क्षमा विरस्य भुषणम Yuvrajsinh jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

क्षमा विरस्य भुषणम

ભારત , મિત્રો ભારત કરૂણા નો દેશ છે. તમે જોશો કે ભારત હંમેશા ઉદારતામા માનતો દેશ છે . ભારતમાં ગુનેગારો સાથે પણ એટલીજ ઉદારતા રખાય છે જેટલી કોઈ સામાન્ય નાગરિક પર . આપણા દેશમાં કોઈ એવા ક્રુર કાયદાઓ નથી જેમ કે ગુનેગાર નાં હાથ કે પગ કાપી નાખવા અથવા તેને ભર બજારે બધાની વચ્ચે ફાંસી એ ચડાવવો .અહીં ગુનેગારોને પણ પોતાનો પક્ષ રાખવાની પુરી તક આપવામાં આવે છે અને તેમની સાથે માનવતા પુર્ણ વ્યહવાર કરવામાં આવે છે .

તમને થતું હશે અચાનક આજે આવી વાતો કેમ? પરંતુ આજે ભારતીય સંસ્કૃતિ ની આવી જ વાતો કરવી છે . આ સંસ્કૃતિ નો એક અદભૂત ગુણ એટલે 'માફી માંગવી તથા માફી આપવી' .આ કોઈ હમણાં ની વાત નથી . પરંતુ હજારો વર્ષોથી ભારતની આજ સંસ્કૃતિ રહી છે . તમે ભારતનો હજારો વર્ષ નો ઈતિહાસ જોશો તો તેના દરેક મહાપુરુષ ના જીવનમાં આ ગુણ સહજ જ વણાયેલો જોવા મળશે . પછી ભલે તે શ્રી રામ હોય , શ્રી કૃષ્ણ હોય કે પછી મહાવીર સ્વામી હોય . મહાવીર સ્વામી ની એ વાત કે જેમાં પેલા ગોવાળ કે જેને મહાવીર સ્વામી ના કાનમાં ભરૂ ઘોંપી દીધા હતા . પણ મહાવીર સ્વામીએ તે ગોવાળ માટે ભાવ સુધ્ધાં બગડવા દીધો નથી . એવી જ રીતે કૃષ્ણ ભગવાને તેના પર તીર છોડનાર પારધીને સહજતાથી ક્ષમા કરેલો .
મિત્રો માફી આપી દેવી એ કંઈ સહેલી વાત નથી . કારણકે ક્રોધ કરતી વખતે કે દંડ દેતી વખતે માણસે સામા માણસને જીતવો પડે છે પરંતુ માફી માંગતી વખતે માણસે પોતાની સાથે ના અને પોતાના ક્રોધ સાથેના યુદ્ધ મા વિજય મેળવવાનો હોય છે . અને આવુ કરવા વાળો કોઈ વીર જ હોય શકે . કોઈ નબળો માણસ પોતાના ક્રોધ પર વિજય મેળવી જ ન શકે . એટલેજ આપણી સંસ્કૃતિમાં કહેવામાં આવે છે 'क्षमा विरस्य भुषणम ' . ક્ષમા એ વીર પુરુષ નું અલંકાર છે . બળ થી માણસનું તન જીતી શકાય પરંતુ કોઈ માણસને દંડ આપીને કે ક્રોધ કરીને કોઈ માણસ નું મન ન જીતી શકાય પરંતુ માફી એક એવો ગુણ છે કે જેનાથી સામો માણસ મનથી તમારા તરફ થઈ જાય . શત્રુ ને દુર કરવાનો સૌથી સારો રસ્તો એજ છે કે તેને મિત્ર બનાવવો .
અને ખરેખર આ વાતનો અનુભવ કરવા જેવો છે . તમે પણ ક્યારેક કોઈ માણસને આમ કોઈ માણસને માફ કરી જોજો અથવા ક્યારેક જો મમ્મી થી જમવાનું સારુ ન બને કે કોઈ ભુલ થઈ હોય તો કહી જોજો 'કંઈ વાંધો નહી બીજી વાર સરસ બનાવશુ ' તો પણ તમને ખુબ રાહત અને મુક્તતા નો અનુભવ થશે . અને એ માણસને પણ ભુલ સુધારવાની પ્રેરણા મળશે . અને એનો અહમ પણ નહી દુભાય .

આ તો વાત થઈ માફી આપવાની . હવે વાત કરવી છે માફી માંગવાની . માફી માંગવી એ માફી આપવાથી પણ અઘરુ છે . કારણકે માફી માંગતી વખતે આપણે આપણા અહમ સામે જીતી આપણી ભુલ સ્વિકારી અને માફી માંગવાની હોય છે .આપણે એનુ પણ ઉદાહરણ જોઈશું .

જ્યારે શ્રી રામ વાલી નો વધ કરે છે . ત્યારે વાલી શ્રી રામ ને કહે છે કે તમે મને અધર્મ થી માર્યો છે . પછી શ્રીરામ વાલી ને સમજાવે છે .અને વાલી સમજી જાય છે અને શ્રીરામ પાસે માફી માંગે છે અને અંગદ જે તેમનો પુત્ર હોય છે તેને શ્રીરામ ના ચરણ સેવવાનુ કહે છે . નહીંતર કોઈ એવા માણસની સેવા કરે કે જે તેના પીતા ના મૃત્યુ નું કારણ હોય , તો તે અજાયબી ન કહેવાય? પરંતુ આવી અજાયબીઓ ભારતમાં ઠેરઠેર જોવા મળશે .
તો જોયું મિત્રો , માફી માંગવાનું પણ એટલું જ મહત્વ છે જેટલું આપવાનું છે . કારણકે ભુલ નો સુધાર ત્યારેજ થાય જ્યારે તેનો સ્વિકાર થાય . અને માફી ત્યારેજ માંગી શકાય જ્યારે ભુલ નો ખરા દીલથી અફસોસ હોય .

માફી માંગવા અને આપવા વીશે આટલું વાંચ્યા પછી અને આટલી સંસ્કૃતિ ની વાતો સાંભળ્યા પછી તમને એમ થશે કે કે તેઓ ખુબ મહાન પુરુષો હતા .અને આપણા જીવનમાં આવા પ્રસંગો બનતા પણ નથી . તો પછી આ વાતો શું કામ? પરંતુ આ વાતો માંથી સીખી ને આપણે આ વસ્તુ જીવનના નાના નાના પ્રસંગો માં અપ્લાય કરી શકીએ .

કોઈ દોસ્ત થી નાની અમથી ભુલ થઈ હોય અને આપણે કહીએ . "અરે યાર આવુ તો થાય વાંધો નહી " અથવા કોઈ દિવસે આપણાથી ભુલ થઈ હોય તો કહીએ "સોરી મમ્મી ....સોરી પપ્પા હવેથી ધ્યાન રાખીશ " . ખરેખર આ નાની નાની વાતો જીવનમાં મોટા ફેરફાર લાવી શકે .
દોસ્તો આપણે ખરેખર નસીબદાર છઈએ . કે આપણને ભારતની ભવ્ય સંસ્કૃતિ મળી જેમા ક્ષમા , કરૂણા , ઉદારતા જેવા ગુણો જોવા મળે છે . તો દોસ્તો આપણે આ સંસ્કૃતિ ને જેમ બને તેમ નજીક થી જાણીએ અને આ ગુણો જીવનમાં ઉતારીએ . તો માફી માંગતા રહેજો ને માફી આપતા રહેજો . ફરી મળીશું ...