રૂમ નંબર 25 - 9 yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂમ નંબર 25 - 9

પ્રકરણ 8માં તમે પલ્લવીની વ્યથા જોવા મળી. કેવી રીતે માત્ર રાજ માટે રામના ભાઈએ બધાને ઠાર માર્યો અને અંતે અરોહીને મંગળસૂત્ર બાંધીને ગળો ફાંસો આપ્યો. હજું ક્રુર જીવતો રહ્યો હતો. આગળ તેની સાથે શું થશે અને કેવી રીતે પલ્લવીના આત્મા સાથે ભાગ્યોદય લગ્ન કરશે તે જોઈએ પ્રકરણ 9માં.

***
હવે ભાગ્યોદયને સમજાયું કે, આગલી રાતે તેની શેરવાણીમાં આરોહી માટે લાવેલું મંગળસૂત્ર હતું. તેને અડકતા જ પલ્લવીની આત્મા ભડકી ઉઠી અને તેને ભાગ્યોદયને મારવા પ્રયત્ન કર્યો.

રાજુ તાંત્રિક અને પુજારીને બોલાવી લાવ્યો. ભાગ્યોદયને લાગ્યું, તૃષાએ બંનેને બોલાવી લાવવાનું કહ્યું એ સારું કર્યું. મોટી દાઢી લઈ અને અડધું અંગ કાળા કપડાથી ઢાંકીને તાંત્રિક આવી ગયો હતો. તેની બાજુમાં એક સફેદ ધોતી અને કેસરી કપડાથી પોતાના શરીરના ઉપરના ભાગને ઢાંકીને બ્રહ્મણ પણ હતો.

હવેલીને સુંઘીને તાંત્રિક પચ્ચીસ નંબરના રૂમમાં ગયો. રૂમ નિહાળીને પાછળ ફર્યો જ કે રાજુ તેની પાછળ ઉભો હતો.

“એ… મહાન તાંત્રિક. અમારી રક્ષા કરો… રક્ષા કરો… રક્ષા…” રાજુના મોં માંથી દેશી દારૂની વાસ આવી રહી હતી. એટ્લે તેને અટકાવતા તાંત્રિક બોલ્યો.

“તારી રક્ષા કરવાની જરૂર નથી. તને એ ડાકણ કઈ જ નહીં કરી શકે.” પછી તાંત્રિક ફરી હળવેકથી બોલ્યો “દારૂ પણ નો બગાડી શક્યો હોય, તેનું કોઈ કંઈનો બગાડી શકે.” અને અંદર રૂમમાં નીચે પડેલી પલ્લવીની લાશ મંગાવી. એ જ સમયે તાંત્રિકનો એક ચેલો પણ આવ્યો.
“કંકાલ… મહાકાલ… ભદ્રકાલી… કંકાલ..કંકાલ…” હવેલીની અંદર અવતાંજ તાંત્રિકનો ચેલો બોલવા લાગ્યો.

“એ… ઘનચક્કર પગારથી વધુ નય બોલવાનું. ત્રણ વખત કંકાલ બોલીશ તો પણ આ બાવો કંજુશનો કંજુશ જ રહેશે. સાનોમુનો ઉપર આવતો રે…” રાજુ બોલ્યું.

એ સમયે તાંત્રિક એને ઘુરી રહ્યોં હતો. રાજુની નજર જેવી તાંત્રિક ઉપર પડી. “અ… હહ.. હઅ. (ગળું સાફ કરતો હોય તેવું હસીને) એતો એ રાડો નાખતો હતો એટલે બાબા.” રાજુ બોલ્યો.

પછી રાજુ અને તાંત્રિકનો ચેલો નીચે ગુપ્ત રૂમમાં ગયા. “આ ભોંયરું પણ મારા ઘર કરતા મોટું છે અને જો ને આ લાસ પણ મારા કરતાં ભાગશાળી છે.” રાજુ નસામાં હતો એટ્લે રોવાનો ઢોંગ કરવા લાગ્યો.

“એ… દારૂડીયા. એ તારીમાં જીવતી નથી. હમણાં જો આત્મા આવી ગઈને તો બેયની ફાટી રેહશે.” ચેલો બોલ્યો.

પોતાના ઇમોસન ઉપર કન્ટ્રોલ કરીને રાજુ પલ્લવીને ઉઠવામાં લાગી ગયો. તેનો મૃતદેહ અડવા લાયક નહતો એટલે પેહલાતો તેમને
પલ્લવીના મૃતદેહને લાલ કપડાં સાથે બાંધી દીધો. પછી બંને એ ડેડ બોડી ઉપાડી અને યજ્ઞ પાસે લઈ ગયા.

તાંત્રિકે આત્માને રોકી રાખવા માટે પલ્લવીના મૃત શરીર ઉપર એક કાળી તંત્રમંત્ર વાળી ઢીંગલી પેહરાવી દીધી. બીજી તરફ આરોહીને એક કુંડાળામાં સુવરાવી અને પછી બ્રાહ્મણે લગ્નની વિધિ શરૂ કરી. હોમ કરતા બ્રાહ્મણના હાથ ધૃજી રહ્યાં હતાં. તૃષા પોતાની પાસે હનુમાનજીના ચાર-પાંચ તાવીજ લઈને દુર ઉભી હતી.

તાંત્રિકે આત્માને આરોહીના શરીરમાં જ રોકી રાખી હતી. જેમ-જેમ યજ્ઞ આગળ વધતો જાય છે, તેમ-તેમ પલ્લવીની આત્મા શક્તિશાળી બનતી જાય છે. હવે, સમય ફેરા ફરવાનો આવ્યો.
“વર અને કન્યા ચોરીના ચાર ફેર માટે આસન પરથી ઉભા થાઓ.” બ્રાહ્મણ બોલ્યો.

“પણ મા'રાજ જો વર અને કન્યા અથવા કન્યા એકજ ચાલી શકે એવી ના હોય તો શું કરવું પડે?” રાજુએ બ્રાહ્મણને પ્રશ્ન કર્યો.

“તો કન્યાને અથવા બંનેને ઉંચકીને બીજા કોઈ પણ ફેરા ફેરવી શકે.” બ્રાહ્મણે જવાબ આપતા કહ્યું. એટલે આગળ તંત્રીકના ચેલાએ ભાગ્યોદયને ઉંચકી લીધો અને પાછળ રાજુએ લાસને.

“મા'રાજ ચાર શું ચારસો ફેરા ફરી જવ. આમાં તો બિલકુલ વજન જ નથી.” ત્રીજો ફેરો પુરો કરતો રાજુ બોલ્યો અને હસવા લાગ્યો. અચાનક જ પલ્લવી તેના હાથમાંથી નીચે પડી ગઈ. બધાનો શ્વાસ ઉપર ચડી ગયો.
“એ... ય સંભાળીને ઉપાડ.” ચેલો બોલ્યો.

“હા! જાણે તારો એક્સ માલ હોય એમ બોલે છે. અરે… શાંતથા એ ક્યાં જીવતી છે કે રાડો નાખશે.” રાજુનું વાક્ય હજુ પૂરું પણ ના પડ્યું કે પેલી બાજુ તાંત્રિક ઉડીને સીધો પાંચ નંબરની બારી સાથે ભટકાયો.

બધાએ નજર આરોહી તરફ કરી. આરોહી ગાયબ હતી. લાઈટ ફરી ડીમ-ફૂલ… ડીમ-ફૂલ… થવા લાગી. હજુ રાજુ પલ્લવીને ઉંચકીને સીધો જ થયો કે આરોહી એકદમ તેની સામે આવીને ઉભી હતી. પલ્લવીના શરીર પર તાંત્રિકે બાંધેલી એ પૂતળી ચેલાના પગમાં પડી હતી. રાજુ તો આરોહીની સામે ચોટી જ ગયો. લાલ આંખો, મોઢું આખું રખ્યાં જેવું ધોળું અને આંખો ફરતે કાળા ડાઘા. ગરદન ફરતેથી લોહીની ધાર થતી હતી. બે જ મીનીટમાં આરોહીના પગમાં પાણી આવ્યું. તેને નીચે જોયું તે રેલો રાજુ પાસેથી નીકળી રહ્યો હતો.

આરોહીએ એક મોટી ચીસ પાડી અને રાજુ હવન ઉપરથી ઉડીને સીધો જ સામેની દિવાલે પટકાયો. પલ્લવીનું શરીર ત્યાંજ ઉપર ઉડી રહ્યું હતું. હવે તેની નજર ચેલા પર પડી. તે ભાગ્યોદયને લઈને ભાગવા લાગ્યો. તેની સાથે બંધાયેલા છેડછેડી દ્વારા પલ્લવીનું શરીર પણ આવ્યું અને આગળ જઈને ઉભું રહ્યું. તે જોઈ બ્રાહ્મણ ત્યાં જ બેભાન થઈ ગયો.

બધાના હાલ માત્ર અડધી જ કલાકમાં બેહાલ કરી નાખ્યા. હવે આરોહિની નજર તૃષા ઉપર પડી. તે તાંત્રિકની પૂતળીને લઈને પલ્લવીના મૃતદેહને બાંધી રહી હતી. અચાનક જ પલ્લવીના ચેહરા ઉપરનું લાલ કપડું ફાટ્યું. તૃષાની આંખો ફાટી રહી અને જોરથી “આ.... આ.... આ…” બંને હાથથી કાન બંધ કરી દીધા. બે જ મિનિટમાં એ બેભાન થઇ ગઇ.

હવે આખી હવેલીમાં આરોહી આમ-તેમ નાચી રહી હતી. “હું કોઈને નઈ છોડું. હા… હા… હા…” અલગ પ્રકારનું જ હસી રહી હતી. ભાગ્યોદય ભાનમાં આવ્યો. તે આ બધું જોઈ રહ્યોં હતો. તેની નજર ઉપર ઉડી રહેલા કબુતર પર પડી. તેના પગમાં મંગળસૂત્ર હતું. ભાગ્યોદય થી દસ ફુટની દુરીએ પલ્લવીનો દેહ પડ્યો હતો.

ભાગ્યોદય દોડ્યો સાત ફૂટ આગળ વધ્યો. ત્યાંજ કબૂતરે ઉપરથી મંગળસૂત્ર ફેંક્યું. આરોહી પાછળ ફરી અને કિચનમાંથી ચાર-પાંચ ચાકુ ઉડી નીકળ્યા. તે પહેલાં ભાગ્યોદયે મંગળસૂત્ર પકડ્યું અને એકદમ જઈને પલ્લવીના ગળે બાંધી દીધું. એક ચાકુ ભાગ્યોદયના ખંભાને ચીરી ગયું.

બધું જ શાંત થયું. ભાગ્યોદય તેના ખંભા પર હાથ રાખીને બેસી ગયો. એ રાતે તેના મૃત શરીર સાથે ભાગ્યોદયે લગ્ન કર્યા. વિધી પૂર્વક લગ્ન કર્યા પશ્ચાત આરોહીના શરીરમાં રહેલી પલ્લવીની આત્મા એ ભાગ્યોદયને પતિ સ્વરૂપે સ્વીકાર્યો.



***