સોશિયલી અવેર કે અફેક્ટેડ? Yuvrajsinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોશિયલી અવેર કે અફેક્ટેડ?

સોશિયલી અવેર કે અફેક્ટેડ?

સોમવારનો દિવસ હતો ફર્સ્ટ યર સ્ટુડન્ટ મહર્ષિ ફ્રી પીરિયડમાં કેન્ટીનમાં મૂડલેસ બેઠો હતો ત્યાં રાજ સર આવ્યા . રાજ સર એટલે સ્ટુડન્ટસના ફેવરિટ સર . કોઈપણ વાત હોય કે તકલીફ હોય , કોઈપણ પ્રશ્ન હોય સ્ટુડન્ટસ રાજ સરને જરૂર વાત કરે . મહર્ષિએ રાજ સરને સીટ ઓફર કરી અને બે કોફી લઈ આવ્યો .

મહર્ષિનું ઉતરેલુ મોઢું જોઈ રાજ સરે તરત પૂછ્યું "કેમ ભાઈ મૂડમાં નથી?" મહર્ષિએ જવાબ આપ્યો "હા..સર..જોવોને આ વિકેન્ડ મારે વોટરપાર્ક જવું તું , પણ ના જવાયું એટલે મૂડલેસ છું અને ઘરે પણ મમ્મી-પપ્પા સાથે કચકચ થઈ"

રાજ સર : એમાં શું એતો પછી જવાશે...

મહર્ષિ : પણ મારે આ વિકેન્ડ જવું તું... જુઓને મારા બધા ફ્રેન્ડ્સ ક્યાંક ને ક્યાંક એન્જોય કરી રહ્યા છે . બધાંની પોસ્ટ તો જુઓ...

રાજ સર : ઓહ એ તકલીફ છે...તે આજે કોઈ પોસ્ટ મુકી છે?

મહર્ષિ : હા..ફ્રેન્ડસ સાથે કેન્ટીનનો ફોટો મૂક્યો છે વીથ #કોલેજગેન્ગ#ફુડીસ

રાજ સર : તો પછી...? તું તો અત્યારે મુડલેસ છે...બધાને તો એમ જ છે કે તું ખુશ છે... એમ બધા ઈન્ટરનેટ પર જે મુકે છે એ સાચું જ નથી...

મહર્ષિ : સાચી વાત છે સર...પણ બધા કેસમાં આવું નહીં હોય ને..?

રાજ સર : હા..તો ભલે ને....એ લોકો ખુશ હોય તેનો મતલબ એવો નહીં કે એમને જોઈને આપણે દુખી થઈએ...આપણે ક્યારેય ખુશ થતાં જ નથી..? શું બધા દુનિયામાં એક સાથે જ ખુશ હોય કે મજા કરતાં હોય?

મહર્ષિ : સાચું સર...પણ મને પહેલા તો આવું નહોતું થતું હમણાં હમણાં જ આવું વધુ થાય છે....

રાજ સર : હા...કેમકે તું કોલેજમાં આવ્યા પછી જ મોબાઈલ અને સોશિયલ મિડિયાના વધુ પરિચય માં આવ્યો છે એટલે...તને હવે બહુ બધી જાણકારી મળે છે અને લોકોને એમાં એન્જોય કરતાં જોઈને તને કમ્પેરીઝન થાય છે .

મહર્ષિ : હાં સર...પણ સોશિયલી અવેર તો રહેવું પડે ને....

રાજ સર : હા...પણ એ તો જોવું પડશે ને આપણે સોશિયલી અવેર છીએ કે અફેક્ટેડ...? આપણે દુરની અવેરનેસના ચક્કરમાં નજીકના લોકોનું અને આપણી ખુશહાલ લાઈફનુ નુકસાન કરીએ તો એ શું કામનું ?

મહર્ષિ : હા સર...આ મોબાઈલ ને સોશિયલ મિડિયાના કારણે મમ્મી પપ્પા સાથે પણ ઝઘડા વધી ગયા છે અને ઘરમાં કોઈ સાથે બેસવાનો કે સાથે જમવાનો ટાઈમ પણ મળતો નથી...

રાજ સર : હા દોસ્ત... માપ તો રાખવું પડશે ને..? મોબાઈલ વાપરતા આંગળીઓ નથી થાકવાની પણ મગજ અને આંખો થાકી જતી હોય છે . કોઈ પણ ધ્યેય વગરના ઈન્ટરનેટ સર્ફિંગનો તો કોઈ અંત જ નથી . એટલે કોઈ ચોક્કસ કામ પડે ત્યારે જ ઈન્ટરનેટની મદદ લેવી જોઈએ અને એક વાત યાદ રાખવી સોશિયલ મિડિયા તમને સોશિયલ બનાવે છે એનાથી વધુ મમ્મી-પપ્પા કે શેરીના મિત્રો સાથે પસાર કરેલો સમય તમને વધુ સોશિયલ બનાવે છે . દોસ્તની પોસ્ટ લાઈક કરવા કરતાં મમ્મી ના હાથની વાનગી લાઈક કરી એમને બે શબ્દ સારા કહેવા વધુ અગત્યનું અને મુશ્કેલ છે . સોસિયલ મિડિયા કે મોબાઈલ વાપરવાની મનાઈ નથી પણ રોજીંદા જીવનમાં વધેલા થોડા-ઘણા સમય માટે મોબાઈલ વાપરવાનો છે . મોબાઈલ વાપરી બચેલા થોડા-ઘણા સમયમાં જીવન જીવવાનું નથી . એટલીસ્ટ મમ્મી પપ્પાને તો દુઃખ ન થવું જોઈએ...

મહર્ષિ : વાહ સર...મોબાઈલ અને સોશિયલ મિડિયા વીશે મેં આ વ્યુપોઈન્ટથી જોયું જ ન્હોતું... હવે હું અવેર રહેવા પૂરો પ્રયત્ન કરીશ કે મોબાઈલ અને સોશિયલ મિડિયાથી અફેક્ટ ન થાંઉ...