Rent to eat! ?? books and stories free download online pdf in Gujarati

ખાવાનું ભાડુ!??

આજ બાજુવાળા મીના કાકી સવાર સવારમાં ઘરે આવ્યા હતા. બઉ ટેન્શનમાં હતા, શું થયું એવું પૂછતા બિચારા રડી પડ્યા. એમને પાણી આપીને અમે શાંત કર્યા. એ વખતે મારા પતિ પણ ઘરે જ હતા. એમણે કાકીના હાથ પર હાથ રાખીને એક દિકરાની જેમ પુછ્યું, કાકી શું થયું? કેમ રડો છો? કાકા કંઈ બોલ્યા? ભાવેશ સાથે માથાકુટ થઈ? કે પછી શીતલ કઈ બોલી?( ભાવેશ અને શીતલ કાકીના દિકરા અને વહુ). માંડ શાંત થતાં કાકી બોલવા લાગ્યા, તમારા કાકાએ ભાવેશ અને શીતલ પાસેથી ભાડુ માંગ્યું છે. ને સાંજ સુધી એમને જવાબ આપવાનો સમય આપ્યો છે, ત્યાર બાદ એ એમનો ફેંસલો સંભળાવશે. હું ને મારા પતિ વિચારતા થઈ ગયા કે પુત્ર પાસેથી ભાડુ? આનો અર્થ શો છે? કાકાનો નિર્ણય શો હશે, એમના મનમા શું હશે. કેમકે છેલ્લા બાર વર્ષથી અમે કાકા કાકીને ઓળખતા હતા. કાકા એક સરકારી શાળામાં શિક્ષક હતા. ખુબજ સ્ટ્રિક્ટ અને રોબદાર એમનું વ્યક્તિત્વ. જરાક ઊંચે અવાજે વાત કરે તો પણ સામેવાળાની પાટલુન પલળી જાય એવો એમનો રોફ.એવા સમજદાર કે વાત ન પૂછો. છેલ્લા બે વર્ષથી રીતાયાર્ડ હતા. વગર કહ્યે મનની વાતો સમજી જતા. અમને તો પોતાના ઘરમાં સદસ્યની જેમજ રાખતા. આમ સાવ સરળ પણ આમ એકદમ મજબુત મનોબળ ધરાવતા, કાકા આમ કંઈ અજુગતો ફેંસલો ન જ લે. ઍટલે મેં કાકીને માંડીને વાત કરવા કહ્યું.

તમને તો ખબર છે ને બેટા શીતલનો સ્વભાવ અને તમારા કાકાનો સ્વભાવ જરા પણ મેળ નથી ખાતો. શીતલ આખા બોલી ને આળસુ જ્યારે તમારા કાકા શિસ્ત પ્રિય અને સ્ટ્રિક્ટ. શીતલને ઘરના કામો પ્રત્યે જરા પણ લગાવ ને માન નથી.
ભાવેશ એના પ્રેમમાં આંધળો બની ગયો છે, એને શીતલનો વાંક ક્યાંય દેખાતો જ નથી. તમારા કાકા મને રોજ કહે છે કે જો તું શીતલને સમજાવી ને વાત કર, જો હું બોલીશ તો બધાયને ખરાબ લાગશે. પણ બન્ને આપણા જ સંતાનો છે, ધીરે ધીરે એડજસ્ટ કરી લેશે એવી ધીર આપીને હું એમને શાંત કરતી આવી છું. મારાથી ઘરના કામ થતાં નથી, થાક લાગે છે, ઘુંટણ માં તકલીફ નાં લીધે વધુ ઊભી રહી શકતી નથી, સુગર અને બીપી ની દવા જો સમયસર ન લઉં તો તબિયત બગડી જાય છે. શીતલ આ બધું જોઇને પણ ગણકારતી નથી. ને તમારા કાકથી સહન થતું નથી.

કાલ રાતની જ વાત છે, બન્ને કોક મિત્રની પાર્ટીમાં ગયાં હતાં. મને ફોન કરીને કહી દીધું કે અને પાર્ટીમાં જમી આવશું તમે તમારું જોઈ લેજો. મને થાક અને અશક્તિ લાગતી હતી. બીપી અને સુગર બન્ને વધી ગયા હતા. સમયસર જમવાનું ન થતા દવા પણ મોડી લીધી ન એના લીધે સુગર બઉ વધી ગયું. રાતે તમારા કાકાએ બારેથી ખીચડી ને શાક લાવ્યા એટલે અમે જમ્યા. મેં અહીથી લેવાનું કીધું તો આ વખતે નહિ, કહીને બારેથી જ લાયા. ભાવેશ અને શીતલ રાતે બે વાગે ઘરે આવ્યા ને આવીને તરત સુઈ ગયા. અમને જમ્યા કે નહી એ પણ પુછવાની તસ્દી ન લીધી. આજ સવારે પણ ચા નાસ્તો એમણે બનાવ્યો. મને જોરથી બૂમ પાડી ચાલ ચા પીએ. ભાવેશ અને શીતલ પણ બહાર આવ્યાં,ચા પીવા. પણ એમને ફકત બે જ કપ અમારા બે માટે જ બનાવી હતી. શીતલ એ બેફિકરાઈથી પુછ્યું, મા અમારી ચા કેમ નથી બનાવી.

શીતલનો આવો સવાલ પૂછીને એમનો પિત્તો ગયો, એ તડુકીને બોલ્યા, સાસુ છે તમારી શીતલ વહુ, નોકર નથી જે આવી રીતે વાત કરો છો તે. જબાન ને હેસિયત જોઈને સાચવીને બોલો. આટલા સમયથી તમારા બંનેની નફ્ટાઈ ને બેફિકરાઈ જોઈ રહ્યો છું, તમે તમારી મા ને ફકત નોકરાણી સમજો છો. પણ આજ પછી આવુ હું નઈ ચલાવું. હવે જો તમને આ અમારા ઘરમાં રહેવું હોય તો મારા નિયમ પ્રમાણે ચાલવું પડશે. ભાવેશ વચ્ચે તડુક્યો આ શું બોલો છો પપ્પા. ને એમણે એક જોરદાર તમાચો ભાવેશ નાં ગાલ પર ચોંટાડી દીધો. હું રોકવા ગયી તો મને પન ચૂપ કરાવી દીધી. ને બોલ્યા, હવે જો આ ઘરમા રેહવુ હોય તો રસોઈ શીતલ વહુ બનાવશે, ને પ્રેમથી અને સન્માનથી અમને જમવાનું પીરસશે, એ પણ સમયસર. જરા પણ વાંધા વચકા વગર, ને જ્યારે તમને તમારી પાર્ટીઓમાં જવું હોય, ત્યારે પં અમારી માટે બનાવીને જવાનું. ને આ ઘરમાં જો તમને પણ જમવું હોય તો તમારો મહિનાનો બન્નેનો ખર્ચો વીસ હજાર રૂપિયા મહિનાની પહેલી તારીખે તમારી મા નાં હાથમા મુકી દેવા. આ રૂપિયા એ તમારું અહી રહેવાનું અને ખાવાનું ભાડુ રહેશે. જો મંજુર હોય તો ઠીક નહિ તો સાંજ સુધીમાં મને મારું ઘર ખાલી કરીને આપો ને તમારી વ્યવસ્થા બીજે કરી લેજો.

એમની વાતથી શીતલ જેમતેમ બોલવા લાગી, અમને એમનાં હકો ને કાનૂનની રીતો સમજાવવા લાગી. પણ તમારા કાકા ટસ નાં મસ ન થયા. ને એમને સાંજ સુધીનો સમય આપીને પોતે બહાર જતા રહ્યા. ને મને પણ કીધુ કે હું પણ ક્યાંક બહાર જતી રહુ. બીજી ક્યાય જવાની હિંમત ન થઈ દિકરા એટલે મન હલકું કરવાં તમારી પાસે આવી, ક્દાચ તમે તમારા કાકાને સમજાવો,એમનો ફેંસલો બદલવા. એકધારું બોલીને કાકી થાકી ગયા હતા. મેં મારા પતિને કહ્યું કે તમે વાત કરશો કાકાથી તો કદાચ એ માને. પણ એમણે જે વાત કહી એ હું નહિ ભૂલી શકું.

કાકા એમની જગ્યાએ એકદમ સાચા છે, આપણે એમનો સાથ આપવો જોઇએ, જો આજ કાકા પાછાં હટશે ને કાકી તો તમને જિંદગીભર આમજ ચલાવ્યા કરવું પડશે. ને જો આજ તમે તમારા મનને કઠણ કરશો તો આવનાર સમય સુખેથી જીવી શકશો. કાકાએ પૈસા માટે કંઈ ભાડુ નથી માંગ્યું, પણ એ બન્નેને એમની ફરજ એને જવાબદારીઓ સમજાવવા આ પગલું ભર્યું છે. જો આજે નહી તો ક્યારે નહિ. એટલે આજ કાકાને સાથ આપો કાકી. ચાલો હવે શાંત થઈ જાઓ ને ચા પીવો. કાકી તો ચા પીને મન હળવું કરીને એમને ઘરે જતાં રહ્યાં. ને મારું મન ચકરાવે ચડાવતા ગયા.

આજનાં આ આખા પ્રસંગમાં મને એક વાત તો સારી રીતે સમજાઈ ગઈ. કે મા બાપ જો સાચા સમયે સાચો ફેંસલો નથી લેતા તો સમય જતાં પસ્તાવાનો વારો જરૂર આવે છે. આ નિર્ણય કાળા કાકીએ જો પેલા જ લીધો હોત તો આજ પરિસ્થિતિ કઈક અલગ જ હોત. પણ તો યે મને કાકાનો નિર્ણય યોગ્ય લાગ્યો. એટલે સાંજે જમીને હું ને મારા પતિ બધા માટે આઈસ્ક્રીમ લઈને કાકાના ઘરે ગયા. ને ત્યાંનો વાતાવરણ જોઈને મનોમન જ કાકાની શિક્ષકનીતિને મનોમન નમન કરી બેઠા.

ત્યાં દૃશ્ય એ હતું કે શીતલ કાકીને પોતાના હાથે જમાડતી હતી, ને ભાવેશ કાકીના ઘુંટણ પર તેલ ની મસાજ કરતો હતો.અને અમારા પ્રિય કાકા આ સુવર્ણ દૃશ્ય શાંતિથી મંદ સ્મિત સાથે જોઈ રહ્યા હતા.

કાકાની આ રીત અને આજનો આ પ્રસંગ મારા જીવનમા કયારેય નહીં ભૂલી શકું.

જય શ્રી કૃષ્ણ
B ve








બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED