પાલતુ - પુસ્તક Dipti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પાલતુ - પુસ્તક

પાલતુ - પુસ્તક

આવો આપણે સૌ પ્રથમ બે ઘટનાની સરખામણી કર્યે.

❆ ઘટના ૧ :

આજે સવારથી જ સૂરજદાદા વાદળો સાથે સંતાકુકડી રમી રહ્યા હતા.

દક્ષિણથી હરોળ-બંધ થોડા કાળા તથા થોડા ધોળા વાદળો શહેર તરફ કૂચ કરી રહ્યા છે.

ઓફિસે પોહ્ચ્યો ત્યારથી ઉકળાટ થઈ રહ્યો હતો , ત્યાં જ ઇન્દ્ર દેવ એ AC ચાલુ કર્યું હોય તેમ બારીમાંથી ઠંડી હવાની ભરતી આવી અને અનાયાસે બારીની બહાર જોવાઈ ગયું. ૧૫ મિનિટમાં મેઘરાજા વધામણી આપશે એવું અનુમાન લગાવ્યું હતું જ ત્યાં તો ઝરમર ઝરમર પાણી વરસવા લાગ્યું.

ડામરના રોડ પર ચમક આવી ગઈ અને નારિયેળીના ઝાડએ નવી લીલી ઓઢણી ઓઢી લીધી, બહારનું દ્રશ્ય કોઈએ નવું ફિલ્ટર લગાવ્યું હોય તેમ બદલાઈ ગયું હતું.

હવે શહેરમાં ભીની ભીની માટીની સુગન્ધ તો ક્યાંથી હોય પરંતુ ૪ વાગેની પેલી મશીનવાળી ચા ની તલબ બમણી થઈ ગઈ.......

❆ ઘટના ૨ :

સવારથી તો એકદમ કોરાકટ આકાશમાં સુરજદાદા કડક ફિલ્ડિંગ ભરી રહ્યા હતા અને હમણાં અચાનક કાળા- ડિમ્મર વાદળોએ પોતાનું રાજ જમાવી લીધું,

થોડુંક અંધારું પડવા લાગ્યું હતું. કમ્પ્યુટર સામેથી ઉભો થઈ હજી બારી સુધી પોહ્ચ્યો ત્યાં તો વરસાદની ધોધમાર ઝડી આવી પડી,

બિલ્ડીંગ બહારથી આર્ટિફિશ્યલ ઝરણા ( ધોધ) ના અવાજ આવવા લાગ્યો.

બહાર જોઈને વિચાર આવ્યો કે આજે ઘરે જતા પાણી અને ટ્રાફિક બન્ને નડશે એટલે આજની ચા ની તલબ બુઝાઈ ગઈ. હવે વરસાદ કેટલો પડશે ક્યારે રોકાશે ની ચર્ચાઓ સંભળાવા લાગી.

પાછો ફર્યો ત્યાં તો ઈમાનદારી ની મુરત એવી ઇલેકટ્રીસિટીએ વરસાદ સાથે વફાદારી નિભાવી દીધી હતી અને અંતે એ પણ જતી રહી......

❆ સરખામણી :

ઉપરયુક્ત બન્ને ઘટનાનો સંબંધ વરસાદ પડવા સાથે છે.


➤ પ્રથમ ઘટનામાં નાયક ને પહેલાથી જ વરસાદ આવવાના અણસાર હતા, તે વરસાદના આગમનને માણે છે અને વરસાદ પડ્યા પછીના સમયનું ઝીણવટતા પૂર્વક અવલોકન કરે છે.

વાતાવરણમાં આવેલો બદલાવ નાયકને ખુશી આપે છે. ઝરમર વરસાદમાં એક નીરવ શાંતિની અનુભૂતિ છે.

➤ દ્વિતીય ઘટનામાં નાયકને વરસાદ આવવાના કોઈ સંજોગ નહતા દેખતા તેથી અચાનક આવેલો ધોધમાર વરસાદ માટે નાયક તૈયાર નથી , જે તેને ચિંતામાં મૂકી દે છે.

આવા ધોધમાર વરસાદ પોતાના સાથે થોડીક મુશ્કેલી પણ નાયક માટે પેદા કરી, જેથી નાયકનું મન અશાંત થઈ ગયું.

❆ સાર:
પુસ્તક સાથે પણ કંઈક આવું છે.


➤ પુસ્તક હાથમાં લઈને સીધું જ તેમાં ઝપલાઈ દઈએ તો તેમાં રહેલા ભાવનાત્મક શબ્દો, સમજણ, અર્થ વગેરે પેલા ધોધમાર વરસાદ ની જેમ સીધા જ આવશે,

જેથી ખરા અર્થમાં તેને સમજવાનો સમય નહીં મળે. પુસ્તક રસપ્રદ હશે તો ઠીક નહીં તો તે માત્ર કોરા શબ્દોની ભાત- ભાત વળી ચિત્ર-બુક બની ને રહી જાય છે, જેને આખી વાંચી તો લઈએ પરંતુ સમજી શકાતું નથી.

➤ તેથી વિરુદ્ધ પુસ્તકના આગમનથી લઈને અંત સુધી તેને પોતાના દૈનિક-કાર્ય સાથે સાંકળીયે , તેની સાથે સમય વ્યતીત કર્યે તો, પુસ્તકની છાપ ઘણા સમય સુધી આપણા માનશ-પટલ પર રહે છે.

સફર :

➤ એક પુસ્તકના આપણા સુધી પહોંચવાના ઘણા કારણ હોઈ શકે છે જેમકે ભેટ, ખરીદી, મિત્ર પાસેથી, પુસ્તકાલયથી, વગેરે..

કારણ ગમે તે હોય , પરંતુ નવી કોઈ પણ પુસ્તક પ્રથમ વાર હાથમાં લેતા સમયે હમેંશા કોઈ નવજાતના સ્પર્શ જેવી જ અનુભૂતિ થાય છે.

➤ ત્યાર બાદ આવે છે રંગબેરંગી બુક - કવર,
બુક - કવર ની ગાઢ પૃથુકરણ કરવું મારા મુખ્ય નિયમ માંથી એક છે,

જો મુખ્ય બુક - કવર ની વ્યાખ્યા કર્યે તો કંઈક આમ લખાશે :-

પુસ્તકનું મુખ્ય કવર એ જાણે હજારો શબ્દો ના લેખનો એક શબ્દ-સમૂહ !!

બુક-કવર તમને પુસ્તક ના વિષય વિશે થોડા ઘણા અંશે અવગત કરે છે તથા સસ્પેન્સ પણ પેદા કરે છે. ઘણા લોકોને બુક - કવર જોઈને પણ તેને વાંચવાની આદત હોય છે.

➤ આગળ..

પહેલાથી પણ પહેલું પેજ, જેના પર અંકિત થયેલ લેખક-પરિચય વાંચવું એટલું જરૂરી નથી ગણાતું, જેટલું ધાણા વગરની દાળ બનાવવી.

દાળમાં ધાણા ન પડે તો પણ સ્વાદમાં ફર્ક ન જણાય, પરંતુ જો ધાણા પડે તો દાળમાં એક નાનો પણ અલગ નિખારે આવી જાય છે.

બસ તે જ રીતે જો લેખક-પરિચય ન વાંચિયે તો પણ લેખ-વાર્તા માં સમજણ તો પડશે જ , પરંતુ જો લેખક વિશે થોડુંક જાણીયે - વાંચિયે ત્યારે તેમના લખાણનો મર્મ, છટા, વાત કેહવાની રીત વધુ સમજાય છે.

➤ જૂની પુસ્તકાલયમાં પેલા કાચના કબાટમાં મુકેલી લાલ કવર વાળી મોટી બુકમાંથી આવતી સુગંધથી જે નશો ચડે છે તે અફીણથી લગીરે ઓછો નથી.

હા વાત છે આગળ નવી-નવેલી પુસ્તકની સુગંધની .... જે પુસ્તક અને વાચક વચ્ચે અદૃશ્ય આત્મીયતા સાંધે છે.

આપણે દરેકે સ્કૂલમાંથી મળતી નવા અભ્યાસકર્મની સરકારી પાઠ્યપુસ્તકોમાંથી આ લ્હાવો લીધો જ હશે.

➤ વાંચતા વખતે જ્યાં અટક્યે ત્યાં નું પેજ ફોલ્ડ કરવું એ બધાનું ઓલ ટાઈમ ફેવરેટ બુક- માર્ક છે નઈ !!


તે સાથે ફેવરેટ કાર્ટૂન , ફુલ , પેન્સિલ - પેન , દોરી , પેપર - DIY વળી ચાંદીના સુંદર સુંદર આર્ટવાળા બુક માર્ક ભેગા કરવા પણ એક હોબી હોય છે. ખરું ને ?

દરેક બુક માટે એક અલગ બુકમાર્ક રાખવું શાન થી ઓછું નથી.

➤ જે તે સમયે વંચાતી બુકને સાથે બેગ માં રાખવી , નાની - નાની વાતો ને હાઈલાઈટ કરવી , ટાઈમ - પાસ ના સમયે નાના ચિત્ર દોરવા , ફોટો સાથે લેવા... એક ૨૪ કલાક સાથે રહેતા પેટ(પાલતુ પ્રાણી) જેવું છે.

જે ક્યારેય એકલતા તો અહેસાસ થવા દેતું નથી.


જેમ દરેક લોકો પોતાની વ્યક્તિત્વ ના રીતે પેટ પસંદ કરે છે. કોઈ ને નાનું ગલુડિયું પસંદ છે , તો કોઈ ને ક્યુટ મ્યાઉં... તે રીતે જ આપણે પોતાના વ્યક્તિત્વ અને સ્વભાવ ના હિસાબથી પુસ્તક પસંદ કરીશું. અને સામેના વ્યક્તિ પણ તે પરથી મત બાંધશે.

➤જેમ વફાદાર કૂતરું - બિલાડી તમને ધ્યાન દઈને સાંભળે છે. તેમ તમારું પ્રિય મિત્ર - પ્રિય પુસ્તક પણ દરેક મૂંઝવણમાં તમને તમારા પ્રશ્નોના ઉત્તર આપે છે , ખરું ને !! જેની ભાષા કે વિચાર માત્ર તમે જ સમજી શકો છો.


➤વાર્તા કે લેખ જેમ જેમ આગળ વધશે .. તેમ તેમાં આવતા ઉતાર- ચઢાવ , રહ્શ્ય , સુખ-દુઃખ એક સાચ્ચા વાચકની લાગણી પર અસર કરશે.

અહીં નોંધ લેવી કે , વાચક ૨ પ્રકારના હશે..

૧. જે ધીરે ધીરે થોડુંક વાચન કરીને બાકીનો સમય , તે પઠનને મનમાં વાગોળ્યા કરશે.

૨. બીજા એવા કે એક જ સમયમાં એક પછી એક ભાગને ઉથલાવતા-ઉથલાવતા પોતાના અનુભવ કે ભૂતકાળમાં ગોથાં મારશે.


તમે ક્યાં વાચક છો ? કોમેન્ટ માં જણાવજો .. હ ને


અંત :

➤ બસ/ટ્રેન માં મનગમતી બારી વાળી જગ્યા , બહારથી વાતો ખુશનુમાં પવન , અરિજિતના ગીતો , આરામદાયક શીટ , મનગમતો નાસ્તો ... આ મિશ્રણ રૂપી સફર માં એવું લાગે કે બસ ... સ્ટેશન ક્યારેય આવે જ નહીં અને બસ/ટ્રેન આમ જ ચાલતી જ રહે.

આજ રીતે...

પુસ્તકના અંતનો એક રોમાન્ચક ક્લાઈમેક્સ , વાર્તા નું ધીમી ગતિએ ચાલતો અંતિમ પડાવ..

એક મુંઝણવણ ઉભી કરે છે કે ફટાફટ વાંચશુ તો વાર્તા ખતમ થઈ જશે અને ધીમે ધીમે વાંચશુ તો સસ્પેન્સ વધશે...


વાર્તા / પુસ્તક નું અંત કરવું ખરેખર જરૂરી છે ???

બસ આ સફર ચાલ્યા કરે તો ન ચાલે .....


"અંત થી આગળ ની વાર્તા કેવી હશે ,

ચલો હવે તો એ અમારી મનગમતી હશે....."

- એક ગઝલકાર


સારાંશ :

➤એક પુસ્તકની ખરીદી , વાચન અને તેના અંતના આ ઘટનાક્રમ માં કૈંક નથી બદલાતું તો બસ એ છે તમારું ને મારું પ્રિય મિત્ર પુસ્તક ..... વર્ષો પછી પણ એજ વાત, એજ ભાવ અને એજ ઈમાનદારી.


ચાલો ખરા અર્થમાં પુસ્તક ને પણ સજીવ નો દરરજો આપ્યે.

તેને પ્રેમ કર્યે ..


તમારી પ્રિય સાથી પુસ્તક વિશે અવશ્ય જણાવશો 🙏


આભાર 🙏


-દીપ્તિ ઠક્કર