અમદાવાદ થી રાજકોટ તરફ જતી ગુરુજર-નગરી મધ્યમ ગતિથી આગળ વધી રહી હતી. બસના ડ્રાઇવર ડુંગરાળ પ્રદેશમાં પોતાના અનુભવથી રોલર કોસ્ટર નું સ્મરણ કરાવી રહ્યા હતા.
સુરજદાદા પણ આજે હાફ ડે કરવાના મૂડમાં હોય એમ આછો પાતળો તાપ વરસી રહ્યો છે, જેથી બહારના કુદરતી દ્રશ્ય ને પણ સોનેરી ફિલ્ટર પ્રાપ્ત થયું હતું.
લીલી-ચટાક ચૂંદડી ધારણ કરેલ ચોટીલા ના ડુંગર જોતાં વિન્ડો સીટ પર બેઠેલી ઈરા તેમા એક વાર્તાનુ તણખલું શોધી રહી હતી અને સાથે ઠંડી ઠંડી કોફીની નાની નાની ચુસ્કી પણ તેનો ભરપૂર સાથ આપી રહી હતી. વાર્તા કે વિચાર ચા-કોફી વગર એવા અધૂરા જેસે "જલ બીન મછલી...." બરોબર કીધું ને ?
તેણી બાજુની સીટ પર બેઠેલી આધ્યા હજુ પણ મોબાઈલ ફોન માં સ્વત્રંતતા ધારાવાહિક લખાણ એપ્રિલ 2022 ના વિનર્સ ની યાદી માં ઇરા નું નામ છેલ્લા એક કલાક થી વધારે સમયથી શોધી રહી હતી.
"હવે બસ કર , તારા ૧૦૦ વખત જોવાથી મારુ નામ અંદર છપાઈ નહીં જાય" - ઇરા એ તેણીને હસતા હસતા કહયું.
આધ્યા : પરંતુ ઇરા તું સમજ માત્ર ૭૮ વાચકોની કમી ના લીધે તું ટોપ 5 માં ન આવી શકી. તને દુઃખ નથી લાગતું? હું તો ભારોભાર નિરાશ છું. આપણી આટલી બધી મહેનત નું શું?.. કાશ.. કાશ આપણે હમણા ટોપ ફાઈવમાં હોતા.
ઇરા હજુ પણ પહેલા ની માફક મંદ મંદ હસતી હતી. તેને પોતાની પ્રિય સખી આધ્યા ને કહ્યું : લે કોફી પી લે તું પહેલા અને શાંત રે મારી માતા ઉર્ફે મેનેજર. જરાક બહારના ડુંગર ની રમણીય સુંદરતા ને જોતો જરાક.
આધ્યાએ ફરી નિસાસો નાખ્યો અને બોલી : મારુ મન નથી મને તો એમ કે હવે ફરીથી એજ નવા ટોપિક ની શોધ , નવું લખાણ , દરરોજ ની અપડેટ એન્ડ પરિણામની રાહ... ઉફ્ફ.
તો શું જીતી ગયા હોત આપણે નવી રચના નહતા લખવાનાં એમ? બોલ તો ? - ઈલા એ હવે થોડીક ગંભીરતાથી પ્રશ્ન કર્યો.
આધ્યા હવે થોડી છંછેડાઈ અને શબ્દો ન મળતા બોલી કે,
"તો વાત અલગ હોત ઇરા, તું સમજતી નથી મને" - આધ્યા.
ઇરા એ હવે તેને સમજાવતા ગંભીરતાથી કહ્યું કે ,
- જો હારી ગયા તો શું ? ફરીથી જીતવા માટે બીજી વખત બમણી જોર લગાવશું. બરોબર ? આ સમય તો ભૂલો નું પૃથકરણ કરવા માટેનો છે.
- મને એમ કહે કે, જો જીતી ગયા હોત તો હવે આગળ હાર પોસાય એમ નથી એમ વિચારીને હજુ વધુ મહેનત કરવી પડતી. રાઈટ ..શું બસ એક જ વખત જીતવું મહત્વનું છે તારા માટે? પછી આગળની આપણી મહત્વકાંક્ષાઓ વિસરાઈ જવાની હતી.
હાર કે જીત, સફળતા-નિષ્ફળતા કશું પણ આપણા હાથમાં નથી .. તો પરિણામ ગમે તે આવે આધ્યા..
આગળ બીજા પ્રયત્ન માટે વધવાનું જ હતું ને ,
આપણા હાથમાં છે માત્ર " કોશિશ " , " મહેનત " અને ખાસ તો... " સ્વીકાર ".
આધ્યા ઈરાની વાત સમજતા માત્ર હકારમાં પોતાનું માથું ધુણાવ્યું તેને એ પણ ખબર હતી કે પોતાની સખી હવે વાત પૂરી કર્યા વગર અટકે એમ નથી.
બીજી વાત એમ કે, બોલતા ઈલા એ આગળ કહ્યું કે,
" જો તું પરિણામ નો સ્વીકાર કરવામાં આટલો સમય વેડફી તો બીજા પ્રયત્ન માટે તારી પાસે સમય ખૂટશે જ. પરિસ્થિતિનો બને એટલી જલ્દીથી સ્વીકાર કરી આગળ વધવું તેમાં જ સમજદારી છે આધ્યા."
માટે તો એક જગ્યાએ અટકી ન જા, નહીં તો દરેક રસ્તો તને કંટાળાજનક અને લાંબો જ લાગશે પછી ભલે તે તને મંઝીલ સુધી લઈ જતો હોય...
છેલ્લું વાક્ય ઈરા જરાક ઉતાવળે અને મોટેથી બોલી ને અલ્પવિરામ સાથે રોકાઇ ત્યારે તેની નઝર આસપાસ બેઠેલા લોકો પડી જે તેને એકીટશે જોઈ રહ્યા હતા.
તેણીએ આધ્યા સામે જોયું તો તે પણ ચિંતા મુક્ત થઈ મુસ્કુરાઈ રહી હતી. ઈરાએ આંખના ઇશારાથી આધ્યા ને ચૂપ રહેવા કહ્યું અને પૂછ્યું શું થયું એમ.
આધ્યા એ ઉત્તર આપતા કહ્યું - કે આખરે બસમાં જ આપણને વાર્તાનો નવો ટોપિક મળી ગયો ને.
કયા વિષયમાં ? ઈરા એ પૂછ્યું.
અરે તું વિષયની વાત કરે મેં તો પ્રથમ પંક્તિ પણ તૈયાર કરી લીધી છે. - આધ્યા.
જો સાંભળ..
.. "બંધિયાર કૂવો તો બે ઘડીની તારીફ છે માત્ર,
એ સારથી તું, વહેતું ઝરણું બની જા !!
આધ્યા હવે ઈરા સાથે નવી વાર્તા- સ્વીકાર ના મુદ્દાઓની ચર્ચા કરતા કરતા મુસાફરી અને જિંદગી બન્નેને માં આગળ વધી ગઈ.
- દીપ્તિ