અનુબંધ - 3 ruta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

અનુબંધ - 3

   

                                                                               પ્રકરણ :2 દિલ તો પાગલ છે

આગળ વાંચો 

 

રાત્રે જ્યારે હું. પથારીમાં પડ્યો ત્યારે અચાનક એક વિચારના ઘેરાવાથી એકદમ પથારીમાં બેસી ગયો,પછી મારાથી મૂછમાં હસી જવાયું.અરે,વાહ આજે તો મેં પેલી કબૂતરી સામે જોયું જ નથી.મારૂ મક્કમ દિલ ઝાલ્યું રહ્યું તો ખરું. અરે જોવાની વાત તો બાજુ પર રહી,પરંતુ મને ઋત્વિકાની ઉપસ્થિતિનો પણ ખ્યાલ રહ્યો નહોતો.હું મારી જાતના મનોમન વખાણ કરતો હતો.એવામાં મમ્મીનો પડખું ફર્યાનો અવાજ કાને પડ્યો.મેં ઝડપથી પથારીમાં લંબાવી દીધું.મારા મગજમાં મનમાં અંકિત થયેલો ચેહરો જે આજ પૂરતો અજાણ્યો બની ગયો હતો તેનું ગડમથલ ચાલતું હતું અને એ ગડમથલમાં જ આખી રાત પસાર થઈ ગઈ.આજ તો સવારથી જ ચિત્ત ચોંતતું નહોતું.ગઇકાલની ઘટના એટલી બધી યાદ આવતી હતી કે,મન વ્યગ્રતા અનુભવી રહ્યું હતું.એવામાં મારી આ અવસ્થામાં કોઈ મને કોઈ જોરજોરથી હલાવી રહ્યું હોય એવી પ્રતીતિ થઈ. પણ એ મારી પ્રતીતિ નહોતી,પણ મારી મમ્મી મને ઢ્ંઢોળી રહી હતી.તે કહી રહી હતી કે,કેવી બનાવી રાખી છે તારી હાલત ....ચાલ લે આ ચા પી લે આમ કહીને મને ચાનો કપ પકડાવીને કાકીની મદદમાં પહોંચી ગઈ.તે રસોડામાંથી બોલી રહી હતી કે,પ્રથમેશ ,મારે આજે ગામડે જવા નિકળુવું છે. મને કોલેજ જતાં પહેલા બસસ્ટેન્ડે છોડી દેજે.મેં પણ દુખી મને "હા" કહ્યું. 

સાંજે મમ્મીને મૂકીને હું કોલેજ જવાની બસ પકડવા ઊભો હતો એવામાં ઋષિકેશે મને જોયો અને મારી આગળ બાઇક ઊભું રાખ્યું.તેણે મને કહ્યું,પ્રથમેશ,ચાલ ને મારી સાથે થોડુંક કામ પતાવીને કોલેજ પહોંચીએ છે.હું "હા" કહેવામાં ખચકાતો હતો,હ્રદય ના પાડી રહ્યું હતું અને મગજને સંદેશો પહોંચતો નહોતો.એવામાં ઋષિકેશે કહ્યું,અલ્યા બહુ વિચાર્યું.ચાલ બાઇક પાછળ બેસી જ,ઝડપથી પાછા આવી જઈશું.હું  કમને બાઇક પર બેઠો તો ખરો,પણ મારી આંખ્યુંમાં ઋત્વિને જોવાની બેચેની વધારે સતાવતી હતી.આ બાજુ ઋષિકેશને કામ પતાવતા નવ વાગી ગયા હતા અને હું ખૂબ જ બેચેની અનુભવી રહ્યો હતો ત્યાં જ ઋષિકેશે આવીને કહ્યું,સોરી યાર આજની કોલેજ આપણાથી મીસ થઈ ગઈ.ચાલ તને ઘરે છોડી દઉં ....મને એટલો બધો ગુસ્સો આવતો હતો કે ઋષિકેશને છોડીને જ જતો રહું.પણ મનને કાબુમાં રાખીને તેની બાઇક પર બેઠો.ઘરે પહોંચ્યા પછી બેચેન હ્રદયની વ્યાકુળતા વધુ ઉગ્ર બની હતી.આજે હું ઋત્વિને જોઈ ના શક્યો અને હવે બે દિવસ પછી પરીક્ષા હતી એટલે કોલેજ બંધ હતી.એટલે હું મારી પ્રિયતમાને જોઈ શકવાનો નથી.અરેરે ..... મારાથી નિસાસો નંખાઈ ગયો. વિચારતો હતો કે સવારે મને મારા પર ગુમાન થતું હતું અને અત્યારે મને અફસોસ થાય છે.કેવી મારી સ્થિતિ બની ગઈ છે! નથી ભણવામાં ચિત્ત ચોંટતું  કે  નથી પેલી કબૂતરીને દિલની વાત કહી શકતો.જ્યારથી મેં ચાંદ જેવા મુખારને જોયો છે ત્યારથી દિલ પણ શાયરીના રવાડે ચઢી ગયું છે. મારુ બેચેન દિલ અત્યારે પણ ....

બેચેની તીવ્ર બને તો બેકરારી બની જાય છે 

મિલન મળે તો બેકરારી પ્યારી બની જાય છે , વિરહમાં જિંદગીનો બોઝ છે એટલો 

વધતી જાય છે પ્યાસ તને ચાહવાની....  

                                             

 

 આ બે દિવસમાં મને પણ જે પ્યારની અનુભૂતિ થઈ તેના પરથી મેં વિચાર્યું કે,કોઇની સાથે દિલ લાગ્યા પછી એની નિકટતાં કરતાં એની વચ્ચેનું અંતર પ્રેમીને કેટલું સતાવતું હોય છે તે દરેક પ્રેમીએ અનુભવ કર્યો હશે.એટલે જ "હીરરાંઝા" બની હતી.એ દર્દ,એ એકલતા,પ્રેમી-પ્રેમીકાને ખોજતી આંખ્યુંઓ આ બધું જ પ્રેમની નિશાનીઓ છે.જે આજે  હું અનુભૂતિ કરી રહ્યો છું.વિચારોના મનોમંથનમાં અટવાયેલા મને આવતીકાલના પેપરોની તૈયારી કરવાની પણ ખબર ના રહી.યાદોની અલૌકિક દુનિયામાં ખોવાયેલા મને જ્યારે કાકાએ બૂમ પાડી ત્યારે પ્રતીતિ થઈ કે,આવતીકાલે પરીક્ષા છે અને મારે તૈયારીઓ કરવાની છે.ગામડેથી શહેરમાં ભણવા આવ્યો હતો અને અહીં હું દલડું દઈ બેઠો અને એવી છોકરીને કે જેની કલ્પના સૌ કરે છે.આમ વિચારતા હું ઊભો થયો અને ઘરની બહાર લટાર મારવા નીકળ્યો.લટાર મારીને આવીને હું બે વિષયોનું વાંચવા બેઠો.વાંચતાં વાંચતાં ઊંઘ પણ આવી ગઈ.સવારના જ્યારે સૂરજના કિરણોએ બારીમાંથી ડોકિયું કર્યું ત્યારે મારી નીંદર ઊડી.ન જાણે મન એટલું બેચેન હતું કે ક્યાંય પણ મન લાગતું  નહોતું . આમ છતાં પરવારીને હું આજની પરીક્ષાનું વાંચવા બેઠો.જરા હોંકારો ખાઈને સ્વસ્થ  થયો અને પુસ્તકમાં મન લગાવ્યું. આ તબક્કાની એક્ઝામે તો મારા દીલને દગો દીધો છે. સાલું,  મારા માથામાં ટપલી મારીને હું મારી જાતને કહેવા લાગ્યો.અલ્યા વાંચવામાં મન પરોવ, બહુ થયું ..વળી,પાછો પુસ્તકમાં મન પરોવ્યું. આમ ને આમ સાંજ પડી ગઈ અને પરીક્ષા આપવાનો સમય પણ થઈ ગયો. કાકીએ દહીં ખવડાવી મને મોકલ્યો. ભગવાનને પણ મનોમન પ્રાર્થના કરી. મમ્મીનો આશીર્વાદ આપવા અને દર્પણાની એક્ઝામની વિશ  આપવા ફોન આવી ગયો હતો .પરીક્ષા પૂરી થઈ ગયા પછી મમ્મીએ ગામડે આવવા કહ્યું હતું. કોલેજમાં પ્રવેશતા ફાઇનલ એક્ઝામ અને દિલનો તરવળાટ બંને એકસંગ થઈ ગયા હતા.કયા ડિપાર્ટમેન્ટને સાચવવું ભારે પડી ગયું હતું. અત્યારે તો બંનેનો બોજ લઈને ફરી રહ્યો હતો. વિચારતો વિચારતો ક્લાસમાં પ્રવેશ કર્યો. ક્લાસમાં બ્લેકબોર્ડ પર નંબર લખ્યા હતા એ પ્રમાણે મારી સીટ પર જઈને ગોઠવાઈ ગયો. દિલ અને મગજ બંનેનું કામકાજ અસ્તવ્યસ્ત બની ગયું હતું. મહાપરાણે સ્વસ્થ થઈ પેપર લખવાની શરૂઆત કરી.ત્રણ કલાકે જ્યારે પેપર પૂરું થવાનો બેલ વાગ્યો ત્યારે ખ્યાલ આવ્યો. ફટાફટ પેપર આપીને હું કોલેજમાં ઋત્વિકાને શોધતો હતો .નિરાશ મને કોલેજના ગેટ તરફ જતો હતો ત્યાં મેં મારી દિલની સામ્રાજ્ઞીને જતી જોઈ. નિરાશા છવાઈ ગઈ, હજુ પણ પરીક્ષા સુધી મારે મારા મનને મક્કમ તો કરવાનું જ હતું. બેચેન દિલ સાથે હું ઋત્વિકાને જતી જોતો રહ્યો....

             પરીક્ષાનું અઠવાડિયું કયાં શરૂ થયું અને પૂરું પણ થઈ ગયું એનો પણ ખ્યાલ ના રહ્યો. હવે અમારી ટ્રેનિંગ શરૂ થવાની હતી. જેને માટે અઠવાડિયાનો સમય હતો એટલે મેં વિચાર્યું કે આ દરમ્યાન મેં મારા ગામડે જવાનું વિચાર્યું. આ બાજુ ટ્રેનિંગ માટે ત્રણ ટુકડીમાં વિદ્યાર્થીઓને વિભાજિત કરવાના હતા.એટલે સરે એના પર કામકાજ શરૂ કરી દીધું હતું  અને મને પણ એવું થતું હતું કે હું ઋત્વિની ટુકડીમાં કે ઋત્વિ મારી ટુકડીમાં આવી જાય તો મઝા પડશે. ટુકડીના નામોની આવતીકાલે સાંજે જાણ થવાની હતી એટલે આખી રાત પડખા ફરે રાખ્યા. સવારે જ્યારે ઉઠ્યો ત્યારે થોડો ફ્રેશ લાગતો હતો ,પણ એક ડર પણ હતો કે જો ઋત્વિ મારાથી અલગ થઈ ગઈ તો... હું ....ના...ના એવું નહીં થાય . "બી પોઝિટિવ" પ્રથમેશ મારાથી બોલાઈ ગયું.ત્યાં મારી બાજુમાં જમવા બેઠેલા કાકાએ કહ્યું,પ્રથમેશ હવે તારી પરીક્ષા પતી ગઈ છે આગળ શું વિચાર્યું છે? મેં કહ્યું,કાકા,અઠવાડિયા પછી મારી ટ્રેનિંગ શરૂ થવાની છે તે પછી મારી અમદાવાદમાં જ સેટ થવાની ઇચ્છા છે. હમણાં તો એક સપ્તાહનું વેકેશન છે એટલે મમ્મીને મળવા જાઉં છું .આમ કહીને હું આડો પાડવા ઉપરના ફ્લોર પર ગયો. હું મારી ચાંદનીના સોનેરી સપનામાં ખોવાઈ ગયો હતો.  લાગતું હતું કે,હું તેના ભરાવદાર કેશોમાં આંગળા નાખીને તેને સલવાળું છું.તેના ભાલ પર હાથ પસારું છું ....અનુભૂતિ કરી રહ્યો હતો ત્યાં જ કાકીએ બૂમ મારી.પ્રથમેશ બેટા,તારે કોલેજ જવાનો સમય થઈ ગયો છે. હું ફટાફટ તૈયાર થયો અને ફટાફટ કાકીને જયશ્રીક્રષ્ણ કહીને નીકળી ગયો. હું એટલો ઉતાવળિએ જતો હતો કે,પાછળથી ઋષિકેશ મને બૂમ મારતો હતો તે પણ સાંભળી શકતો નહોતો . એવામાં ઋષિકેશે બાઇક આગળ લાવીને ઊભી રાખી .હજુ હું બોલવા જ જતો હતો ત્યાં ઋષિકેશનું મોઢું જોઈને જરા સંકોચ થઈ ગયો.દર વખતની જેમ હું બાઇક પાછળ ગોઠવાઈ ગયો. અલકમલકની વાતો કરતાં અમે કોલેજમાં પ્રવેશ્યા. ક્લાસની અંદર ગયા પછી સરે આવીને ટુકડીના નામોની જાહેરાત કરી. ટુકડી :"એ " માં આ નામો છે, ટુકડી ;" બી" માં આ નામો છે ....આ બાજુ મારું હ્રદય જોરજોરથી ધબકતું હતું ....શું થશે ....હું અને ઋત્વિ ....એવામાં સરે અમારી ટુકડીના નામોની જાહેરાત કરી.નામ સાંભળતા જ મારી ખુશીનો પાર ન રહ્યો. હું એકદમ આનંદિત થઈ ગયો. એવું થતું હતું કે હમણાં જ જઈને ઋત્વિને ઊંચકી લઉં અને ચૂમી લઉં ....મેં મારી જાતને ચુંટલી ખણી લીધી.મારાથી અચાનક તીણિ  ચીસ નીકળી ગઈ. પછી એકબીજા વાત કરતાં છૂટાં પડ્યા.

               મારી ખુશીની કોઈ સીમા નહોતી. મારી દિશા બદલાઈ ગઈ હતી.જ્યારે હું ગામડે પહોંચ્યો ત્યારે મને મારો મલક સ્વપ્નલોક જેવો લાગ્યો.ક્યારેક પવનની શીતળતા મારી સાથે વાતો કરતી, તો ક્યારેક પંખીઓનો કલરવ ઋત્વિ....ઋત્વિ નો ગુંજારવ કરતો, અને નદીના વહેણ મારા પગના તળિયાને સ્પર્શી ને મધુરા સ્પંદન આપી જતાં હતાં. આ અજીબ પ્રકારના આનંદમાં ક્યારેક હું  કોઈ પ્રકારના સંગીતનો મનમાં ગણગણાટ  કરતો હતો. એક  દિવસ સંધ્યા સમયે હું રેડિયો ચાલુ કર્યો તો  તેમાં આ ગીત વાગી રહ્યું હતું. 

                                                   આ લગ જા ગલે ફિર યે હંસી રાત હો હો ના હો

                                                    શાયદ ફિર ઈસ જનમમે મુલાકાત હો ના હો...

હું પણ આ ગીત  તેની સાથે ગાતો હતો,  તે સમયે મારી પાછળ દર્પણા ઊભી હતી, તેનો ખ્યાલ મને ન હતો ,તે મને અનિમેષ નજરે જોઈ રહી હતી. ગીત પૂરું થતાંમેં રેડિયનો અવાઝ ધીમો કરવા હું ઊભો થયો તો  તે મારી સામે આવીને ચીભડીની જેમ તરતજ બોલી, " કેમ પ્રથમેશ ભૈયા....

                                                    " કિસે ગલે લાગને કી બાત....

                                                      કૌનસી મુલાકાત......." 

જરા રાઝ પરથી પડદો ઉઠાવશો ? કયાંક  પેલી તમારાં અંતરની  નટખટ ઋ...ત્વિ.... તમારા શમણાં માં તો નથી ને ?

 મેં તેના મોઢા પર હાથ દાબાવી દીધો. તે સમયે રસોડામાં સમાન મૂકતાંની સાથે બોલી કોણ ઋત્વિ ...? કેવી ઋત્વિ.... કોણ  ચ્હે આ છોકરી....?  આવા સવાલો પૂછવાના શરૂ કરી દીધા.

 

 

 

 

                                                                                                                            

 

.