ધ સ્કોર્પિયન પ્રકરણ-13 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

ધ સ્કોર્પિયન પ્રકરણ-13

પ્રકરણ-13

       સિધ્ધાર્થેની જીપમાં સોફીયાને જનરલ હોસ્પીટલ ઓફ ક્લીગપોંગ લઇને આવી ગયાં. દેવે જોયું સોફીયાનાં ચહેરાં પર ખૂબજ પરસેવો વળી રહ્યો હતો એનાં મોંઢામાંથી લોહી નીકળી રહયું હતું. દેવ ગભરાયો એણે રીતસર ચીસ જેવા અવાજે કહ્યું સિધ્ધાર્થ સર જીપ છેક અંદર લો સોફીયા.. સોફીયા અને સિધ્ધાર્થે પાછળ નજર કરી એણે દેવનાં ગભરાયેલા ચહેરાંને જોઇનેજ અંદાજ લગાવી દીધો.

       જીપ છેક પ્રવેશદ્વાર સુધી આવી ગઇ. દેવે રીતસર જીપમાંથી કૂદકો માર્યો અને ઇમરજન્સી વોર્ડમાંથી વોર્ડબોયને સ્ટ્રેચર લાવવા કહ્યું ઇમરજન્સી છે વોર્ડબોય સાથે દેવે સ્ટ્રેચર ઉંચકી લીધુ ચાલ જલ્દી પેલાએ કહ્યું સ્ટ્રેચરની ગાડી લઇ લઊં દેવે એકલાએ સ્ટ્રેચર લઇ લીધું અને બોલ્યો લાવ જલ્દી ગાડી સિધ્ધાર્થ જોઇ રહેલો એણે દેવને મદદ કરી બંન્ને જણાં સોફીયા પાસે આવ્યાં બે જવાન અને દેવે ઊંચકીને સોફીયાને સ્ટ્રેચર પર સૂવાડી ત્યાં સુધી સ્ટ્રેચરની ગાડી આવી એનાં પર સ્ટ્રેચર મૂકી રીતસર ઇમરજન્સી વોર્ડમાં દોડયાં.

       દેવે ડોક્ટરને રીક્વેસ્ટ કરી સર ઇમરજન્સી છે જસ્ટ આ પેશન્ટની સારવાર ચાલુ કરો. ડોક્ટરે કહ્યું શું થયું છે ? દેવે કહ્યું ખબર નથી બેભાન છે પ્લીઝ તમે સારવાર ચાલુ કરો. ડોક્ટરે સોફીયાને અંદર લીધી અને દેવને કહ્યું તમે બહાર રહો.

       સિધ્ધાર્થ દેવની પાસે આવ્યો અને કહ્યું શાંત થા એ લોકો સારવાર ચાલુ કરી જ દેશે હવે એ લોકોની જવાબદારી છે અને બોલ્યો હું ભલામણ કરી આવું એમ કહી સિધ્ધાર્થ ડોક્ટર પાસે ગયો અને પોતાની ઓળખ આપી અને કહ્યું તાત્કાલીક સારવાર કરો પેશન્ટ ભાનમાં આવે ખૂબ જરૂરી છે ડોક્ટરે કહ્યું હું સમજી શકું છું તમે નિશ્ચિંત રહો. સિધ્ધાર્થે બહાર આવી ગયો. દેવને કહ્યું અજાણ્યાં ટુરીસ્ટ માટે પણ તારી આટલી કાળજી દાદ આપવા લાયક છે. પણ ચિંતા ના કર આ હોસ્પીટલની ઘણી શાખ છે. આખા ક્લીમપોંગમાં પ્રખ્યાત છે અને અહીંની ડોક્ટરની ટીમ ઘણી સારી છે.

       દેવનાં ચહેરાં પર ચિંતાની રેખાઓ હતી. સિધ્ધાર્થે એનાં જવાનને કહ્યું તમે અહીંજ રહો અને ધ્યાન રાખો હું અને દેવ બહાર છીએ જરૂર પડે તરતજ મને જાણ કરજો.

       સિધ્ધાર્થે દેવને સમજાવીને બહાર લઇ ગયો જેથી એની તાણ દૂર થાય સિધ્ધાર્થે કહ્યું હમણાં તારું મન શાંત નથી એટલે મારાં મનમાં ઘણાં પ્રશ્ન છે પણ પછી ચર્ચા કરીશું. અને તું ખૂબ થાકેલો છે. ચાલ કોફી પીએ અને મન શાંત કર હજી તારી ઘણી જવાબદારી છે. તમારી વાન પણ પાછળ આવી રહી છે એમાં પણ સોફીયા સાથેનાં ટુરીસ્ટ છે. એમ કહી દેવને કેન્ટીનમાં લઇ ગયો. દેવે સ્વસ્થ થતાં કહ્યું સર થેંક્સ. તમે મારી આટલી કાળજી લો છો. મને ખબર છે મારી હજી ઘણી જવાબદારી છે ઘણાં કામ છે. હજી તો આ શરૂઆત થઇ છે ખબર નથી આગળ જતાં સામે શું શું આવવાનું છે.

       દેવ અને સિધ્ધાર્થ કેન્ટીનમાં બેઠાં અને કોફી ઓર્ડર કરી. સિધ્ધાર્થે કહ્યું કંઇ સાથે નાસ્તો લઇશ ? દેવે કહ્યું ના આઇ એમ ઓકે નાઉ ગરમા ગરમ કોફી આવી ગઇ અને બંન્ને જણાં કોફીને ન્યાય આપવાં માંડ્યા.

       સિધ્ધાર્થે કહ્યું તારી વાન આવી જાય એટલે તું તારાં બધાં ગેસ્ટને હોટલમાં ઉતારો આપી દે. એ લોકો પણ ખૂબ થાકેલાં હશે બધાને રીલેક્ષ થવા દે પછી શાંતિથી સાંજે એ લોકો સાથે ચર્ચા કરીશું. મોટીવાત એ છેકે સોફીયા મળી ગઇ હવે એ ભાનમાં આવે અને બોલવા લાયક સ્થિતિમાં આવી જાય પછી ખબર પડે.

       દેવે કહ્યું અહીં હોટલમાં એ લોકોનું અને મારું બુકીંગ થયેલુંજ છે હું મારાં આસીસ્ટન્ટ ને કહીને એ લોકોને સીધા હોટલ પર જવાનું કહી દઊં છું અને મારી વાન પણ અહીં રીપેર કરાવવી પડશે હજી અમારી ટુર તો શરૂ થઇ છે.

       એમ કહી દેવે દુબેન્દુને ફોન કર્યો અને સીધા હોટલ પર જવા સૂચના આપી. દુબેન્દુએ કહ્યું દેવ સોફીયાને કેમ છે ? ભાનમાં આવી ?

       દેવે કહ્યું હજી હમણાં ઇમરજન્સીમાં એડમીટ કરી છે સારવાર ચાલુ થઇ છે જે હશે એ અપડેટ હું આપીશ પણ તું બધાને હોટલ પર લઇ જા રીલેક્ષ થવા દે અને હાં ત્યાં બધાં પર નજર રાખજે એમાં કોણ ક્યાં સંકળાયેલું છે હજી ખબર નથી આવો બનાવ બન્યો છે આપણે જાણે ઊંઘતા ઝડપાયા છીએ આવું કદી આપણી સાથે બન્યુ નથી.

       ત્યાં સિધ્ધાર્થે કહ્યું મને આપ ફોન એમ કહીને દેવ પાસેથી ફોન લીધો અને સિધ્ધાર્થે કહ્યું ભાઇ મારાં જવાનને ફોન આપ. પેલાએ સિધ્ધાર્થનાં જવાનને ફોન આપ્યો.

       સિધ્ધાર્થે સીધી સૂચના આપતાં કહ્યું બહાદુર તમે લોકો ટુરીસ્ટની સાથેજ રહેજો એ લોકો હોટલમાં જશે અને બધા ઉપર નજર રાખજો કોઇ હોટલની બહાર ના જવું જોઇએ. જવાબમાં બહાદુરે કહ્યું યસ સર સૂચનાનું કડક પાલન થશે તમે નિશ્ચિંત રહો. અને સિધ્ધાર્થે ઓકે કહી ફોન દેવને આપ્યો. દેવે દુબેન્દુને કહ્યું સરનાં માણસો ત્યાંજ રહેશે અને બધાં પર નજર રાખશે. બીજી કંઇ પણ બને તો તરત મારો સંપર્ક કરજે અને મેં કહ્યું છે એ સૂચનાનું પુરુ પાલન કરજે સમજી ગયો ને ? દુબેન્દુએ કહ્યું દેવ ચિંતા ના કર કોઇ ભૂલ નહી થાય હું રીપોર્ટ કરતો રહીશ અને દેવે ફોન કાપ્યો અને સિધ્ધાર્થેની સામે આભારવશ જોયું.

       સિધ્ધાર્થે કોફી પુરી કરી અને કહ્યું તમારી ટુરનો પ્લાન શું હતો ? દેવે કહ્યું અહી આવી પહાડો અને જંગલી સાઇટસ પર જવાનું હતું. બધાને ખાસ જંગલ અને પહાડો જોવાં હતાં. સિધ્ધાર્થે કહ્યું ખાસ જંગલો જોવા આખી ટીમ પૂર્વતૈયારી સાથે આવી લાગે છે પછી વિચારમાં પડી ગયો થોડીવાર મૌન રહીને કહ્યું દેવ એક વાત કહું ?

       દેવે કહ્યું યસ સર... સિધ્ધાર્થે કહ્યું અહીં જે કંઇ થયુ છે એ તું DGP ઓફીસમાં પુરે પુરુ રીપોર્ટ કરી દે તારી સાઇડ ક્લીયર કરી દે જોઇએ ત્યાંથી શું સૂચના આવે છે અમે અમારી રીતે વાત કરી લઇશું. અને તારી ટુર તમારાં પ્રોગ્રામ પ્રમાણે આગળ વધાર કંઇ કેન્સલ ના કરીશ. આ વખતે મારાં જવાન પણ સાથે રહેશે.

       દેવ વિચારમાં પડી ગયો એણે કહ્યું સોફીયાને આવું થયું છે અને હું ટુર આગળ ચલાવું ? એનું ધ્યાન....

       સિધ્ધાર્થે કહ્યું હું કહુ એમ કર સોફીયાનું પળ પળનું ધ્યાન રાખવામાં આવશે અને તને એની અપડેટ પણ મળી રહેશે. પણ ટુર ચાલુ રાખ તોજ આખી બાજી શું છે સમજાશે. શું બન્યુ છે એમ ભૂલી જાણે કશુંજ થયું નથી એમ વર્તન રાખજો. મારી છઠ્ઠી ઇન્દ્રીય આવું કરવા માટે કહે છે.

       અહીં બંન્ને જણાં ચર્ચા કરતાં હોય છે અને ત્યાં સિધ્ધાર્થનાં મોબાઇલ પર રીંગ આવે છે એ તરતજ ઉપાડે છે અને સામેથી જે સાંભળે છે એ જાણી ઉભો થઇ જાય છે અને દેવને કહ્યું ચલ ઝડપથી સોફીયા પાસે અને બંન્ને જણાં કેન્ટીનમાંથી નીકળી ઇમરજન્સી વોર્ડ તરફ ભાગે છે. ત્યાં વોર્ડમાં પહોચે છે અને ડોક્ટર સામેજ બહાર આવતા જણાય છે ડોક્ટરે કહ્યું આ કંઇક ભયંકર થયું છે આવો અંદર અને સોફીયા સૂતેલી હોય છે ત્યાં આવીને જુએ છે અને.... 

 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-14

રેટ કરો અને રિવ્યુ આપો

Hemal nisar

Hemal nisar 3 દિવસ પહેલા

name

name 2 માસ પહેલા

M V Joshi M

M V Joshi M 2 માસ પહેલા

Jagdishbhai Kansagra

Jagdishbhai Kansagra 3 માસ પહેલા

Dharmesh Bhatt

Dharmesh Bhatt 3 માસ પહેલા