The Last Promise books and stories free download online pdf in Gujarati

એક છેલ્લો વચન

તું સાચું બોલીશ, તને મારા સમ. જો તું કંઈ છુપાવિશ નહિ તને મારા સમ છે. તું મને વચન આપ કે તું કોઈને કઈ જ નહીં કહે. આપણે છેલ્લા શ્વાસ સુધી એકબીજાનો સાથ આપીશું. આવા તો કેલાય વચનો, કસમો, વાયદાઓ આપણે આપણા પ્રિય પાત્રને આપી દેતા હોઈએ છીએ. જેમાંથી કેટલાક પુરા થાય છે, જ્યારે કેટલાક સમય સાથે વિસરાઈ જવાય છે. પણ અમુક લોકોનો પ્રેમ, એમનો સંબંધ, એમની વચ્ચેનો સુમેળ એવો હોય છે ને કે લોકો જોઈને બળી જાય. આજ એવીજ એક વાત કરવી છે. એક વાત એવા યુગલની, એવી જોડીની જે જીવતે જીવ તો સમાજમાં ઉદાહરણ બન્યા જ પણ મૃત્યુ પછી પણ એમનો પ્રેમ અખંડ રહ્યો. મૃત્યુ એમને જુદા ન કરી શક્યું.


કિશોર કાકા અને કમળા કાકી. કોલેકાળમાં બન્ને સારા મિત્રોમાંથી પ્રણય સંબંધમાં બંધાણ કર્યું. બંનેનું સુમેળ એવું કે લગભગ જોવા વાળા દરેકને ઈર્ષ્યા થાય. સમજશક્તિ બન્નેની એવી, કે આંખના પલકારામાં એકબીજાનો મનનો ભાર, મનોદશા સમજી જાય. હા બીજા સંબંધની જેમ, નાની નાની નોકજોક, મીઠ્ઠા ઝઘડા, રૂઠવું, મનાવવું એવું આ બન્નેમાં પણ હતું. મેં પચીસ ની ઉંમરથી બન્નેને જોયા છે. હા હા પચીસ એટલે કાકા કાકીના પચીસ. એમના મેળાપ વખતે તો હું હજુ દસ વર્ષની માંડ હતી. આજ બન્ને એશીએ પોચ્યા. આજ સવારે કાકાને હૃદયરોગનો તિવ્ર હુમલો આવ્યો. સવારના લગભગ છ વાગે કાકી મારા પપ્પાને બોલાવવા આવ્યા. આટલું વેહલું કાકીએ દરવાજો ખખડાવ્યો, એટલે મને પણ ચિંતા થઈ. પપ્પા જોડે હું પણ કાકીના ઘરે ગયી. બાળપણથી એમના હાથમા ઉછરી એટલે એમનું ઘર તો મને મારું પિયર જ લાગે.કાકી પોતે પણ છેલ્લા થોડા સમયથી બીમાર જ રહેતા હતા. પણ કાકા એ તો એકદમ સ્વસ્થ હતા. અચાનક શું થયું એ ખબર ન પડી. હું ને પપ્પા કાકાને જોવા ગયા ત્યારે કાકાના શ્ર્વાસ એમનો સાથ એમનો દેહ છોડી ચુક્યા હતા. પપ્પાએ એમની આંખો બંધ કરી. ને કાકીના ખોળામાં માથું મૂકીને રડવા લાગ્યા. પણ કાકીની આંખો સુકાયલી હતી.

મને કાકીની આંખોમાં અપાર વેદના દેખાતી હતી. એવી વેદના જે છેલ્લા થોડા સમયથી હું પણ વેઠતી હતી. એ હતી એકાકીપણાની વેદના. એકલવાયા રેહવની વેદના. કે પછી પોતાનું સૌભાગ્ય ગુમાવવાની વેદના. હા હું પણ છેલ્લા છ મહિનાથી વૈધવ્ય ભોગવી રહી છું. મારા પતિનું કાર અકસ્માતમાં મોત થયું.
પતિ હતા ત્યાં સુધી ઘર પરિવાર મારો હતો, એમના ગયા પછી તો બધાયે વ્યવહાર, બધાય સંબંધો બદલાઈ ગયા હતા. છોકરાઓ વહુઓ ઘેલા થઈ ગયા હતા. એમનું ઉત્તરદાયિત્વ ભૂલી ગયા હતા. એમની સાથે રહીને પોતાનું સ્વમાન ગુમાવવા કરતા, મે મારા બાપની ઘઢપન ની લાકડી બનવાનું નક્કી કર્યું. મા તો મારી મને છ વર્ષની ઉંમરમાં શ્રીજી ચરણ પોહોંચી ગયી હતી. પપ્પાએ મા બનીને ઉછેર કર્યો. દશ વર્ષની થઈ ત્યાં કાકા કાકી અહી જ રહેવા આવ્યા, એમના આવ્યા પછી મને કાકીમાં જ મા દેખાતી. એથી હું એમની વધુ નજીક હતી. માટે જ હમણાં મને કાકીની આંખોમાં દશા સમજાતી હતી. વ્યથા જાણતી હતી એમની હું.

કાકીના પોતાના કોઈ સંતાનો નોતા એટલે એમના દિયર પ્રકાશ, કાકાને કાંધ ( ખભો ) આપવા આગળ આવ્યા.
એમની સાથે મારા પપ્પા અને સમાજના બીજા બે ત્રણ લોકો પણ આગળ આવ્યા. કાકાને લઈ જવાનો સમય થતાં આજુબાજુની સ્ત્રીઓ કાકીને અંતિમ દર્શન કરવા આગળ લઈ આવે છે. આગળ આવતા જ કાકીએ કાકાના પાર્થિવ દેહને પરિક્રમા આપી પુષ્પ ચડાવી પગે લાગ્યા. ને એમના માથા પાસે જઈને ઊભા રહીને મારા પપ્પાને અને પ્રકાશ કાકાને સંબોધીને કહે છે, આજ આમની ફકત એકલાની વિદાય નથી, આમની સાથે આજ મારી પણ વિદાય છે. અમે બન્નેએ એકબીજાને વચન આપ્યું હતું કે, બન્નેમાંથી જેના પણ શ્ર્વાસ પેહલા છુટશે તો બીજો એને કાંધ આપી એની અંતિમ વિધિ એટલે અગ્નિ સંસ્કાર કરશે. એટલે કિશોરના અગ્નિસંસ્કાર હું જ કરીશ. સમાજના ઘણા બધા લોકોએ કાકીની વાતનો વિરોધ કર્યો. સ્ત્રીઓ કાંધ ન આપે, સ્ત્રીઓ સ્મશાને ન જાય, સ્ત્રીઓ અગ્નિસંસ્કાર ન કરે. લોકો શાસ્ત્રોક્ત વિધિ વિધાન સમજાવવા લાગ્યા, પણ કાકી પોતાની વાત પર પોતાના વચન પર અડગ રહ્યા. એમણે લોકોને કહી દીધું કે અગ્નિસંસ્કાર હું જ કરીશ ને કાંધ પણ આપીશ જો તમારા નીતિ નિયમ તુટતા હોય તો તમે અમારી સાથે નહિ આવતા.

કાકીની અડગ વાત સાથે છેવટે બધાએ નમતું જોખ્યું, એટલે કાકીએ પ્રકાશ કાકાને એમનાં ઘરની ચાવી આપી અને કહ્યું, દિકરા હવે મને આની જરૂર નથી, આજથી હું આ અમારી બધી સંપત્તિ તને સોંપું છું. સારા કાર્યોમાં વાપરીશ તો વધારો થાશે જ. હવે સાચવજે બેટા. પ્રકાશ કાકાએ પુછ્યું કે કેમ આવું બોલો છો ભાભી, આ તમારું જ છે, તમારે અહીજ પાછા આવવાનું છે, ત્યારે કાકીએ એક રહસ્યમય મુસ્કાન આપતા કહ્યું, અમારું હતું, હવે તારુ જ છે. ને કાકીએ કાકાને કાંધ આપી કાકાને મુખાગ્નિ આપી પગે લાગ્યા ને બોલ્યા, કિશોર તું ભલે મને મુકીને જતો રહ્યો, પણ મેં આપણું છેલ્લું વચન પાડ્યું હવે હું ખુદને આપેલ વચન પાડીશ, તને કોઈ દિ એકલો નહિ મુકવાનો વચન. આટલુ બોલતા કાકીએ પોક મુકી, આંખોમાં આંસુ તો આવ્યા પણ નાદુરસ્ત તબિયતને કારણે હૃદય આ આઘાત જીરવી ન શક્યો. ને કાકી પણ કાકાની સાથે શ્રીજી ચરણ પામ્યા.

ત્યાં ઉભેલા દરેકની આંખો ચોધાર આંસુડે રડે છે ને હોઠે એકજ વાત કે પ્રેમ હોય તો આમના જેવો, જે જીવતે જીવ તો ભલે સાથે રહ્યાં પણ એકબીજા માટે માર્યા પણ ખરા. પ્રકાશ કાકાએ ભારી હૃદયે કાકીની અંતિમ વિધિ પૂરી કરી. આજ મને સાચી રીતે મારી મા જવાનો દુઃખ તો થયો, પણ એથી વિશેષ ખુશી એ થઈ કે આમનો પ્રેમ અમર રહ્યો. જતા જતા કાકી સમાજમાં એક નવો ઉદાહરણ સ્થાપ્યા ગયા, કે સ્ત્રીઓ પોતાનાં જીવનસાથી માટે ગમે ત્યાં જઈ શકે છે, ભલે એ સ્મશાન હોય કે ભગવાનનું ઘર હોય.

લગ્નની વેદીમાં આપ્યા વચન સાત,
જીવન ભર એકબીજાને આપતા રહીશું સાથ,
હસતા રમતા રડતા પડતા નહિ ભૂલીએ વાત,
મરતા પણ નહિ છોડીએ એકબીજાનો સાથ,
અંતિમ વચન અંતિમ ક્ષણે નીભાવિશું આ વાત,
હોય ભલે રિસામણા ને મનામણાં ની વાત,
લગ્નની વેદીમાં આપ્યા વચન સાત,
જીવન ભર એકબીજાને આપતા રહીશું સાથ.

B ve
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED