પ્રકરણ 9માં તમે જોયું કે, પલ્લવીના પાર્થિવ દેહ સાથે ભાગ્યોદયે અંતે લગ્ન પૂર્ણ કર્યા. હવે પ્રકરણ 10માં આગળ જોઈએ.
***
આજે રૂમ નંબર પચ્ચીસ ફરતી લાઈટો હતી અને તે રૂમ આખો ફૂલોથી સજી ધજીને તૈયાર હતો. બારી પાસે એ જ કબુતર બેઠેલું હતું. બહાર ચાંદની રાતના લીધે રૂમની અંદર સફેદ પ્રકાશ પડી રહ્યોં હતો. તે રોશની રૂમને વધું સુંદર બનાવી રહ્યો હતો.
“સંસ્કાર અને પ્રેમ બંનેનું મિલન બવ અઘરું છે નય!” ભાગ્યોદય બોલ્યો. તેની વાત સાંભળીને આરોહી અને પલ્લવી શરમાઈ રહી હતી. ઘુંઘટ તેના માથા પર મુકેલો હતો.
“હું તો આ દુનિયાનો સૌથી ખુશ નશીબ વ્યકિત છું. જેને આજે અદ્ભૂત પ્રેમ મળવાનો છે. હુરેરે...રે..” અને ભાગ્યોદયે હાથ ઉંચા કર્યા. “આ...હ.” તેને વાગ્યું હતું એ ભુલી જ ગયો. ભાગ્યોદય તે હાથને હળવેકથી નીચે મૂક્યો અને
શાંત પડ્યો.
આરોહિની આંખોમાં આસું હતા. તેને બે હાથ જોડ્યા. “મારા લીધે આપને કસ્ટ પડ્યું અને તેમ છતાં તમે મારા માટે આટલા ખુશ છો. હું આપની ગુન્હેગાર છું. મને માફ કરી દો.” તેની અંદરથી પલ્લવી દુઃખ સાથે બોલી.
“જો તું ઇચ્છતી હોત તો આરોહીને એ જ સમયે મારી ચૂકી હોત પણ તે એ ના કર્યું. મને તારી આંખોમાં જોતા જ તારા અંદરનો પ્રેમ નઝર આવી ગયો હતો. એ રાતે મને આરોહી સાથે હોવા છતાં કંઈક અલગ મહેસુસ થતું હતું અને એટલે જ આવીને હું તેના ગળામાં મંગળસૂત્ર ન બાંધી શક્યો.” ભાગ્યોદય બોલ્યો.
“મારી એક અંતિમ ઈચ્છા છે. શું તમે પુરી કરશો.” પલ્લવી બોલી.
“હા કેમ નય!”
“મારા ગયા પછી તમે બંને ફરીથી વિધિ પૂર્વક લગ્ન કરજો અને પછી જ આરોહીને મંગળસૂત્ર બાંધજો.” પલ્લવીની જવાની વાતથી ભાગ્યોદય થોડો દુઃખી થયો. કેમકે, પ્રેત તો એને રાજાઓના સ્વાર્થના કારણે થવું પડ્યું હતું. એમાં એનો શુ વાંક! પરંતુ હવે કંઈ થઈ શકે તેમ નહોતું.
હવે કબુતર બારીમાંથી ઉડયું. ચાંદની રાતની ચમક બે રુહ એક શરીરને વધુ ચમકાવવા લાગી. પલ્લવી ફરી બોલી. “આ જન્મતો હું આજની રાત જ તમારી સાથે છું. મારા પરમેશ્વરને હું પૂર્ણતઃ પામી લેવા માંગુ છું, તો હવે મારી નજીક આવી જાવ.” પલ્લવી બોલી અને ભાગ્યોદયને નજીક ખેંચ્યો. બંન્ને હસ્યાં અને ભગ્યોદયે તેના મોંઢા ઉપર હાથ ફેરવ્યો. બંને ચેહરો એક બીજાની નજીક લાવ્યાં. ભાગ્યોદયથી હવે ન રેહવાયું એટલે તેને તરત જ તેના હોંઠ ચિપકાવી દીધાં. કેટલાંય વર્ષોની આશા આજે સફળ થઈ રહી હતી. પલ્લવીને નીચે સુવરાવિને ભાગ્યોદયે તેની સાડી ખોલી, કમરે હાથ ફેરવ્યો અને તરત જ પેટે એક કિસ કરી લીધી. હવે બંને તેમની ચરમ સીમાએ આવ્યાં અને બારી બંધ થઈ અને પડદા પડી ગયા એ રાતે બંને એક થયાં.
બીજા દિવસે સવારે તાંત્રિકના કહ્યા મુજબ પલ્લવીના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવાની ક્રિયા ચાલું કરી. પલ્લવીના શરીર સાથે એ મંગળસૂત્ર બંધાયેલું હતું. જે જોઈ રહેલાં ભાગ્યોદયની આંખોમાં આસું હતા અને આરોહી તેના ખંભે હાથ રાખી સંભાળી રહી હતી. રાજુ અને તૃષા પણ રડી રહ્યાં હતાં. થોડીવારમાં એક નાની મટકી તાંત્રિકે આપી. જે લઈને ઊંધા સાત ફેરા ભાગ્યોદય ફરી રહ્યો હતો. સાથે તે એ બધી વાતો પણ યાદ કરી રહ્યો હતો, જે આગલી રાતે પલ્લવી સાથે કરી હતી. તેને પ્રેમનો સાચો અર્થ સમજાયો હતો અને છેલ્લા ફેરે એજ સુંદર સ્વરૂપવાન પલ્લવીનો ચેહરો લઇને તેનો આત્મા ભાગ્યોદયને દેખાઈ રહ્યો હતો. હવે છેલ્લે ભાગ્યોદયના હાથમાં ઠાઠડી જેગવવા એક જગેલું લાકડું તાંત્રિક આપે છે. આ સમયે પલ્લવીનો આત્મા ચાલીને આવ્યો. ભાગ્યોદયનો હાથ પકડ્યો અને પલ્લવીના શરીર પર આગ ચાંપી દીધી.
ત્યારબાદ પલ્લવીના કહ્યા પ્રમાણે ભાગ્યોદયે અને આરોહીએ વિધી પૂર્વક લગ્ન કર્યા. આરોહી ગળામાં મંગસૂત્ર પેહરવ્યું. રાજુ સૌથી વધુ ખુશ હતો, કેમકે તેને દારૂ મળી ગયો હતો. તૃષા અને તેના છોકરા પણ આવી ગયા હતાં.
***