ધૂપ-છાઁવ - 64 Jasmina Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂપ-છાઁવ - 64

લક્ષ્મી બા ગમે તે કારણ હોય પરંતુ જે યુએસએ એ પોતાના પતિને પોતાની પાસેથી છીનવી લીધો છે તે યુએસએની ધરતી ઉપર હું કદાપી પગ નહીં મૂકું તેમ કહીને અપેક્ષાના લગ્ન માટે યુએસએ આવવાની ધરાર "ના" પાડી દે છે. અક્ષત હવે શું કરવું તેમ વિચારમાં પડી જાય છે અને પોતાના બધાજ પ્લાનિંગ ઉપર પાણી ફરી વળ્યુ તેમ વિચારે છે. પોતાની માં લક્ષ્મીના આ નિર્ણયથી અપેક્ષા પણ ખૂબ નારાજ થઈ જાય છે. અને હવે શું થશે ? તેમ વિચારમાં પડી જાય છે.
આમ અક્ષત અને અપેક્ષા બંને પોતાની માંના યુએસએ નહીં આવવાના નિર્ણયથી ખૂબજ નારાજ છે. હવે અપેક્ષાના લગ્ન માટે શું નિર્ણય લેવો તેમ ડાઈનીંગ ટેબલ ઉપર ડિનર લેતાં લેતાં ચર્ચા ચાલી રહી હતી અને અર્ચનાએ એક સજેશન એવું કર્યું કે અપેક્ષાના લગ્ન આપણે ઈન્ડિયામાં ગોઠવીએ તો કેવું ? જેથી માંની હાજરી પણ હોય અને આપણે આપણાં સગા સંબંધીઓને પણ બોલાવી શકીએ અને આમેય તે આપણે આપણાં કુળદેવી માં આશાપુરાના દર્શન કરવા તો અપેક્ષાને અને ઈશાનને લઈ જ જવા પડશેને તો પછી મને તો ઈન્ડિયા જઈને લગ્ન કરવા વધુ બેસ્ટ લાગે છે અને અર્ચનાની આ વાત અક્ષત અને અપેક્ષા બંનેને યોગ્ય લાગી અને બંનેએ આ વાતનો સહર્ષ સ્વીકાર કર્યો પણ હજુપણ એક પ્રશ્ન એવો હતો કે ઈશાનના મમ્મી પપ્પાની પરમિશન લેવાની બાકી હતી જો તેઓ આમ કરવા માટે તૈયાર થાય તો જ આ બધું પોસીબલ હતું એટલે અક્ષત અને અર્ચના બંને ઈશાનના મમ્મી પપ્પાને મળવા માટે તેમના ઘરે જાય છે અને આ વાતની રજૂઆત કરે છે.

ઈશાનના મમ્મી પપ્પા અક્ષત અને અર્ચનાના આ સુજાવને સહર્ષ સ્વીકારી લે છે અને લગ્ન ઈન્ડિયામાં લેવાના નક્કી થઈ જાય છે.

બસ હવે તો ઘણાં બધાં વર્ષો પછી અક્ષત અને અર્ચના પોતાના નાના દિકરાને લઇને અને અપેક્ષાને લઈને ઈન્ડિયા પોતાની માં લક્ષ્મી પાસે આવશે અને પોતાની ધરતી ઉપર પગ મૂકશે અને પોતાના વતનની માટીની સોડમ લેવા માટે ઈન્ડિયા આવશે. અક્પદર દિવસ પછીની પોતાની ટિકિટો કરાવી દીધી અને બીજા બધા ગેસ્ટની ટિકીટ લગ્નના એક દિવસ પહેલાંની કરાવી દીધી.

અપેક્ષા અને ઈશાન પોતાના લગ્નના હવે દિવસો ગણી રહ્યા હતા અને ખૂબજ એક્સાઈટેડ હતા.

આજે ઈશાનના મમ્મી પપ્પા બંને થોડા શોપિંગ માટે બહાર ગયેલા હતા એટલે ઈશાન એકલો જ ઘરમાં હતો અને અપેક્ષાને જરા હેરાન કરવાના મૂડમાં જ હતો તેથી તેણે અપેક્ષાને ફોન કરીને કહ્યું કે મારી તબિયત થોડી વધારે જ બગડી ગઈ છે અને મમ્મી પપ્પા બંને બહાર ગયા છે ઘરમાં કોઈ જ નથી તો તું અત્યારે ને અત્યારે આપણા ઘરે આવીજા આમ અપેક્ષાને પોતાના ઘરે બોલાવી લે છે અને પછી પોતે લાંબો થઈને બેડમાં સૂઈ જાય છે.
ઈશાનની તબિયત વધારે બગડી છે તે વિચારથી જ અપેક્ષા ખૂબ ગભરાઈ જાય છે અને હાંફળી ફાંફળી થઈને ઉતાવળી ઉતાવળી ઈશાનના ઘરે પહોંચી જાય છે.
જઈને જુએ છે તો દરવાજો ખુલ્લો જ હતો એટલે સીધી તેના ઘરમાં જાય છે અને ઈશાન પોતાના બેડરૂમમાં છે ત્યાં પહોંચી જાય છે. ઈશાન પોતાના બેડમાં આંખો મીંચીને પડ્યો રહ્યો છે અપેક્ષા ઈશાનની નજીક જાય છે અને તેને તાવ તો નથી આવ્યો ને તે ચેક કરવા માટે તેના માથા ઉપર પોતાનો હાથ મૂકે છે.

પરંતુ ઈશાનનું શરીર તો સાવ ઠંડુ બરફ છે ચેક કરીને અપેક્ષાને થોડી રાહત થાય છે. અપેક્ષા આવી એટલે ઈશાને આંખો ખોલી અને અપેક્ષાની સામે જોઈને જરા સ્માઈલ આપ્યું અને પછી બોલવા લાગ્યો કે, " આવી ગઈ ડિયર, મારે તને એક સીરીયસ વાત કરવી છે આપણાં લગ્ન બાબતે એક ટેન્શનવાળી વાત ઉભી થઈ છે અને એટલે જ તો તેની અસર થોડી મારી તબિયત ઉપર પડી છે... ઈશાનની આ વાત સાંભળીને અપેક્ષા પણ ટેન્શનમાં આવી જાય છે...
હવે શું એવી વાત હશે તે તો ઈશાન જ જાણે...??
વધુ આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/6/22