ધ સ્કોર્પિયન પ્રકરણ-12 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધ સ્કોર્પિયન પ્રકરણ-12

પ્રકરણ-12

 

       સિધ્ધાર્થની સૂચના પછી દેવે જોસેફને વાન ચાલુ કરી આગળ વધવા જણાવ્યું હવે રસ્તો ચોખ્ખો દેખાતો હતો અને વાતાવરણમાં થોડી ઉષ્મા વધી રહેલી. ખુશનુમા લાગી રહેલું જોસેફે લગભગ 15 km વાન આગળ ચલાવી હશે અને એની નજર રસ્તાની બાજુમાં કેડીનાં કિનારે એક માનવ દેહ જોયો એ ચમક્યો અને બ્રેક પર પગ ચોંટી ગયો.

       અચનાક બ્રેક મારવાથી આખી વાન આંચકા સાથે ઉભી રહી ગઇ. દેવે બૂમ પાડી જોસેફ શું કરે છે ? બધાં આંચકા સાથે આગળની સીટનાં રોડ સાથે ભટકાયા હતાં.

       જોસેફે કહ્યું સર.. સર.. આગળ આવો આ જુઓ.. દેવ આગળની તરફ જોયું જોસેફ હાથથી રોડની બાજુમાં કેડીનાં રસ્તા ઉપર સોફીયાને પડેલી જોઇ. દેવ ચમક્યો એ અને દુબેન્દુ ઝડપથી વાનની નીચે ઉતર્યા અને સોફીયા પાસે ગયાં. દેવથી બોલાઇ ગયું ઓહ માય ગોડ એણે સોફીયાનાં નાક પાસે હાથ રાખી ચેક કર્યુ એ જીવતી હતી એનાં શ્વાસ ચાલુ હતાં પણ બેભાન હતી સોફીયા ચહેરાં પર ચકામા હતાં એણે એનાં આખાં શરીરને જોયું એનાં સ્કર્ટ નીચેનો ભાગ... લાલ લાલ હતો એણે દુબેન્દુને કહ્યું ઝડપથી પાણી લાવ.

       દુબેન્દુ પાણીની બોટલ લઇ આવ્યો અને દેવ એમાંથી પાણી સોફીયાનાં ચહેરાં પર છાંટ્યુ એને હલાવી ભાનમાં લાવવા પ્રયત્ન કર્યો પણ એ ભાનમાં નહોતી આવી રહી...

       દેવે વાનમાંથી બધાને બહાર બોલાવ્યા બધાં બહાર આવી સોફીયાને જુએ છે અને એક સાથે બોલી ઉઠ્યાં ઓહ સોફીયા.. સોફીયા... ઝ્રેબા તો સોફીયાને વળગીને રડવા માંડી. દેવની નજર ઝ્રેબા તરફ મંડાઇ રહી હતી ઝ્રેબા રડતી રડતી બોલતી હતી સોફીયા ઓપન યોર આઇસ.. સોફૂ... દેવ બધુ જોઇ રહ્યો કંઈ બોલતો નહોતો એણે દુબેન્દુની સામે જોયું અને આંખ મારી દુબેન્દુ સમજી ગયો એણે એનાં મોબાઇલથી રેકોડીંગ ચાલુ કરી દીધું.

       ત્યાં પાછળ સિધ્ધાર્થની જીપ આવી ગઇ એણે જીપ ઉભી રાખી ત્વરાથી નીચે ઉતર્યો અને સોફીયા પાસે આવી ગયો. દેવે કહ્યું સર આ સોફીયા જે ગૂમ હતી એ અહીં બેભાન અવસ્થામાં પડી છે.

       સિધ્ધાર્થને આષ્ચર્ય થયું એણે કહ્યું પેલાં પિશાચીઓએ એને બોલાવી પછી એની સાથે.. પછી અહીં છોડી દીધી ? શું સસપેન્સ છે ? સિધ્ધાર્થે કહ્યું એને પહેલાં તાત્કાલીક સારવારની જરૂર છે. અમે એને જીપમાં હોસ્પીટલ પહોચાડીએ છીએ એની સારવાર કરાવીએ પછી એ ભાનમાં આવે પછી આખી સ્ટોરી સમજાશે.

       દેવે કહ્યું યસ સર... સર મોટી વાત એ છે કે એ પાછી મળી ગઇ હવે તાત્કાલીક સારવાર પછી એજ બધું જણાવશે. ઝ્રેબા હજી રડી રહી હતી એનાં રુદનમાં સોફીયા મળી ગયાનો આનંદ કરતાં દુઃખ અને ડર વધુ દેખાતો હતો. દેવે બધુ નોંધ્યુ એ કંઇ બોલ્યો નહીં એણે કહ્યું સર તમારાં ત્રણ જવાન અમારી વાનમાં મોકલી દો એ લોકો સુરક્ષા સાથે બધાને ક્લીમપોંગ લઇ આવે હવે રસ્તામાં કોઇ અઘટીત ઘટના ના બને હું સોફીયાને લઇને તમારી સાથે હોસ્પીટલ આવું છું એથી એ ભાનમાં આવે તો મને ઓળખી શકે અને ગભરાઇ ના જાય.

       સિધ્ધાર્થે કહ્યું યસ યું આર રાઇટ. સિધ્ધાર્થે હથિયારધારી ત્રણ જવાન વાનમાં જવા કહ્યું બધાં ગ્રુપનાં ટુરીસ્ટ વાનમાં બેસી ગયાં. દેવે દુબેન્દુનાં કાનમાં કોઇક સૂચના આપી અને જવાનની મદદથી સોફીયાને જીપમાં લીધી પાછળ એને સુવાડી દીધી અને દેવ સોફીયાની જોડેજ પાછળ બેઠો. સિધ્ધાર્થ આગળ બેસી ગયો અને જીપને ઝડપથી હોસ્પીટલ લેવા સૂચના આપી.

       દેવે જોયું દુબેન્દુ બધાને અંદર બેસાડીને વાનમાં ચઢી ગયો અને વાન પણ જીપની પાછળ આવવા લાગી.

       સિધ્ધાર્થે દેવને પૂછ્યું દેવ એક પર્સનલ પ્રશ્ન કરું ? દેવે કહ્યું યસ સર પ્લીઝ. સિધ્ધાર્થે પૂછ્યું તું ડીજીપી રાયબહાદુરરોયનો દીકરો દેવ છે ને ? દેવે કહ્યું યસ સર.. સિધ્ધાર્થે કહ્યું આટલી મોટી વ્યક્તિનો એકનો એક દીકરો ટુરીસ્ટ એસ્કોર્ટ તરીકે કામ કરે છે નવાઇ લાગે છે મને.

       દેવે કહ્યું સર એમાં આષ્ચર્ય પામવા જેવું શું છે ? આ મારો શોખ અને પ્રોફેશન બંન્ને છે અને આમાંજ મારી બધી ઇચ્છાઓ અને ટાર્ગેટ પુરાં થાય છે એમ કહી હસવા લાગ્યો.

            સિધ્ધાર્થને એનો જવાબ ગળે ના ઉતર્યો પણ ચૂપ રહ્યો. જીપ ખૂબ ઝડપથી કલીમપોંગ જનરલ હોસ્પીટલ તરફ આગળ વધી રહી હતી.

       દેવ પાછળ બેઠો સોફીયા તરફ જોઇ રહેલો ઝડપથી ચાલતી જીપ અને સામેથી આવતાં પવનથી સોફીયાની વાળની લટ એનાં ચહેરાં પર ફેલાતી હતી દેવ હાથથી એને સરખી કરતો હતો. સોફીયાનો ચહેરો ખૂબ નિર્દોષ દેખાઈ રહેલો. દેવને વિચાર આવ્યો આ નિર્દોષ ચહેરાં પાછળ શું શું છૂપાયેલું છે ? ઝ્રેબાનાં કહેવા પ્રમાણે એ ખૂબ એમ્બીશીયસ છે ડ્રગ એડીક્ટ છે અને ડ્રગ સપ્લાયર્સ જોડે એનાં ગાઢ સબંધ છે. તો એની સાથે એલોકોએ આવું પાશવી કૃત્ય કેમ કર્યું ? લગભગ 2 કલાક, 3 કલાક માં એની સાથે એવું શું બની ગયું ? એને આવી સડક પર ફેંકી ગયાં ?

       સોફીયા સાથે શું બની ગયું ? એનાં પર રેપ થયો હશે ? પછી એને એકદમ સોફીયા સાથે વિતેલી પળો યાદ આવી ગઇ.. સોફીયાએ જબરજસ્તીથી એને કીસ કરવા પ્રયત્ન કરેલો. એ મને ચાહવા માંડી હતી કે મને ફસાવવાનો પ્રયત્ન કરતી હતી ?

       એ એનાં મોઢે “ધ સ્કોર્પીયન”... “ધ સ્કોર્પીયન” એવું બોલેલી એ શું છે ? આતો પેલા ડાયરેક્ટર બરૂઆ ની સ્ક્રીપનું પણ શીર્ષક છે એની ફીલ્મનું ટાઇટલ “ધ સ્કોર્પીયન” આ બધું શું ચક્કર છે ? આ બંન્ને નામ જુદી જુદી વ્યક્તિની સાથે સંકળાયેલું છે એ કોઇન્સીડેન્ટ છે કે કોઇ ગર્ભિત ઇશારો કરે છે ? એ માથું ખંજળાવવા લાગ્યો.

       ક્લીમપોંગની સાવ નજીક આવી ગયાં હતાં. દૂરથી હોસ્પીટલનું મોટું બિલ્ડીંગ દેખાઇ રહ્યું હતું દેવને હાંશ થઇ હવે સોફીયાની તાત્કાલીક સારવાર શક્ય બનશે એ ભાનમાં આવશે બધી માહિતી મળશે એવાં વિચાર કરવા લાગ્યો.

       ત્યાં એની નજર સોફીયાનાં ચહેરાં પર પડી એ ગભરાયો એનાં ચહેરાં પર ખૂબ પરસેવો વળી રહેલો એનાં મોઢામાંથી લોહી નીકળી રહેલું એણે કહ્યું સિધ્ધાર્થ સર ઝડપથી અંદર લો સોફીયા સોફીયા... અને...  

 

વધુ આવતા અંકે ---- પ્રકરણ-13