આગળનાં ભાગમાં ...
કિવા મુંબઈ ના કાંદિવલી BMC ગાર્ડન માંથી ખોવાઇ જાય છે. આખરે વેદ અને અક્ષર કાંદિવલી પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ લખાવે છે. ઇન્સ્પેક્ટર શોર્ય કિવા ને શોધવાના પ્રયત્નો ચાલુ કરી દે છે. અક્ષર વેદ ને પોતાના ઘરે લઈ જાય છે.
હવે આગળ...
_________________________
"ઈશા,હું વેદ ને ઘરે લઈ આવું છું. આપણે ધ્યાન રાખવું પડશે કે વિવાન વેદને કિવા વિશે કંઈ ન પૂછે."અક્ષરે બાઇક પાર્કિંગ માંથી કાઢતી વખતે જ ઈશાને message કરી દીધો.
"Ok".
ઘરે પહોંચીને અક્ષર, વેદ અને ઈશા એ જમી લીધું.
આખરે વેદ હિંમત કરી ને સુમિત્રા બેન ને ફૉન કરે છે.
"વેદ નો ફૉન, અત્યારે!મુંબઈથી નીકળતી વખતે વેદ ગાર્ગી ને લઈને ચિંતામાં હતો એટલે તેનો ફોન આવ્યો લાગે છે. "
"હેલો, બેટા! અમે ૮ વાગ્યે જ પૂના પહોંચી ગયા. ગાર્ગી બેટા સાથે તમારી વાત થઈ?"
"માં....., મારે બીજું કામ હતું."
"હાં, બોલો વેદ. શું થયું?"
"કિવા...."
"શું થયું ? કિવા ગાર્ગી ને યાદ કરે છે? કિવા મજામાં તો છે ને?"
આ સાંભળીને વેદ મહામહેનતે પોતાના આંસુ રોકે છે,અને ઊંડો શ્વાસ લઈ ને બોલે છે."કિવા ખોવાઈ ગઈ છે!"
"શું! પણ ક્યાં? કેવી રીતે?"
વેદ બધી ઘટના ટૂંકમાં કહે છે.
"માં, ગાર્ગી ને કેમ કહું! હિંમત જ નથી થતી!"
થોડીવાર તો સુમિત્રા બેન ને પણ શું બોલવું તે સમજાયું નહીં.
"બેટા, બહુ મુશ્કેલ સમય છે,પણ તમારે હિંમત રાખવી પડશે અને વિશ્વાસ પણ રાખવો પડશે કે કિવા જલ્દી જ મળી જશે."
"વેદ, મને લાગે છે કે આ વાત હમણાં ગાર્ગી ને ન જણાવીએ તો? મુંબઇ પહોંચીને કહીએ તો? "
"માં, તો ગાર્ગી ને શું કહીશું?"વેદ નાં અવાજ માં દર્દ છલકાતું હતું.
"કિવા ની તબીયત ખરાબ છે, હું એવું સમજાવી દઈશ.! તમારી સાથે વાત થાય ત્યારે તમે પણ એમ જ કહેજો."
"ઠીક છે."
સુમિત્રાબેન ગાર્ગી ના રૂમ બાજુ જાય છે.' હે ઈશ્વર, મારો સાથ દેજે.'
"માં, તમે! શું થયું, કાલ ની મીટીંગ નું કઈ કામ રહી ગયું?"
"નાં ગાર્ગી.... બેટા,તું કાલે વહેલી સવારે ડ્રાઇવર સાથે મુંબઇ જવા નીકળી જજે."
"કેમ, શું થયું? ગાર્ગી ને કશુંક બરાબર ન હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો.
"બેટા, કિવા ને તારા વગર રહેવાની આદત નથી, એટલે તેને તાવ આવી ગયો છે.તું કાલે જ જતી રહે,હું અહી સંભાળી લઈશ."
"તાવ! અચાનક મારી ઢીંગલી કેમ બીમાર પડી ગઇ! પણ માં, તમને કેમ ખબર પડી?"
"વેદ નો ફૉન આવ્યો હતો."
"વેદ એ મને ફોન કેમ ન કર્યો. માં, તમે સાચું જ કહો છો ને, બીજી કોઈ વાત નથી ને?"ગાર્ગી ની આંખમાં શંકા હતી.
"ના.... નાં. સાચું જ કહું છું. એ તો બેટા, વેદ એ કહ્યું, તારો ફોન નહોતો લાગતો.કદાચ નેટવર્ક પ્રોબ્લેમ હશે."
"ઠીક છે માં."
સુમિત્રા બેન ના રૂમ માંથી નીકળ્યા બાદ..
ગાર્ગી વેદ ને ફોન કરે છે.
"ગાર્ગી નો ફૉન! સુમિત્રા માં એ ગાર્ગી ને કહી દીધું લાગે છે.
' હું ગાર્ગી ને કેમ સમજાવીશ! ' ફૉન ની રીંગ વાગી રહી હતી પણ વેદ ની હિંમત જ નહોતી થઈ રહી ગાર્ગી સાથે વાત કરવાની.
"વેદ , ભાભી સાથે વાત કર. ધ્યાન રાખજે, કિવા ની તબીયત ખરાબ છે એ જ કહેજે."અક્ષર વેદ નાં ખભે હાથ રાખતા બોલ્યો.
"હેલો."
"હેલો, વેદ. કિવા ને અચાનક શું થઇ ગયું? તે એને વધારે આઈસ ક્રીમ ખવડાવી દીધો?કેમ અચાનક તાવ આવ્યો?"
"નાં ગાર્ગી. એવું નથી."વેદ ભારે અવાજથી બોલ્યો.
"એક મિનિટ, શું થયું વેદ? તારો અવાજ કેમ સાવ દુઃખી લાગે છે? કિવા ની તબીયત વધારે ખરાબ છે?હું અત્યારે જ નીકળું છું."
"નાં ગાર્ગી, કિવા ઠીક જ છે, અત્યારે દવા આપી ને સુવડાવી દીધી છે.તું સવારે જ નીકળજે."
"ઠીક છે."
ગાર્ગી એ આખી રાત કિવા ની તબીયત ની ચિંતા કરવામાં વીતાવી દીધી. ને વેદ ની આંખો તો પળવાર માટે ઝંપી જ નહીં. આંસુ ની ધારા વહેતી જ રહી.