Featured Books
શ્રેણી
શેયર કરો

રિઝલ્ટ કોનું?? શાળાની પરીક્ષાનું કે જીંદગીની!!!

એપ્રિલ મહિનામાં એકજ વાત દરેક માતાપિતાના મનમા હોય છે, ને મનમાંથી હોઠે પણ આવી જાય છે.વાત વાતમાં મનની વાતો કહેવાઈ જાય છે. સરખામણી ને રસાકસીનો નવો દોર શરૂ થાય છે. ને એ વિષય વસ્તુ એટલે - રિઝલ્ટ, પરિણામ. જે સ્કુલનું, ટીચર્સ નું, વિદ્યાર્થીઓનું, સાથે સાથે માતા પિતાનું પણ હોય છે. સાથે સાથે હોય છે જે તે પાત્ર સાથે સંકળાયેલા દરેક વ્યક્તિની અપેક્ષાઓનું, ખુશીઓનું, વિચારોનું.

આજ સવારે જ સમાચાર પત્ર હાથમાં લેતા જ મગજ બહેર મારી ગયું. સમાચાર એવા કે હૃદય મારું પણ એક ધબકાર ચૂકી ગયું. સમાચાર એવા હતા કે, તેર વર્ષની વિદ્યાર્થિનીએ પરિણામ સારું ન આવતા ગળે ફાંસી ખાઈને જીવન ટુંકાવ્યું. દસમાના પરીક્ષા પેપર સારા ન જતા ડર અને ડિપ્રેશનનાં લીધે વિદ્યાર્થીએ ટ્રેન નીચે જંપલાવ્યું. પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ નોકરી ન મળતા યુવકે કરી આત્મહત્યા. ઓહ્ કાના રે, મગજ સુન્ન થઈ ગયું.

કેટ કેટલા વિચારો મગજમાં દોડવા લાગ્યા. કે યાર આ શું છે. આટલી હતાશા, આટલી બેદરકારી પોતાનો જીવ આપવાનો જીવ જ કેમ ચાલે કોઈનો. શું એ બિચરાઓને જીવવાની, આગળ વધવાની, કઈક કરવાની ઈચ્છા નહિ હોય. શું એમને સપના નહિ સજાવ્યા હોય. ને જો હા તો પચી આ આપઘાત કેમ??? એક કાગળના પાનામાં લખેલા બે ચાર આંકડા માટે બિચારા નિર્દોષ માસુમ બાળકો આવું ઘાતકી પગલું ભરી શકે છે.
પણ સાથે બીજો વિચાર એ પણ આવે કે શું વાંક ફકત આ કુમળા મસુમોનો જ છે. તો મન જવાબ આપે છે નાં. એમનો નથી. વાંક આપણો છે, મા બાપનો, શિક્ષકોનો, સમાજનો, ને આ આંધળી દોડનો. આપણે બાળકોનાં મન મગજમાં એટલી બધી સ્પર્ધાઓ ભરાવી દિધી છે કે બાળકને પોતાની ક્ષમતા પર વિશ્ર્વાસ જ નથી હોતો. દિવસે દિવસ વધતી જતી સ્પર્ધાઓ ને એમાં ઉત્તમ ક્રમે ઉત્તીર્ણ થવાની ઘેલછા, પોતાના સંતાનોને બીજાના કરતા વધુ સ્માર્ટ ને હોશિયાર બતાવવાની હરિફાઈ, મારા વિદ્યાર્થી સૌથી સારા, હું સ્માર્ટ શિક્ષક. ઓહો આવા તો કેટલાય ઉદાહરણો છે જેનાથી બાળકોનાં મન મગજ પર દબાણ વધતો જાયછે. એ બાળક કોઈ સાથે પણ પોતાના મનની મૂંઝવણ શેર ન કરતા મનમાં ને મનમાં મુંજાય છે, ને છેવટે આપઘાત આત્મહત્યા નું પગલું ભરે છે.

આ વાત પણ વાલીઓને શિક્ષકોને કે આપણા સમાજના સો કોલ્ડ પ્રતિનિધિઓને ત્યારે જ ખબર પડે છે જ્યારે બજી હાથમાંથી જતી રહે છે. ને ત્યારે એ લોકો પાસે આંસુ સારવા ને મિસ યુ કહેવા સિવાય બીજો કોઈ ઓપ્શન બાકી જ નથી હોતો.
હું તો દરેક મા બાપ ને અને દરેક શિખનારને એકજ વાત કહીશ કે, પરીક્ષા આપવી જરૂર આપવી, પણ ખુદ પર વિશ્વાસ પણ એટલોજ રાખવો. કાગળ પર છપાયેલ અંકોના આંકડાને તમારા જીવ કરતા વધારે મહત્વ ન આપો. જો સ્પર્ધા કરો છો, તો હાર જીત પણ સ્વીકારતા શીખો. કેમકે પરિણામ ફકત પરિણામ જ છે, એને પરીક્ષા નું પરિણામ જ રેહવા દો, જિંદગીનું નહિ.જો જિંદગી હશે તો આવા કેટલાય પરિણામો આવશે ને જશે. કિંમતી તો જીવન છે, બીજી વખત નહિ મળે. તો જીવો, મન ભરી ને મનમાં ભરીને નહિ. જો કોઈ વાત હોય તો મીત્રો સાથે શેર કરો, મન પર ભાર રાખીને આપઘાત કરશો નહિ. ને આવી જ પ્રાર્થના વાલીઓને પન છે, તમારું બાળક કોઈ રોબોટ નથી, એની પોતાની આઇડેન્ટીટી છે, જે એ પોતે ઓળખશે, એને સમય આપો. એને તમારા સપના પુરા કરવા, તમારી ઈચ્છાઓ પૂરી કરવા રેસના ઘોડાની જેમ દોડાવશો નહિ.

જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

B ve