કોરડા કંકાવટી નગરી वात्सल्य દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરડા કંકાવટી નગરી

"કોરડા"
#કોરડા
એ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનું પરંતુ વારાહી શહેરથી વાયવ્ય દિશાએ 12 km અંતરે આવેલું પુરાતન નગર છે.જયાં હાલે પણ જૂની વાવો જોવા મળે છે.આ વાવ માં નગર પાણીનો પીવા માટે ઉપયોગ કરતા હતા.આજે પણ આમાંની બે વાવ (આદરણીય દાનસિંહજી જાડેજા સ્થાપિત શાંતિધામ આશ્રમ-કોરડા નજીક) અવાવરું હાલતમાં હાલ પણ મોજુદ છે.કોરડાથી પૂર્વ દિશા તરફ હાલ ખારા પાણીનો મોટો વિસ્તાર છે.સાંતલપુર તાલુકાનું આ જૂનું અને ખૂબજ પુરાણું મોટામાં મોટું ગામ છે.ગામની અંદર "ચાવડા" બાદ મુસ્લિમ રાજાઓનું રાજ્ય રહ્યું હતું.મહાભારત કાળમાં શ્રીકૃષ્ણ આ ગામે દ્વારકા જતાં વિશ્રામ કરેલો હતો.પાંડવોના વનવાસ દરમ્યાન આ નગરની ફરતે અડાબીડ જંગલ હતું.છુપા વેશે પાંડવો નજીકના "આલુવાસ" ગામે પર્વતોની ધારે થોડો સમય રોકાયેલા હતા.આ ગામે (આલુવાસ)આજે પણ દ્રૌપદી દ્વારા સ્થાપિત મહાદેવ મંદિર અને ભીમ સર્જિત કુંડ પણ મોજુદ છે.રા'નવઘણ પણ આ(કોરડા)બાજુથી પોતાનું કટક લઇને "નડાબેટ" તરફ માતા વરુડીના પ્રતાપે છીછરો સમુદ્ર પાર કરી પાકિસ્તાન સ્થિત સુમરા હમીરને હરાવવા યુદ્ધે આ ગામેથી ગયેલા હતા.
#કોરડા ગામ પહેલા "કંકાવટી" નગરી તરીકે ઓળખાતું હતુ.હાલમાં રામજી મંદિરમાં આવેલી બ્રહ્ના,વિષ્ણુ અને મહેશ ભગવાનની પ્રતિમા રાજસ્થાનના સાંચોરના સાંચોરા બ્રાહ્નણોએ પ્રસ્થાપિત કરી હોવાનું મનાય છે.ઇસ્લામી શાસન વખતે મહોરમનો વરઘોડો નીકળ્યો ત્યારે મંદિર પ્રાંગણમાં આવેલા પીંપળાના ડાળા કાપવા બાબતે ધીંગાણું થતાં ઘણાં બ્રાહ્નણો શહીદ થયા હતા,જેમાંના ચારથી પાંચ બ્રાહ્નણોએ બ્રહ્ના,વિષ્ણુ અને મહેશની મૂતિ જમીનમાં ખાડો કરી દાટી દીધી હતી.જે મૂતિઓ ૧૯૮૫માં ખોદકામ દરમિયાન મળી આવી હતી,જેને ૨૦૦૨માં રામજી મંદિરમાં સ્થાપના કરાઇ હતી.પાંચ હજાર વર્ષ પહેલાં દ્વાપરયુગના મહાભારત કાળમાં કોરડા તેમજ આજુબાજુનો વિસ્તાર ગીચ જંગલ પહાડ અને ટેકરાથી ઘેરાયેલો હેડમ્બા વન તરીકે ઓળખાતો હતો.કોરડા ગામ "કંકાવટી નગરી" તરીકે ઓળખાતું અને અહીં ઘણાં દેવમંદિરો હતાં.જેમાં મહાશક્તિ મંદિર અને હનુમાનજી મંદિરનો પણ સમાવેશ થતો.આ વિસ્તારમાં ફળાઉ તેમજ નાળીયેરીના વૃક્ષો પણ હતાં.આ નગર એક સપાટ માટીના ઢગલા ઉપર વસેલું છે. આ નગરમાં કોઈ નવા બાંધકામ કરે તો પાયામાં ખૂબ જૂની ઇટ અને માટીના વાસણો ના અવશેષો નીકળેલા છે. આ ગામમાં કેટલાંય મંદિર અને મૂર્તિઓ જમીનમાં દટાયેલા પડ્યાં છે.હમણાં થોડા વરસો પહેલાં આશ્રમની અંદર અખંડ મૂર્તિ મળી આવી છે. જેને પુનઃ વિધિ પૂર્વક સ્થાપના કરી નાનકડું મંદિર આશ્રમમાં જ બનાવી તેની પૂજા થાય છે.ઇ.સ.નના બીજા સૈકામાં કનકસિંહ ચાવડાએ કોરડા ઉપર કબજો કર્યો અને તેના નામ ઉપરથી કંકાવટી નામ પાડયું.એ સમયે પંચાસરમાં ચાવડા રાજપુતતોનો કબજો હતો.તે વખતે પાટણ,હારજિ અને રાધનપુર કે વારાહી જેવા મોટા ગામો ન હતાં. હાલના પાટણ જિલ્લાના તે વખતે પંચાસર અને "કંકાવટી" એમ બે જ મોટા શહેર હતા.કોરડા (કંકાવટી) ગામ આઠમા-નવમા સૈકામાં ઇસ્લામી યુદ્ધખોરો દ્વારા બે વખત લૂંટીને બાળવામાં આવ્યું હતું.અને ગામ સ્મશાન બની ગયું હતું.બાળતાં થોડું ગામ કોરું રહેતાં તે "કોરળું"શબ્દના અપભ્રંશના અંતે કોરડા નામથી સરકારી ચોપડે ઓળખાય છે.ગામમાંથી ભાગી ગયેલા લોકોએ પરત આવી પુનઃ વસવાટ કર્યો.તત્કાલીન કોરૂધાકોર ભાસતું આ ગામ કોરુંડું પછી અપભ્રંશ "કોરડા" નામ આપ્યું હતું.ઇ.સ.૧૪૮૫માં મહંમદ બેગડાએ રાજસ્થાન ઉપર ચડાઇ કરી ત્યારે સાંચોરા બ્રાહ્નણોના ૮૦૦ કુટુંબોએ ઇસ્લામ ધર્મનો અંગીકાર કરવાનો ઇન્કાર કરી રાજસ્થાન છોડી દીધું હતું.જેમાંના કેટલાક બ્રાહ્નણો કોરડા ગામના પાદરે મુકામ કરેલો,જયાં નવિન મંદિર બનાવી બ્રહ્ના,વિષ્ણુ અને મહેશ ભગવાનની મૂતિ પ્રતિષ્ઠા કરવા મહોત્સવ ચાલતો હતો.આ બ્રાહ્નણોના વડીલોએ મંત્રના બળે મૂતિઓની પ્રતિષ્ઠા કરાવી હતી.જેના પ્રભાવથી તત્કાલીન સ્થાનિક રાજાએ બ્રાહ્નણોને ખેતીની જમીન આપી ત્યાં વસવાટ કરાવ્યો હતો.બસો પરિવારો ત્યાંજ વસી ગયા હતાં.ઇ.સ.૧૪૮૦-૧૫૦૦ ના ગાળાની આ વાત છે.બ્રાહ્નણોનો અપૈયો છોડાવી મૂતિઓ સ્થાપી...
સાંચોરા બ્રાહ્નણો ઇસ્લામી જુલ્મના કારણે જમીનમાં બ્રહ્ના,વિષ્ણુ અને મહેશની મૂતિઓ દાટી ગામનો. મંદિરના કોટના ખોદકામ વખતે મળી આવી હતી.સાંચોરા બ્રાહ્નણોને બોલાવી અપૈયો છોડાવી શાપમાંથી મુકત થઇ મહારૂદ્ર અને વિષ્ણુયાગ યજ્ઞ કરાવી ગામ લોકોએ ૨૦૦૨ માં ત્રણેય મૂતિઓને
બ્રાહ્નણોએ મંત્રના પ્રભાવે તળાવની કબરો ખસેડી હતી.ગામના તળાવમાં બે કબર હોવાથી પાણી ચડતું ન હતું.જેથી આ બ્રાહ્નણોએ મંત્રના પ્રભાવથી એક કબર એક માઇલ અને બીજી કબર સાત માઇલ દૂર ખસેડી હતી.જે આજેપણ બાહીરપીર અને ગેબીપીરના નામે પૂજાય છે.
આ વિસ્તારમાં ખેતી સમૃદ્ધ હતી. દરિયા માર્ગે બહારના દેશોમાં વણજ થતો.નજીકના ઝઝામ ગામથી દરિયા માર્ગે વાણિજ્ય વ્યવહાર થતો.આટલુ વૈભવસંપન્ન ગામમાં આજે સરકારી શાળા,હાઈસ્કૂલ,દવાખાનાં,પાકા સડક માર્ગ સાથે જોડાયેલું છે. સતત દુષ્કાળ અને પાણીની અછત ભોગવતો આ પ્રદેશ નર્મદા કેનાલથી ખેતીમાં સ્થાનિક ખેડૂતો થોડું ઘણું ગુજરાન ચલાવે છે.મુખ્યત્વે ઠાકોર,ઠક્કર,રબારી,ભરવાડ જ્ઞાતિના લોકો વસે છે.નગરનો જોઈએ તેવો વિકાસ નથી. યાત્રાધામ તરીકે વિકાસ પામે તેવું આ નગર છે.પરંતુ તે પહેલાં સંશોધન ખૂબ જરૂરી છે.આ નગર વરસોથી ઉપેક્ષિત છે તેને ખોદકામ કરવામાં આવે તો અસલ ઇતિહાસની ખબર પડે.
.આભાર....(સંદર્ભ : હું 3 વરસ કોરડા આશ્રમમાં રહી અભ્યાસ કર્યો છે,તે વખતનાં પુસ્તકો,વડીલો, આદરણીય દાનુભા પાસેથી આ બધી વાતો સાંભળી છે.કદાચ માહિતી ક્ષતિ યુક્ત હોઈ શકે, જે મિત્રો આથી વધુ જાણતા હોય તો મને જણાવવવા વિનતી. ઍમના નામ સાથે પુનઃ પ્રગટ કરીશ.)
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)