મારી જંખના Krishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી જંખના





મમ્મી, સાંભળ ને એક બઉ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે, બેસ ને બે મિનિટ. હા વીર સુ થયું બેટા, કેમ આમ મુંજાયલો લાગે છે, બધું ઠીક છે ને?? માનસીએ એમાં યુવાન દિકરા વીરને પૂછ્યું. માનસી: નાની ઉંમરમાંજ વિધવા થઈ ગયેલ, એક મજબુત મનોબળ ધરાવતી, પોતાના પગભર ઊભેલી, ભણેલી ગણેલી, એક પરફેક્ટ સ્ત્રી. લગ્નના બીજા વર્ષ ની વર્ષગાંઠ, એના પતિ સાથે મનાવવા જાય છે. એ સમયે પોતાને આઠમો મહિનો ચલતો હોવાથી એને નોહતું જવું, પણ પતિની જીદ નાં લીધે જવું પડ્યું. હા એનો પતિ રાજ ખુબ જિદ્દી અને ક્રુર હતો, પણ માનસી એનો
વિરોધ કરતી નહિ ખબર નહિ, કેમ પણ એકદમ નીડર અને બેબાક માનસી રાજ સામે નબળી પડી જતી. આ વખતે પણ એમજ થયું. એની ઈચ્છા ન હોવા છતાં પણ રાજ સાથે જવું પડ્યું. રાજે એના મિત્રો સાથે મળીને ખુબ દારૂ પીધું, લેટ નાઈટ ડ્રિંક કરીને ડ્રાઇવ કરવાથી ગાડીનું બેલેન્સ ગુમાવી બેઠો ને એક્સિડન્ટ થયું. રાજ જગા પર જ મૃત્યુ પામ્યો, રસ્તા પર પસાર થતાં લોકોએ માનસીને હોસ્પિટલ ખસેડી, અને આઠમા મહિને વીર જનમ્યો. ત્યાર બાદ માનસીએ એકલે હાથે વીરને મોટો કર્યો. બધાએ સલાહ આપી કે બીજા લગ્ન કરી લે પણ માનસી નિર્ણય લઈ ચૂકી હતી, હવે એ જ વીરની માં ને એજ વીર નો બાપ. આજ એનો વીર અઠ્યાવિસ વર્ષનો થયો. માનસીની અંખો સામે આખું દ્રશ્ય ફિલ્મની રિલની જેમ ફરી ગયું. વીર એને ઢંઢોળીને વર્તમાનમાં પાછી લાવે છે. વીર માટે એની માં એક પરફેક્ટ આદર્શ માં હતી. એનું જીવન એના શ્વાસ હતી.
મમ્મી, તું તો જો પાછી ખોવાઈ ગઈ તારા વિચારોમાં. હવે મારી વાત સાંભળીશ. આ જો આજ અમારા ફ્રેન્ડ્સ ક્લબમાં valentine's પાર્ટી છે, ને તારે પણ આવવાનું છે, માટે તને સરપ્રાઈઝ આપવી છે. માં તું આવિશ ને?? હા મારી જાન હું હું ચોક્કસ આવીશ. સાંજે આઠ વાગે વીર માનસીને લેવા આવે છે, બન્ને પાર્ટી હોલમાં પહોંચે છે, ધીમા સંગીત સાથે પાર્ટીનો માહોલ જામી રહ્યો હતો. શ્વેતા પણ પાર્ટીમાં હાજર હતી, શ્વેતા આજ વીરને પ્રપોઝ કરવાના ઇરાદા સાથે ત્યાં આવી હતી, જેની જાણ વીરને થઈ ગયી હતી. એટલે જ્યારે શ્વેતા વીરને પ્રપોઝ કરવા એની પાસે જાય છે,ત્યાંજ વીર સ્ટેજ પર જઈને માઇક લઈને જાહેર માં શ્વેતાને સંબોધીને કહે છે. શ્વેતા આજ હું બધા સામે કઈક કેહવા માંગુ છું.

જો શ્વેતા આ મારી માં છે, મારો જીવ, મરા શ્વાસ, મારી ધડકન, મારા પપ્પા, ને મારો પહેલો પ્રેમ. પણ શ્વેતા જ્યારથી તને જોઈ છે ને ત્યારથી તારામાં મારી માં ની પડછાયી શોધું છું. મને ખબર છે કે તું મને પસંદ કરે છે, પણ આજ મારે તને કઈક કહેવું છે.

તુજમાં મારી આત્મા શોધું છું, હું તુજમાં મારો શ્વાસ ગોતું છું,
વસે છે હર પળ મુજમાં , એવી મારી માં શોધું છું,
બનીશ હું પ્રિયતમ તારો, આપીશ તને હર ખુશી તારી,
પણ તારી દરેક ખુશીમાં ય હું, મારી માં ની હસી શોધું છું,
જંખના છે તું મારી, વિતે તુંજ સંગ જીંદગી પ્યારી,
પણ એ પ્યારમાં ય આપણા હું, મારી માં ના અરમાન ઝંખું છું,
તારી પાસે વિશ્વાસ એક એવો અર્થું છું, તું છોડીશ નહીં સાથ એવો પ્રયાસ પ્રાર્થું છું,


શ્વેતા, હું તને ખૂબ પ્રેમ કરું છું, પણ તારા કરતાં પણ વધુ મારી માં ને કરું છું, હવે તું નક્કી કર કે તું આજીવન આ પાગલને તારા જીવનમાં ઝંખીશ કે નહિ.
વીરની વાત સાંભળીને શ્વેતા અને માનસી બન્નેની આંખો સજળ બને છે. અને બંને આ સંબંઘ સહર્ષ સ્વીકાર કરે છે.



B ve