કર્મોનો હિસાબ - (ભાગ ૧૪) સ્પર્શ... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સોલમેટસ - 6

    એસપી ઝાલા અને કોન્સ્ટેબલ અર્જુન બંને સેક્ટર-૨૮માં બેસેલા આરવ...

  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

શ્રેણી
શેયર કરો

કર્મોનો હિસાબ - (ભાગ ૧૪)

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૪ )


અનન્યા એ મળવાનું કહ્યું તરત મન સમજી ચૂક્યો હતો કે મારું કામ થઈ ગયું. કોઈ સ્ત્રી આટલું વિચાર્યા પછી જો મળવાની ઈચ્છા વ્યક્ત કરે એનો મતલબ મન જાણતો હતો. એક તરફ ક્રિશ્વી આ બે દિવસના પળો યાદ કરી રહી હતી તો આ તરફ મન અનન્યા સાથે એક નવા ખેલની તૈયારીઓમાં લાગ્યો હતો.


મન આજે અનન્યા ને મળવાનો હતો. મન પોતાનું એક્ટિવા લઈને અનન્યા ને મળવા પહોંચી ગયો. વાતો માત્ર થોડા દિવસની હતી પરંતુ મનની અંદર ચાલી રહેલી તૈયારીઓ જાણે વર્ષોથી હતી. અનન્યા પૈસેટકે સુખી હતી. તે પોતાની હોન્ડા સિટી કાર લઈને મનને મળવા આવી હતી.


હાઈવે પર ઓછા અવરજવર વાળા કોર્નર પર અનન્યા એ કાર પાર્ક કરી. મન એક્ટિવા લઈ બહાર બેઠો હતો. અનન્યા એ કારમાં એની બાજુમાં આવી બેસવા ઈશારો કર્યો. મન આવ્યો અનન્યા ની બાજુમાં બેઠો.


મન તો મંત્રમુગ્ધ થઈ અનન્યા ને જોઈ રહ્યો. પોતાના પતિના અવસાન પછી પણ અનન્યા એ જાતને સાચવી રાખી હતી. જોતાવેંત કોઈને પણ ગમી જાય એવી સોહામણી એ લાગી રહી હતી.


મન અપલક અનન્યા ને જોઈ જ રહ્યો. ગોળમટોળ ચમકદાર ગોળ ચહેરો, ભરાવદાર ગાલ, આકર્ષક હોઠ, હોઠ ની થોડેક ઉપર ચારચાંદ લગાવી રહેલો તલ, ઉન્નત ઉરોજ બધુંજ મન એકધારું જોઈ રહ્યો હતો.


બ્લૂ કલરનું ક્રોપ ટોપ અને મેચિંગ સ્કર્ટ અનન્યા ની સુંદરતા માં ઔર વધારો કરી રહ્યા હતા. કાનેથી લટકતા લાંબા એરિંગ અને મોહિત કરે એવા સિલ્કી વાળ બસ આ બધું મનને ગમી રહ્યું હતું. શરીરના અંગ ઉપાંગ કહો કે પહેરવેશ બધું જ મન ધ્યાનથી જોઈ રહ્યો હતો.


"એય... મિસ્ટર શું જોઈ રહ્યા છો." મનની તંદ્રા તોડવા અનન્યા એ પૂછ્યું.


"તને જ તો... વિચાર્યું હતું એથી વધુ સુંદર અને આકર્ષક લાગે છે તું. તને જોયા જ કરું એવું જ થાય છે." મન બોલ્યો.


"હા, તો જો ને કોણે રોક્યો છે." અનન્યા મનોમન ખુશ થતા બોલી.


"હા તો એ જ કરું છું. કેમ છે તું?" મને સવાલ કર્યો.


"આટલું જોયા પછી પણ પુછે છે કેમ છું હુ! જોઈ લે ને એકદમ મસ્ત છું ને!" અનન્યા એ આંખ મારતા કહ્યું. અનન્યા સમજી ગઈ હતી કે મન પોતાની તરફ આકર્ષિત થઇ ગયો છે.


"હા, એકદમ મસ્ત, સુંદર, આકર્ષક બધું જ છે તારામાં. કંઈ જ તો ખૂટતું નથી." મન બોલી ઉઠ્યો.


"હા, કંઈ જ નથી ખૂટતું." પોતાના મૃત પતિની યાદ આવતાં જ અનન્યા ની આંખમાંથી આંસુ ઉભરાઈ આવ્યું.


અનન્યા ના મનમાં વિચારો દોડવા લાગ્યા કેટલો બધો પ્રેમ હતો મારા અને મારા પતિ વચ્ચે. હંમેશા કહેતા તું આમ તૈયાર થાય છે ને મને બહું જ ગમે છે. હું હોવ કે ના હોવ તું આવી જ રહેજે એકદમ ખુશ. હું નહીં હોવ ત્યારે પણ તને આવીજ જોવા ઈચ્છું છું. મને ખબર છે તું મને બહુ પ્રેમ કરે છે પણ જીંદગીમાં ક્યારેય અટકતી નહીં.


અનન્યા એ જ કરી રહી હતી મન પ્રત્યે આકર્ષણ થયું હતું આથી તેને અટકવું નથી હોતું. બસ એ જ લાગણીઓના વહાવમાં આગળ નીકળી જવું હતું. આ જ વિચારોના વમળમાં હતી અને મને અનન્યા ને પૂછી લીધું.


"એય... અનન્યા શું થયું! કેમ આંખમાંથી આંસુ"


"બસ યાદ આવી ગઈ. તું જાણે છે ને હું બહુ પ્રેમ કરતી હતી." અનન્યા બોલી


"હા, પ્રેમ કર્યો છે તે અનન્યા કેમનો ભૂલાય!" એ વાત કરતા મન અનન્યા નો હાથ મજબૂતાઈથી પકડી લઇ પોતાના સાથે હોવાનો અહેસાસ કરાવે છે.


"એય... મન તું સાથ આપીશ ને?" અનન્યા બોલી ઉઠી.


"હા, કેમ નહીં! હું હંમેશા તારી સાથે છું" કપાળમાં હળવું ચુંબન કરતાં મન બોલી ઉઠ્યો. મન જાણી ગયો હતો કોઈપણ સ્ત્રીના જીવનમાં આવી પળ હોય ત્યારે સરળતાથી તે સ્ત્રી કોઈપણ પુરુષની થઈ જતી હોય છે. મન આ જ સમય સ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યો હતો.


અનન્યા મનના ખભા પર માથું ઢાળી આંખ બંધ કરી પડી રહી. મન પણ માથે હાથ ફેરવી, હાથમાં હાથ રાખી, મનોમન ખુશ થઈ સાંત્વના આપવા લાગ્યો.


*****


અનન્યા અને મન વચ્ચે શું છે?
શાલીની નું આકર્ષણ મન ને કેમ થયું?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.


*****


તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.


જય ભોળાનાથ...

Feelings Academy...