અકળ મૌન Arti Geriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

અકળ મૌન

વૃષાલી અહીં આવ તો!! ઘરમાં આવતાની સાથે જ વૃંદા એ તેને બૂમ પાડી,પણ વૃશાલી ક્યાંય દેખાઈ નહીં.વૃંદા ફરી આખા ઘરમાં તેના નામની બૂમ પાડતી તેને શોધવા લાગી,છેવટેતે તેના રૂમમાં એક ખૂણા માં બેસેલી દેખાઈ.

અરે!તું અહી બેઠી છો?હું ક્યારની બૂમો પાડું છું કેમ સાંભળતી નથી?વૃંદાએ બનાવટી ગુસ્સો કરતા કહ્યું.અને પછી પોતાના બંને હાથ ફેલાવી તેને પોતાની પાસે બોલાવી.

વૃષાલી જરા ખુશ થઈને ઉભી થવા જતી હતી કે પાછળ પોતાની દાદીને જોઈનેતે જગ્યાએ બેસી રહી.

વૃંદા તરત સમજી ગઈ ,અને તેને પાછળ ફરીને જોયું અને ફરી વૃશાલી સામે સ્મિત કરીને બોલાવી તેના હાથ હજી તેની સામે ફેલાયેલા જ હતા.પણ વૃષાલી એ કોઈ જ ભાવ ના બતાવ્યો તે એક ખૂણા માં મૌન બેસી રહી.વૃંદા આશ્ચર્યથી બંને તરફ જોતી રહી.

અરે તું થાકી ગઈ હશે!ચાલ પેલા જરાક પાણી પી લે, અને જો તો ખરી તારા બાળકો તને શોધે છે,આમ કહેતા તેઓ વૃંદાનો હાથ લગભગ ઢસડીને લઇ ગયા.વૃંદાની નજર હજી વૃષાલિ પર જ હતી,તેનું આવું વર્તન તેને અજુગતું લાગ્યું.

તે રસોડામાં આવી,તેની માંએ તેને પાણી આપ્યું અને ભાભીએ તેના માટે ચા બનાવી રાખી હતી,તે આપી, પણ વૃંદા નું મન હજી બેચેન હતું.

જેવી તેની માં બહાર ગઈ એટલે તેનેધીમેથી પૂછ્યું,ભાભી વૃષાલીને શું થયું છે?કેમ આમ સાવ શાંત એકદમ મૌન એકતરફ બેઠી હતી,અને મને જોઈને પણ કંઈ જ રીએકશન નહિ?

અરે બેનબા એવું કાઈ નથી.તેની ભાભી એ આડું જોઈને જવાબ આપ્યો.વૃંદા હજી વધુ કંઈ પૂછે એ પેહલા તેની માં ત્યાં આવી ગઈ.વૃંદા ના મનમાં વિચારોનું ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું.

માં હું આવું.એમ કહીને તે ઉભી થઈ અને વૃષાલીના રૂમ તરફ ચાલવા લાગી.

વૃંદા...વૃંદા.. ઉભીરે..એની માં એ બૂમ પાડી,પણ વૃંદાએ તેની વાતના સાંભળી,અને તે ચાલતી જ રહી.પાછળ પાછળ એની માં અને ભાભી પણ ગયા.

વૃષાલી મને જવાબ દે શું થયું છે,એમ કહી વૃંદા તેની નજીક ગઈ,પણ વૃષાલી પોતાની ફઈથી દુર ખસી ગઈ.તેના ચેહરા નો ભય અને ચિંતા જોઈને વૃંદા અંદરથી હચમચી ગઈ.

વૃંદા...દૂર રે એનાથી એ માસિકમાં આવી છે.તેની માં અને વૃષાલીની દાદી એ મોં બગાડી ને કહ્યું.

શું??માં આ તો સારી વાત છે,વૃંદાના ચેહરા પર સ્મિત આવી ગયું.

વૃંદાની માં એ તેની વાત સાંભળીને ફરી એકવાર મોં બગાડ્યું.તેને આ રીતેનું વૃંદાના વર્તન ગમ્યું નહિ,હવે વૃંદાને પણ આખીવાત સમજાઈ ગઇ.

તેને પોતાની ભાભી અને વૃષાલીની માં સામે જોયું,જે ક્યારના નીચી નજર રાખી પોતાની સાસુની સામે મૌન ઊભા હતા.

માં વૃષાલી હવે એક પૂર્ણ સ્ત્રી બનવા જઈ રહી છે,અને તમે એની સાથે આવું વર્તન કરો છો??આ તો નિશાની છે કે તેના સ્ત્રીત્વ માં કોઈ જ ખામી નથી.

અને ભાભી તમે!!તમે પણ કશું જ ના બોલ્યા,યાદ છે ને જ્યારે હું પેલી વાર રજોમાસ માં આવી હતી,ત્યારે તમે જ મને કેટલો સપોર્ટ આપ્યો હતો,માં ના આવા વર્તન સામે તમે જ મારો આધાર હતા,અને માં જ્યારે તમે રજોનિવૃત્તિ ના સમય માંથી પસાર થતા હતા,ત્યારે ભાભીએ જ તમને હિંમત આપી અને ઘરના પુરુષો ને સમજાવ્યા હતા,કે અત્યારે તમારી સામે કેમ વર્તન કરવું!!

ભાભી માંનો તો સ્વભાવ જ એવો છે,પણ શું તમે પોતે તમારી દીકરી સાથે આવું વર્તન કરશો?આટલું બોલી વૃંદા એ વૃષાલી ને પોતાની બાથ માં લઇ તેને વહાલ કર્યું.વૃષાલી
પણ હવે પોતાની ફઈ ને ભેટી પાડી.

સાસુ વહુ મૌન બની ફઈ ભત્રીજી નો પ્રેમ જોતા રહ્યા...

✍️ આરતી ગેરિયા...