The Author Rakesh Thakkar અનુસરો Current Read KGF - ચેપ્ટર 2 By Rakesh Thakkar ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ Share Facebook Twitter Whatsapp Featured Books શ્રાપિત પ્રેમ - 18 વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે... ખજાનો - 84 જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે... લવ યુ યાર - ભાગ 69 સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ... નિતુ - પ્રકરણ 51 નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું... હું અને મારા અહસાસ - 108 બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્... શ્રેણી વાર્તા આધ્યાત્મિક વાર્તાઓ ફિક્શન વાર્તા પ્રેરક કથા ક્લાસિક નવલકથાઓ બાળ વાર્તાઓ હાસ્ય કથાઓ મેગેઝિન કવિતાઓ પ્રવાસ વર્ણન મહિલા વિશેષ નાટક પ્રેમ કથાઓ જાસૂસી વાર્તા સામાજિક વાર્તાઓ સાહસિક વાર્તા માનવ વિજ્ઞાન તત્વજ્ઞાન આરોગ્ય બાયોગ્રાફી રેસીપી પત્ર હૉરર વાર્તાઓ ફિલ્મ સમીક્ષાઓ પૌરાણિક કથાઓ પુસ્તક સમીક્ષાઓ રોમાંચક કાલ્પનિક-વિજ્ઞાન બિઝનેસ રમતગમત પ્રાણીઓ જ્યોતિષશાસ્ત્ર વિજ્ઞાન કંઈપણ ક્રાઇમ વાર્તા શેયર કરો KGF - ચેપ્ટર 2 (25) 1.3k 3.2k 1 KGF ચેપ્ટર 2-રાકેશ ઠક્કર'KGF ચેપ્ટર 2' આમ તો એક એક્શન ફિલ્મ છે. છતાં એમાં ઘણા ઇમોશનલ દ્રશ્યો પણ છે. ફિલ્મમાં જ્યારે યશ પોતાની મા સાથે, પત્ની સાથે કે એક મુસ્લિમ મહિલા સાથે મૂક સંવાદ કરે છે ત્યારે દર્શકોની આંખમાંથી પાણી આવી જાય છે. યશને 'બાહુબલી' ના પ્રભાસથી પણ ઊંચો મુકામ મળ્યો છે. હવે તેણે એ ધ્યાન રાખવું પડશે કે 'સાહો' અને 'રાધે શ્યામ' પછી જે હાલત પ્રભાસની થઇ છે એવી પોતાની ના થાય. ફિલ્મને વધારે પસંદ કરવાનું એક કારણ એ છે કે છેલ્લા થોડા સમયથી ફિલ્મોમાં બમ્બૈયા મસાલાની જે ખોટ હતી એ 'KGF ચેપ્ટર 2' પૂરી કરી શકી છે. નિર્દેશકે હિન્દી ફિલ્મોના 'એન્ગ્રી યંગમેન' ને ફરી જીવતો કર્યો છે. હિંસા એટલી બધી છે કે પાત્રો સંવાદ બોલવા કરતાં અસ્ત્ર-શસ્ત્ર ચલાવતા વધારે નજરે પડે છે. પણ 'સાંપ-સીઢી કે ખેલ મેં અબ નેવલા ઉતર ચૂકા હૈ', 'નેપોટિઝમ સે નહીં મેરિટ સે આયે' કે 'જબ મેરે બાપ સે દૂસરા રૉકી પૈદા નહીં હુઆ તો ઔર કિસી સે ક્યા હોગા' જેવા સંવાદ મજેદાર છે. નિર્દેશક પ્રશાંત નીલે ડ્રામા અને એક્શનમાં કોઇ કમી રાખી નથી. મસાલા ફિલ્મોમાં લોજિકની ફરિયાદ કરવાનું કોઇ કારણ રહેતું નથી. પહેલા ભાગમાં KGF ની જે દુનિયા બતાવી હતી તે પ્રભાવિત કરી ગઇ હતી. એને બીજા ભાગમાં વધારે પ્રભાવશાળી રીતે બતાવી છે. પહેલા ભાગમાં વાર્તા જ્યાં ખતમ કરવામાં આવી હતી ત્યાંથી જ શરૂ કરી છે. રૉકી (યશ) હવે 'રૉકીભાઇ' બની ગયો છે. તેને હવે વધારે સોનું જોઇએ છે. તેને પોતાને માટે જ નહીં ગામના લોકો માટે પણ જોઇએ છે. રૉકીએ પોતાની માને વચન આપ્યું હતું કે તે મરશે તો મોટો માનસ બનીને મરશે. આ વખતે તેણે એક ખતરનાક વિલન અધીરા (સંજય) નો સામનો કરવાનો થાય છે. જેના શસ્ત્રને લોહી ચાખવું હોય છે. શરૂઆતમાં તે રૉકીને ટક્કર આપે છે. પછી અધીરા પોતાની બધી તાકાતથી રૉકીને હરાવી શકે છે કે નહીં અને રમિકા (રવીના) એમાં કેવો વળાંક લાવે છે એ જાણવા ફિલ્મ જોવી પડે એમ છે. આમ તો વાર્તા નવી નથી. એક ગરીબ છોકરો રૉબિનહુડનો અવતાર લે અને રાજ કરે એવું ઘણી ફિલ્મોમાં આવી ગયું છે. ફિલ્મની વાર્તા નહીં એને કેવી રીતે રજૂ કરવામાં આવી છે એ બાબત 'યુએસપી' બની છે. ફિલ્મમાં આ વખતે વધારે પડતા પાત્રો અને ગીતોથી વાર્તા અટકે છે. આવી બે-ચાર ખામીઓને નજર અંદાજ કરીએ તો ક્લાઇમેક્સ દમદાર હોવાથી કોઇ ફરિયાદ રહેતી નથી. નાના નાના દ્રશ્યોમાં સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ સંગીતથી મોટો પ્રભાવ ઊભો કર્યો છે. લડાઇના એક દ્રશ્યમાં યશ પોતાનું જૂનું હથિયાર હથોડો ઊઠાવે છે ત્યારે એનો અંદાજ જોવા જેવો હોય છે. લાંબા સમય પછી એવી કોઇ ફિલ્મ આવી છે જ્યારે દર્શકોએ ઉત્સાહથી સીટીઓ અને તાળીઓ વગાડી છે. યશના ચહેરા પર બહુ હાવભાવ જોવા મળતા નથી પરંતુ તેની સ્ટાઇલનો જવાબ નથી. તેની કારર્કિર્દીની આ શ્રેષ્ઠ ફિલ્મ છે. સંજય દત્ત 'અધીરા' તરીકે દમદાર ભૂમિકા કરી ગયો છે. તે ફિલ્મની જાન છે. તે એટલો શક્તિશાળી વિલન બન્યો છે કે એ કારણે તેની સામે ટક્કર આપીને હીરો યશનું વ્યક્તિત્વ વધારે વિશાળ દેખાયું છે. ચાર વર્ષમાં પાત્રનો જે ટોન પકડ્યો છે એ જાળવી રાખ્યો છે. રૉકી અને અધીરાને એવી શક્તિ સાથે રજૂ કરવામાં આવ્યા છે કે બંનેમાંથી કોઇ હારી જાય એવું લાગતું નથી. એ કારણે જ બંનેની લડાઇ વધારે રોમાંચક લાગે છે. સંજય આખી ફિલ્મમાં ઓછા સમય માટે દેખાય છે. છતાં દર્શકો માટે ફિલ્મ જોવાનું એક કારણ સંજય પણ બન્યો છે. યશ અને સંજયના એક્શન વચ્ચે રવીના ટંડન પોતાની નોંધ લેવા મજબૂર કરે છે. શ્રીનિધી શેટ્ટીએ યશની પ્રેમિકાની ભૂમિકા માટેની પોતાની પસંદગીને યોગ્ય ઠેરવી છે. Download Our App