વસુધા - વસુમાં - પ્રકરણ 32 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

શ્રેણી
શેયર કરો

વસુધા - વસુમાં - પ્રકરણ 32

વસુધા

પ્રકરણ-32

       વસુધાને એનાં માવતરનાં ઘર ગયે આજે અઠવાડીયું થઇ ગયું હતું. પીતાંબર વસુધાની ગેરહાજરીમાં લાલીનું વધુ ધ્યાન રાખતો. વસુધાની ટકોર પણ યાદ હતી અને વસુધાની લાલી સાચવવામાં જાણે વસુધાનો ખ્યાલ રાખતો હોય એવી લાગણી થઇ આવતી. વસુધાનાં ઘરેથી આવ્યાં પછી એણે વસુધાને ફોનજ ના કર્યો એને થયું. એનો અવાજ સાંભળી એનો વિરહ જાણે વધુ લાગશે એ મારી પાસે નથી અને અવાજ દૂરથી સાંભળવાનો. વારે વારે વસુધાની યાદમાં આંખો ભીની થઇ જતી.

       આજે ઉઠીને તરતજ લાલીને ખોળ-ઘાસ નીર્યુ પાણી આપ્યું અને હાથ ફેરવીને બોલ્યો લાલી આપણી વસુધાને ગયે અઠવાડ્યું થઇ ગયું એની યાદમાં આપણે જાણે હોરાઇ રહ્યાં છે મેં ફોન નથી કર્યો પણ એનો પણ ના આવ્યો શું કરુ ? ફોન કરું ? લાલી જાણે સમજતી હોય એમ એણે પીતાંબર તરફ નજર કરી અને ડોકું ધુણાયુ લાલીની આંખો પણ નીતરી રહી હતી.

       ત્યાં ભાનુબહેને હાંક પાડતાં કહ્યું પીતાંબર ઘાસ બધાને નીરી દીધુ ? હું દૂધ દોહી લઊં છું પછી મંડળીમાં જમા કરી આવ અને આ વસુધાનો તો ફોનજ નથી. પીયર ગઇને જાણે આપણને ભૂલી ગઇ. તું હમણાંજ ફોન લગાવ.

       પીતાંબરે કહ્યું માં હું આજ વિચારતો હતો. લાલીએ પણ કહ્યું ફોન કરો વસુધાને એમ હસતો હસતો ટેલીફોન પાસે આવ્યો અને ફોન લગાવ્યો. ફોન દુષ્યંતે ઉઠાવ્યો અને બોલ્યો કોણ બોલો છો ? કોનું કામ છે ?

       પીતાંબરે કહ્યું કેમ અવાજ ઓળખાયો નહીં તું અને તારી દીદી બધાં ભૂલી ગયાં ? દુષ્યંતે ખુશ થતાં કહ્યું ઓહો જીજાજી કેમ છો ? હું દીદીને આપું છું ફોન અને બૂમ પાડી દીદી દીદી જીજાજીનો ફોન છે. વસુધા સાંભળે પહેલાંજ પુરુષોત્તમભાઇએ ફોન લઇ લીધો અને બોલ્યાં કેમ છો કુમાર ? અમારાં વેવાઇ કેમ છે ? બધાની તબીયત સારી છે ને ? એક મીનીટ પીતાંબર જેનો અવાજ સાંભળવવા માંગતો હતો ત્યાં... એણે કહ્યું બંધા મજામાં છે અહીં તમે મજામાં છો ને ? મારે... ત્યાં પુરુષોત્તમભાઇ કહે વસુધાને આપું ફોન એમ કહી ત્યાંથી જતાં રહ્યાં અને દુષ્યંતને કહ્યું ચાલ આ પોટલાં બહારમૂક અને વસુધા ફોન પર આવી ફોનનું ક્રેડલ પકડીને કહ્યું આટલા સમયથી ફોનજ ના કર્યો ? આજે યાદ આવી ?

       પીતાંબરે કહ્યું મને થયું તું કરશે. તું ફોન ના કરે ઉપરથી મારો વાંક કાઢે છે. વસુધાએ કહ્યું અહીં બાપુજી કાયમ બેઠા હોય મને શરમ આવે. તમારે કરવો જોઇએ ને ? પીતાંબરે કહ્યું વસુધા તું ખૂબ યાદ આવે છે. આજે તો લાલીની આંખોમાં પણ આંસુ હતા. એ રડીને યાદ કરે મારું તો દીલ બળે છે તારાં વિરહમાં આંખો ભીંજાઇને કોરી થાય પહેલાં બીજા આંસુ આવી જાય. વસુધા ઢીલી થઇ ગઇ. એ બોલી એવું ના બોલો મને રડું આવી જશે હું કેવી રીતે દિવસો પસાર કરું છું મારું મન જાણે છે. પાછાં દિવાળીફોઇને તાવ આવતો હતો ચાર દિવસથી આજે સારું છે તમે કેમ છો ? લાલીનું ધ્યાન રાખો છો ને ?

       પીતાંબરે કહ્યું તારા વિના કેવો હોઊં ? જે તારી દશા છે એ મારી છે એમાંય રાત્રે છાયાગીતમાં બધાં ગીતો આવે ત્યારે એ સાંભળતાં હૈયુ હચમચી જાય છે પથારી સૂની લાગે છે તારી સાથે વિતાવેલી પળો યાદ આવે છે. હવે આવીજા બહુ રહી ત્યાં. અને ખાસ વાત ફોન કરવાનું રોજ મન થતું પણ તું ફોનમાં વાત કરે ત્યારે વધુ એવો એહસાસ થાય તું દૂર છે મારી પાસે નથી.

       વસુધા કહે પણ એકબીજાનો અવાજ તો સાંભળીએ વાતો કરીએ તો થોડું સારુ લાગે. ગઇકાલેજ માં કહેતી હતી કે અગીયારશે તને આવીને લઇ જશે તારાં બાપુની પીતાંબરનાં બાપુ સાથે વાત થઇ ગઇ છે હજી આજે આઠમ છે ત્રણ દિવસ કેમનાં નીકળશે ? જલ્દી જલ્દી આવી જાઓ લેવાં.

       પીતાંબરે કહે મને તો પાપાએ કંઇ કીધુજ નથી પણ માં કંઇક બનાવી રહી છે આજે એ એનાં માટેજ હશે હાંશ હું તો તું આવવાની એનાં આનંદમાંજ ત્રણ દિવસ કાઢી નાંખીશ. આવીજા જલ્દી... હું આવી જઊં જલ્દી જલ્દી લેવાં પથારી ચૂંથાય સાથે સાથે તું.. બસ એનીજ રાહમાં છું.

       વસુધાએ કહ્યું શું આવું બોલો છો ? સાવ લુચ્ચાજ છે. મને પણ બધુ યાદ આવે છે વિરહ બેવડાઇ જાય છે હું તમારાં માટે શું બનાવી ને લાવું ? લાડવા કે ગુલાબ જાંબુ ?

       પીતાંબર કહે લાડવા તો મને આપેલાં ગુલાબજાંબુ બનાવ આપણાંજ ઘરની ગાયનાં દૂધનાં. માવો બનાવતાં આવડે છે ને ? ગુલાબજાંબુ મને ખૂબ ભાવે છે મારી ગુલાબ હું તારો જાંબુ એમ હી બંન્ને જણાં હસી પડ્યાં.

       વસુધા કહે માંને યાદ આપજો હવે ફોન મૂકું ? બહુ વાર થઇ ગઇ મને... પીતાંબર કહે સારું અગિયારશે વહેલાજ આવી જઇશ ત્યાંજ જમીશ.

       વસુધાએ કહ્યું જલ્દી જલ્દી આવી જાવ હું રાહજ જોઊં છું સરસ જમાડીશ પછી સાથે ત્યાં ઘરે આવી જઇશું. પછી બોલી પીતાંબર એક વાત કહું ? પીતાંબરે કહ્યું બોલને તને સાંભળવા તરસુ છું બોલને .... વસુધાએ કહ્યું લગ્ન પહેલાં પિતાનું ઘર છુટતું નહોતું એ ઘરની માયા લગ્ન પછી જાણે જતીજ રહે છે એવું નથી કે માવતર યાદ નથી આવતાં પણ પિયુનો પ્રેમ પામ્યાં પછી બસ તમારીજ યાદ આવે છે એમ થાય ક્યારે આવીને લઇ જશો ? અહીં હું પીયરમાં ખૂબ રહી...

       પીતાંબરે કહ્યું આ આપણો પ્રેમ છે લગાવ છે ભલે લડીએ ઝગડીએ અબોલા થાય પણ તારાં વિના એક પળ જતી નથી. વસુધાએ કહ્યું જાવ જુઠ્ઠા તમારે તો તમારાં બધા ભાઇબંધ દોસ્તારમાંજ સમય નીકળી જાય.. ખોટું ના બોલો.

       પીતાંબરે કહ્યુ ભાઇબંધ દોસ્તાર હોય છે ના નહીં. દુધ અને ઢોરનાં કામ, ખેતરનું કામ બધુંજ હોય છે સાચુ કહું સવારથી સાંજ ક્યાં નીકળી જાય ખબર નથી પડતી પણ જ્યાં વાળુ કરી રાત પડે ત્યારે પથારી પણ અજાણી લાગે તારાં વિના બધુ સૂનૂ સૂનૂ લાગે છે તને વ્હાલ કરી ભેટીને પ્રેમ કરતાં સૂવાનું ક્યાં મળે છે ? આખી રાત પડખા ઘસ્તો તને યાદ કરતો પડી રહું છું તારી ખૂબ ખોટ સાલે છે.

       વસુધા કહે એટલા પુરતુંજ યાદ આવું છું ? આખો દિવસ મારો તો જતો નથી સવારે ઉઠી તમને ચા નાસ્તો આપું. બપોરનું ટાણુ અને રાતનું વાળુ સાથે કરીએ એક એક પળ તમારાં સાથની યાદ આવે છે બીજા મીઠાં સુખ પણ એટલાંજ યાદ આવે છે ખોટું નહીં બોલું.

       પીતાંબરે કહ્યું હું તને ખૂબ ચાહુ છું મારી વસુધા બસ અગીયારશે હું આવ્યોજ…  તને લઇ આવી આવનાર.. દરેક રાત્રી રંગીન કરી દઇશ... વસુધા કહે બસ હવે જલ્દી જલ્દી આવી જાવ. ફોન મૂકું છું એમ કહી ફોન મૂક્યો અને મનમાં ને મનમાં મલકાવા લાગી.

***************

            આજે પીતાંબર સાથે મીઠી મીઠી વાતો થઇ અને વસુધા ખૂબ આનંદમાં હતી માં એ કહ્યું દીકરી આજે કેટલી ખુશ છું તું બસ આમ કાયમ આનંદમાં રહેજે. વસુધા શરમાઇ ગઇ અને વાડામાં દોડી ગઇ.

       વસુધા વાડામાં ગઇ અને એને ચક્કર આવવા લાગ્યા મોઢોમાં જાણે ઉબકા આવતાં હોય ઉલ્ટી થવાની હોય એવું થવા લાગ્યું. એણે માં ને બૂમ પાડી માં.. માં અહી આવને જોને મને.. પાર્વતીબહેન વાડામાં દોડી ગયાં. વસુધાની બૂમ સાંભળી દિવાળી ફોઇ પણ પાછળ પાછળ વાડામાં આવ્યાં. વસુધા નીચેજ બેસી પડી એને ઉબકા આવતાં હતાં એણે ઉલ્ટી કરવા પ્રયત્ન કરયા પ્રયત્ન કર્યો.

       પાર્વતી બહેને પૂછ્યું આજે શું એવુ ખાધુ વાયડું પડે એવુ ? તારાં માટે હીંગનું પાણી બનાવીને લાવું છું.

       દિવાળી ફોઇએ હસતાં હસતાં કહ્યું ‘શું તું યે પાર્વતી સમજાતું નથી તને ? વસુધા પેટે છે મને થતું હતું એ આવી છે ત્યારની આભડ છેટે કેમ બેઠી નથી ? મેં એનેય પૂછેલું તો કીધેલું ફોઇ હજી થઇ નથી

       આપણી વસુધા માં બનવાની છે આતો ઊમંગ થાય એવું છે એને ખાલી પાણી આપ હમણાં. હાંશ મારાં જીવતાંજ એને ઘરે ખોળો ભરાઇ જાય અને હું દીકરાને રમાડીને જઊં.

       આવું સાંભળી વસુધા શરમાઇ ગઇ અને બોલી પાણી હું પી લઇશ. પાર્વતીબહેને કહ્યું દિવાળીબેન આટલું જલ્દી ? હજી પરણે થોડો સમયજ થયો છે ને ?

       દિવાળીબેને કહ્યું પાર્વતી આતો ઘણું સારું કહેવાય યુવાનીમાં છોકરાં ઉછરી જશે, આપણી વસુધાનો કોઠો ફળદુપ છે અને એ લોકોનો પ્રેમ એવો એમાં વહેલું શું ?

       પાર્વતીબેનને આનંદ થઇ ગયો સાથે સાથે ચિંતા સતાવા લાગી કે બધુ સારુ થશે ને ? મારી વસુધા તો હજી ઘણી નાની છે. દિવાળીફોઇએ કહ્યું કંઇ ચિંતા ના કર એની સુવાવડ કરવા સાચવવા તારી સાથે હું બેઠી છું ને ?

       એનાં સાસરે આનંદનાં સમાચાર આપી દે આજે તો દિવસ ખૂબ શુકનવંતો છે અને વેવાઇ પુણ્યશાળી છે બોલ..

***********

            પીતાંબર અને એનાં ઘરમાં આનંદમંગળ થઇ ગયો. પીતાંબર ખૂબ ખુશ હતો આજે વસુધાનાં ઘરે એને તેડવા જવાનો હતો માંએ કહ્યું હમણાં લઇ આવ પછી તો એને પાછું સુવાવડ માટે પીયરજ જવું પડશે.

       પીતાંબરે કહ્યું વારે વારે ત્યાં કેમ મોકલો ? અહી ના કરાવાય ? ભાનુબેને કહ્યું એય મારાં હરખપદુડા જે થતું હોય એ થાય હમણાં એને તેડી લાવ પછી નક્કી કરીશું.

       વિધીનાં વિધાન શું થવાનાં છે કોણે જાણ્યું છે ?

 

આગળ આવતા અંકે - પ્રકરણ-33