બીજા દિવસે મનિષ અને એનાં પરિવારનાં લોકો એટલે કે એ, એની પત્ની અને દીકરો પરિતાનાં ઘરે આવી પહોંચ્યા. આમ તો એ લોકો આવ્યા હતાં પરિતાનાં પપ્પાની ખબર પૂછવા માટે પણ વિગતો કઢાવી રહ્યાં હતાં પરિતાની. પરિતાએ સમર્થ સામે એક નજર કરી. લાંબું કદ, મધ્યમ શરીર, સાધારણ દેખાવ છતાં આકર્ષક વ્યક્તિત્વ. પરિતાને સમર્થ ગમ્યો તો ખરો એટલે એનાં ચહેરા પરની મૂંઝવણની રેખા થોડી ઓછી થઈ ગઈ. મનિષ સાથે વાતો કરતાં - કરતાં પરિતાનાં પપ્પા સમર્થ સાથે વાતોએ વળગ્યા.
"બેટા..., તું કેટલું ભણ્યો છે....?"
"જી..,મેં ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ કર્યું છે..,અંકલ..."
"વાહ.., સરસ...!"
"નોકરી...ક્યાં કરે છે...."?
"હું એક પ્રાઇવેટ કંપનીમાં હેડ એન્જિનિયરની નોકરી કરું છું."
"ઓહ...! સરસ....,સરસ...."
"પગાર કેટલો....?"
"સારી રીતે જીવી શકું અને આવનાર પત્નીને સારી રીતે રાખી શકું એટલો..."
"હાહાહા....વાહ..., ખૂબ સરસ...."
એમણે પછી પરિતાની સામે જોયું અને કહ્યું, "જા બેટા... સમર્થને આપણા ઘરની પાછળનો બગીચો દેખાડ તો.."
"હા..., પપ્પા..."
પરિતા અને સમર્થનાં પગ બગીચા તરફ ચાલવા લાગ્યા. થોડીક મિનિટો સુધી તો બંન્ને ચૂપ રહ્યાં પણ પછી પરિતાએ જ વાત કરવાની શરૂઆત કરી, "તમારાં શોખ શું છે...?"
"ક્રિકેટ રમવાનો, વાંચવાનો, ફરવાનો ને સંગીત. તમારાં શોખ....?"
"રસોઈ કામ, ઘરકામ, સિલાઈ કામ, વગેરે,
"ઓહ.., આજનાં જમાનામાં પણ આવા શોખ....!"
"અંઅંઅં..., મારું વાક્ય અધૂરું રહી ગયું, વગેરે જેવા શોખ મને નથી...."
"તો....?"
"નોકરી કરવી, ડાન્સ, મ્યૂઝિક, રીડિંગ ને..,"
"ને....??"
"ને વેરાયટી ઓફ ફૂડ..."
"ઓહ....,"
"વેરાઇટ ઓફ ફૂડ ખાવાનો શોખ પણ છે."
"બહુ સારા શોખ છે તમારા..."
"પણ લગ્ન પછી સારા નહિ રહે...,"
"કેમ....?"
"લગ્ન પછી તો ઘર.., વર...ને કુંવર ....જ એક સ્ત્રીની જિંદગી હોય છે ને...!"
"તો શું લગ્ન પછી તમારાં માટે ઘર, વર ને કુંવરનું મહત્વ ન હોવું જોઈએ...?"
"ચોક્કસ જ મહત્ત્વ હોવું જોઈએ પણ સાથે સ્ત્રીની પોતાની ઈચ્છા, પોતાનાં સપના, પોતાનાં વિચારો, પોતાની વાતો દબાઈને ન રહેવી જોઈએ....!"
"બહુ સારા અને ઉચ્ચ વિચારો ધરાવો છો તમે...!"
"એક વિચાર હજી છે મનમાં.."
"કયો....?"
"લગ્ન પછી હું મારું ભણતર પૂરું કરીશ અને પછી મારે નોકરી કરવાની ઈચ્છા છે."
"જો આપણા લગ્ન થાય તો હું ચોક્કસ તમારી ઈચ્છાને માન આપીશ.."
"પણ તમારાં મમ્મી - પપ્પા...?"
"એ લોકોનાં વિચારો કદાચ તારાં વિચારો સાથે તાલ - મેલ ન મેળવી શકે...,"
"તો આપણાં લગ્ન નામંજૂર....?'
"ના...., મંજૂર....."
"હેં.....!!!"
"ના...., મંજૂર એટલે કે મને તમારી સાથે લગ્ન મંજૂર છે, ને મને મંજૂર તો મારાં માતા - પિતાને પણ મંજૂર જ..."
"શું .... ?!"
"હા...,"
"પણ...,"
"પણ...શું....?"
"મેં કહ્યું ને કે લગ્ન પછી મારી ઈચ્છા આગળ ભણવાની છે, ને ભણ્યા પછી નોકરી કરવાની છે...."
"છૂટ રહેશે...., મારાં તરફથી તને આગળ ભણવાની અને ભણ્યા પછી નોકરી કરવાની છૂટ રહેશે...."
"સાચે જ....??!!"
"હાસ્તો...., હું શું કામ તને ના પાડું....., યૂ આર ફ્રી ટૂ લીવ યોર લાઈફ બાઈ યોર ચોઈસ....."
"આ તો બહુ સારી વાત કહેવાય...., તો તો તમારી સાથે લગ્ન કરવામાં મને કોઈ વાંધો નથી, હું હવે લગ્ન કરવા માટે તૈયાર છું..."
"તો ચાલો અંદર જઈને આ ખુશીની વાત આપણે આપણાં માતા - પિતાને જણાવી દઈએ..."
"ચાલો..."
બંને જણ હાથમાં હાથ પકડી અંદર ગયાં ને પોતે એકબીજાને ગમે છે એ વાત જણાવી. આ સાંભળી બધાંનાં ચહેરા આનંદથી ખીલી ગયાં. બધાં એકબીજાને મીઠું મોઢું કરાવવા લાગ્યા. રશ્મિ લગ્ન કરવા માટે માની ગઈ એ જ વાત એનાં માતા - પિતા માટે તો સૌથી મોટી ખુશીની વાત હતી. હવે તો બંને પક્ષે પંડિતજીને બોલાવી પહેલા સગાઈ ને પછી લગ્ન માટે મુહૂર્ત જોવાડાવે બસ એટલી જ વાર હતી.
(ક્રમશ:)