રૂમ નંબર 25 - 8 yuvrajsinh Jadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રૂમ નંબર 25 - 8

પ્રકરણ 7માં ભાગ્યોદય રાજુ અને તૃપ્તિ પચ્ચીસ નંબરના રૂમમાં ગયા હતા.જેમાં રાજુ ભોંયરામાં ખસરી પડ્યો હતો. જેને કાઢવા જ્યાં ભાગ્યોદય અને તૃપ્તિએ લાસ પાસે પોહચી છે. જ્યાં એક પુસ્તક પણ પડી હતી. તેના વિશે આપને પ્રકરણ 8માં જોઈએ.

***

સાંજ પડતા રાજુને તૃષાએ એક પુજારી અને તાંત્રીકને બોલાવવા મોકલ્યો. ભાગ્યોદય હવે એ ચોપડી ખોલે છે અને પલ્લવીની અંતિમ ઈચ્છા તેની સામે કંઈક આમ આવે છે :-

સવારે સુરજની પહેલી કિરણ જર્જર હવેલીના રૂમ નંબર પચ્ચીસની બારીમાં બેઠેલી પલ્લવી ઉપર પડી. પલ્લવીના લગ્ન આજે રાત્રે એક રાજા સાથે થવાના છે. તે ખુશ હતી કેમકે આજે તે એક પત્ની બનવાની હતી. તેનો ચેહરો સૂરજની કિરણોને વધુને વધુ ગ્રહણ કરી રહ્યોં હતો. જેથી, રાતે તેનો એ સુંદર ચેહરો તેના પતિને અને રાણીને જોવા આવનાર એ દરેક લોકોને પોતાની તરફ જોવા માટે મજબુર કરી દે.

હા, કાલે રાતે જ તે રાજાનો ભાઈ પોતાની સાથે પલ્લવીને તેની ઈચ્છાથી ભગાડી લાવ્યો હતો. પલ્લવીના ભાઈને તેના ગુપ્તચરો એ સમાચાર કઈક એમ આપ્યા કે, આપની પાછળ આપના બહેનનું અપહરણ કરી રામદેવ નીકળી ગયો. ગુપ્તચરને આ સમાચાર આપવાના બદલામાં એક આખું ગામ મળી રહ્યું હતું, એ પણ રામદેવના નાનાભાઈ કર્ણપાલી તરફથી. મતલબ પલ્લવીના પ્રેમમાં ફસાવીને કર્ણપાલી તેના મોટા ભાઈનું રાજ્ય હડપવા માંગતો હતો.

તે બધાનું ઉલટું પલ્લવીને તેણે તેના પિતાની અંતિમ ઈચ્છા છે કે, તે રામદેવની પત્ની બને. જેથી બે ક્ષત્રુ રાજ્યોની વચ્ચે સબંધ બંધાય. આજ ખબર કર્ણપાલીએ તેના ભાઈને પણ આપી અને બંનેને સબુત રૂપે સામેના રાજા હર્ષદ્યુતના પિતાની અંગુઠી હતી. જે કર્ણપાલીના એક ગુપ્તચરે ચોરીને તેને આપી હતી.

આજે પુનમની રાતે રાજા રામદેવ અને પલ્લવીના લગ્ન નવી જ બનાવેલી જર્જર હવેલીમાં છે. એટલે લોકો આમ તેમ દોડા-દોડ કરી રહ્યાં હતાં. પલ્લવી પોતાના રૂમમાં દાસીઓ પાસે તૈયાર થઈ રહી છે. જર્જર હવેલીમાં ઉપરના રૂમમાં તૈયાર થઈ રહેલી પલ્લવી પાસે પ્રસાદ રૂપે નાળિયેર પાણી આવ્યું. થોડીવારમાં બધી જ દાસીઓ પલ્લવીને તૈયાર કરીને ચાલી ગઈ. પલ્લવીએ આવેલા નાળિયેર પાણીને થોડું પ્રસાદ જેટલું જ લીધું અને દસ મિનિટમાં જ તે બેહોશ થઈ ગઈ.

ઉપર ભાભીને ઘરાણું આપવાના બહાને જ કર્ણપાલી મરેલી પલ્લવીને ચેક કરવા આવ્યો. તેને ત્યાં પડેલી નવી જ સેટી પર એક મોટો સોનાનો હાર મુક્યો અને મંત્રોપચાર વાળું મંગળ સુત્ર પણ. પછી પોતાના પ્લાનમાં કામિયાબ થયેલો કર્ણપાલી ગુપ્તચર દ્વારા હર્ષદ્યુતને તેની બહેનને મારી નાખ્યાના સમાચાર આપે છે.

પહેલેથી મંગળસુત્રની પવિત્રતા જાણતી પલ્લવી જાગી ઉઠી. તેની માતા અને બાકી બધા જ સંસ્કાર પલ્લવીના મગજમાં ભમી રહ્યા હતા. ‘પતિ વિનાની સ્ત્રીનું મૃત્યુ થાય એ ક્યારેય સદગતિ નથી પામતી. એક સ્ત્રીએ તેના પતિની હંમેશા દાસી થઈને જ રહેવું પડે છે.’ એટલે આવા વિચારો કરતી પલ્લવીને પ્રસાદ રૂપે લીધેલા ઝેરની અસર બે-ત્રણ કલાક જ રહી. રૂમમાંથી ઉભી થતી પલ્લવી બોલી. “હું પતિ વગર ક્યારેય ન મરી શકું. મારી ચિતાને અગ્નિ માત્ર મારા પતિ જ આપી શકે.”

બીજી બાજુ સાંજના સમયે પરણવા આવેલા રાજા રામદેવની પાછળ હર્ષદ્યુત આવી ગયો હતો. ઉપર નવી રાણી એટલે પલ્લવીની રક્ષા માટે પણ કેટલાય સિપાહીઓ ગોઠવાયેલા હતાં. બંને વચ્ચેનું યુદ્ધ હવેલીની અંદર જ શરૂ થઈ ગયું. હર્ષદ્યુત અને રામદેવના લગભગ બધા જ સૈનિકો મૃત્યુને ઘાટ ઉતરી ગયા હતા. તે બંને પણ ઘણા ઘાયલ થઇ ગયા હતા.

“મને થયું કે, તું કાયર મારી બહેનને ભગાડીને મૈત્રી પ્રસ્તાવ મોકલીશ. પરંતુ હરામખોર તે એને મારી નાંખી.” હર્ષદ્યુત બોલ્યો.

“મારી નાંખી!” આશ્ચર્ય પામેલો રામદેવ બોલ્યો.

“હા! તો કાયર દુશ્મન બીજું કરી પણ શું શકે.” હર્ષદ્યુત બોલ્યો.

રામદેવ પોતાનો પહેરવેશ દેખાડતા કહ્યું. “હું તો અહીંયા લગ્ન કરવા આવ્યો છું.”

તેની વાત સાંભળી હર્ષદ્યુત હળવો પડ્યો. અચાનક જ પચ્ચીસ નંબરના રૂમમાંથી પલ્લવીનો અવાજ આવ્યો. “ખોલો...ખોલો... બચાવો.”

પલ્લવીનો અવાજ સાંભળી રામદેવે રૂમને ખોલવાનો આદેશ આપ્યો. પરંતુ, બધા જ સિપાહીઓ કઠપૂતળીની જેમ ઉભા હતા. હર્ષદ્યુત રામદેવની સામે ચકિત થઈને જોવા લાગ્યો. હવે, તે બંને સમજી ગયા કે આ કોઈ મોટું ષડયંત્ર હતું. તે બંનેને લડાવીને મારી નાખવાનું. એટલે હવે તે બંને પચ્ચીસ નંબરના રૂમ તરફ ચાલ્યાં. બંને સાથે મળીને સીપાહીઓ સાથે લડવા લાગ્યા. અચાનક જ હર્ષદ્યુતની આરપાર સિપાહીની તલવાર થઈ ગઈ. રામદેવ તેની સામે જોવે જ છે કે, વીસ નંબરના રૂમમાંથી કર્ણપાલી નીકળ્યો અને રામદેવની છાતીને ચીરીને તલવાર નીકળી જાય છે.

રામદેવ ત્યાંજ ઢળી પડ્યો. હર્ષદ્યુત અને રામદેવને બે-રહેમ મોત આપીને, કર્ણપાલી પચ્ચીસ નંબરના રૂમ તરફ આગળ વધ્યો. બારણું પટકીને ખોલ્યું અને કર્ણપાલી આગળ વધ્યો. અંદર જઈને એકદમ પલ્લવીનું ગળું પકડ્યું અને દિવાલે જઈને જોરથી માથું ભટકાડ્યું. પલ્લવી પોતાનું માથું પકડીને નીચે બેસી ગઈ. એટલી જ વારમાં કર્ણપાલીની નજર સેટી પર પડેલા હાર પર પડી અને તેની ગરદન પર પહેરવતા બોલ્યો,“પતિનું સુખ જોય છે. સોનાનો હાર જોય છે. લે આ... હાર લે.” કહેતો-કહેતો હારને જોરથી દબાવીને ગળો ફાંસો આપીને તડપાવી-તડપાવી મારી નાખી અને કબાટની પાછળના ગુપ્તરૂમમાં ફેંકી દીધી.

તેના મર્યાના લગભગ આઠ જ દિવસમાં કર્ણપાલીએ જર્જર હવેલીમાં લગ્ન કર્યા. રાતના સમયે તે અને તેની નવી રાણીની પહેલી રાત હતી. કર્ણપાલી રાણી પાસે આવીને બેઠો અને થોડી વાત કરી. તેને રાણીના ઘરેણાં ઉતારવાના શરૂ કર્યા. જેવું મંગળ સુત્ર ઉતાર્યું કે રાણીએ કર્ણપાલીનું ગળું દબોચી લીધુ. થોડીક જ ક્ષણમાં તેને હવેલી ફરતા બધા જ સીપાહીઓને ઠાર મારી નાંખ્યા અને અંતમાં નવી રાણી પણ ટેરેસ ઉપરથી નીચે પડી ગઇ.

થોડા સમયબાદ પચ્ચીસ નંબરના રૂમને મંત્રોપચાર કરીને પલ્લવીની આત્માને કેદ કરી અને જો તે હવે પછી તેની કેદમાંથી છૂટશે, તો કોઈએ તેના સાથે લગ્ન કરવા પડશે.

પુસ્તકના છેલ્લા પેજમાં પલ્લવીનું મંગળસૂત્ર હતું.

***