતો એટલે એની મમ્મી અને પપ્પા તરત જ ત્યાં દોડી આવ્યા હતાં. એ લોકોએ પણ પરિતાની બધી જ બહેનપણીઓને ફોન કર્યાં પણ પરિતા ક્યાંય નહોતી.

પરિતાની મમ્મી પરિતાનાં રૂમમાં આવી ત્યારે એની નજર પરિતાએ ટેબલ પર મૂકેલી ચિઠ્ઠી પર પડી. "સમર્થકુમાર....." એ બોલ્યાં.

"હં....?"

"આ જુઓ...."

"શું.....?"

"તમારાં નામે પરિતાની ચિઠ્ઠી છે.."

"ક્યાં હતી....?"

"ટેબલ પર..."

સમર્થે સાસાનાં હાથમાંથી ચિઠ્ઠી લીધી ને વાંચવાનું શરૂ કર્યું, 'સમર્થ..., તું બહુ જ સારો છે, તારાં મમ્મી - પપ્પા પણ ઘણાં સારાં છે ને તારું ઘર પણ ખૂબ સારું છે પણ તેમ છતાં હું તમને લોકોને અપનાવી શકી નથી. ને એટલે જ એ માટે હું તને, તારાં માતા - પિતાને અને તારાં ઘરને કાયમ માટે છોડીને જઈ રહી છું. મને માફ કરજે....! મેં તને ઘણી વખત મારાં મનની વાત કહેવાનો પ્રયત્ન કર્યો હતો પણ મારી વાત સાંભળવામાં તને રસ નહોતો એટલે આ રીતે ચિઠ્ઠી લખીને જાણ કરી રહી છું. બહુ જ જલ્દી મારું એડ્રેસ મોકલી આપીશ, જેથી તું ગમે ત્યારે આવીને દીપને મળી શકે છે. જાણું છું કે મારાં માતા - પિતા પણ ત્યાં આવી ગયાં હશે, હું એમની પણ માફી માંગી રહી છું.'

"હાય.., હાય..., આ છોકરી ગાંડી થઈ ગઈ છે કે શું....! આ રીતે કોઈ પોતાનું ઘર છોડીને જતું રહેતું હશે! પોતાનાં માસૂમ દીકરાનો પણ વિચાર કર્યો નહિ!" પરિતાની મમ્મી બોલી.

"સ્વચ્છંદી છે એકદમ...!" પરિતાનાં પપ્પા બોલ્યા.

સમર્થ તો નિ:શબ્દ થઈ ગયો હતો. કશું પણ બોલવા માટે એની જીભ ઉપડી નહોતી રહી. એનાં માતા - પિતા પણ થોડીવાર માટે ગુપચુપ જ બેઠાં રહ્યાં હતાં. પરિતા આ રીતનું કોઈ પગલું લઈ લેશે એવું તો એમણે સપનેય વિચાર્યું નહોતું! એ લોકો તો રડમસ ચહેરે બસ દીપનાં ફોટા સામે જોઈ રહ્યાં હતાં. અંદરથી તો સમર્થની મમ્મીને પરિતા પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. મનમાં પરિતા માટે ઘણાં અપશબ્દોની માળા ફેરવાઈ રહી હતી. પણ સમર્થનાં ઈશારા પ્રમાણે એ પોતાનાં મનનો રોષ બહાર ઠાલવી રહ્યાં નહોતાં. મનનો રોષ મનમાં જ દબાવીને બેસી રહ્યાં હતાં.

પરિતા અને દીપને સમર્થ પાછાં પોતાનાં ઘરે બોલાવી લેશે કે પછી સદાને માટે એ લોકો સાથેનો સંબંધ તોડી નાંખશે એ વાંચવા મળશે આનાં પછીનાં ભાગમાં.

(ક્રમશ:)