Awkward books and stories free download online pdf in Gujarati

અવઢવ

દરેક સ્ત્રીના જીવનમાં એક વખત તો આવો સમય મૂંઝવણ ભરેલ આવે જ છે કે જે અનેક પરેશાની અને વિચારોથી ઘેરાયેલ પ્રશ્નોમાં ગુચવાયેલ પોતાને અનુભવે છે. એ પ્રશ્નોનો ઉકેલ અહીં ડાયરીમાં રજુ કરી રહી છું. જે દરેક સ્ત્રીઓ તો ખરા પણ પુરુષો અવશ્ય વાંચે એવી નમ્ર વિનંતી છે.

પ્રિય ડાયરી,
તું તો રોજ એકદમ કડક જ રહે છે પણ હું હમણાંથી કડક દેખાવ છું પણ બહુ જ ઢીલી પડી ગઈ છું. મને શું થાય છે એ જ હું સમજી શકતી નથી. લખવા માટે મોબાઈલ હાથમાં લઇ અને લખવાનો કંટાળો આવે એટલે પાછો મૂકી દઉં છું.

ટીવી જોવા રિમોટ હાથમાં લઉં અને બધી જ ચેનલો ફેરવી ટીવી બંધ કરી દઉં છું. જમવા બેસુને ભૂખ લાગતી નથી. પરાણે જમું છું. બસ, બધી જ વાતનો કંટાળો જ આવે છે. જાણે જીવનમાં અચાનક નીરસતા જ આવી ગઈ હોય એવું લાગે છે. મનમાં કોઈ ઈચ્છા થતી જ નથી. કારણ વગર રડું આવી જાય છે. કોઈની સાથે બોલવું પણ ગમતું નથી, ફરવા જવાનું પણ મન થતું નથી. ક્યારેક ઊંઘ જ નથી આવતી, આખી રાત પડખા જ ફર્યા કરું છું. ડોક્ટર પાસે જાઉં પણ શું તકલીફ છે એ મને સમજાય તો ડોક્ટરને કહું ને! ડોક્ટરને મને શું થાય છે એ જ મારી પાસે ચોક્કસ જવાબ નથી, એમાં ડોક્ટર પાસે કેમ જવું?

આજ તો એવું થાય છે કે શું મારી જેવી હાલત દરેક સ્ત્રીની થતી હશે? એમને પણ અમુક ઉંમરના પડાવે આવું થતું હશે? શું બધી જ સ્ત્રીઓના જીવનમાં મને જેવું થાય છે એવો અણગમો થતો હશે? એ બધા પણ આવી પરિસ્થિતિને જીલતા જ હશે ને!

મેં સાંભળ્યું છે કે, મોનોપોઝના પિરિયડમાં આવું થાય. બહુ જ માનસિક ત્રાસ સ્ત્રીને થતો હોય છે અને ગુસ્સો પણ અઢળક આવે અને નકારાત્મક વિચાર પણ આવે. આ સ્થિતિને સ્ત્રીઓ સરળતાથી જીલી શકે, જો પરિવાર એને અનુરૂપ એની સ્થિતિને સમજીને એને સાથ આપે તો.. હા ઘરનું વાતાવરણ ખુશ રાખવું, જો એ સ્ત્રી ગુસ્સે થાય તો પરિવારે ક્ષણિક એનો ગુસ્સો પી જવો, મેડિટેશન યોગા અને શાંત મ્યુઝિકમાં એ સ્ત્રીને રસ દાખવતી કરવાનો પ્રયાસ કરવો. અને જો આમ કરવાથી પણ ફેર ન જ પડે તો એ સ્ત્રીને ડોક્ટર પાસે લઈ જવી અને હોર્મોન્સની બેલેન્સ કરે એવી યોગ્ય સારવાર ડોક્ટરની સૂચના મુજબ લેવી જોઈએ.. દરેક સ્ત્રી પોતાનું આખું જીવન પરિવાર માટે જ ત્યજી દે છે, પોતાના મોજશોખ ઈચ્છા, અરે જીવનશૈલી એ ઘરને અનુરૂપ કરીને જીવે છે તો શું આપણે એને એના જીવનમાં થતા આ બદલાવમાં શું થોડો સાથ ન આપી શકીયે? મેં તો ક્યારેક પુરુષો એમની પત્નીઓને એવું મેણું મારતા પણ જોયા છે કે, 'તું તો એવું કરે છે કે જાણે તારે એકને જ મોનોપોઝ આવ્યો હોય, નાટક બંધ કર કામચોરીના!' શું પુરુષ પોતાની પત્નીને આવું કહે એ યોગ્ય છે? આવું નાટક કરવું કોઈ સ્ત્રીને ન જ ગમે પણ હોર્મોન્સ નો સ્ત્રી અને પુરુષમાં તફાવત એ પુરુષ ન સમજે.. પણ શું સમજવાની કોશિષ ન કરી શકે? પ્રેમના દાવા કરતા દરેક પ્રેમી પુરુષ ખરા સમયે પોતાની પ્રેમિકા પત્નીને કેમ ન સમજી શકે?

બસ, દોસ્ત આવા જ અટપટા વિચારોમાં મન વ્યાકુળ રહ્યા કરે છે. અથાગ પ્રયત્ન છતાં મનનો સુનકાર દૂર થતો નથી. બસ, એટલી જ ખબર પડે છે કે કઈ જ ગમતું નથી. શું થાય છે એ સમજાતું નથી પણ હા, જીવવું જરાય ગમતું નથી. કદાચ આ જ મોનોપોઝ પિરિયડના લક્ષણો હશે! ખેર પણ મારી આ ડાયરી વાંચી જે લોકો એના જીવનમાં રહેલી સ્ત્રીને, એ સ્ત્રીના મોનોપોઝ પિરિયડમાં હૂફરૂપ સાથ આપશે તો મારુ આજનું લેખન કે જે મેં વ્યાકુળ મને લખ્યું એ મહદઅંશે સફળ જશે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED