પરિતા - ભાગ - 13 Parul દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

પરિતા - ભાગ - 13

પરિતાએ પોતાની જિંદગી સાથે સમાધાન તો કરી લીધું હતું પણ આ રીતે મન મારીને જીવવા માટે એનું મન માની રહ્યું નહોતું. પત્ની તરીકે સમર્થનું ખાવા - પીવાનું ધ્યાન રાખવું, એનાં સ્વભાવને સાચવવાનું ને એની કહેલી વાતને માની લેવાનું બસ એ જ એનું જીવન બની ગયું હતું.

સમર્થનો હાથ પોતાનાં હાથમાં પકડીને એ વિહરી શક્તી નહોતી, એનાં જોડાજોડ બેસીને મનપસંદ મૂવી જોઈ શક્તી નહોતી, નાની - નાની આવી દરેક અને અનેક પળો અને એમાંથી મળતો આનંદ કે જે જુવાન હૈયું જીવવા અને માણવા માટે ઝંખતું હોય છે, એ પળો અને એ આનંદની પરિતાનાં જીવનમાં કમી હોવાને કારણે પરિતાનું મન આવી પળોને માણી લેવા માટે ઝંખી રહ્યું હતું.

મન તો એને થતું હતું કે સમર્થ સાથેનું બંધન તોડી દે ને માણી લે એ તમામ ખુશીઓને જે ખુશીઓથી એ વંચિત રહી ગઈ હતી. પણ પછી દીપનો ખ્યાલ આવી જતો ને પોતાનાં મનને મારી લેતી હતી.

"શું થયું છે...? આજકાલ બદલાયેલી - બદલાયેલી લાગે છે....!" એક રાત્રે સમર્થે પરિતાને કહ્યું.

"કંઈ નથી થયું...., ને બદલાયેલી હું નહિ...., પણ તમારી નજર લાગે છે....!"

"એ કેવી રીતે....?"

"કારણ કે, હું તો એની એ જ છું, એ જ બે કાન, એ જ બે આંખ, એક નાક ને આ એકનો એક ચહેરો...., જેમાં કોઈ જ બદલાવ આવ્યો નથી..!"

"હું તારાં દેખાવની નહિ પણ સ્વભાવની વાત કરી રહ્યો છું...."

"સ્વભાવ....! શું થયું છે ? મારાં સ્વભાવને....? કેમ તમને બદલાયેલો લાગે છે....?"

"તું હવે પહેલાની જેમ મમ્મી - પપ્પાને લગતી..., ઘરનાં કામોને લગતી..., કે પછી મારે લગતી કોઈ ફરિયાદ કરતી નથી.....!"

"ફરિયાદ નહિ..., એ મારાં મનમાં આવેલી વાતો હતી...., જે હું તમને મારાં પોતાનાં સમજીને કહી રહી હતી....."

"તો હવે ..., હું તારો પોતાનો નથી રહ્યો......?"

"ના.....,"

"હેં.....?"

"ના...., એટલે કે ..., તમારી પાસે સમય નથી હોતો..., ને વળી પાછી ઓફિસનાં કામની કાયમી ઉપાધિ.....! એમાં વળી હું ક્યાં મારાં મનની વ્યાધિ લઈને બેસું....! એટલે હવે મેં મારાં મનની વાતો તમને કહેવાનું બંધ કરી દીધું છે...."

"વાહ ...! પહેલા કરતાં તો હવે ઘણી સમજદાર થઈ ગઈ છે...."

"સમજદાર તો હું પહેલથી જ હતી...., હવે સમજદારી આવી ગઈ છે..."

"એ... , સાચું...." એમ કહી સમર્થ તો સૂઈ ગયો પણ પરિતા મોડી રાત સુધી જાગતી જ રહી. એની નજર સામે એને ત્રણ - ત્રણ પરિતા નજર આવી રહી હતી..., એક લગ્ન પહેલાંની..., એક લગ્ન પછીની... , ને એક હમણાંની..પાર્થનાં પ્રેમમાં પડેલી...! ત્રણેય પરિતા એકબીજાથી સાવ.....,તદ્દન જુદી....! લગ્ન પહેલા પોતાને એક સારી કંપનીમાં ઊંચા હોદ્દા પર જોવાનાં કેટલાંય સપના એની આંખોમાં ભરેલા હતાં, જે લગ્ન પછી તો લગભગ અદ્શ્ય જ થઈ ગયાં હતાં, ને હવે આંખોમાં સપના તો છે પણ એનું રૂપ બદલાઈ ગયેલું હતું! પોતાની જિંદગી આ રીતે વળાંક લેશે એવું તો એણે ક્યારેય ધાર્યુ જ નહોતું.

મહત્તવકાંક્ષી પરિતામાંથી એ આંકાક્ષી પરિતા બની ગઈ હતી. મહત્ત્વ જેવો શબ્દ તો હવે એનાં પોતાનાં માટે રહ્યો જ નહોતો! પિતાની કરેલી લાગણીનાં વહેણમાં વહી જઈને એણે લગ્ન કરી લેવા પડ્યા હતાં ને એ લગ્ન માતા - પિતાને કે બધાંને સુખાકારી જણાઈ રહ્યાં હતાં પણ અંદરખાને તો એને એ બંધનકારી લાગી રહ્યાં હતાં.

મગજમાં ચાલી રહેલા આવા વિચારોનાં તાંડવને કારણે એને ઊંઘ તો આવી નહોતી રહી તેમ છતાં આંખો બંધ કરી એણે સૂવાનો પ્રયત્ન કર્યો, કારણ બીજા દિવસે દીપને સ્કૂલ પિકનિકમાં જવાનું હોવાથી એણે સવારે વહેલા ઉઠવાનું હતું.

પરિતાની જિંદગી હજી એને નવા વળાંકે લઈ જશે કે કેમ? એ જાણવા માટે વાંચતા રહો આનાં પછીનાં ભાગો.

(ક્રમશ:)