વસુધા - વસુમાં - પ્રકરણ - ૩૯ Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ - ૩૯

વસુધા - વસુમાં

પ્રકરણ 39

 

પીતાંબર શહેરમાં એનાં મિત્ર નયન સાથે ડેરી બધી માહીતી લઇ નયનનાં ઘરે જઈ પછી એનાં અને વસુધાનાં મોબાઈલ ફોનમાં સીમ લીધાં એની બહેન સરલા માટે નવો મોબાઈલ લીધો એનું પણ સીમ લીધું અને ઘરે આવવા નીકળ્યો. રસ્તામાં એને વસુધાની વાતો યાદ આવતી હતી. તમે ડેરી અંગેની બધીજ સવિસ્તર માહિતી લેતા આવજો. આપણાં મોબાઈલ જેવોજ સરલાબેન માટે મોબાઈલ પણ લાવજો. વસુધા બધાનું કેટલું ધ્યાન રાખે છે. આમ પૈસા વાપરવા માટે મને ટોકતી પણ સરલા માટે પણ મોબાઈલ લેવા કીધો. વસુધા બધાં માટે કેટલું વિચારે છે અને પોતે પેટથી છે ચાર મહિના થયાં છે પણ ઘરનાં કામ ઉપરાંત દૂધ તથા ડેરી કરી વધુ આવક થાય ગામનાં ઘણાં માણસોને રોજી મળી રહે એનાં માટે વિચારતી રહે છે. વસુધાનો ચેહરો આંખ સામે આવતાં એનાં હોઠ મલકાઈ જાય છે. કાર પૂર ઝડપે ઘર તરફ હાંકી રહ્યો છે અને એને ગઈકાલ રાત્રિનો મીઠો પ્રસંગ યાદ આવી ગયો.

વસુધા ઉપરનાં મેડે આવી અને ગાદીને બધું સરખી કરી રહી હતી નેં જોયું કે એ થોડી થાકેલી છે મેં કહ્યું વસુ ચાલને થોડીવાર ઉપર અગાશીમાં જઈએ ઠંડો પવન હશે થોડી વાતો કરીએ કાલે આમ પણ મારે શહેરમાં જવાનું છે તું ફરીથી બધું યાદ કરાવી લે. મને યાદ હતું છતાં એની સાથે શાંતિથી વાત કરવાની લાલચ રોકી ના શક્યો. પછી મેં કીધેલું પણ તારાથી ઉપર આવશેને ? થાકી નહીં જાય ને ?

વસુધાએ મારી સામે જોઈને કહેલું એય ...... કેમ એવું બોલો છો ? હજી તો આપણે નાના છીએ અત્યારથી થાક હોય ?મેં કીધેલું અરે નાના છીએ પણ તારાં પેટમાં આપણો નાનકો છે એનો ભાર જીરવવાનો ને ?

વસુધા બોલેલી એ ભાર નથી વ્હાલનો ટુકડો છે આવો વ્હાલનો ભાર જીંદગીભર વેઠવો એ મારાં માટે આનંદ અને માતૃત્વનો વિષય છે આપણી જીન્દગીનો સહારો છે ચાલો ઉપર જઈએ વાતો કરીએ.

અમે બંન્ને જણા અગાશીમાં ગયાં ત્યાં પાળી પર બેઠા હતાં કેવો ઠંડો પવન વાઈ રહેલો. વસુધાનાં ચહેરા પર ઢળી જતાં વાળ મેં સરખા કાર્ય વહાલથી ચહેરો ચૂમી લીધેલો એનાં ચહેરાં પર શરમનાં શેરડા પડ્યાં એ હસી પડી બોલી પીતાંબર તમે કાયમ મને આવો પ્રેમ કરશોને ? મારુ ધ્યાન રાખશોને ?હું ફક્ત તમારી છું હવે આપણાં ઘરે આપણો વ્હાલનો જીવ આવવાનો છે.

આવનાર બાળકનાં આનંદની કલ્પનાઓથી અમારું બંન્નેનુ મન પ્રસન્ન થઇ ગયું હતું મેં એનાં પેટ પર હાથ ફેરવીને કહ્યું વસુધા તું મને કેવી સરસ મીઠી ભેટ આપવાની છે ઘરમાં હવે કિલ્લોલ કરતું બાળક હશે આપણે બંન્ને ભેગાં થઇ એને ખુબ પ્રેમ કરીશું લાડ લડાવીશું એનો સારામાં સારો ઉછેર કરીશું. વસુધાએ કહ્યું આવનાર બાળક પણ નસીબદાર છે તમારો પિતાનો પ્રેમ દાદા ,દાદી નાના નાની મામા ફોઈ બધાનો લાડકો અને પ્રેમથી તરબોળ રહેશે. આમ આનંદની કલ્પનાઓ કરતાં અગાસી પર બેઠાં હતાં. આકાશમાં ચમકતો ચાંદ પણ અમારી વાતો સાંભળી આનંદીત થઇ ગયો હતો. અને પછી વસુધાએ શહેરની ડેરી અંગેની બધી વાતો કરેલી ત્યારે મેં જાણ્યું કે એનાં મનમાં કેટલી આશાઓ છે નવું કરવાની તમ્મનાઓ છે મેં કીધેલું તારું ઈચ્છેલું બધુંજ આપણે સાથે મળીને કરીશું અને મુગ્ધ ભાવે મારી સામે જોઈ રહેલી....

આમ પીતાંબર ગઈકાલની રાત્રીની વાતો વાગોળતો ગાડી ચલાવી રહેલો. અગાશીથી નીચે આવીને રૂમમાં પોતાનાં પલંગ પર આડી પડી ત્યારે મેં એને કેટલું વ્હાલ કરેલું એ બોલી હતી કાલે મોબાઈલનું સીમ આવી જશે આપણે ગમે ત્યારે ગમે ત્યાં વાત કરી શકીશું તમારાથી એક પળની દુરી મને નહીં લાગે ભલે પૈસાનો ખર્ચ થશે પણ એવું સાનિધ્ય પણ મળશે જે વાત મનમાં હશે કહેવી હશે તમે ખેતરમાં હશો કે બહાર એકબીજાને આપણે કહી શકીશું.

પીતાંબર વસુધાની એક એક વાત યાદ કરતો મનમાં મલકાતો ઘર તરફ પાછો ફરી રહેલો. એ શહેરથી સીમ છોડી ગામની સીમમાં પ્રવેશ કરી ગયેલો. રસ્તામાં નહેરનો ભાગ આવ્યો નહેરની ઉપરથી ગાડી લેવામાટે એણે ગાડી ગરનાળાના નાનાં પુલ પર એક છેડેથી ગાડી લીધી ત્યાં સામેથી પુરઝડપે આવી રહેલું ટ્રેકટર જોયું એ ગભરાયો એને થયું આવા સાંકડા પુલ પર કોણ આટલું ઝડપથી ટ્રેકટર લઈને આવે છે સાંજ થઇ ગઈ હતી ટ્રેકટર ચલાવનારે મોંઢા પર કપડું બાંધ્યું હતું એ કાર ધીમી કરી અટકાવવાનો પ્રયત્ન કરે છે ત્યાં સામેથી આવતું ટ્રેકટર એની કાર સાથે જોરથી ભટકાય છે પીતાંબર કાબુ ગુમાવે છે અને ભયંકર અકસ્માત થઇ જાય છે.

પીતાંબર કંઈ વિચારે પહેલાં એ ટ્રેકટર અકસ્માત કરીને ત્યાંથી રીવર્સ મારી પાછું વળી જાય છે અને પીતાંબરની કારનો આગળનો ભાગ કુચ્ચો વળી જાય છે આગળનું બોનેટ કાચ બધું તૂટી જાય છે અને પીતાંબર ગંભીર રીતે ઘવાઈ જાય છે એ સ્થળ ઉપરજ બેભાન થઇ જાય છે.

 

******

ગરનાળાનાં નાનાં પુલ પર પીતાંબરની કારને અકસ્માત થયો એ વાત પવનવેગે ગામમાં ફેલાઈ જાય છે ત્યાંથી પસાર થતાં વટેમાર્ગુઓ અને આસપાસનાં ખેતરમાં કામ કરતાં માણસો ત્યાં દોડી આવે છે. નજરે જોનારાં ટ્રેકટર વાળાને બૂમો પાડે છે એય ઉભો રહે ઉભો રહે આમ એક્સિડન્ટ કરીને ક્યાં ભાગે છે ? પણ ત્યાં સુધીમાં ટ્રેકટર ઘટના સ્થળેથી ભાગી જાય છે.

કાર પાસે ધસી આવેલાં કારનો દરવાજો તોડીને પીતાંબરને બહાર કાઢવા પ્રયત્ન કરે છે એ આખાં શરીરે લોહીલુહાણ થઇ ગયો હોય છે કોઈક સાયકલ ઉપર મદદ મેળવવાં ગામ તરફ ભાગે છે. આ ટોળામાં કોઈક જાણકાર પ્રૌઢ માણસ પીતાંબરનાં ચહેરા પરથી લોહીને બધું સાફ કરે છે અને બોલે છે આતો ગુણવંતભાઈનો પીતાંબર છે. પીતાંબરની સ્થિતિ જોઈને બોલી ઉઠે છે આને તાત્કાલીક શહેરમાં હોસ્પીટલમાં દાખલ કરવો પડશે ....

******

ગુણવંતભાઈનાં ઘરે ખબર પહોંચે છે પેલો સાયકલવાળો કહે તમારી ગાડીનો ગરનાળાનાં પુલે અકસ્માત થયો છે જલ્દી આવો ખુબ ઘાયલ થયો છે એ પીતાંબર છે. ગુણવંતભાઈ ઘરમાંથી હાંફતા હાંફતા દોડી આવે છે. વસુધાએ સાંભળ્યું એની છાતી પર વજ્રઘાત થાય છે આંખમાંથી આંસુ નીકળી આવે છે. સરલા અને ભાનુબેન રાડારોળ કરે છે ગુણવંતભાઈ ઝડપથી ઘરમાંથી નીકળે છે મનુભાઈને બોલાવી એમની સાથે બાઈક પર ગરનાળા જવાં માટે નીકળી જાય છે. હ્ર્દયમાં ભાર વધી ગયો છે શું થયું હશે પીતાંબરને ? કોણે અકસ્માત કર્યો ? કેવી રીતે કર્યો ?અને 5-7 મિનીટમાં ગરનાળે પહોંચી જાય છે જઈને જુએ છે તો ગાડીનો આગળનો ભાગનાં કુચ્ચા ઊડેલાં છે. પીતાંબર બેભાન છે લહુલુહાણ છે. ગુણવંતભાઈ એને શહેરની હોસ્પીટલમાં પહોંચાડવાની તૈયારી કરે છે. કાળજુ કઠણ કરીને ગુણવંતભાઈ પીતાંબરને પોતાનાં ખોળામાં લે છે. બેભાન થયેલાં એકનો એક પુત્રની આવી દશા જોઈ રડી પડે છે ત્યાં મનુભાઈ બાજુમાં ખેતરવાળાને વિનંતી કરી જીપની વ્યવસ્થા કરે છે ત્યાંથી આજુબાજુવાળાં બધાં મદદે દોડી આવે છે. પીતાંબરનો દોસ્ત કરસન પણ ત્યાં આવે છે એણે જીપની વ્યવસ્થા કરીને કહ્યું કાકા ચિંતા ના કરો આ જીપ આવી ગઈ છે એને પહેલાં દવાખાને લઇ જઈએ એની તાત્કાલીક સારવારની જરૂર છે.

ગુણવંતભાઈ -મનુભાઈ અને કરસન પીતાંબરને જીપમાં સુવાડી તાત્કાલીક શહેરનાં દવાખાને લઇ જવા નીકળી જાય છે. કરસને બાજુનાં ખેતરવાળાને કહ્યું તમે ગાડીનું ધ્યાન રાખજો અને અંદર રહેલ સમાન સાચવીને એ પીતાંબરના ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરજો અને કેહજો શહેરની હોસ્પિટલ લઇ જઈએ છીએ. ત્યાં મનુભાઈએ કહ્યું પોલીસને જાણ કરવી પડશે આ કોઈએ સમજી વિચારીને કરેલો અકસ્માત છે પણ પહેલાં પીતાંબરને દવાખાને લઇ જઈએ. કરસને કહ્યું કાકા પહેલાં જઈએ એને દાખલ કરીને હું પોલીસ સાથે પાછો આવું છું બધુંજ હું સંભાળી લઈશ તમે લગીરે ચિંતા ના કરો. ગુણવંતભાઈનું ધ્યાન માત્ર પીતાંબરમાં હતું એનો લોહી લુહાણ ચહેરો જોઈને બાપનું દીલ દ્રવીત થઇ ગયું હતું.

******

શહેરની સીટી હોસ્પીટલમાં પીતાંબરને ઇમરજન્સીમાં દાખલ કરી દીધો. એનાં માથાં અને પેટનાં ભાગે ગંભીર ઈજાઓ થઇ હતી હજી એ ભાનમાં નહોતો આવ્યો એની તાત્કાલીક સારવાર ચાલુ થઇ ગઈ હતી.

******

કરસન... પીતાંબરની સારવાર ચાલુ થઇ ગઈ પછી બાઈક પર નજીકનાં પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી ઇન્સ્પેકટર સાથે ઘટના સ્થળે આવી ગયો હતો. ઇન્સપેકરે ઝીણવટથી બધું અવલોકન કર્યું અને ફરીયાદ લખી સ્થળ પર જે સ્થિતિ હતી એનું વર્ણન લખ્યું અને નોંધ લખી કે પુરઝડપે બિનજવાબદાર રીતે ટ્રેકટર ચલાવી અકસ્માત સમજીને કરવામાં આવ્યો છે એમણે કરસનને કહ્યું ગાડી પોલીસ સ્ટેશને લઇ જવાની વ્યવસ્થા કરે છે પીતાંબર ભાનમાં આવે પછી એનું નિવેદન લઈશું અને અહીં પીતાંબરનાં ઘરે ......

 

વધુ આવતા અંકે -પ્રકરણ 40